Fare te Farfare - 35 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 35

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ફરે તે ફરફરે - 35

 

સાહિત્ય સરિતામા અંહીના ધુરંધર લેખકો  કવિઓ  ધીરે ધીરે ચાલતા

ડગુમગુ ચાલે એક પછી એક આવી રહ્યા હતા.. જાણીતા કવિ વિશ્વદિપ  અને વિજય 

શાહજી  આવી શક્યા નહી. નવિનભાઇ બેંકર એટલે બહુમુખી પ્રતિભાના

માલિકની અંગત જીવન કથા કોઇ નોવેલથી ઓછી રસીક અને રોમાંચક

નથી એ મારી રાહ જોતા હતા .બીજા મિત્ર મનસુખભાઇ વાઘેલા જેની જીવન

કહાની પણ રુવાડા ઉભા કરી દે તેવી છે  તેઓ ખજાંનચી છે તેમણે જ મને

રજુ કરવાનુ બીડુ ઝડપેલુ .. પ્રમુખ સતિશભાઇની  જેઓ નાસામાં કે ડીઝની વલ્ડમાં બહુ સીનીયર પોસ્ટ ઉપર હતા જે હવે રીટાયર થઇ મૌજે દરીયામાં હિલ્લોળા લેતા હતા. તેમની બહુમુખી પ્રતિભાની આછી ઝલક મળી હતી  .દેવીકાબેન ધ્રુવ  કવિયત્રી  મળ્યા નવીન બેંકરના નાના બહેન . ...મારૂ ફુલેકુ શરૂ થાય ત્યાર પહેલા ચા બિસ્કીટો ને સહુએ ન્યાય આપ્યો..

મારો પરિચય મેં જ લખી આપ્યો  હતો.  મેં નવા નવા મુખવટાઓ બહુ પહેરી રાખ્યા છે પણ ખરેખરતો હું હજી ચંદ્રકાંત બક્ષીની જેમ ખતરનાક છું  મારી કલમ તલવારથી કમ નથી . હજી બાપુજીની  જેમ કદમબોસી કરી નહીં મોટા સાહિત્યકારોને મળીને “ તલવા ચાટવા કે ઘનપતિઓની  કે બાવાઓ બાપાઓની કુર્નિશ બજાવી નહીપણ હાસ્યકારનો મુખવટો  ચડાવી હવે શરણાગતિ સ્વીકારી છે.. પણ મને સતત એમ થાય છે કે જે નજરની સામે છે તેવા માણસો ખરેખર હોતા નથી તો તને અસલી ચહેરો નકાબ ઉતરડીને રજુ કરવો જોઇએ જેથી એક ભાવકોનો ભ્રમ તુટી જાય ..પછી એમ વિચાર આવે છે કે આ ઉમ્મરે નાગાને નાગો કહેવાની મનની ઇચ્છાઓ ઉપર લગામ તાણી છે .. પણ જરાયે મારા તરફ મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે તો આજે પણ તેને ઉતરડી નાખું છુ.. આમ ખરેખર  હું કબુલ કરુ છું કે એલીયન જેવો છું એટલો જ રહસ્યમય છું .

મને માઇક પંદર મીનીટમાટે સોંપીને મનસુખભાઇ બેસી ગયા..મારો મુખવટો

બોલ્યો "મારા માટે હ્યુસ્ટન પીયર જેવુ છે જે દરેક સ્ત્રીને ગમે પણ રહેવુ પડે

સાસરે..પણ મને ટ્રમ્પકાકા ના કાસદોએ પહેલેથી જ ચેતવણી આપી હતી 

“બરાબર એકસો એંસીમાં દિવસે  પ્લેન પકડી લેવાનુ ઓકે ?" એટલે

હજી તો હું મળીશ પણ તમે બધા  ડગુમગુ થતા પણ ટકી રહેજો ..ટપકી ન જતા..

પછીની વાતો કરવી એ પુરેપુરી આત્મશ્લાઘા છે એટલે હાસ્ય કથાને 

ઉંચકીને બહાર આવુ છું ...

“આ હોલની બહાર તંબુ શેના લાગ્યા છે  મનસુખભાઇ ? એવુ તો નથીને કે

મારા વિરોધમા હ્યુસ્ટનના વતનીઓ  ઉપવાસ ઉપર બેઠા છે ?આમ તો અંદર 

આવ્યો ત્યારે કોઇએ ભાવે પુછ્યો નથી ...નથી કાળા વાવટા નથી ભાડેથી

લીધેલા પ્લેકાર્ડ 'ગો બેક ગો બેક 'કંઇ દેકારાયે નથી કરતા ..આવો વિરોધ તો

જાપાનમા યે નહી થતો હોય ..અંદર પણ કોઇ સાહિત્યકારે કાળી પટ્ટી

બાંધી નહોતી..."મારા મનમા આ બધા સંવાદો જે ચાલતા હતા તે દિવ્ય

દ્રષ્ટીથી મનસુખભાઇ જાણે જાણી ગયા હોય તેમ બોલ્યા "આ બધા તંબુવાળા

પોતાને ઘરે બનાવેલી વાનગીઓ  કલાકારી વિગેરે વેચવા માટે રવિવારે

મફત આ સરકારી જગ્યામા  સવારથી ડેરા લગાવે .....લોકલ લોકો તેમની

પાંસેથી ટેસ્ટ કરી ને ખરીદે...આ ને "આપણી" સાથે કંઇ લેવા દેવા નથી

લ્યો,તમારા સનનો ફોન છે વાત કરો .."પતી ગયુ?"

“હા ભાઇ પુરેપુરુ પટી ગયુ ...રસ્તા ઉપર મનસુખકાકાને સહારે ઉભો છું"

મનસુખભાઇ ને થેંક્યુ કહ્યુ  સતિશભાઇની  આદર સાથે રજા લીધી ને ગાડીમા

બેઠો...

“કેમ રહ્યુ ?”

“મને સારુ લાગ્યુ  .જો બીજી વાર આવો કહે તો તેમની સહન શક્તિ સારી

ગણવી..."આમે ય હાસ્ય લેખકો અનિવાર્ય અનિષ્ટ.  દરેક છાપા મેગેઝીનોમા

રાખવા પડે..કોઇક વાર તંત્રી સંપાદકો રડી પડે "ભાઇ  જરા મરક મરક

થાય એવુ તો લખો...તમને થોડા તો થોડા પૈસા તો આપીયે છીયે .."

કેટલીકવાર બ્લેકમેલ કરે આ નવા નવા ચંદ્રકાંત મફત લખવા તૈયાર છે 

હમણા હમણા લેડીઝુયે  હાસ્યરસમા હાથ ઝબોળે છે અને મારા કાકા  કે

મામા તમારે ત્યાં કોલમ લખતા જ હતા ને કહી હક્ક દાવા કરે છે .

તમે બધા કેમ સીરીયસ દેખાવ છો ? 

“ડેડી સવારનાહોટેલ આગા માથી જે પાર્સલ લીધેલુ તેનો મોટો લોચો થઇ ગયો છે.."

એટલુ કહેતા કહેતા અમે એ હોટેલ બહાર ગાડી પાર્ક કરી ...ત્યાં ઘરના વચ્ચે 

કોણ ઘઘલાવવા ઉર્ફે ખખડાવવા જાય તેની ઉભી ખો ચાલુ થઇ.અંતે કેપ્ટન

ખુદ મેદાનમા ઉતર્યા...

“હાવ કેન યુ ગીવ મી ઇનસ્ટેડ ઓફ આલુ મટર યુ ગેવ મી આલુ મટન ?"

બહુ માફી  માંગ્યા પછી આગાની આગળ બુચ લાગી ગયુ .. સોરી સર એક્સસ્ટ્રીમલી સોરી પેલી સર.. આગાને ઇજ્જત અને કોર્ટના કેસની બહુ બીક લાગી ..

દસ મીનીટ પછી  કુમાર મને તેર ડોલર રોકડા ને વેજ પનીર મટર આપ્યુ...

આ  "માનધન "તમને  આગાને આગ લગાડી એટલે મારા તરફ થી...ટોકન ઓફ લવ…!