"આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર નહી કેમ
આજે સવારે જીભે ચડી ગયુ હતુ તે ઉતરતુ જ નહોતુ ... બસ ગુનગુના રહાથા
ત્યાં કેપ્ટન બહાર આવી ઉવા્ચ્યા ..."આજે રસોઇની ધમાલ નથી કરવાની”
“ કેમ આજે ઉપવાસ કે હંગર -ડેલકે એવુ કંઇ હોય તોલઅમને તો શીતળા સાતમ માં ટાઢું ખાવાની આદત હોય એટલે ઘરમાં જે હશે ઇ ચાલશે નહીતર ઇંડીયન સ્ટોરમાંથી જઇને થેપલા ઢોકળાં રેડી ટુ ઇટ પંજાબી પડીકા લઇને એસ ને મસ્તીથી ખાશુ હોં ભાઇ”
“ ડેડી..”
“અરે શું ડેડી ડેડી કરે છે અગીયારસ છે ?”
“અગીયારસ હોય તો બહારનું ના ચાલે.. મારે જોવું પડશે તિથી તોરણમાં ..” ઘરવાળા મંદિર રુમમાં ગરકી ગયા..એક બાજુ સન્નાટો છવાઇ ગયો… થોડીવારમાં પ્રગટ થયા
“ આજે હજી તો આઠમ છે અગીયારશને વાર છે .. ચંદ્રકાંત મને યાદ કરાવજે”
હું ખરેખર થોથવાઈ ગયો આ વળી અગિયારશનું પડીકું મારી જેવા અધાર્મિક માણસ ઉપર મુકાઇ ગયુ…ફરીથી સ્વસ્થતા ધારણ કરી વાત આગળ ચલાવવા મેં સુકાન હાથમાં લેવાની કોશીશ કરી પણ હોઠ ખુલે ત્યાર પહેલા કેપ્ટન બોલ્યા ..
“ આ મમ્મીના ભાઇ ને તમારા મિત્રને આપણે પાર્ટી આપવાની વાત હતી પણ ડેડી તમે રેસકોર્સમાં ઘોડા દોડાવી લીધા .. એની હાઉ મારે મામા સાથે વાત થઇ ત્યારે તેમણે થાઇ ફુડ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને અમે પણ ઘણા સમયથી થાઇ ફુડ ખાધુ નથી એટલે લેટસ એંજોઇ…ઓકે પણ તમારું નામ લઇને એમણે પુછ્યુ કે એમને એટલે કે પપ્પાને ચાલશે મારી બેન તો ગરીબડી ગાય જેવી છે જે આપીશું એ ખાઇ લેશે ?”
ઘરવાળી સામે જોઇને મેં ઇશારો કર્યો ..તને ગાય કહેછે તારો ભાઇ તો ચા ચાઇનીઝ ખા આખી દુનિયાને ખબર નથી કે પનીર કે ચીઝ કે ચાઇનીઝ તને નથી ચાલતુ હવે મળે ત્યારે કહેવાનો છું કે ગાય છે એટલે ધાંસ ખાય છે”
ડેડી આપણે આડે પાટે ચડી ગયા .. મામાને મુળતો થાઇ ફુડ ખાવાની બહુ ઇચ્છા હતી પણ મે એમને કહ્યુ કે હવે ચપટાના નામ પડે અને ડેડી આ ઉમ્મરે ભારત નાટ્યમ કરે છે ...એટલે ગુજરાતી થાળી નક્કી કરી છે
એ પાછી પણ આલા કાર્ટ ટાઇપ પણ રાખી છે .. થાળી વાળાને ત્યાં
બપોરે પહોચ્યા તો એક કલાકનુ વેઇટીંગ..."અરે બાપરે "કરી નિકળ્યા ચાલો
ઢોસા ફેકટરી જઇએ .ત્યાં પહોચ્યા તો ખબર પડી કે હોટેલ બંધ થઇ ગઇ છે
ચાલો હવે "અલીંગ્ઝ "જઇએ...અમે તો એમના દોર્યા હોટેલ પહોંચ્યા ...
“અરે આ તો ઇંડીયન સ્ટાઇલમા ચાઇનીઝ બનાવતી એક માત્ર હોટેલ છે
આપણે લાસ્ટ ટાઇમ આવ્યા હતા ..."
મમ્મી મલાડ મુંબઇમા અમે નાના હતા ત્યારે અંકલ્સ કીચનમા લઇ જતા હતા
અને અમે અમેરીકન ચોપ્સી ઉપર તુટી પડતા હતા એવું જ છે અસ્સલ..”
મમ્મીને યાદ આવી ગયુ કે બન્ને છોકરાવને બહુ જ ભાવતી આઇટમ હતી અને સ્પ્રીંગરોલ સાથે પોતે પણ અમેરીકન ચોપ્સી ખાતી હતી
“ હા એ મને ચાલશે હોં.. દિકરા, મને કંઇ એવુ નથી કે ચપટાનુ ન ખવાય.. કોને ખબર આ તારા છોકરાવ ક્યાંક ચપટી જ લઇ આવશે તો ? એટલે થોડુંઘણુ ચલાવી લેવું પડે.
ભુખના દુખે દુખી આત્માઓ જે મળ્યુ તે લાવ કરી ને એક અમેરીકન ચોપ્સી
હાકા ન્યુડલ્સ ફ્રાઇડ રાઇસ અને મંચુરીયન વીથ ગ્રેવી મંગાવી ...ક્વોંટીટી
એટલી બધી આવીકે આઠ જણ ભરપેટ જમ્યા પછી બોક્સ કર્યુ...
બહાર ખાવા વાળા ટોળેટોળા ગુજરાતીના લટકી પડ્યા હતા...
અમે જમીને બહાર નિકળ્યા એટલે આવી ગરમીમા ફાલુદા કે આઇસક્રીમ
ખાવો જ જોઇએ તેવો છોકરાવનો આગ્રહ થયો એટલે ચલો 'બલોચ ' પોકાર થયો
બલોચ પોતે દુકાનમાં નેચરલ આઇસક્રીમ જાતજાતનાં બનાવે ફાલુદા તો અફલાતુન એવી દીકરાએ વાત કરી હતી રસ્તામાં .બલોચ બહાર ગાડી પાર્ક કરી...અંદરના લીલા રંગના ડેકોરેશન વચ્ચે મક્કા મસજીદ .કાબાનો પથ્થર ના ફોટા હતા .મોટા ઉપાડે અમારી પાછળ આવેલા સ્વામિનારાયણના ચુસ્ત ભક્તો આ જોઇને જ ભાગ્યા અમારા મા પણ સ્યુગર ડાયાબિટીસ છે બોલીને નો નો કરી છેલ્લે ઘર દીઠ એક ફાલુદા લઇ નિકળી ગયા...
બહાર નિકળ્યા પછી વિચાર કરતો હતો કે આ કહેવાતો ધર્મ ગાડીમા બેસી માણસને કેટલો અજગરની જેમ ભરડો લઇ ગયો છેએ વિચારતા સરસ ડ્રાઇફ્રુટ ફાલુદાનો સીપ માર્યો ને ગાડીમા ગીત ચાલુ થયુ "કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના છોડો
બેકારકી બાતો મે ..."
ભાઇ આ બલોચ ભલે મીંયો છે પણ આવા આખા દુધનો આઇસક્રીમ બહુ લાંબા ટાઇમે મળ્યો.. ફાલુદા પણ એક નંબર.. મામા કંપની તો સ્યુગર ને લીધે ચમચી ચમચી આચમની કરી ઓરીના કરી ગયા.. છે સરસ પણ આપણું કામ નહી.. પછી બેન ઉપર તિરછી નજર કરી ..( એ તો ગામડામાં દેશી તાજુ ભેંસનું ગાયનું દુધ માખણના લોંદા મારીને મોટી થયેલી એટલે એ તો ટેસથી ઝાપટતી હતી ..) બેનનેચાલે ઇ તો ગાય ભેંસના તાજા દુધ ખાઇ પી ને મોટી થઇ અમે તો આરેનાં દુધ ઉપર હતા એટલે આવુ પચાવવાનું ગજું નહી..