Bhartiy Cinemana Amulya Ratn in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન

આ આર્ટિકલને મારે માત્ર ટુંકાણમાં પતાવવો નથી પણ અહી મારે ભારતીય સિનેમાનાં કેટલાક અમૂલ્ય રત્નો અંગે વાત કરવી છે એટલે કદાચ આ વાત માત્ર એક આર્ટિકલમાં પતે એવી નથી કારણકે ઘણાં કલાકારો વિષે વાત કરવાની ઇચ્છા છે.જેના વિષે લોકો કદાચ એટલી ચર્ચા કરતા નથી પણ તેમનું યોગદાન નાનું નથી.

ભારત વિશ્વમાં સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે જ્યાં દર વર્ષે લગભગ એક હજાર ફિલ્મો બને છે. કુલ ફિલ્મોમાંથી લગભગ ૬૦૦ ફિલ્મો તેલુગુ અને હિંદીમાં હોય છે, બંને ભાષામાં આશરે ૩૦૦ ફિલ્મો બને છે જ્યારે બાકીની ફિલ્મો અન્ય ભાષામાં બને છે. જોકે ભારતમાં સિનેમા દ્વારા પેદા થતી કુલ આવકમાં હિંદી ફિલ્મોનો હિસ્સો લગભગ અડધો છે.૧૦૦% ટકા સીધા વિદેશી મૂડી રોકાણ માટે છૂટ મળવાના કારણે ૨૦થ સેન્ચ્યુરી ફોક્સ, સોની પિક્ચર્સ અને વોર્નર બ્રધર્સ જેવા વિદેશી સાહસો માટે ભારતીય ફિલ્મ માર્કેટ આકર્ષક બન્યું છે. મલ્ટીપ્લેક્સીસને કર રાહત મળવાના કારણે ભારતમાં મલ્ટીપ્લેક્સ ક્ષેત્રે તેજી આવી છે.લંડનમાં લ્યુમિયર ચલચિત્રના પ્રદર્શન (૧૮૯૫) બાદ યુરોપભરમાં સિનેમાએ હલચલ મચાવી દીધી અને જુલાઇ ૧૮૯૬ સુધીમાં લ્યુમિયર ફિલ્મો બોમ્બે (હવે મુંબઈ)માં દર્શાવવામાં આવી હતી. ભારતમાં પ્રથમ ટૂંકી ફિલ્મોનું નિર્દેશન હીરાલાલ સેનએ કર્યું હતું જેની શરૂઆત ધી ફલાવર ઓફ પર્શિયા (૧૮૯૮) સાથે થઇ હતી.ભારતમાં પૂર્ણ લંબાઇના ચલચિત્રનું નિર્માણ દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું જેઓ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિના વિદ્વાન હતા અને સંસ્કૃત મહાકાવ્યો પરથી પ્રેરણા લઇને મરાઠીમાં મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર (૧૯૧૩) બનાવી હતી. (રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં સ્ત્રીના પાત્રો પુરુષ કલાકારોએ ભજવ્યા હતા.) ભારતમાં સિનેમા થિયેટરની પ્રથમ ચેઇનની માલિકી કલકત્તાના ઉદ્યોગ સાહસિક જમશેદજી ફ્રામજી મદન પાસે હતી જેઓ દર વર્ષે ૧૦ ફિલ્મના ઉત્પાદન પર દેખરેખ રાખતા હતા અને સમગ્ર ભારતીય ઉપખંડમાં તેનું વિતરણ કરતા હતા.અરદેશર ઇરાનીએ ૧૪ માર્ચ ૧૯૩૧ના રોજ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા રિલિઝ કરી. ભારતમાં ‘ટોકિઝ’ની શરૂઆત થયા બાદ કેટલાક ફિલ્મ કલાકારોની ભારે માંગ રહેતી હતી અને તેઓ અભિનય દ્વારા સારી એવી આવક મેળવતા હતા. ૧૯૩૦માં સાઉન્ડ ટેકનોલોજીનો વિકાસ થયો તેની સાથે ભારતીય સિનેમામાં સંગીતનું પ્રમાણ વધ્યું અને ઇન્દ્રસભા અને દેવી દેવયાની જેવી સંગીત આધારિત ફિલ્મો બનવા લાગી જેની સાથે ભારતીય ફિલ્મોમાં સંગીત અને નૃત્યનો યુગ શરૂ થયો.

ચેન્નાઇ, કોલકતા અને મુંબઈ જેવા શહેરોમાં સ્ટુડિયો બનવા લાગ્યો કારણ કે ફિલ્મ એક કળા તરીકે ૧૯૩૫ સુધીમાં પ્રસ્થાપિત થઇ ચૂકી હતી, દેવદાસ તેનું ઉદાહરણ હતું જેણે દેશભરમાં દર્શકોને મોહિત કર્યા હતા. ૧૯૩૪માં બોમ્બે ટોકિઝની સ્થાપના થઇ અને પૂણેમાં પ્રભાત સ્ટુડિયોએ મરાઠી ભાષાના દર્શકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. ફિલ્મ નિર્માતા આર. એસ. ડી. ચૌધરીએ વ્રેથ (૧૯૩૦)નું નિર્માણ કર્યું જેના પર ભારતમાં બ્રિટીશ રાજએ પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેમાં કલાકારોને ભારતીય નેતાઓ તરીકે દર્શાવાયા હતા જે ભારતીય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સેન્સરને પાત્ર હતી.બીજા વિશ્વ યુદ્ધ પછી ભારતમાં મસાલા ફિલ્મ નું આગમન થયું જે ગીત, સંગીત અને રોમાન્સથી ભરપૂર કોમર્શિયલ ફિલ્મો માટે વપરાતો શબ્દ છે. એસ. એસ. વાસનની ચંદ્રલેખા રિલીઝ થવાની સાથે સમગ્ર ભારતમાં દક્ષિણ ભારતની ફિલ્મોને પ્રાધાન્ય મળવા લાગ્યું. ૧૯૪૦ના દાયકા દરમિયાન ભારતના કુલ સિનેમા હોલમાંથી લગભગ અડધા સિનેમા હોલ દક્ષિણ ભારતમાં આવેલા હતા અને સિનેમાને સાંસ્કૃતિ પુનઃજાગૃતિના સાધન તરીકે જોવામાં આવ્યું. સ્વતંત્રતા બાદ ભારતનું વિભાજન થતા રાષ્ટ્રની સંપત્તિમાં પણ ભાગ પડ્યા અને ઘણા સ્ટુડિયો નવા રચાયેલા પાકિસ્તાનમાં જતા રહ્યા. ભાગલા સમયના હુલ્લડો ત્યાર પછીના દાયકાઓમાં ફિલ્મ નિર્માણમાં મહત્વનો વિષય બન્યા.

સ્વતંત્રતા પછી ભારતીય સિનેમા એસ. કે પાટિલ કમિશન હેઠળ આવ્યું. કમિશનના વડા એસ. કે. પાટિલે ભારતીય સિનેમાના કોમર્શિયલ મૂલ્યને ધ્યાનમાં લેવા ઉપરાંત તેને ‘કળા, ઉદ્યોગ અને શોમેનશિપના સંયોજન’ તરીકે જોતા હતા. પાટિલે નાણા મંત્રાલય હેઠળ ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનની રચના કરવા ભલામણ કરી હતી.૧૯૬૦માં આ સલાહ પર ધ્યાન આપવામાં આવ્યું અને સમગ્ર ભારતમાં પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓને નાણાકીય સલાહ પૂરી પાડવા માટે આ સંસ્થાની રચના કરવામાં આવી હતી. ભારત સરકારે ૧૯૪૯ સુધીમાં એક ફિલ્મ ડિવિઝનની રચના કરી હતી જે પછી વિશ્વમાં સૌથી મોટું દસ્તાવેજી ફિલ્મ નિર્માતા બન્યું અને જેણે વર્ષે લગભગ ૨૦૦થી વધુ ટૂંકી ફિલ્મો બનાવી. દરેક ફિલ્મ ૧૮ ભાષામાં બનતી હતી અને દેશભરમાં કાયમી ફિલ્મ થિયેટર માટે ૯૦૦૦ પ્રિન્ટ બનાવવામાં આવી હતી.ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન (આઇપીટીએ) સામ્યવાદ તરક જુકાવ ધરાવતી કળાની ચળવળ છે જેની શરૂઆત ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં થવા લાગી હતી. આઇપીટીએના ઘણા વાસ્તવવાદી નાટકો જેમ કે ૧૯૪૪માં બિજોન ભટ્ટાચાર્ટનું નબાન્ના (૧૯૪૩ના બંગાળના ભૂખમરા પર આધારિત) દ્વારા ભારતીય સિનેમામાં વાસ્ત્વવાદનો પાયો મજબૂત થયો હતો જેમાં પછી ૧૯૪૬માં ખ્વાજા અહમદ અબ્બાસની ધરતી કે લાલ (ચિલ્ડ્રન ઓફ ધી અર્થ) જેવી કૃતિઓ આવી. આઇપીટીએ ચળવળે વાસ્તવવાદ પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું અને મધર ઇન્ડિયા અને પ્યાસા જેવી ફિલ્મો બનાવી જે ભારતની સૌથી વધુ ખ્યાતિપ્રાપ્ત સિનેમેટિક નિર્માણ ગણાય છે.ભારતની સ્વતંત્રતા પછી ૧૯૪૦ના દાયકાથી ૧૯૬૦ના દાયકા સુધીનો યુગ ફિલ્મ ઇતિહાસકારો દ્વારા ભારતીય સિનેમાના ‘સુવર્ણયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. વિવેચકો દ્વારા વખાણવામાં આવેલી ભારતની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ આ ગાળામાં થયું હતું. કોમર્શિયલ હિંદી સિનેમામાં તે સમયની વિખ્યાત ફિલ્મોમાં ગુરુ દત્તની ફિલ્મો પ્યાસા (૧૯૫૭) અને કાગઝ કે ફુલ (૧૯૫૯) અને રાજ કપૂરની ફિલ્મો આવારા (૧૯૫૧) અને શ્રી ૪૨૦ (૧૯૫૫)નો સમાવેશ થાય છે.આ ફિલ્મોએ શહેરી ભારતમાં કામદાર વર્ગ પર આધારિત સામાજિક થીમ રજૂ કરી. આવારા એ શહેરને એક દુઃસ્વપ્ન અને સ્વપ્ન સમાન રજૂ કર્યું, જ્યારે પ્યાસા માં શહેરી જીવનની બનાવટનું નિરૂપણ કર્યું. આ સમયમાં ભારતીય સિનેમાની કેટલીક યાદગાર ફિલ્મોમાં વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે એકેડેમી એવોર્ડ માટે નામાંકિત થયેલી મહેબુબ ખાનની મધર ઇન્ડિયા (૧૯૫૭) અને કે આસિફની મોગલ-એ-આઝમ (૧૯૬૦)નો સમાવેશ થાય છે.વી. શાંતારામની દો આંખે બારહ હાથ (૧૯૫૮) પરથી પ્રેરણા લઇને હોલીવૂડની ફિલ્મ ધ ડર્ટી ડઝન (૧૯૬૭) બની હોવાનું માનવામાં આવે છે. બિમલ રોય દ્વારા નિર્મિત અને રિત્વિક ઘટક દ્વારા લખાયેલી મધુમતી (૧૯૫૮)એ પશ્ચિમી લોકપ્રિય સંસ્કૃતિમાં પુનઃજન્મની થીમને લોકપ્રિય બનાવી હતી. તે સમયે મુખ્યધારાના અન્ય ફિલ્મ નિર્માતાઓમાં કમાલ અમરોહી અને વિજય ભટ્ટનો સમાવેશ થતો હતો.કોમર્શિયલ ભારતીય સિનેમાનો વિકાસ થતો હતો ત્યારે નવી સમાંતર સિનેમાની ચળવળ પણ જોવા મળી જેમાં બંગાળી સિનેમાએ મુખ્યત્વે આગેવાની લીધી હતી.

આ ચળવળની ફિલ્મોના શરૂઆતના ઉદાહરણોમાં ચેતન આનંદની નીચા નગર (૧૯૪૬), રિત્વિક ઘટકની નાગરિક (૧૯૫૨) અને બિમલ રોયની ટુ એકર્સ ઓફ લેન્ડ (દો બિઘા જમીન) (૧૯૫૩) સામેલ છે જેણે ભારતમાં નવવાસ્તવવાદનો પાયો નાખ્યો ધી અપુ ટ્રિલોજી (૧૯૫૫-૧૯૫૯)ના પ્રથમ ભાગ પાથેર પંચાલી (૧૯૫૫) દ્વારા સત્યજિત રેએ ભારતીય સિનેમામાં યાદગાર પ્રવેશ કર્યો.તમામ મહત્વના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ધી અપુ ટ્રિલોજી ને મોટા એવોર્ડ મળ્યા અને ભારતીય સિનેમામાં સમાંતર સિનેમાનો પાયો મજબુત બન્યો. વિશ્વ સિનેમા પર તેનો પ્રભાવ “પચાસના દાયકાના મધ્યથી કળા ગૃહોને છલકાવતા યુવાનીથી ભરપૂર નવા યુગના ડ્રામા” પર જોવા મળે છે જેણે ”અપુ ટ્રિલોજીની દેન છે” સત્યજિત રે અને રિત્વિવ ઘટકે ઘણી વિવેચકો દ્વારા વખણાયેલી આર્ટ ફિલ્મોનું નિર્માણ કર્યું અને મૃણાલ સેન , અદૂર ગોપાલક્રિષ્નન, મણી કૌલ અને બુદ્ધદેવ દાસગુપ્તા જેવા પ્રતિષ્ઠિત ભારતીય સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ તેમને અનુસર્યા હતા. ૧૯૬૦ના દાયકા દરમિયાન ઇંદિરા ગાંધીએ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે દરમિયાનગીરી કરી અને અને ભારતમાં ઓફ-બીટ ફિલ્મોનું નિર્માણ શરૂ થયું જેને ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા સત્તાવાર મદદ મળી રહી હતી.સત્યજિત રેની ધી અપુ ટ્રિલોજી દ્વારા પ્રારંભ કરનારા સિનેમેટોગ્રાફર સુબ્રતા મિત્રાએ વિશ્વભરતમાં સિનેમેટોગ્રાફી પર ભારે પ્રભાવ પાડ્યો હતો. તેમની ખૂબ મહત્વની ટેકનિક પૈકી એક બાઉન્સિંગ લાઇટ્સ છે જેનાથી તેઓ સેટ પર દિવસના અજવાળાની અસર પેદા કરતા હતા. તેમણે ધી અપુ ટ્રિલોજી ના બીજા ભાગ અપરાજિતો (૧૯૫૬)ના ફિલ્માંકન દરમિયાન આ ટેકનિકમાં કૌશલ્યે મેળવ્યું હતું.

સત્યજિત રેએ જે ટેકનિક વિકસાવી તેમાં ફોટો-નેગેટિવ ફ્લેશબેક્સ અને એક્સ-રે ડિગ્રેશન્સનો સમાવેશ થાય છે જે પ્રતિદ્વંદી (૧૯૭૨)ના ફિલ્માંકન વખતે વિકસાવાઇ હતી. ધ એલિયન નામની ફિલ્મ માટે રેની ૧૯૬૭ની સ્ક્રિપ્ટ, જે પાછળથી રદ કરવામાં આવી હતી, પરથી સ્ટીવન સ્પીલબર્ગને ઇ.ટી. (૧૯૮૨) બનાવવાની પ્રેરણા મળી હોવાનું કહેવાય છે.રિત્વિક ઘટકની કેટલીક ફિલ્મો અને ત્યાર પછીની અમુક આંતરરાષ્ટ્રીય ફિલ્મો વચ્ચે ઘણી સમાનતા છે જેમ કે બારી થેકે પાલિયે (૧૯૫૮) અને ફ્રાન્કોઇસ ટ્રુફોતની ધ ૪૦૦ બ્લોઝ (૧૯૫૯)માં સામ્યતા છે. આજંત્રિક (૧૯૫૮) ઘણા અંશે ટેક્સી ડ્રાઇવર (૧૯૭૬) અને હર્બી ફિલ્મ્સ (૧૯૬૭-૨૦૦૫)ને મળતી આવે છે.આ ગાળામાં અન્ય પ્રાદેશિક ઉદ્યોગ માટે પણ ‘સુવર્ણ યુગ’ હતો. કોમર્શિયલ તમિલ સિનેમાએ વ્યાપારી દૃષ્ટિએ અનેક સફળ ફિલ્મોનું નિર્માણ કરીને વૃદ્ધિનો અનુભવ કર્યો હતો. તે સમયની કેટલીક સૌથી લોકપ્રિય તમિલ ફિલ્મ હસ્તિઓમાં એમ. જી. રામચંદ્રન, શિવાજી ગણેસન, એમ. એન. નામ્બિયાર, અશોકન અને નાગેશનો સમાવેશ થાય છે. મરાઠી સિનેમાએ પણ તે સમયે ‘સુવર્ણ યુગ’નો અનુભવ કર્યો હતો જેમાં વી. શાંતારામ જેવા તેના કેટલાક નિર્દેશકોએ મુખ્યધારાની હિંદી સિનેમાના ‘સુવર્ણ યુગ’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ચેતન આનંદની સામાજિક વાસ્તવવાદી ફિલ્મ નીચા નગર ને પ્રથમ કાન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ગ્રાન્ડ પ્રાઇઝ મળ્યું ત્યારથી ભારતીય ફિલ્મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પામ ડી’ઓર માટે ૧૯૫૦ દરમિયાન અને ૧૯૬૦ના દાયકામાં વારંવાર નિયમિત રીતે સ્પર્ધામાં રહી છે, જેમાંથી ઘણી ફિલ્મોને આ મહોત્સવ દરમિયાન મોટા ઇનામ મળ્યા હતા.સત્યજિત રેને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ધી અપુ ટ્રિલોજી ની બીજી ફિલ્મ અપરાજિતો (૧૯૫૬) માટે ગોલ્ડન લાયન એવોર્ડ અને બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બેર તથા શ્રેષ્ઠ ડિરેક્ટર માટે બે સિલ્વર બેર મળ્યા હતા. રેના સમકાલિન રિત્વિક ઘટક અને ગુરુ દત્તની તેમના જીવન કાળ દરમિયાન અવગણના થઇ હતી પરંતુ ૧૯૮૦ના દાયકામાં અને ૧૯૯૦ના દાયકામાં તમને તેમને મોડેથી ઘણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી.રેને ૨૦મી સદીના સિનેમામાં સૌથી મહાન હસ્તિઓ પૈકી એક ગણવામાં આવે છે, જ્યારે દત્ત અને ઘટકને પણ સૌથી મહાન ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવે છે. ૧૯૯૨માં સાઇટ એન્ડ સાઉન્ડ ક્રિટિક્સ પોલમાં રેને ૭મું સ્થાન મળ્યું હતું અને અત્યાર સુધીના ટોચના ૧૦ ડિરેક્ટરોમાં સ્થાન મળ્યું હતું જ્યારે દત્તને ૨૦૦૨ના સાઇટ એન્ડ સાઉન્ડ ના સૌથી મહાન ડિરેક્ટરોના પોલમાં ૭૩મું સ્થાન મળ્યું હતું.વિવિધ વિવેચકો અને ડિરેક્ટરોના તારણમાં આ યુગની અનેક ભારતીય ફિલ્મોને ઘણી વખત અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મોમાં સ્થાન મળે છે. સાઇટ એન્ડ સાઉન્ડ ક્રિટિક્સના તારણમાં સત્યજિત રેની ઘણી ફિલ્મોને સ્થાન મળ્યું છે જેમાં ધ અપુ ટ્રિલોજી (સંયુક્ત મત ગણવામાં આવે તો ૧૯૯૨માં ક્રમઈં ૪), ધ મ્યુઝિક રૂમ (૧૯૯૨માં ક્રમ ઈં૨૭), ચારુલતા (૧૯૯૨માં ક્રમ ઈં૪૧) અને ડેઝ એન્ડ નાઇટ ઇન ફોરેસ્ટ (૧૯૮૨માં ક્રમ ઈં૮૧) સામેલ છે.૨૦૦૨ના સાઇટ એન્ડ સાઉન્ડ ક્રિટિક્સ અને ડિરેક્ટર્સ પોલમાં પણ ગુરુદત્તની ફિલ્મો પ્યાસા અને કાગઝ કે ફુલ (બંનેનો ક્રમ ઈં૧૦) સમાવેશ થાય છે. રિત્વિત ઘટકની મેઘે ઢકા તારા (ક્રમઈં ૨૩૧ ) અને કોમલ ગાંધાર (ક્રમ ઈં ૩૪૬ પર) અને રાજ કપુરની આવારા , વિજય ભટ્ટની બૈજુ બાવરા , મહેબુબ ખાનની મધર ઇન્ડિયા અને કે આસિફની મોગલ-એ-આઝમ તમામને ક્રમ ઈં ૩૪૬ મળ્યો હતો.૧૯૯૮માં એશિયન ફિલ્મ મેગેઝિન સિનેમાયા દ્વારા કરવામાં આવેલા વિવેચકોના પોલમાં ધી અપુ ટ્રિલોજી (સંયુક્ત વોટ ગણવામાં આવે તો ક્રમ ૧ પર), રેની ચારુલતા અને મ્યુઝિક રૂમ (ક્રમ ૧૧ પર), અને ઘટકની સુબ્રણરેખા (તે પણ ૧૧મા ક્રમે)નો સમાવેશ થયો હતો. ૧૯૯૯માં ધ વિલેજ વોઇસ ટોપ ૨૫૦ “બેસ્ટ ફિલ્મ્સ ઓફ ધી સેન્ચુરી” વિવેચકોના પોલમાં ધી અપુ ટ્રિલોજીનો સમાવેશ થતો હતો. ૨૦૦૫માં ધી અપુ ટ્રિલોજી અને પ્યાસા ને ટાઇમ મેગેઝિનના ઓલ-ટાઇમ ૧૦૦ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું.

હવે પછીનાં આર્ટિકલમાં આપણે એક પછી એક એ અમૂલ્ય રત્નો અંગે માહિતી મેળવીશું.આશા રાખું છું કે આપનો સહકાર સાંપડશે.