Shrapit Prem - 16 in Gujarati Women Focused by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 16

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 16

જેલમાં ચારો તરફ શાંતિ હતી અને એવા સમયમાં જે ગાર્ડ બધાનું ધ્યાન રાખતા હોય છે તે પણ ક્યાંક સુસ્તાવી રહ્યા હતા. અડધી રાતનો સમય થઈ ગયો હતો અને એવા સમયે વિભા જે હમણાં હમણાં જેલના અંદર આવી હતી તેને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી.

રાધા અને સવિતાબેન એ જોર જોરથી અવાજ કરવાનું શરૂ કરી દીધું હતું જેના લીધે ચંદા પણ ઉઠી ગઈ હતી અને તેની સાથે જે પાંચમી સ્ત્રી હતી તે પણ ઉઠી ગઈ હતી. તે લોકોના અવાજ ના લીધે આજુબાજુમાં જેલમાં આ સુતેલી સ્ત્રીઓ પણ ઉઠી ગઈ હતી. 

" ડરવાની જરૂર નથી લાંબા લાંબા શ્વાસ લે."

રાધાએ અવાજની દિશામાં જોયું હતું તે પાંચમી સ્ત્રી વિભાના માથા પર હાથ ફેરવીને તેને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. રાધા ને અહીંયા આવ્યા અને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ આજે તેણે તે સ્ત્રીનો અવાજ સાંભળ્યો હતો. તે સ્ત્રીએ પોતાનો એક હાથ વિભાના હાથમાં આપ્યું હતું અને બીજા હાથેથી તે પોતાના માથા પર હાથ ફેરવીને તેને શાંત કરી રહી હતી અને ચંદા તેની બાજુમાં બેસીને પોતાના સાડીના છેડાથી હવા મારવાનો પ્રયત્ન કરી હતી.

" શું થઈ ગયું છે?"

અલ્કા મેડમ એક જેલ પાસે આવીને પૂછ્યું અને તેની નજર તરત જ વિભા ઉપર ગઈ. ભાનુ પૂરો ચહેરો પછી નથી ભીનો થઈ ગયો હતો અને તે પોતાના દાંત ભીંસીને તેના દર્દ ને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

" નેન્સી, વિભા‌ ને સંભાળવાનો પ્રયત્ન કર હું ડોક્ટર મેડમ ને ઉઠાડવા મોકલી રહી છું."

આટલું બોલીને કોઈના પણ જવાબની રાહ  અલ્કા મેડમ એ એક લેડી કોન્સ્ટેબલને જલ્દીથી જીભ લઈને જવાનો કહ્યું. તેલુગુ માટે ત્યાં એક ડોક્ટરની વ્યવસ્થા હતી પરંતુ રાત થવાના લીધે તે તેમના ઘરે ચાલ્યા ગયા હતા અને તેમનું ઘર જેલથી નજીક જ હતું.

" મને લાગે છે કે આને હજી નવ મહિના પૂરા નથી થયા. કદાચ ઓપરેશન પણ કરવું પડે."

રાધા અને સવિતાબેન નેન્સીમાં તરફ ધ્યાનથી જોઈ રહ્યા કારણ કે તે આટલું બધું પ્રસવ ના વિષયમાં કેવી રીતે જાણે છે? ત્યાં સુધી અલ્કા મેડમ પણ જેલનો દરવાજો ખોલીને અંદર આવી ગયા હતા અને તેમણે નેન્સીના તરફ જઈને પૂછ્યું.

" તમારી વાત એકદમ બરાબર છે આને હજી બે દિવસ પછી નવ મહિના થવાના છે. પરંતુ પ્રસવ પીડા આટલી જલ્દી કેમ શરૂ થઈ ગઈ?"

" કદાચ એની માનસિક સ્થિતિના લીધે થયું હશે."

નેન્સી એ કંઈક વિચાર આવતા તરફ જોયું અને પૂછ્યું.

" ડોક્ટર મેડમ તુમ્હે નહી હોય પરંતુ હોસ્પિટલ તો તમે ખુલી શકો છો ને? ત્યાંથી ઇન્જેક્શન કે કંઈ જડી જશે તો હું થોડી મદદ કરી શકું છું."

સવિતાબેન એ આખરે મૌન તોડીને પૂછ્યું.

" અરે પણ તું કેવી રીતે બધું કરી શકે છે, આ બધું કામ તો ડોક્ટર નું છે."

અલ્કા મેડમ એ સવિતાબેન ના તરફ જોઇને કહ્યું.

" સવિતા જરાક સરખી રીતે વાત કર, આ એક ડોક્ટર જ છે."

તેમની વાત સાંભળીને રાધા અને બાકી બધા નેન્સીના તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. બધાના તરફ ધ્યાન દીધા વિના નેન્સીના તરફ જઈને પૂછ્યું.

" હા દવાખાને તો હું ખોલાવી દઈશ, પરંતુ આને અહીંયા થી ત્યાં લઈ જવી પડશે કે પછી શું કરવું પડશે?"

" લઈને જવામાં થોડી મુશ્કેલી થશે, પરંતુ બીજું કોઈ ઉપાય નથી અને આમ પણ અને હોસ્પિટલમાં ભરતી જ કરવી પડશે કારણ કે મને લાગે છે કે વધારે સમય થશે તો આનું ઓપરેશન કરાવું જ પડશે."

નેન્સીની વાત સાંભળી તરત જ બીજા કોન્સ્ટેબલો ને બોલાવ્યા અને વિભાને ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મુશ્કેલીથી તેઓ વિભા ને દવાખાના  પાસે લઈ ગયા અને પાછળથી જેલનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. બધાના ત્યાંથી ચાલ્યા ગયા બાદ થોડીવાર માટે તો જેલમાં એકદમ શાંતિ છવાઈ રહ્યું પછી સવિતાબેન એ જોરથી કહ્યું.

" અરે આ તો પાછલા કેટલા સમયથી અહીંયા છે? પરંતુ મને ક્યારેય ખબર જ ન પડી કે આ એક ડોક્ટર છે. ચંદા તને આ વાતની જાણકારી હતી?"

ચંદાએ જવાબમાં ફક્ત માથું ના માં હલાવ્યું. રાધા એ ચંદા અને સવિતાબેન ના તરફ વારાફરતી જોયું અને પૂછ્યું.

" પરંતુ આ જો એક ડોક્ટર છે તો પછી અહીંયા શું કરી રહી છે? તેમણે શું ગુનો કર્યો હશે? ક્યાંક માનવ અંગો ની તસ્કરી તો,,,"

" ના ના એવું ન થાય."

રાધા તેની વાત પૂરી કરે એની પહેલા જ ચંદાએ તેને રોકીને કહ્યું. રાધાએ તેના તરફ પ્રશ્નાર્થ નજરોથી જોયું તો ચંદાએ કહ્યું.

" આ આખા જેલમાં ત્રણ વિભાગ છે જેમાં એક વિભાગ એવું છે જેમાં સૌથી ખતરનાક કેદીઓ રહે છે એટલે કે તેમને સુધારવાનું કોઈ ચાન્સ નથી જેવા કે કોઈ ચોર કે પછી કોઈ ખુન ના આરોપી, બીજો વિભાગ એવું છે પરંતુ એવા સંજોગોમાં જ્યારે તેમના પાસે કોઈ બીજો રસ્તો ન બચ્યો હોય અથવા તેમનાથી તે ગુનો ભૂલથી થઈ ગયો હોય."

આટલું કહ્યા બાદ ચંદાએ રાધા ના તરફ ધ્યાનથી જોયું અને કહ્યું.

" આપણું જે આ વિભાગ છે તે એવો વિભાગ છે જેમાં એવા કેદીઓ હોય છે જે કદાચ એટલે કે મેડમના હિસાબથી નિર્દોષ છે. મેડમ ને કેવું લાગે કે આને કદાચ કાંઈ નથી કર્યું તો તે આ વિભાગમાં નાખી દે છે."

રાધા એક વિભા અને નેન્સીના ગોદડીના તરફ જોયું અને કહ્યું.

" એનો અર્થ કે કદાચ આ લોકો પણ નિર્દોષ હોઈ શકે?"

આમને આમ રાત વિતાવા લાગી પણ ત્રણેયમાંથી એકેયને નીંદર આવતી ન હતી. બધાને વિભાની ચિંતા હતી કે ખબર નહિ તેનું શું થયું હશે કદાચ તેને ઓપરેશન કરવા માટે હોસ્પિટલમાં તો ભરતી નહીં કરી હોય. 

સવારે મુશ્કેલથી જ તે લોકોને ઘંટ નો અવાજ સંભળાયો હતો. એતો દરવાજો ખુલતા જે કોલાહલ થયું હતું તેનાથી તે લોકોને નીંદર ખુલી હતી. તેમણે એક બે કોન્સ્ટેબલ ને પૂછ્યું પણ હતું કે વિભાની સાથે શું થયું પરંતુ કોઈએ કંઈ જવાબ આપ્યો ન હતો.

રાધા જ્યારે ઓનલાઇન ક્લાસમાં ગઈ ત્યારે પણ તે લોકોને મુખ્ય વિષય આ જ હતો. વાતો વાતોમાં રાધાને ખબર પડી કે જે ત્રીજું સેક્સન એટલે કે સૌથી ખતરનાક સેક્સન છે તેમાં કુલ 20 કે પછી 22 જેટલા કેદીઓ છે જે ખૂબ જ ખતરનાક છે.

તેમાં ઘણા તો એવી સ્ત્રીઓ પણ છે જે મજા મજા કોઈના ખૂન કરી નાખતી હોય છે. ચાલુ ક્લાસમાં તેને તેના સર એટલે કે તેના ટીચરને પણ તેને પૂછ્યું કે ઇમરજન્સી માટે શું જેલમાં એક એક્સ્ટ્રા ડોક્ટર અથવા એમ્બ્યુલન્સ ના રાખવું જોઈએ?

રાધા ના ટીચર એ પણ જવાબ આપ્યો કે એવું કરી તો શકાય પરંતુ એના માટે ગ્રાન્ડ લેવી પડે અને જ્યાં કેદીઓની સંખ્યા વધારામાં વધારે હોય ત્યાં આવું પોસિબલ છે પરંતુ આ જેલ બહુ મોટી નથી અને અહીંયા મુશ્કેલથી 150 જેટલા જ કેદીઓ છે. 

રાધા ને એ વાતની પણ જાણકારી થઈ કે જેલમાં જે ડોક્ટરને રાખવામાં આવ્યા છે તે કોઈ પ્રોફેશનલ નથી પરંતુ એક સામાન્ય ડોક્ટર છે જેવા કે નાનકડા ગામડામાં હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓને આંતરિક બીમારીઓ એટલે કે ગર્ભાવસ્થાને લગતી બીમારીઓની પણ બહુ મોટી સમસ્યા હોય છે અને તે માટે કોઈ સ્પેશિયલ ડોક્ટર રાખવામાં નથી આવતા.

ત્યાં કદાચ એક ગાયનેકોલોજિસ્ટ હોત તો વિભાને આટલી પરેશાની નો સામનો ન કરવો પડ્યો હોત. સ્ત્રીઓને ફક્ત પ્રસવની જ નહીં પરંતુ ઘણી બધી બીજી પણ સમસ્યાઓ હોય છે જેના માટે એક ગાયનેકોલોજિસ્ટની જ જરૂર પડતી હોય છે અને જેલમાં એવી કોઈ વ્યવસ્થા ન હતી.

રાધા ને એ પણ ખબર પડી હતી કે અહીંયા દવાના નામમાં પેરાસીટામોલ અને ઇન્જેક્શનના નામમાં પેન કિલર જ રાખવામાં આવતા હોય છે. કોઈને માથું દુખે કે હાથ પગ દુખે અથવા ક્યારેક ક્યારેક પિરિયડમા થતી સમસ્યાઓમાં પણ દવા એક જ આપવામાં આવતી હોય છે. કોઈને કોઈ પણ સમસ્યા હોય તે જાણ્યા વિના જ તે

મને પેન કિલર આપી દેવામાં આવતો હોય છે.