હોટેલમાંથી આડા આડા ચાલતાં પેટ પકડીને આડો થઇને સીટમા બેઠો...ત્યારે એક બાજુ અસોસી બીજી બાજુ આપણી જાત ઉપર અટલોયે કાબુ નહી?પૈસો દેખી
મુનિવર ચળે પણ એવા ઓઠાની આડશ લઇને આપણે ખાવાં ઉપર વસુલ કરવા ટુટી પડવાનુ? તુલસીદાસનું વાક્ય સદા ગણગણું છું .. રામ નામ મેં આલસી , ભોજનમેં હુશીયાર… તુલસી ઐસે જીવ કો બાર બાર ધિક્કાર… પણ બસ સત્તર ડોલર વસુલ કેમ કરવાની લ્હાય લાગી હતી …હા પસ્તાવો વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યુ છે...પાપી તેમા ડુબકી દઇનેપુન્યશાળી બને છે....વાહ ચંદ્રકાંત વાહ ...તમારો તો બેડોપાર થઇ ગયો..
જે સગા ને ત્યાં જવાનુ હતુ તેમનુ ઘર આવી ગયુ. માંડ ઘરમા પહોંચીને
આરામ ખુરશીમા બેઠો ત્યારે સહુ સગા મારી સામે જોઇ મરકાટ કરતા હતા
મેં પણ "મુંદ"આંખોથી નજારો જોયા કર્યો...અત્યારે મારો સમય નહોતો.....
બે કલાકે પેંટ હળવું કરીને માંડ રાહત થઇ એટલે તેમના પેટીયા(બંગલાની પાછળ આ લોકો બેકયાર્ડ કહે તેવા વાડામા પરમેનન્ટ મંડપ બાંધેલો હોય તેને પેટીયો કહે)માં હિચકે
ઝુલવા બેઠા...ત્યાં ઝુલણા છંદમા આત્મા પોકાર્યો "જે ગમે જગદગુરૂ દેવ
જગદીશને તે તણો ખરખરો ફોક કરવો " લાવો હવે થોડી ચા ચાલશે..
(અંહીયા અમદાવાદી ટ્રીપલ કટીંગવાળા તો આપધાત કરે એવડી સાઇઝનો
મગ આવે એમા પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમછેલ જેટલુ પાણી,
સાકરમાંયે કરકસર ને દુધતો બે ચમચી માંડ હોય ,એને પાછા વાઇટનર કહે
હરિ હરિ.....)"મારા માટે દેશી કડક મીઠી બનાવજો આખા દુધની હોં.."
સાંજે પાંચ વાગી ગયા એટલે ઉનાળામા મચ્છરની જાન આવવા માંડે ને
તાલીબાની આત્મઘાતિ મચ્છરો એટલે તેના ડરથી પાછા ઘરમા ભરાયા... ઇંડીયામાં આવીને પોતાનાં સગાને ફડાકા મારતાં દેશીઓ ક્યારેક જ કબૂલ કરે કે “ હા ભાઇ હા.. એમેરીકામાં ય બહુ મચ્છર માખી મધમાખી પીળી ભમરી જાતભાતની અવનવા ટેકનીકલરની ગરોળીઓ દિવાલો ઉપર ચોંટી જ હોય .. વાંદા પણ હાઉસ કે એપાર્ટમેન્ટમા હોય અને “ એય છુચ છુચ કરી હાથમાં સ્ટીક લઇને વહુરાણીઓની ચીસાચીસ પણ સાંભળવા મળે … પણ હરામ બરોબર છે કે “ ન્યાં અમેરીકામાંયે આવુ જ છે “ કબૂલ કરેતો … પહેલાં ઓહ અમેરીકા થતુ હતુ. હવે આહ અમેરીકા થાય છે .. આમ તો માણસ એક વાર અમેરીકા પાંચ છ મહીનાં સંતાનો સાથે રહી આવે એટલે “ હાઉં” થવુ જોઇએ પણ મમતા મરે નહીં એનું મારે શું કરવું ? ક્યારેક અમે તોક્યારેક સંતાનો તો ક્યારે દાદા કે દાદીનાં ટહુકા સાંભળવાનો તલસાટ અંહી ખેંચી લાવે સમય પસાર કરવા અંહીના દેશીઓ ગુજરાતી નાટકો ફિલ્મો બહુ જૂએ.. પણ તેમના સંતાનો ઇંગ્લીશ મુવી જ જોવે .. ઇંગ્લીશ સોંગ ઉપર ઝૂમે … એ આજની ઘરખર્ચની કહાની છે
……..
આજે સાંજે ગુજરાતી નાટક ટીવીમા જોયુ..સિધ્ધારથભાઇ રાંદેરીયા 'એની માંને '
માથી નિકળે તો સારુ એવુ લાગ્યુ પણ સહુ રાજી તો ક્યા કરેગા કાજી? સંજય ગોરડીયા હવે સુધરે તો ગુજરાત બાજુનાં સુધરવા નહીં દે… મુબઇમાં હર બે ચાર દિવસે સરકારી પૈસે કે કોઇ નબીરા પોતાની વાહ વાહ કરાવવા પૈસા ખરચીને એક આખી જમાત ઉભી થઇ છે … મેધાથી ઉમાશંકર દયાનંદ એમ એમ એક પછી એક દિન ઉજવે વીસ પચ્ચી ઘરડા ખડૂસો ચા નાસ્તાના માટે આવીને બેસી જાય… ગુજરાતી ભાષા કેમ જાણે કાલે મરી જવાની હોય તેમ રઘવાયા થઇ ગયા છે એ જ લોકો હવે યુ કે કે યુ એસમાં આવી સાઠગાઠ કરીને કુલડીમાં ગોળ ભાંગી ગુજરાતી જલસો કરે ડાયરા કરે ગરબા કરાવે .. આ બધા પ્રોગ્રામો પેઇડ જ હોય એ સમજી લેવાનું .. આજે બહુ મનમાં ઉકળાટ આવા સામાન્ય નાટક જોઇને થઇ ગયો ….
નાટક પત્યું એટલે સહુ પાંવભાજી જમવા બેઠા . અરે સવારની ગોદાવરીની ભરેલી કોઠીમાં હજી કેટલુ ઠાંસીને ભરીશ ? પણ પછી મનવાળી લીધું કે ભગવાને આપણને ખાઇ પી ને જલસાથી જીવાતો આ જનમ આપ્યો છે … એમા મોટીવેશનલો આડખીલ્લી કરે કે કથાકારો વાળી વાળીને સદ્ચિત્ત આનંદની વાત કરે ત્યારે આપણને ભગવાને બે કાન આપ્યા છે એ કામ શરુ કરી દે છે . આજે થોડીવાર માટે આવેલો સ્મશાન વૈરાગ્ય અલોપથઇ ગયો .હું પશ્ચાતાપના હવનમા બેઠો હતો , ત્યાંથી ડાઇનીંગ ટેબલ ઉપર આવી ગયો … એક પ્લેટમા પાંઉ હતા બીજામાં ભાજી હતી ..
“ ભાઇ આ લોકોને એક આપણાં જેવા પાંઉ બનાવતા યે નથી આવડતું .. એનો ટેસ્ટ જો..”
બધ્ધા એક સાથે બોલ્યા સાવ સાચી વાત છેપણ શું કરીયે ? સાલું બ્રેડ પણ પંદર જાતની મળે પણ આપણી જેવી નહી હોં . ફરીથી ડોલરીયા દેશના સહુ સભ્યોએ વાતને વધાવીને જેવી છે તેવી સમજીને ભાજી ઉપર તુટી પડ્યા… ઘરે પહોંચ્યાં પછી
આખી રાત સપનામા હોટેલ ગોદાવરી ગોદા મારવા આવતી હતી હું રાત આખી
“ચંદ્રકાંત હવે બસ કર શોક ન કર એમ મને કહેતો રહ્યો"