Nitu - 50 in Gujarati Motivational Stories by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 50

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

નિતુ - પ્રકરણ 50

નિતુ : ૫૦ (ટાઈમ્સનું પુનરાવર્તન) 



નિતુના કહ્યા પ્રમાણે રાત્રે કરુણા તેના ઘરે પહોંચી ગઈ. તેણે જે જોયું હતું તેના પર તેને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે તેની ઓફિસમાં આવું કંઈક ચાલી રહ્યું છે. ઘરમાં બધું કામ પતાવી તે હિંચકા પર કરુણાની રાહ જોઈને જ બેઠેલી.

તે સીધી તેની પાસે આવી, "નીતિકા?"

ઉભા થતાં તે બોલી, "કરુણા... હું તારી જ વાટ જોતી હતી."

તે ઉતાવળમાં બોલી, "મને વિશ્વાસ નથી આવતો નીતિકા. મેં આજે જે જોયું એ... હું..."

તેને શાંત કરતા નિતુએ કહ્યું, "પહેલા શ્વાસ લઈ લે અને બેસ. આપણે શાંતિથી વાત કરીયે. હમ?"

"હમ."

બંને બેઠી કે કરુણાએ ફરી પૂછ્યું, "નીતિકા, યાર મને તો કશું સમજમાં જ નથી આવતું. મેં જે મિટિંગ રૂમમાં જોયું, મને લાગ્યું કે બધું ખોટું હશે... પણ આજે જોયું તો..."

તેની વાતને ના સમજતાં નિતુએ પૂછ્યું, "એક મિનિટ, તું શું બોલે છે? ખોટું લાગ્યું અને આજે જોયું... એટલે તારો કહેવાનો મીનિંગ શું છે કરુણા?"

"યાર નીતિકા આઈ એમ સોરી. હું તારી સાથે આ અંગે વાત કરવાની જ હતી. તે દિવસે તું મેડમ અને નિકુંજ અંગે વાત કરવા આવી ત્યારે હું તને જણાવી દેત પણ સ્વાતિ મારી સાથે બેઠેલી હતી એટલે હું ના બોલી."

"તારો કહેવાનો અર્થ છે કે તને જાણ હતી?"

"હા. મેડમના મનમાં શું ચાલી રહ્યું હતું એ હું સમજવાની કોશિશ કરી રહી હતી. જે વિદ્યા મેડમ સદા ગુસ્સમાં ભરાયેલા રહેતા એના સ્વભાવમાં મને ફેરફાર જણાયો. ઓફિસમાં અચાનક મોટા મોટા ફેરફારો થવા લાગ્યાં એ દરમિયાન મેડમે મને બોલાવી અને કહ્યું કે તારું કામ સ્વાતિ સંભાળશે અને સ્વાતિનું કામ હું કરીશ. હું વહેલા આવવાની હતી એ લગભગ તને જાણ નહિ હોય. તું કૃતિના લગ્નમાં વ્યસ્ત હતી એ સમયે હું તારી એક ફાઈલ લેવા તારા ટેબલે પહોંચી. તો મેડમે અચાનક મને રોકી અને તેણે પોતે તારા ટેબલ પરથી ફાઈલ કાઢી આપી. તે દિવસે મેડમ તારા ટેબલ પર કંઈક શોધી રહ્યા હતા."

"શું શોધી રહ્યા હતા?" તેણે ઉત્સાહ પૂર્વક પૂછ્યું.

"એની મને જાણ નથી. સમગ્ર સ્ટાફ હાજર હતો એટલે તે વધારે સમય રહ્યા નહોતાં. તમે જ્યારે મિટિંગ માટે નીકળ્યા ત્યારે મેં તને કોઈ પેપર ફાડીને ડસ્ટબિનમાં નાંખતા જોઈ હતી. મને શક હતો કે મેડમ એ જ પેપર શોધી રહ્યા હશે."

"તો તે...?" નિતુએ અધૂરો પ્રશ્ન પૂછ્યો.

"હા... તું અને નવીન બંને મિટિંગ માટે નીકળ્યા ત્યારે ડસ્ટબીનમાંથી મેં તે પેપર લઈને તેને જોડવાનો પ્રયત્ન કરેલો. તેમાંથી મને જાણ થઈ કે મેડમે તારી સાથે આવી હલકી ઓફર રાખી છે. સાચું કહું તો તે સમયે મને વિશ્વાસ નહોતો આવતો. પણ આજે મિટિંગ રૂમમાં મેડમને તારી સાથે..." તેની આંખો નમ બની ગઈ અને અવાજ ધીમો પડી ગયો.

તેની પીઠ પર હાથ ફેરવતા નિતુએ ફરી તેને શાંત કરી અને કહ્યું, "મને તેની બીક નથી."

"તે આવી કરતૂત કરતાં હશે એવું મેં સપનાંમાંયે નહોતું વિચાર્યું. આમાંથી બહાર નીકળવા તે કંઈક વિચાર્યું તો હશેને!"

"મારે કોઈ પણ ભોગે તેનું આ કાળું રૂપ દરેકની સામે લાવવું છે. તેનો એક જ ઉપાય છે, કે આપણે નિકુંજને શોધીએ."

"યાર નિતુ! તને ખબર છેને તે ગયા પછી કોઈને નથી મળ્યો. તેની કોઈ જાતની માહિતી આપણી પાસે નથી. તેની પાસે એક જ નંબર હતો જે બંધ આવે છે."

"તો કરુણા તું પણ માને છે કે મેડમે નિકુંજને કોઈ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હશે, કે પછી કંઈક કરાવી નાંખ્યું હોય?"

"અત્યાર સુધી નહોતું લાગતું, પણ આજે જે જોયું એના પછી તો લાગે છે કે તારી વાત સાચી હોઈ શકે. મીડિયાએ જે આળ લગાવેલી એ ખોટી નહોતી એવું હવે મને લાગે છે. તે તેનાં કર્મચારીઓને દાબમાં રાખીને કામ કરાવે છે અને તારી જેવી સ્ત્રીઓને ફસાવે છે. હૂહ... ખરેખર એને તો એક સ્ત્રી હોવા પર શરમ આવવી જોઈએ. તો તે શું વિચાર્યું છે નીતિકા?"

"અત્યાર સુધી તો હું મેડમને ઓળખવાનો પ્રયત્ન જ કરું છું. આ બધા પાછળ તેનો શું ઈરાદો છે એની ખાત્રી હું કેમ આપી શકું? પણ એના મૂળ સુધી જઈશ અને તેનો કાળો ચેહરો બહાર લાવીશ એ તો પાક્કું છે. જો મારી શંકા સાચી ઠરી તો નિકુંજની સાથે કંઈક કર્યાનું તેનું કારનામુ કોઈ ચૂક છોડીને ગયું હશે. આપડે એની એ ચૂકને પકડવાની છે."

"હું તારી સાથે છું નીતિકા. બનશે એટલી મદદ હું જરૂર કરીશ."

"અત્યારે આપણે એક જ કામ કરવાનું છે. એક આ મેડમનું ટેંશન અને ઉપરથી શર્માની ટર્મ. અત્યારે મેડમ કરતા મને એની ચિન્તા વધારે થાય છે. નવીને આઈડિયા તો સારો આપ્યો છે પણ જો કામ નહિ કરે તો તે પેમેન્ટ નહિ કરે અને હું અધવચ્ચે લટકી જઈશ."

"ઠીક છે નીતિકા, તું તારી એડ્વર્ટાઇઝ પર ફોકસ કર અને હું મારા કાસ્ટિંગ પર કામ કરું છું. નિકુંજ અંગે મને અથવા તને કોઈ જાતની માહિતી મળે એટલે એકબીજા સાથે શેર કરીશું."

"અને કરુણા એ પણ ધ્યાન રહે કે ઓફિસમાં એકબીજા સાથે વધારે વાત નહિ."

"હોતું હશે. મેડમની સામે તેને શક જાય એવું કોઈ કામ હું નહિ કરું. આપણે હંમેશા બહાર જ મળીશું."

"થૅન્ક યુ સો મચ કરુણા. તે મને સાથ આપવાનો નિર્ણય કર્યો અને મારામાં હિમ્મત આવી."

તેણે મુસ્કુરાહટ આપતા કહ્યું, "આવતી કાલથી કામ શરુ. આપણી મેડમ સાથે એક નવી રમત શરૂ થશે અને બંનેની નજર દરેક સમયે વિદ્યા પર રહેશે."

એટલામાં શારદાએ કૃતિકા સાથે ઘરમાં પ્રવેશ કર્યો. "એલી કરુણી! તું કઇ આવી?"

તેઓની તંદ્રા તૂટી અને આવતી શારદા પર નજર પડી. નિતુએ પૂછ્યું, "મમ્મી, તું તો કાલે આવવાની હતીને?"

પાછળથી સાગર અને કૃતિએ આવતા કહ્યું, "અમને હતું કે તમે અમારે ઘેર આવશો. એટલે મમ્મીએ કહ્યું કે તે ત્યાં રહેશે. પણ દીદી તમે તો ડોકાવાયે ના આવ્યા. એટલે મમ્મી આવતાં રહ્યા."

"તમે આવ્યાં હોત તો કેટલી મજા આવેત. એ બહાને સાથે રહેવાતને!" સાગરે કહ્યું.

નિતુ બોલી, "સાગરભાઈ તમારી વાત બરાબર પણ હમણાંથી ઓફિસનું કામ જ એટલું છે કે થયું પછી ક્યારેક આવીશ."

હવે વધારે ચર્ચા નહિ થાય એ કરુણા સમજી ગઈ અને તેણે જવાનો વિચાર કર્યો. "ઓકે નીતિકા, કાલે ઓફિસમાં મળીએ. હું અત્યારે નીકળું." કરુણાએ કોઈ ના જોઈ શકે એ રીતે અંગુઠાથી ઓલ દી બેસ્ટનો ઈશારો કર્યો. કારણ કે તેઓના પ્લાન પ્રમાણે ઓફિસમાં મળવાનું એ તો ખાલી નિતુના પરિવાર સામે કહેવાની વાત હતી. તેઓએ ઓફિસમાં મળવાનું ટાળ્યું જેથી વિદ્યાને બંને પર શક ના થાય.

"ઓકે. બાય."  કહી નિતુએ આંખો જૂકાવી તેના ઓલ દી બેસ્ટનો સ્વિકાર કર્યો. તેઓને મન આ કોઈએ જોયું નથી. પરંતુ કૃતિની તેજ નજર તેના પર હતી અને જોતાંની સાથે જ તેની તીક્ષ્ણ બુદ્ધિએ ચમકારો કર્યો, "આ બંનેએ ઈશારો શેનો કર્યો?"

કરુણાના ગયા બાદ સાગરે જવાની વાત છેડી. નિતુએ કહ્યું, "હજુ તો આવ્યાં છો, સરખાં ઘરમાં તો આવો, થોડીવાર બેસો પછી જજો."

સાગર બોલ્યો, "નિતુ દીદી અમે બંને બહાર જવા જ નીકળ્યા હતા. તો મમ્મીએ કહ્યું કે તેને સાથે લેતા જઈએ. એટલે ખાસ તેને છોડવા માટે આવ્યા હતા."

"અમારે લેટ થઈ જશે. અમે નીકળીએ." હાથ વડે બંનેએ "બાય." કહ્યું અને બહાર તરફ ચાલવા લાગ્યા. જતાં જતાં કૃતિએ છૂપી નજરે પાછળ જોયું. નિતુનું ધ્યાન બે દિવસ બાદ ઘરે આવેલી મા કરતાં કોઈ બીજા વિચારોમાં ભમતું હતું. તેના મનમાં કેટલાંય સવાલો જન્મ લેવા લાગ્યા, "આખો દિવસ ઓફિસમાં તો બંને સાથે હોય છે. તો પછી કરુણા અને દીદી બંને અત્યારે શું કામ મળ્યા હશે? અમારા આવ્યા પહેલા તે બન્ને વચ્ચે કોઈ વાત તો ચાલતી જ હતી. તે શું હશે? અને બંનેએ ઈશારા શેના કર્યા? મમ્મીની અવસ્થા બગાડ્યા પછી દીદી તેની એટલી કેર કરે છે છતાં બે દિવસ મમ્મી મારે ત્યાં હતી તો ત્યાં પણ ના આવી. આખરે આ બધું શું ચાલી રહ્યું છે?"

કૃતિના મનમાં આવેલા સવાલો એટલી આસાનીથી શમે તેમ નહોતા. બુદ્ધિ અને સમજણ શક્તિમાં શંકરલાલના ત્રણેય સંતાન સરખાં હતા. રસ્તામાં તેણે પોતાની ચિંતા સાગર સાથે વહેંચી. સાગરે કહ્યું, "દીદીની બધી વાત તો આપણે જાણીયે છીએ ને! બે દિવસમાં આપણે બે વાર તારા ઘેર જઈ આવ્યાં. ઘરમાં કોઈ તકલીફ હોય એવું તો લાગ્યું જ નહિ."

"સાગર મને લાગે છે દીદી સાચે કોઈ ટેંશનમાં તો છે." કૃતિકાને પોતાની બહેનમાં ફેર દેખાતો હતો. તે સમગ્ર વાતથી અજાણ હતી. લગ્નમાં આવેલી વિદ્યાએ કૃતિના મનમાં એક છાપ છોડેલી. દીદીની અંદર જોયેલા પરિવર્તન પર વિચાર કરતાં અંતે સાગરે ઉપાય આપ્યો, " તું એક કામ કરને, એવું તે કંઈ છે જ નહિ જેનાથી તે આટલી પરેશાન થઈ જાય. જરૂર તેની ઓફિસમાં કંઈ થયું હશે. વિદ્યા મેડમને આ વિષે વાત કરી હકીકત જાણવાનો પ્રયત્ન કર."

"હા, અત્યારે બહુ લેટ થઈ ગયું છે. હું કાલે તેને ફોન પર વાત કરીશ."

      શું નીતિકા સફળ થશે? કરુણા અને નીતિકાનું સર્ચ ફોર નિકુંજ કેટલું સફળ રહેશે? કે પછી પોતાની બહેનને મદદ કરવાના હેતુથી કૃતિ કોઈ ભૂલ કરશે? કૃતિ દ્વારા વિદ્યાને કરુણા અને નીતિકાના મળવાની વાત ખબર પડશે તો શું થશે? આગળના ભાગો વાંચવા આપ મને ફોલો કરી શકો છો. વાર્તા અંગેના આપના અમૂલ્ય પ્રતિભાવની મને રાહ રહેશે.