Fare te Farfare - 36 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 36

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ફરે તે ફરફરે - 36

મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટોરા મા એકવાર

ગયા હતા ત્યારે સીતેર રૂપીયા અને સો રૂપીયા આપવાના પછી પ્લેટ નાની

સો રૂપીયા વાળા થોડી મોટી પ્લેટ લઇને લાઇનમા ઉભા રહેવાનુ...

તમારો નંબર આવે એટલે  એ પ્લેટમા જેટલુ સમાય એટલુ  સલાડ  જાતભાત

ના  ભરતા જાવ નીચે પડવુ ન જોઇએ  ડુંગરો ગમ્મે તેટલો મોટો કરો  એ લઇને

બહાર ટેબલ ઉપર બેસીને ખાવ .....અમારી સાથે એક પંજાબી એક્સપર્ટ

હતા એને અમે આગળ કરી એમની આઇડીયા જોતા રહી ગયા  પ્લેટમા પહેલા ચણા ચાટ ઉપર રશીયન સલાડ એમ ભરતા ગયા  ને ડુંગરો હલે કે ચલે ...અમે વાહે 

ગુરૂની પાછળ પાછળ  જ્ઞાની થયા અને એને પગલે પગલે  સો રૂપીયામા

પેટ ભરીને   જમ્યા...જો કે જ્યારે એમણે પ્લેટ ભરી અને બહાર નિકળતા 

હતા ત્યારે બહુ તિવ્ર ઇચ્છા થયેલી કે મોટે થી વાહે ગુરૂજી કા ખાલસા

બોલુ અને એ બન્ને હાથ ઉંચા કરી બોલે વાહે ગુરૂજીકી ફતેહ .....

આ વાત એટલે યાદ આવી કે  આ શનિવારે જ્યારે  એલાન કરવામા આવ્યુ

મારી પત્નિને શંકા ગઇ એટલે સવારની  ઠંડી રસોઇ જમી પોતાની જાતને

સેફ કરી નાખી .."મેં તો જમી લીધુ છે એટલે હું પ્રેક્ષક તરીકે  કંપની આપવાજરુર આવીશ...

“ડેડી તમને યાદ છે બાંદ્રા હીલરોડ હીલટોપ રેસ્ટોરા બસ એવી જ મસ્ત મજા

અંહીયા આવશે અને મમ્મી ભલે ના પાડે પણ  એ લોકોની મફત મળતી સેવ અને

શેકેલી શીંગના ટુકડા જરુર ભાવશે..."

“એટલે  પ્લેટુ લઇને લાઇન લગાવવાની એમજ ને ?"

“થોડો ફરક છે"

..........

હોટેલ ચંગીઝખાનના ગેટ ઉપર ગાડી પાર્ક કરી અંદર ગયા...લાઇન લગાવી

ઉભા રહ્યા  ત્યાં વેજ નોનવેજના બાઉલ (ગમ્મે એટલી વાર શીખવાડો

બોલ  બોલવાનુ યાદ જ નથી રહેતુ..આમ પાછુ બોલ બોલ અટકતુ નથી )

ચીલ્ડ્રન બાોલના અટલા મીડીયમ બોલ અટલા લાર્જ બોલ અટલા ...લાવો પૈસા....

પેમેન્ટ થયુ કે સ્ટીલના કચોળા નાના મીડીયમ મોટા પકડાવી દીધા અમે લાઇનમા ઉભા 

રાખ્યા.. મને બુફેની લાઇન અને આવી હોટલની લાઇનમાં માગણની જેમ ઉભા રહી ખાવાની સખત નફરત છે એટલે અંદરથી ધૂંધવાતો હતો કદાચ કાનમાંથી ધુમાડા પણ નિકળતા હશે પણ..આગળ કુંવર કેપ્ટન ફ્રેંડ ફિલોસોફર ગાઇડની ફરજ બજાવતા હતા...એટલે અમેરીકન મેનરમા આવી જવુ પડ્યું.

આગળના વીસેક  કાંઉંટરમા નજર નાખ્યા વગર સીધા   વેજ કાઉંટર પર  પહોંચ્યાં ત્યાં બધા બાફેલા તાજા શાક હતા પછી તેમા નાખવાના મસાલાઓ પછી ક્યા તેલમા

બનાવવુ છે એ તેલ  એવી સુચના આપો એટલે એ પ્રમાણે મેડ ટુ ઓર્ડર વેજીટેબલ તૈયાર થાય ..પછી તાજાફળોના રસ હતા આદુ ને પાદુને કોથમીર ને

મોળા તીખા મરચા ,મરી મરચાના પાવડર હળદર લપશીંદર પુરુ જ થતુ

નહોતુ પછી જરા ઉશ્કરાટમા મસાલાઓ જે હાથમા આવ્યા તે ભભરાવ્યા

 સાલું એમા પણ નિયમ છે કે પહેલાં મરી પછી મરચા પછી જીરુ અને હીંદ પછી છેલ્લે મીઠું આવે .આ બધુ ક્યારે રસોડામાં તેની પાછળ પાછળ ફરું ત્યારે બબડે કે તમને શું ખબર હોય કે કેટલી વીશે સો થાય.. મેં તુર્તજ કહેલું પાંચ વીશે સો થાય.. ત્યારે કપાળ કુટીને બોલેલી કે રસોઇ કરવી એ ખાવાનાં ખેલ નથી કેટલુ ધ્યાન રાખવુ પડે એમાં તું ડીસ્ટર્બ કરે પછી મીઠું વધુ નંખાય જાય ..ઘરવાળીની રીલ પુરી થઇ .બહાર બેઠેલા ધર્મપત્નીને સલામ કરી "બિચારી રોજ અટલી બધી પળોજણ કરે છે ? "સર્વ દેવીઓને ધન્યવાદ પ્રણામ કર્યા ..ત્યાં સામે ચપટા મંડળ ઉભુ હતુ...મને પુછે છે ઇ કઇ ભાષા છે ઇ એને ય ખબર સો ટકા નહી હોય પણ ઉંઉં ઇંઇ ચાંઉ મીંમો માથી કેપ્ટને  બચાવી લીધો.."ડેડી ક્યા રાઇસ ?પ્લેન કે ફ્રાઇડ રાઇસ ?  કે નુડલ્સ ?એમ પુછે છે..”

“કાચા તો આખા નિકળશે હાળાવને કેમ પચે છે ઇ જ ખબર નથી પડતી એક

કામ કર ફ્રાઇડ રાઇસ કહીદે ..."

કેપ્ટને ઓડર આપી મને રોટલીનુ ગરવુ બતાડ્યુ જેટલી લેવી હોય એટલી

 રોટલી લઇ લો. બોલ આપી દ્યો .નવી પ્લેટ લ્યો .એમા રોટલી  ચોખાના

પાપડ જેવી જ મસાલેદાર તળેલી ચીપ્સ હતી તે નાની વાટકી મા ભરી બીજી

વાટકીમા ચાઇનીઝમા નાખીયે તેવી ચોખાની સેવ અને છેલ્લી વાટકીમા

શેકેલી શીંગના ટુકડા ભરી ટેબલ ઉપર બેઠા .. મેં કહ્યુ "આપણે ત્યાં હવે ઇંડીયામા

મગની દાળનો કે અખરટનો શીરો કે જુદા જુદા શાક આમ જ તવા ઉપર

બનાવે છે પણ કદર આવા ચપટાની થાય છે..."

સામે બેઠેલા ઘરનાઓ જેઓ મફતીયા હતા તેઓ એ ઉદાર હાથે  ટેસથી ચોખાનાં  ખેરા જેવા પાપડ અને કડક મજાની સેવ અને  ખારી તાજી શીંગને ન્યાંય આપતા હતા .ખબર નહીં કેમ પણ આખી જીંદગી ગમ્મે ત્યાં જાઉં પણ બટક કટક ખાવાનું ( મંચીંગ) ાવે એટલે ખારી શીંગ બહુ જ યાદ આવે. અમરેલીમાં સાંજે ફરવા જઇએ ત્યારે જો ખારીશીંગ મળે તો રૂમાલ ઇડઉપર પાથરીને એક એક દાણો વાત કરત કરતા ખાવાની લિજ્જત લીધી છે .. મહાન કવિ ને મારા મિત્ર રમેશ પારેખને અનિલ જોષી સાથે આમ જ રૂમાલ પાથરીને મહેફિલ જમાવતા યાદ આવી ગયા..એટલે બે બુકડી શીંગ વધારે ખાઇ લીધી ..જે પાછળ ફરતી  ચપટીની નજરમાં હતુ પણ ચુંચી આંખે  નોંધી લીધેલું  પછી ચપટુ આવીને રેડી વેજીટેબલ રાઇસ આપી ગયુ ને છુંછી નજરે ઉંઆ ઓં કરતુ વાંકું વળીને  નિકળી ગયુ..

મે કેપ્ટનને અનુમાનથી  કહ્યુ  "નક્કી આપણને ચોપડાવી ગયુ..."