Bhartiy Cinemana Amulya Ratn - 2 in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 2

આશાજી પાર્શ્વ ગાયનના ક્ષેત્રમાં ‘લિવિંગ લિજેન્ડ’

આશા ભોસલે

જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૩૩) 

આશા ભોસલે એક ભારતીય પ્લેબેક ગાયિકા, ઉદ્યોગસાહસિક, અભિનેત્રી અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે જે મુખ્યત્વે ભારતીય સિનેમાં કામ કરે છે. તેણીની બહુમુખી પ્રતિભા માટે જાણીતી, તેણીને હિન્દી સિનેમાની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ગાયિકા તરીકે મીડિયામાં વર્ણવવામાં આવી છે. તેણીની આઠ દાયકાથી વધુની કારકિર્દીમાં તેણીએ વિવિધ ભારતીય ભાષાઓમાં ફિલ્મો અને આલ્બમ્સ માટે ગીતો રેકોર્ડ કર્યા છે અને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અઢાર મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કારો, નવ ફિલ્મફેર પુરસ્કારો સહિત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને રેકોર્ડ સહિત અનેક પ્રશંસા પ્રાપ્ત કરી છે. બે ગ્રેમી નોમિનેશન ઉપરાંત બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર માટે સાત ફિલ્મફેર પુરસ્કારો. ૨૦૦૦ માં,  સિનેમા ક્ષેત્રે ભારતના સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ૨૦૦૮ માં, તેણીને ભારત સરકાર દ્વારા દેશના બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેણીને ૨૦૧૧માં સંગીત ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડ કરેલ કલાકાર તરીકે સ્વીકારી હતી.આશા મંગેશકરનો જન્મ સાંગલીમાં ગોવારના નાના ગામડામાં થયો હતો, ત્યારબાદ સાંગલી (હવે મહારાષ્ટ્રમાં) ના સેલ્યુટ રજવાડામાં, પંડિત દીનાનાથ મંગેશકર, જેઓ મરાઠી અને કોંકણી હતા અને તેમની ગુજરાતી પત્ની શેવંતિના સંગીત પરિવારમાં થયા હતા. દીનાનાથ મરાઠી સંગીતના મંચ પર અભિનેતા અને શાસ્ત્રીય ગાયક હતા. ભોસલે નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવાર પૂણેથી કોલ્હાપુર અને પછી મુંબઈ ગયો. તેણી અને તેની મોટી બહેન લતા મંગેશકરે તેમના પરિવારને ટેકો આપવા માટે ફિલ્મોમાં ગાવાનું અને અભિનય કરવાનું શરૂ કર્યું. તેણીએ મરાઠી ફિલ્મ માઝા બલ (૧૯૪૩) માટે તેણીનું પ્રથમ ફિલ્મ ગીત "ચલા ચલા નવ બાલા" ગાયું હતું. ફિલ્મનું સંગીત દત્તા દાવજેકરે આપ્યું હતું. તેણીએ તેણીની હિન્દી ફિલ્મની શરૂઆત કરી હતી જ્યારે તેણીએ હંસરાજ બહેલના ચુનરીયા (૧૯૪૮) માટે "સાવન આયા" ગીત ગાયું હતું, જો કે તે જ વર્ષે ચુનરીયા પહેલા બીજી ફિલ્મ આંધો કી દુનિયા રીલીઝ થઈ હતી, બંને ફિલ્મોમાં તેણીએ એક-એક ત્રણે ગીતો ગાયા છે. . તેણીનું પ્રથમ સોલો હિન્દી ફિલ્મ ગીત ફિલ્મ રાત કી રાની (૧૯૪૯) માટે હતું.ભારતના સંગીત અને પાર્શ્વગાયનના ક્ષેત્રમાં દંતકથારૂપ બની ચૂકેલા આશા ભોંસલે ગાયકીની સાથોસાથ રાંધણ કળામાં પણ માહિર છે. આશાજી કહે છે ‘કુકિંગ એ ગાયકીની જેમ એક કલા છે.’ ૭૯ વર્ષની જૈફ વયે પહોંચેલ આ મહાન ગાયિકા વઘુમાં જણાવે છે કે આજે પણ હું જ્યાં જાઉં ત્યાંથી વિવિધ વાનગી બનાવવા માટેની રેસીપી ભેગી કરવાની મને આદત છે. રેસીપી ભેગી કરવાની તેમની ભૂખ ક્યારેય પૂરી થાય એવી નથી અને રેસીપી પ્રમાણે નવા નવા સ્વાદિષ્ટ ભોજન બનાવવાની તેમની ઇચ્છાની પણ સીમા નથી. બીજાને સ્વાદિષ્ટ ભાવતા ભોજન ખવડાવવાનો શોખ ધરાવતા આશાજી સ્વયં ખાવાપીવાની બાબતમાં અત્યંત નિયંત્રિત સ્વભાવ ધરાવે છે. 

આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે ‘આજ સુધી મેં આમલી, દહીં અથવા અન્ય કોઇ ઠંડી ચીજનું સેવન કર્યું નથી.’ ગાવા માટે ગળાને સારું રાખવું એ અત્યંત જરૂરી છે અને તેથી જ ખાટી અને ઠંડી ચીજો ન ખાનારા આશાજી આજે પણ દિવસમાં બે કલાક રિયાઝ કરે છે. તેમના આ રિયાઝનું સુંદર પરિણામ આપણા સૌની સામે જ છે.આશાદીદી ઓલ રાઉન્ડર છે. પારિવારીક જીવનમાં તેઓ એક પરફેક્ટ પત્ની હતા. આ ઉપરાંત એક ફરજપરસ્ત અને માયાળુ માતા પણ તેઓ બની રહ્યા. આમ પારિવારીક જીવનમાં સફળ ગૃહિણી પૂરવાર થયેલા આશાજી સંગીત અને ગાયકીમાં પણ અવ્વલ રહ્યા.

સંગીતકાર ભપ્પી લાહિરી આશાજી માટે વિશેષ કોમેન્ટ કરતા જણાવે છે કે, ‘આશાજીમાં શાસ્ત્રીય અને પોપ બન્ને પ્રકારની ગાયકીને શ્રેષ્ઠત્તમ રીતે રજૂ કરવાની ક્ષમતા છે. તેમના કંઠમાં રહેલી વૈવિઘ્યતાની સરખામણી ક્યાંય કોઇની સાથે થઇ શકે એમ નથી.’ હાલમાં ભપ્પીની હોલીવુડ વેન્ચરમાં આશા સક્રિય છે.

માસ્ટર દિનાનાથ મંગેશકરની આ બીજી દિકરીએ શાસ્ત્રીય ગાયન, પોપ ગાયન, લોકગીતો, કવ્વાલી, ગઝલ, કેબરે એમ તમામ પ્રકારના ગીતો સમાન ક્ષમતાથી અને શ્રેષ્ઠ રીતે રજૂ કરીને પૂરવાર કર્યું છે કે તે ગાયકીમાં અવ્વલ જ છે. આશાજીના અવાજની ખૂબી એ છે કે સંગીતકારો તેમના કંઠ સાથે પ્રયોગ કરી શકે. સંગીતકાર આર.ડી. બર્મન ઉર્ફે પંચમ મૂળતઃ પ્રયોગશીલ સંગીતકાર હતા અને તેમણે આશાજીના કંઠ સાથે નોંધપાત્ર પ્રયોગ કર્યા હતા. આશાના કંઠની વઘુ એક ખૂબી એ છે કે તેમનો અવાજ સંગીત રસિયાઓની પાંચ પેઢીને એટલે કે નાના બાળકોથી માંડીને ૮૦ વર્ષના વૃદ્ધ સંગીત રસિયાઓને ઘેલુ લગાડનારો છે અને તેમની આ ખૂબી જોતાં કહેવું પડે કે ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડ માટે આશાજી સંપૂર્ણપણે લાયક છે. આ સર્વોચ્ચ એવોર્ડ તેમને ઘણો મોડો મળ્યો હોવાનો ખેદ તેમણે વ્યક્ત કર્યો છે. તેમાં તેઓ ખોટા નથી. આમ છતાં મોડે મોડે પણ આ એવોર્ડ દ્વારા તેમની ગાયકીની કદર થઇ એ માટે તેમણે સંતોષ વ્યક્ત કરી પોતાની નિખાલસતાનો પરચો આપ્યો છે.

૧૯૩૩માં મહારાષ્ટ્રના સતારા ખાતે જન્મેલા આશા ભોંસલેએ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન તેમના પિતા દિનાનાથ મંગેશકર પાસેથી મેળવ્યું હતું. 

બાળ કલાકાર તરીકે તેઓ સૌ પ્રથમ સિનેમાના સંપર્કમાં આવ્યા હતા પરંતુ તેમણે પણ મોટી બહેન લતા મંગેશકરની જેમ પાર્શ્વ ગાયનના ક્ષેત્રને પસંદ કરીને ૧૯૪૮થી ફિલ્મ ‘ચૂનરિયા’માં ગીતો ગાવાની સાથે પોતાની કેરિયરનો શુભારંભ કર્યો પરંતુ એ દિવસોમાં મોટી ફિલ્મોમાં પાર્શ્વ ગાયનની તક શમશાદ બેગમ, લતા મંગેશકર અથવા ગીતા દત્ત જેવી ગાયિકાઓને મળતી અને તેથી આશા માત્ર નાની ફિલ્મો માટે પાર્શ્વ ગાન કરતા. આ વાતાવરણમાં પણ તેમણે હિમ્મત હાર્યા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો નિર્ધાર ભરી રાખ્યો હતો.

આ સંદર્ભમાં આશાજી જણાવે છે ‘હું દીદીના (લતાજીના) અવાજની નકલ કરી શકી હોત પરંતુ એણ ન કરવાનું મેં પસંદ કર્યું.’ આશાજીને વ્યવસાયમાં મોટો બ્રેક સંગીતકાર એસ. ડી. બર્મન તરફથી મળ્યો. બર્મનદાએ પોતાની ફિલ્મના સંગીત માટે આશાને પ્રશિક્ષિત કરવા પસંદગી ઉતારી. એ સમયે આશા સંગીતકાર ઓ.પી. નૈયરના સંગીતવાળી ફિલ્મોમાં પાર્શ્વ ગાનમાં વ્યસ્ત રહેતા. નૈયરના સંગીત હેઠળ પાર્શ્વ ગાન કરતા આશાજીએ ગાયેલા ગીતોએ એ જમાનામાં સંગીત રસિયાઓમાં ઘૂમ મચાવી હતી. એ સમયગાળો ૧૯૬૦નો હતો. આમ આજથી ચાર દાયકા પૂર્વે આશાજીના કંઠમાં જે મહારત હતી એ જ મહારત અને માઘુર્ય આજે પણ જોવા મળે છે. જેટલી સુંદરતા અને અદ્‌ભૂત રીતે તેમણે બબીતા માટે ‘આઓ હુઝુર તુમકો...’ ગીત ગાયું એટલી જ સુંદરતા અને અદ્‌ભૂત કંઠ માઘુર્ય દાખવીને તેઓ આજની કોઇપણ નવોદિત અભિનેત્રી માટે ગાઇ શકે છે. અભિનેત્રી આશા પારેખ માટે ફિલ્મ ‘હમ સાયા’માં પાર્શ્વ ગાન કરતાં જે કંઠ માઘુર્ય દાખવ્યું એવું જ કંઠ માઘુર્ય તેમણે ‘રંગીલા’માં અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને માટે ગાયેલા ગીતમાં દાખવ્યું હતું જેના માટે તેમને વિશેષ એવોર્ડ મળ્યો હતો.

આશાજી જણાવે છે. મારા યુવાનીના દિવસોમાં ફિલ્મોમાં ગાવાનું સરળ ન હતું. એ જમાનામાં એચ.એમ.વી. એક માત્ર મ્યુઝિક કંપની હતી. મોટા સંગીતકારોનો સંપર્ક સાધતા એ સમયમાં છોકરીઓ અચકાતી હતી પરંતુ સંગીતકારો આખરે જ્યારે ખરેખર આશા ભોંસલેના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓને સમજાયું કે આ યુવતી પાર્શ્વ ગાયનના ક્ષેત્રમાં રહેવા માગે છે અને પોતાની ક્ષમતા પૂરવાર કરવા ઇચ્છે છે.આશાજી ઉમેરે છે કે બી.આર. ચોપડાની ‘નયા દૌર’ ફિલ્મ મારી સૌ પ્રતમ મોટી ફિલ્મ હતી. જેમાં મને હીરોઇન માટે પાર્શ્વ ગીત ગાવાની તક મળી હતી. 

લોકો કહે છે કે ઓ.પી. નૈયરે મને આવી સારી તક આપી પણ હું તેની ક્રેડિટ કોઇને આપીશ નહીં. એટલું જરૂર કહીશ કે મે પાર્શ્વ ગાયિકા તરીકે લઇને ત્યારે બી.આર. ચોપડાએ મોટું જોખમ લીઘું હતું કારણ તેઓ તે સમયમાં બધી જ જામેલી પાર્શ્વ ગાયિકાઓ પાસે પોતાની ફિલ્મમાં પાર્શ્વ ગાન કરાવતા હતા.એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં આશાજી જણાવે છે કે મારી સૌ પ્રતમ ઇચ્છા પ્રારંભથી જ એક સારી ગૃહિણી બનવાની રહી હતી. સારી ગૃહિણી બનું ત્યાર બાદ ગાયિકા બનવાની મારી હંમેશની ઇચ્છા હતી. મેં મારા જીવનમાં ઘણા ચઢાવ - ઉતાર જોયા છે પણ પૂર્ણ ધૈર્ય સાથે મેં તેનો સામનો કર્યો છે. આજે હું ગૃહિણી તરીકે અને વ્યાવસાયિક જીવન એમ બન્ને રીતે સફળ છું.આર.ડી. બર્મન ઉર્ફે પંચમના સંદર્ભમાં આશાજી જણાવે છે કે પંચમ મ્યુઝિકલ જીનીયસ હતા. 

આજે જે આશા ભોંસલેને વિશ્વ ઓળખે છે એ આશાને બહાર લાવનાર પંચમ જ હતા. તેમની હાજરીમાં મેં મારી જાતને સારી રીતે પીછાણી છે. હું કોઇ પણ પ્રકારનું ગીત ગાવાની ક્ષમતા ધરાવું છું એ બાબતનું ભાન મને પંચમે જ કરાવ્યું હતું.

આજના સંગીત અને વીતેલા વર્ષોના સંગીત સંદર્ભમાં પોતાનો અભિપ્રાય રજૂ કરતાં આશાજી જણાવે છે સંગીત હંમેશા સમૃદ્ધ હોય છે પછી તે હાલનું હોય કે વીતેલા યુગનું. માત્ર ટ્રેન્ડ બદલાય છે. ક્યારેક હળવા ગીતોના યુગ હોય છે તો ક્યારેક ડિસ્કો ગીતોનો ક્રેઝ જોવા મળે છે. હું હંમેશા ટ્રેન્ડની સાથે રહી છું. તેમણે ઉમેર્યું હતું કે હું રિમિક્સિંગની વિરોધી નથી.

હાલના ટ્રેન્ડને ઘ્યાનમાં રાખીને તેમણે ત્રણ રિમિક્સ આલ્બમ અનુક્રમે ‘રાહુલ એન્ડ આય’, ‘આશા વન્સ મોર’, અને ‘જાનમ સમજા કરો’વગેરે રિલીઝ કર્યા હતા અને તેઓ રિમિક્સિંગનાં વિરોધી નહી હોવાને કારણે તેમના ગીતો સૌથી વધારે રિમિક્સ થાય છે અને ક્યારેક તો તેઓ જ પોતાના ગીતોને અલગ સ્ટાઇલમાં રજુ કરતા જોવા મળે છે. ગમે તેવા કામનો બોજ છતાં તે પોતાની આગવી હળવા આનંદમય રહેવાની શૈલી દ્વારા કામના દબાણને હળવું કરવાની આગવી ક્ષમતા ધરાવે છે. 

અત્યાર સુધીમાં ૧૪ જુદી જુદી ભાષાઓમાં કુલ ૨૦ હજાર જેટલા વિવિધ પ્રકારના ગીતો ગાનાર આશાજી પાર્શ્વ ગાયનના ક્ષેત્રમાં ‘લિવિંગ લિજેન્ડ’ છે.જેમનાં માટે ધ વર્લ્ડ રેકોર્ડ એકેડમી એ સપ્ટેમ્બર ૨૦૦૯માં જાહેર કર્યુ હતું કે તેઓ વિશ્વમાં મોસ્ટ રેકોર્ડેડ આર્ટિસ્ટ છે.તો ૨૦૧૧માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમને સંગીતનાં ઇતિહાસમાં સૌથી વધારે રેકોર્ડ આર્ટિસ્ટનો દરજ્જો આપ્યો હતો.તેમને ૨૦૦૦માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાયો હતો અને ભારત સરકારે તેમને પદ્મ વિભુષણથી પણ ૨૦૦૮માં વિભૂષિત કર્યા હતા.

મન્નાડે : સંગીતની સાધનાના ખરા ઉપાસક

 મન્નાડેનો જન્મ ૧ મે ૧૯૧૯ના રોજ કલકત્તા (હવે કોલકાતા)માં મહામાયા અને પૂર્ણ ચંદ્ર ડેના બંગાળી પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા ઉપરાંત, તેમના સૌથી નાના કાકા, સંગીતાચાર્ય કૃષ્ણચંદ્ર ડેએ તેમને ખૂબ જ પ્રેરિત અને પ્રભાવિત કર્યા હતા.તેમણે પ્રારંભિક શિક્ષણ ઇન્દુ બાબર પાઠશાળા, એક નાની પૂર્વ પ્રાથમિક શાળામાં મેળવ્યું હતું. તેમણે ૧૯૨૯થી શાળામાં સ્ટેજ શો કરવાનું શરૂ કર્યું.ચસંદર્ભ આપોૃ તેમણે સ્કોટિશ ચર્ચ કોલેજિયેટ સ્કૂલ અને સ્કોટિશ ચર્ચ કોલેજમાં હાજરી આપી.તેમણે તેમના કોલેજના દિવસોમાં ગોબર ગુહા પાસેથી તાલીમ લઈને કુસ્તી અને બોક્સિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો. તેમણે વિદ્યાસાગર કોલેજમાંથી સ્નાતક થયા.ડેએ કૃષ્ણચંદ્ર ડે અને ઉસ્તાદ દબીર ખાન પાસેથી સંગીતના પાઠ લેવાનું શરૂ કર્યું. શીખવાના આ સમયગાળા દરમિયાન, તેઓ આંતર-કોલેજિયેટ ગાયન સ્પર્ધાઓની ત્રણ અલગ-અલગ શ્રેણીઓમાં સતત ત્રણ વર્ષ સુધી પ્રથમ રહ્યા.ભારતીય સંગીતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ, મન્ના ડેને ભારત સરકાર તરફથી અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા હતા. તેમને ૧૯૭૧માં પદ્મશ્રી, ત્યારબાદ ૨૦૦૫માં પદ્મ ભૂષણ અને ૨૦૦૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.૯૪૨માં, ડે બોમ્બેની મુલાકાતે કૃષ્ણચંદ્ર ડે સાથે હતા. ત્યાં તેમણે ૧૯૩૯માં બંગાળી ફિલ્મ ચાણક્યમાં પ્રથમ કૃષ્ણ ચંદ્ર ડે હેઠળ અને પછી સચિન દેવ બર્મન હેઠળ સહાયક સંગીત નિર્દેશક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બાદમાં, તેમણે અન્ય સંગીતકારોને મદદ કરી અને પછી સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું. વિવિધ હિન્દી ફિલ્મો માટે સંગીત નિર્દેશક તરીકે સ્વતંત્ર રીતે કામ કરતી વખતે, ડેએ ઉસ્તાદ અમાન અલી ખાન અને ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના સંગીતના પાઠ લેવાનું ચાલુ રાખ્યું. ૮ જૂન ૨૦૧૩ના રોજ, ડેને બેંગલુરુની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા કારણ કે છાતીમાં ચેપને કારણે અન્ય ગૂંચવણો ઊભી થઈ હતી.તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થતો ગયો અને લગભગ એક મહિના પછી ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી ઉતારી દીધા. બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૯૪ વર્ષની વયે બેંગલુરુની નારાયણ હૃદયાલય હોસ્પિટલમાં ૨૪ ઓક્ટોબરના રોજ બપોરે ૩ઃ૪૫ કલાકે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા હતા.સંગીતકારો, રાજકારણીઓ, ક્રિકેટરો અને અન્ય નોંધપાત્ર વ્યક્તિઓએ તેમના મૃત્યુ પર નિવેદનો બહાર પાડ્યા હતા.બેંગલુરુમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

 


સૂરની સાધના પરમેશ્વરની સાધના કહેવામાં આવે છે એટલે કે સંગીતનો ખરો ઉપાસક પ્રભુની ખૂબ નજીક હોય છે. હિન્દી ફિલ્મોના નોખી માટીના ગાયક મન્નાડે આ અર્થમાં સૂરના સાધક છે. ફિલ્મ સંગીતના વિશ્વમાં લગભગ પચાસ વરસની લાંબી મજલ કાપીને મન્નાડે એ અવિસ્મરણીય શાસ્ત્રીય ગીતો, કવ્વાલી અને ભજનો દ્વારા મુઠ્ઠી ઉંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પૂછોના કૈસે મૈને રેન બિતાઇ (મેરી સુરત તેરી આંખે), સૂરના સજે ક્યાં ગાઉ મે (સંગીત સમ્રાટ તાનસેન), ઝનક ઝનક તોરી બાઝે પાયલિયાં ( મેરે હઝૂર), અય ેમેરે પ્યારે વતન (કાબૂલીવાલા) જેવા ગીતો સાંભળીએ ત્યારે એવું લાગે છે કે સ્વર્ગના કોઇ ગંધર્વના ગળામાંથી મધુર સ્વર ફેલાઇ રહ્યો છે. મન્નાડે એ ફક્ત પૂછોના કૈસે મેને રેન બિતાઇ અને સૂરજના સજે ક્યા ગાઉ મેં એ બે જ ગીતો ગાઇને નિવૃત્તિ લઇ લીધી હોત તો પણ અમર બની ગયા હોત. 

મન્નાડેને શાસ્ત્રીય સંગીતના સંસ્કારો માતાના ગર્ભમાથી મળ્યા હશે તેમ કહીએ તો જરાય ખોટું નથી કારણ કે તેમનો અવાજ કેળવાયેલો છે. તેમના કંઠમાં મધુર હલક છે. સૂર અને આરોહ-અવરોહ ઉપર ગજબનો કાબુ છે. ફિલ્મ સંગીતકારોને જ્યારે પણ કોઇ અઘરી રચનાને સંગીતમાં ઢાળવાનું આવ્યું ત્યારે તેમણે અચૂક મન્નાદાને  આદરપૂર્વક સંભાર્યા છે. એટલું જ નહીં, સુગમ સંગીતની રચનાઓ પણ તેમણે અદભૂત રીતે ગાઇ છે. મન્નાડેની સંગીત યાત્રામાં પણ અનેક ચઢાવ-ઉતાર અને ઘણાં આરોહ-અવરોહ આવી ગયા છે. સંગીતનો આ સાચો પૂજારી તેના સમકાલીન ગાયકોની સરખામણીમાં ભલે તીવ્ર સ્પર્ધામાં ન રહ્યો કે ભલે ટોચ ઉપર ન પહોંચ્યો પરંતુ અનિલ વિશ્વાસના શબ્દોમાં કહીએ તો બીજા ગાયકો સંગીતની જે કોઇ રચના ગાય તે મન્નાડે જરૂર ગઆ શકે છે. પણ મન્નાડે જે રચના ગાય તે બીજા ગાયકો નહીં ગાઇ શકે. એટલે મન્નાડે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જે ઊંચાઇ મેળવી શક્યા છે ત્યાં બીજા ગાયકો નથી પહોંચી શક્યાં. આમ છતાં શાસ્ત્રીય ગીતો ક્યારેય મન્નાડેની મર્યાદા નથી બની રહ્યાં કારણ કે, તેમણે એટલી જ સરળતાથી અને મધુર હલકથી કવ્વાલી, પ્રણય ગીતો અને કરૂણ રસભારી રચનાઓને સુંદર ન્યાય  આપ્યો છે. ના તો કારવાં કી તલાશ હૈ ન તો હમસફર કી તલાશ હૈ (બરસાત કી રાત) અને એય મેરી જોહર જબીન (વક્ત)ની કવ્વાલી હોય કે શ્રી ૪૨૦નું યહ રાત ભીગી ભીગી જેવું ભીનું પ્રણય ગીત હોય, મન્નાદાએ સંગીત રસિયાઓના હૃદયના તાર ઝણઝણાવી નાખ્યા છે.મન્નાડે એટલે પ્રબોધચંદ્ર પૂર્ણચંદ્ર ડે. મૂળ બંગાળી બાબુ. કલકત્તાની વિદ્યાસાગર આટ્‌ર્સ કોલેજના સ્નાતક. સંગીતનો શોખ બાળપણથી જ. એટલે નાનો મન્ના શાળા-કોલેજના સમારંભમાં પણ હોંશે હોંશે રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓ ગાય. મન્ના નામ તેમના કાકા મહાન ગાયક કે.સી.ડેએ પાડેલુ ંહુલામણું નામ છે. આટ્‌ર્સ  સ્નાતક થયા પછી શું કરવું તેની દ્વિધામાં હતાં. પિતા પૂર્ણચંદ્ર વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતાં એટલે તો પુત્રને પણ બડો ઓફિસર બનાવવા માગતા હતાં. મન્ના દાદાના પિતા તેમને બેરિસ્ટર બનાવવા માગતા હતાં. તેમનું કુટુંબ કલકત્તાના અન્ય સંસ્કારી અને ભરૂ પરિવારોમાનુંએ ક હતું. નાનકડા મન્ના ઉપર કે.સી. ડેને  બહુ પ્રેમ હતો. નાનો મન્ના કાકાના પ્રેમવૃક્ષની શીતળ છાયામાં જ ઉછર્યો હતો. કાકા કે.સી. ડેએ તેનો સંગીત શોખ અને અવાજની મધુરતાને બરાબર પારખી લઇને તેને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાનો નિર્ણય કર્યો. કાકા કે.સી. ડે તેમના જમાનાના બહુ મોટા ગજાના શાસ્ત્રીય ગાયક-સંગીતકાર ગણાતા હતાં. તેઓ અંધ હતાં. તેમણે મન્નાને ટપ્પા, ઠુમરી, ભજન, કવ્વાલી સહિત શુદ્ધ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન આપ્યું. જો કે મન્નાદેની સંગીત સાધનામાં ઉસ્તાદ અબ્દુર રહેમાન ખાન નામના એક ઉચ્ચ કોટિના સંગીતકારનું પણ ઘણું મહત્વનું યોગદાન રહ્યું છે. મન્નાદા બાળપણના તે દિવસોને યાદ કરતાં કહે છે કે ઉસ્તાદનજી ખૂબ જ સરળ અને ઉમદા સ્વભાવના હતાં. તેઓ સામે ચાલીને મારા ઘરે આવીને મને સંગીતના વિવિધ પાઠ શીખવતા.તે જમાનો એટલે કે લગભગ ૧૯૩૦ના સમયગાળો મહાન ગાયક કુંદનલાલ સાયગલ, કાનનદેવી, પૃથ્વીરાજ કપૂર, અનિલ વિશ્વાસ, પંકજ મલિક, નીતિન બોઝ, કે.સી. ડે અને પહાડી અન્યાલ જેવા ધૂરંધર કલાકારોનો હતો. આ બધા કલકત્તાની ન્યુ થિયેટર્સ કંપનીના તેજસ્વી તારલા હતા. આ બધાને જોઇને નાનકડા પ્રબોધચંદ્રના હૈયામાં સંગીતની પાંખો ફૂટતી તેને પણ ગાવાનું મન થઇ આવતું. કમનસીબે કોઇ કારણસર ૧૯૪૦માં ન્યુ થિયટર્સ જેવી મોટી કંપનીમાં તિરાડ પડી. અભિનેતાઓ, ગાયકો અને સંગીતકારોએ છૂટા પાડીને મુંબઇની વાટ પકડી. ૧૯૪૦ દરમિયાન મુંબઇમાં ફિલ્મ ઉદ્યોગના પાયા મજબૂત બનતા જતાં હતાં. મુંબઇની લક્ષ્મી ફિલ્મ કંપનીના માલિક ચીમનલાલ ત્રિવેદીએ કે.સી. ડેને મળવા અને સમજાવીને મુંબઇમાં સ્થિર થવાનું આમંત્રણ આપવા ખાસ કલકત્તા ગયા. વિગતે વાતચીત થઇ એટલે કે.સી.ડે, ફણી મઝુમદાર, રોબિન ચેટરજી વગેરેની સાથે મન્નાડે પણ ૧૯૪૨માં મુંબઇ આવ્યા.

મુંબઇમાં આવીને મન્ના ડે એચ.પી. દાસ નામના સંગીતકારના મદદનીશ તરીકે જોડાયા પણ કાકા કે.સી.ડેએ તેને પાર્શ્વગાયક તરીકે જ કારીર્દિ આગળ ધપાવવાની સલાહ આપી. 

પ્રકાશ પિક્ચરના માલિક વિજય ભટ્ટ. તેમના પિક્ચર રામરાજ્ય માટે કે.સી. ડે પાસે ગીત ગવડાવવા માગતા હતા પરંતુ તેમણે પોતાના બદલે યુવાન ભત્રીજા મન્નાડેનું નામ સૂચવ્યું. આમ મન્નાડેની મુંબઇ ફિલ્મ જગતમાં કારકીર્દિ શરૂ થઇ. જો કે તમનું પ્રથમ ગીત વાલ્મિકીના પાત્ર માટે હતું એટલે આજે પણ દાદા યાદ કરીને કહે છે કે મે મારૂ પહેલું ગીત એક બુઢ્ઢા માણસ માટે ગાયું હતું. બસ ત્યારથી મન્નાડેની કારકિર્દી સતત ઉપર ચડતી ગઇ. મશાલનું ઉપર ગગન વિશાલ ગીત હીટ ગયું અને મન્નાડેનો સિક્કો ચાલવા લાગ્યો.ત્યારબાદ મન્નાડેના શ્રેષ્ઠ અને કર્ણપ્રિય ગીતોનો યુગ શરૂ થયો. એક જમાનામાં મન્નાડે એ હિન્દી ફિલ્મ જગતના મહાન શો મેન અને મહાન અભિનેતા-દિગ્દર્શક રાજ કપૂરને પણ પોતાનો કંઠ આપ્યો હતો. શ્રી ૪૨૦ના યહ રાત ભીગી અને આજા સનમ મધુર ચાંદનીમે હમ ગીતો એટલા કર્ણપ્રિય અને રિધમવાળા હતાં કે થિયેટરમાં ગીત શરૂ થાય  એટલે દર્શકો ગતીના શબ્દો સાથે ચપટી વગાડતા જાય ઝૂમતા જાય. આ બન્ન ેગીતમાં મન્ના દાદાને લતાજીનો સાથ મળ્યો છે. અય મેરે પ્યારે વતન, દિલકા હાલ સુને દિલવાલા, બને તુ હૈ મેરા પ્રેમ દેવતા જેવા ગીતો પણ ખૂબ લોકપ્રિય બન્યા હતાં. મન્ના દાની ખરી પ્રતિભા શંકર-જયકિશને પારખી લીધી હતી. મન્નાડેના સદાબહાર ગીતો શંકજ જયકિશનનીસંગીત બેલડીએ આપ્યાં છે.

 લાગા ચુંદરીમે દાગ, યહ રાત ભીગી ભીગી, ૈનૈન મિલે ચૈન કહા, ઝનક ઝનક તોરી બાઝે પાયલિયા, પ્યાર હુઆ ઇકરાર હુઆ વગેરે ગીતો આજે આટલા વરસ પછી પણ સાંભળવા ગમે છે. જો કે ત્યાર બાદ રાજકપૂરે પોતાના ગીતો માટે મુકેશ ઉપર પસંદગી ઉતારી એટલે મન્ના દા આર.કે.ના કેમ્પમાંથી અળગા થઇ ગયા.

મન્નાડેના સમગ્ર જીવનની સંગીત સાધનાનો નિચોડ એટલે પૂછો ના કૈસે મૈને રૈન બિતાઇ (મેરી સુરત તેરી આંખે), સૂરના સજે ક્યા ગાઉ મેં(સંગીત સમ્રાટ તાનસેન) તુ પ્યાર કા સાગર હે (સીમા)  આ ગીતોએ તેમને ફિલ્મ જગતમાં ઘણું ઉંચુ અને આદરભર્યું સ્થાન અપાવ્યું. તેમણે એક તબક્કે દેવ આનંદ માટે પણ ગીતો ગાયા હતાં. સાંજ ઢલી દિલકી ગલી (કાલા બઝાર) ગીત આનું ઉદાહરણ છે. પરંતુ તેમના કમનસીબે દેવ આનંદ અને કિશોરકુમારની જોડીએ તેમને નવકેતનના કેમ્પમાંથી  પણ અલગ કરી નાખ્યા. તેમણે ઉછળતા કૂદતા શમ્મી કપુરને પણ મધુર કંઠ આપ્યો છે. ઉઝાલાનું ઝુમતા મૌસમ મસ્ત મહિના સાંભળીને આપણને પણ બે ઘડી ઝૂમવાનું મન થઇ આવે. બરાબર આ તબક્કે પણ મન્ના દાને તેમના નસીબે સાથ ન આપ્યો. શમ્મી કપુર માટે મોહમ્મદ રફીનો કંઠ બરાબર બંધ બેસતો હોવાથી શમ્મી માટે તેમની તકો ઓછી થઇ ગઇ. ખૂબ જ ઓછા બોલા અને સંગીત માટે જીદ્દી કહી શકાય તેવા સ્વભાવના મન્નાડે મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશની સરખામણીએ સ્પર્ધામાં પાછળ રહી ગયા. 

રફીની ગાયકીમાં એટલી બધી વિવિધતા હતી કે તેઓ દિલીપસાબ, શમ્મી કપુર અને રાજેનદ્ર કુમાર જેવા ટોચના અને લોકપ્રિય અભિનેતાઓ માટે અનિવાર્ય બની ગયા તા.ં તો મુકેશ રાજ કપુરના કેમ્પનું એક અનિવાર્ય અંગ બની ગયો હતો. દેવ આનંદ એટલે કિશોર કુમાર એમ કહેવાતું. આ ત્રણેય ગાયકો એક યા બીજા પરિબળોને કારણે મન્નાદાથી આગળ નીકળી ગયા. આમ છતાં તેઓ ટકી રહ્યાં, ફેંકાઇ ન ગયા. સંગીતની પ્રતિભાનો ભંડાર હોવા છતાં પોતે ક્યારેય નંબર વન ઉપર ન પહોંચી શક્યા. જે સ્થાન અને લોકપ્રિયતા રફીને અને કિશોર કુમારને મળી તે તેમને મળી ન શક્યા. સંગીતકારોએ તેમનો ઘણા અંશે સ્વાર્થી ઉપયોગ કર્યો હતો. મન્નાદે થોડો હળવો આક્રોશ વ્યક્ત કરતાં કહે છે કે એક તબક્કે હું એટલો બધો નિરાશ થઇ ગયો હતો કે મેં મુંબઇ છોડીને કલકત્તા નાસી જવાનો નિર્ણય કર્યો હતો. મને એમ લાગતું હતું કે હુ ંફિલ્મ જગતને મારુ શ્રેષ્ઠ આપવામાં કોઇક જગ્યાએ નિષ્ફળ ગયો છું. હું હંમેશા કંઇક ચૂકી જતો હોઉ એવો સતત અનુભવ થતો હતો.

મન્નાદા ઉમેર છે કે મને મેરે હુઝુરના ઝનક ઝનક તોરી બાઝ ે પાયલિયાં જોકરના એ ભાઇ જરા દેખ કે ચલો તથા બંગાળી ફિલ્મ નિશિપહમના ગીત માટે રાષ્ટ્રીય એવોડ્‌ર્ઝ મળ્યો હતો. જોકરના એ ભાઇ જરા દેખ કે ચલો માટે ફિલ્મ ફેર એવોર્ડ પ મળ્યો હતો. પરંતુ બધાં ગીતો મારી કારકીર્દિના ઉત્તમ ગીતો નથી. જે ગીતો માટે મને એવોર્ડ મળવો જોઇએ તેને લોકો છેક ભૂલી ગયા.

એક તબક્કે ફિલ્મ જગતના લોકો મન્ના દા જેવા આદરણીય ગાયકને વોઇસ ઓફ મહમૂદ તરીકે ઓળખવા લાગ્યા હતાં. મહેમૂદના પિક્ચર પડોશનમાં દાદાએ ગાયેલું એક ચતુર નાર કરકે સિંગાર ખરેખર માણવા જેવું ગીત છે. આ ગીત બીજો કોઇ ગાયક કદાચ આટલી સરળતાથી ન ગાઇ શક્યો હોત. હિન્દી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં મન્નાડેનું નામ સુવર્ણ અક્ષરે લખાશે એમાં કોઇ જ શંકા નથી.