Premtrushna - 9 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 9

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 9

અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .

અવની બેસી ને લેપટોપ ખોલ્યું . 

“ પાસવર્ડ ... અમ........ “ અવની લેપટોપ ના કી બોર્ડ પર આંગળીઓ નો મારો ચલાવતા બબડી રહી . 

ભૂમિ શાંતિ થી જોઈ રહી . 

અવની એ લેપટોપ લીધું અને ડો . મલ્હોત્રા ને પાસવર્ડ શું છે એ પૂછ્યા વગર જ પાસવર્ડ નાખી અને લેપટોપ ઓન પણ કરી દીધું . 

ભૂમિ એ આ બધુ જ જોયું અને થોડી વિચાર માં પડી ગઈ કે આ લેપટોપ ડો. મલ્હોત્રા નું છે અને આ લેપટોપ માં પૂરા કોલેજ ના મટેરિઆ મેડીકા ના વિભાગ ની માહિતી છે જેના હેડ ડો . મલ્હોત્રા પોતે છે અને આટલી અંગત માહિતી આ લેપટોપ માં છે અને આ લેપટોપ નો પાસવર્ડ આ છોકરી ને ખબર છે અને આ છોકરી આટલા સરળતા થી આ લેપટોપ માં બધું કરે છે 

ભૂમિ કશું સમજી ના શકી .

“ ચાલો ભૂમિ બેટા આપણે બહાર જઈએ “ અરવિંદ ભાઈ બોલ્યા .

“ હા પપ્પા “ ભૂમિ જતા જતા અવની ને જોઈ રહી .

ભૂમિ બહાર આવી 

“ ચાલો બેટા હુ જાવ છું હો હવે કાઈ પણ આવી મસ્તી ના કરતી . ખુશી ને સોરી કઇ દેજે અને ધ્યાન રાખજે “ અરવિંદ ભાઈ બોલ્યા . 

“ હા પપ્પા , હવે થી આવી કોઈ મસ્તી નહિ કરીશ . ખુશી ને તો હુ મનાવી લઈશ અને તમે પણ સાચવી ને જજો “ ભૂમિ પોતાના પપ્પા ને ભેટી .

અરવિંદ ભાઈ ત્યાં થી ચાલ્યા ગયા . 

ભૂમિ ખુશી અને આનંદી ને શોધતી શોધતી આવી અને જોયું તો ખુશી અને આનંદી બેઠા હતા .

ભૂમિ ખુશી અને આનંદી પાસે આવીને બેસવા ની થઈ ત્યાં  તેણે જોયું કે ખુશી રડી રહી હતી .

ભૂમિ મન માં વિચારી રહી કે મારું તો થઈ ગયું પણ મારા વાંકે આ બિચારી નું વગર વાંકે બધું બગડી ગયું .

ભૂમિ થોડી વારે વિચાર્યું અને ત્યાં થી ચાલ્યી ગઈ .

ભૂમિ થોડી પ્રિન્સિપાલ ઓફીસ માં આવી ને જોયું કે ડો.મલ્હોત્રા તો નથી 

“ ડૉ.મલ્હોત્રા ક્યાં છે “ તેણીએ ત્યાં ના પિયુન ને પૂછ્યું .

“ સર તેમના કેબિન માં છે “ કહી પિયુન ત્યાં થી ચાલ્યો ગયો .

ભૂમિ ડો.મલ્હોત્રા ના કેબિન માં આવી .

“ શું હુ અંદર આવી શકું સર “ ભૂમિ એ પરવાનગી માંગી .

“ હા આવો " ડો.મલ્હોત્રા એ અંદર આવવાનો ઈશારો કર્યો .

“ સર કઈક વાત કરવી છે ....“ ભૂમિ ત્યાં કોઈક ને જોતા અટકી .

“ હા બોલ “ ડૉ . મલ્હોત્રા બોલ્યા .

“ સર , મારે તમારો આભાર માનવો હતો કે તમે મારી આવડી મોટી ભૂલ હોવા છતાં પણ મને માફ કરી પણ સર એક વિનંતી છે કે ખુશી .... “ ભૂમિ બોલવા ગઈ ત્યાં ડો મલ્હોત્રા એ તેને અધવચ્ચે જ અટકાવી .

“ કે એનો તો એટલો કાઈ વાંક હતો પણ નઈ ને એ બધું “ ડૉ .મલ્હોત્રા બોલ્યા .

“ આ લે “ ડૉ .મલ્હોત્રા એ એક પેપર ભૂમિ ને આપ્યું .

ભૂમિ એ પેપર ખોલી ને આશ્ચર્ય સાથે ડો મલ્હોત્રા સામે જોયું .

“ મને ખબર છે કે એનો આટલો કાઈ વાંક નથી એટલે જ મે અહી આવી ને તરત જ પેલા આ પેપર પ્રિન્ટ કરાવ્યું હતું . આ ખુશી ને આપી દેજે  “ ડો. મલ્હોત્રા બોલ્યા .

બહુ વખત વીતી ગયો અને કોલેજ બેલ વાગી ગઈ .

“ ચાલ ખુશી હવે ઘરે જઈએ કોલેજ ની બેલ પણ વાગી ગઈ છે “ આનંદી બોલી .

“ હા ચાલ “ ખુશી આંસુ લૂછતાં લૂછતાં ઊભી થઈ .

ત્યાં ખુશી એ જોયું કે પાછળ થી તેના ખંભા પર કોઈએ હાથ મૂક્યો .

એ હાથ ભૂમિ નો હતો . ભૂમિ ખુશી ની સામે આવી .

“ આ લે “ કહેતા ખુશી ના હાથ માં ભૂમિ એ પેપર આપ્યું .

“ શું છે આમાં “ ખુશી એ પૂછ્યું .

“ પોતે જોઈ લે “ ભૂમિ એ કહ્યું .

ખુશી એ પેપર ખોલી ને જોયું ત્યાં તો .....

“ આ તો .... “ ખુશી એ આશ્ચર્ય સાથે ભૂમિ સામે જોયું .

“ હા આ તારું સસ્પેન્શન કેન્સલ લેટર છે . “ ભૂમિ એ ખુશ થતાં કહ્યું .

“ મતલબ ... “ આનંદી એ સવાલ કર્યો .

“ મતલબ એમ કે ખુશી નું સસ્પેન્શન કેન્સલ થઈ ગયું છે હવે ખુશી ફરીથી રીજોઈન કરશે કોલેજ “ ભૂમિ બોલી .

ખુશી એ ભૂમિ ને અચાનક થી આવી ને ભેંટી પડી .

“ તારો ખૂબ ખૂબ આભાર ભૂમિ તે એટલું કર્યું “ ખુશી ઉત્સાહ માં બોલી .

“ અને એક ખુશ ખબરી એ પણ છે કે મને કોલેજ માંથી નથી કાઢી રહ્યા ..“ ભૂમિ ખુશ થતા બોલી .

“ પણ કાઈ રીતે તને તો ડો . મલ્હોત્રાએ .. “ આનંદી એ પ્રશ્નાર્થ કર્યો .

ભૂમિ એ માંડી ને બધી વાત કીધી .

“ અચ્છા , મતલબ કે તું પણ હવે અમારી સાથે જ રહીશ ને “ ખુશી બોલી .

“ હાસ્તો “ ભૂમિ એ જવાબ આપ્યો .

“ પણ હજુ ઍક સવાલ છે કે તારું તો જવાનું કેન્સલ થયું એ સમજાયું પણ ખુશી નું સસ્પેન્શન કેન્સલ કાઈ રીતે થયું ? “ આનંદી એ સામે પ્રશ્ન કર્યો .

“ હા ભૂમિ આ કઈ રીતે “ ખુશી એ પણ પૂછ્યું .

“ અરે બધું જ કહું છું પેલા આપણે બહાર જઈએ ક્યાંક સારી એવી હોટેલ માં પાર્ટી કરીએ પછી તમને માંડી ને બધી વાત કરું “ ભૂમિ બોલી .

“ હા આજ તો પાર્ટી આનંદી દેશે ને આપણે બંને પાછા આવી ગયા એની ખુશી માં “ ખુશી આનંદી ને ખંભે મારતા બોલી .

“ હે ...... “ આનંદી બોલી 

“ ચાલ ને હવે આનંદી , આજ પાર્ટી મારા તરફ થી બસ “ ભૂમિ બોલી .

ત્રણેય જણા સારી એવી હોટેલ માં જમી ફરીથી પોતાના રહેઠાણ પર આવ્યા .

“ આનંદી આજ ની રાત તું પણ અહી અમારી સાથે રોકાઇ જા “ ભૂમિ બોલી .

“ પણ ... “ આનંદી બોલી .

“ પણ વણ કાઈ નઈ હો આજ ની રાત તો અહી રોકાવું જ પડશે “ ખુશી બોલી .

ત્રણેય જણા નીચે મસ્ત ગાદલા નાખી ને સૂતા .

“ ભૂમિ હવે માંડી ને બધી વાત કર પેલા સસ્પેન્શન કેન્સલ ની “ ખુશી બોલી .

“ સારું બાબા કહું છું “ ભૂમિ બોલી .

ભૂમિ થોડી બેઠી થઈ અને તકિયો પોતાના ખોળા માં રાખી અને બંને ને કહેવાનું ચાલુ કર્યું 

“ એમાં થયું શું એવું કે હુ આવતી હતી તમારે ત્યાં પણ મે જોયું કે ખુશી રડતી હતી તો મને બહુ જ દુઃખ થયું તો પછી હુ સીધી ડો . મલ્હોત્રા ને શોધતી એમના કેબિન માં ગઈ “ ભૂમિ એ માંડી ને બધી વાત કીધી .

ખુશી અને આનંદી ભૂમિ ને જોઇ રહ્યા .

“ પણ તેમના કેબિન માં કોઈક છોકરી હતી જેને મે આજે પ્રિન્સિપાલ ઓફીસ પણ જોઇ અને મને થોડું અજીબ લાગ્યું “ ભૂમિ બોલી .

“ કોણ હતી એ “ આનંદી એ પૂછ્યું .

“ એ તો મને નઈ ખબર પણ ... “ 

“ પણ ........ શું “ ખુશી એ પૂછ્યું .

“ જ્યારે હુ ડો .મલ્હોત્રા ની કેબિન માં ગઈ ત્યારે પેલી છોકરી ડો.મલ્હોત્રા સાથે ...... “ ભૂમિ બોલી રહી