Fare te Farfare - 32 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 32

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ફરે તે ફરફરે - 32

ફરે તે ફરફરે.-૩૨. 

 

"ડેડી હવે તમને અને મમ્મીને ગમે ત્યાં ફરવા જઇએ ..અધિક માસ નિમિત્તે

હવેલીમા દર્શન અને પ્રસાદનો લાભ  તમે ન લીધો એટલે આવુ ચપટા ચપટી

ફુડ ખાવુ પડ્યુ તેનો  મને ધણો જ ધ્રાસ છે "

“હેં ! આ ધ્રાસ ક્યાંથી આવડ્યુ ?"

આપણે ત્યાં એક ઉઠમણાનુ પોસ્ટ કાર્ડ આવ્યુ ત્યારે તમે મને વંચાવી ને

યાદ કરાવેલુ .."

“ભાઇ જીંદગીમા અટલુ બધુ યાદ રાખવા દસ માથા જોઇએ માટે થોડુ ડીલીટ

કરી નાખ ...ને "

“સાભંળ હે પુત્ર, તારા બાલ્યકાળમા બોરીવલ્લીમા આપણે સાંઇબાબા નગરમા

રહેતા હતા ત્યાં બાજુના બિલ્ડીંગમા  લગભગ આ જ સીઝનમા કાળા કપડા

પહેરેલા શ્યામ રંગના  માણસો અચાનક વહેલી સવારથી 'અયપ્પા અયપ્પા '

કરતા માઇકથી ભયાનક ઘોંઘાટ કરતા પણ આપણા કોઇ બિલ્ડીગવાળા

ચું કે ચા નહોતા કરતા કારણકે તમામ લુંગીધારી ભક્તો ઇનકમટેક્સ

ઓફિસરો હતા ...સાત દિવસ  સવારથી રાત મોટે અવાજે ઘોંઘાટ થાય એ હદે અય્યપા કરતાં  સુધી આપણે હવનમા જેમ મહારાજ બોલે પછી અગ્નિને જમાડવા 'સ્વાહા સ્વાહા ' બોલીયે તેમ તમિલમ મંત્રમ પછી અય્યપા  અય્યપા બોલે એ પછી ખબર પડી.એક વખત ભુલથી વિસ્મયથી પહોંચી ગયો તો ભાતનો પ્રસાદ ખાવા બેસાડી દીધો.ના તો પડાય નહી કારણ કે ઇનક્મ ટેક્સમ ...પછી અટલા વરસો પછી હ્યુસ્ટનમા મિનાક્ષીપુરમ છે એ ખબર પડી.

 હ્યુસ્ટનથી પચાસ માઇલ દુર ગામડાગામના રસ્તે જવાનું હતુ . વહેલી સવારમાં અમે સહુ ઉત્સાહમાં આવી ગયેલાં.. અસ્સલ ઇંડીયા જેવી ઇડલી મેંદુવડા મળશે ઢોસા મળશે એ વિચારતા મોમાં પાણી છુટાતું હતુ . 

“ ડેડી પહેલાં સમજી લઇએ કે આપણામાંથી કોઇએ શોર્ટ પેન્ટ કે બારમુંડા પહેરવાનાં નથી નોટ એલાઉડ . લેડીઝને  નો ફ્રોક ઓર  સ્ક્ટ .. ટાઇટ પણ નહી..  પંજાબી કે સાડી ઓનલી ..”

“ હેં ભાઇ ધારોકે આપણે આવુ કંઇક પહેરીને જઇએ તો ? “

 એ લોકો કાર પાર્કમાંથી જ બેક ટુ હોમ.. પછી નો ઇડલી નો ઢોંસા ઓનલી ઠોંસા”

પણ  કહેછે કે લુંગી પહેરીને જઇએ તો ..?

“ બાળકો ખડખડાટ મોટેથી હસી પડ્યા . 

“ દાદા લુંગી પહેરીને અંહીયાથી કેમ નીકળશો ..?”

“ હા યાર એ તો વિચાર્યુ જ નહી .. સાલું મુબઇમાં પણ લુંગી પહેરીને નિકળતા નથી .. હા રાત્રે નાઇટ ડ્રેસમાં  તમે સાવ નાના હતા ત્યારે  લુંગી પહેરતા પણ સવારે પછી લુંગાનાં ઠેકાણા ન રહે એટલે તારી દાદી બહુ ગુસ્સો કરતી .. રાઇટ ..”

“ ઓ કે ડેડી, લુંગી પુરાણ સમાપ્ત થયુ.. ?આપણે લેઇટ થઇ જઈશું માટે હરી અપ..”ઘરેથી  ગાડી સ્ટાર્ટ કરી ત્યારે દસ વાગી ગયા તેમાં ગુગલમેપે કહ્યું બધા રસ્તા ટ્રાફિક જામ છે .. કુમારે હાઇવે સીક્સ પછી ફોર્ટી ફાઇવ એમ આમ તેમ કરીને મીનાક્ષીપુરમનાં સાંકડા  રસ્તે ટુ લેન ઉપર ગાડી ભગાવી ત્યારે  બન્ને બાજુ હરીયાળા ખેતરો લાકડાના નાના હાઉસ મોટા પીકઅપ ટ્રક ખેતરોમાં દેખાયા .. સામે જો ગાડી આવે તો સ્લો કરીને સાઇડ આપવી જ પડે આ કંઇ કાઠીયાવાડનાં રસ્તા નથી કે ધરાર રસ્તા નીચે ઉતારી દે.. લગભગ સાડા બાર વાગે મીનાક્ષીપુરમમાં ગાડી પાર્ક કરી ત્યાર ૪૦ ડીગ્રી તાપમાં પગના તળીયા બળી જાય એવી ગરમીમાં ફટાફટ મંદિરની પરસાળમાં પહોંચ્યા .

પ્રસાદીની લાંબી લાઇનો હતી . કુપનો લેવા બે જણા લાઇનમાં ઉભા રહી ગયા .   ચારે તરફ  ઉપર ચડાવેલી લુંગીઓનો  મહાસાગર હિલ્લોળના લેતો હતો .. વચ્ચે વચ્ચે કાંજીવરમ કે કાંચીપુરમના  કે બેગલોર સીલ્કનાં શેલા પહેરેલી શ્યામ લલનાઓ ઘરેણાંથી લોથપોથ છોકરાઓને તતડાવતી  ઉભી હતી .. વિચારતો હતો કે આ લોકો વાતો કરે છે કે વડચકા ભરે છે એ સમજાતું નહોતુ એટલે એં શેલાવાળી શ્યામાં એનાં કુંવરને લાડ લડાવતી પણ હોય  એમ પણ બને ,પણ મારા જેવા ટીપીકલ  દેશીને ખબર કેમ પડે કે  આ લોકો વડચકા નથી ભરતા ?.. એ લોકો ડબલ એકસ્પ્રેસ ટ્રેનની જેમ સડસડાટ બોલી જાય આપણને તો અડધું જ કાને પડે છેલ્લે અય્યો કરે એટલે એક જણની વાત પુરી …પછી સામેવાળો શરુ કરે..અય્યો.

“ ડેડી આ થરમોકોલની વાડકીઓ પકડો દસ અને પાંચ મોટા  થરમોકોલના બાઉલ ભરીને  સાંબાર, રસમ ટેબલ ઉપર મૂકવાનાં છે હેલ્પ કરો..”

“ ઓહ શ્યોર હું તો  અમરેલીની આપણી નાતમાં પીરસણીસા તરીકે જાણીતો હતો ડોન્ટ વરી “

ટેબલ ઉપર એક પછી એક ચટણીઓના વાડકીઓ મુકતા ગયા ને થર્મોકોલના બાઉલમા સાંબાર રસમ ભરીને મુક્યા પછી કુંવર અને વહુજી ઇડલી મેંદુવડા કર્ડ રાઇસ પુરી ભાજી મુકતા ગયા ..ઓરીજનલ ઇડલી ઢોસા ઉત્તપા કર્ડ રાઇસ પોંગલ પચડી (ખીચડી )  હજી આવવાની બાકી હતી  ઉપરથી મફત અન લીમીટેડ ફિલ્ટર કોફી …..

ઉપરથી ભગવાન તિરુપતિ બાલાજીના માં મિનાક્ષી ઉર્ફે પાર્વતિજીના અદભુત

દરશનનો લાભ મળવાનો હતો  ને અય્યપા ઉર્ફે કારતિકેય સ્વામિના દરશન

નો લાભ નક્કી હતો .આપણે  ગુજરાત મહારાષ્ટ્રમાં નાના ભાઇ ગણપતિબાપાને  બહુ માનીયે તો  આ લોકો નો 'ટેં' બહુ ઉંચો તે મોટાભાઇને માને ...બાકી હું તો ઇડલી ઢોસા

ઉત્તપા  પોગલપચડી ને કર્ડ રાઇસ માટે ગયો હતો... એટલે મારો ઉત્સાહ બેવડાઇ ગયો હતો …હું મારી નિર્મોહિતાને દુર કરવા જતો હતો કે ફરી ભુખડ સંસારની માયામા

લપેટાતો હતો  અસલી સાંબાર રસમ ચટની વડા ઇટલીની સોડમથી તરબતર થઇ ગયો તેની વાત કરવામા નાનમ શેની ?