એક રાત્રે અચાનક જ વિભા જે હમણાં હમણાં જેના અંદર આવી હતી તેને પ્રસવ પેદા શરૂ થઈ ગઈ હતી. તેમની સાથે રહેતી પાંચમી વ્યક્તિ એટલે કે નેન્સી ઓગસ્ટસ જે હકીકતમાં એક ડોક્ટર હતી તે વિભાને લઈને ચાલી ગઈ હતી.
તેને આજે બે દિવસ થઈ ગયા હતા પરંતુ વધારે કોઈને કંઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. રાત્રે જ્યારે તે લોકો જેલના અંદર હતા ત્યારે ચંદાએ તેમને બાતમી આપતા કહ્યું.
" મેં બે લેડી પોલીસને વાતો કરતા સાંભળ્યા હતા કે વિભાને શહેરના મોટા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેને દીકરો અથવા દીકરી થઈ છે પરંતુ સરખી રીતે કોઈને ખબર નથી. ખુદા મેડમ પણ હજી સુધી નથી આવ્યા."
સવિતાબેન એ હાથ જોડીને પ્રાર્થના કરતા કહ્યું.
" ભગવાન કરે મા અને બાળક ની તબિયત બરાબર હોય."
ચંદા અને સવિતાબેન નાના બાળક અને તેની મા વિશે વાતો કરી રહ્યા હતા કેમ બીજી તરફ રાધા ના દિમાગમાં નાના બાળકની છબી ઉભરી ગઈ હતી. તુલસી એ જ્યારે એક નાનકડા બાળકને જન્મ આપ્યો હતો ત્યારે રાધા કેટલી બધી ખુશ થઈ ગઈ હતી.
રાધા તે નાનકડા બાળકને ખોળામાં લઈને આખો દિવસ ફરતી હતી. કેમ નહીં આખરે તે તેની માસી હતી એટલે કે માં જેવી માસી. મયંક પણ બહુ ખુશ હતો અને એટલા માટે તુલસી થોડા દિવસ વધારે ત્યાં રોકાવાની હતી. 
તુલસીની ડીલેવરી તો નોર્મલ થઈ ગઈ હતી પરંતુ તે બહુ કમજોર થઈ ગઈ હતી એટલે તે બાળકને દૂધ પીવડાવી શકતી ન હતી. એ તો સારું હતું કે તેમના પાસે એક ગાય હતી જેનું દૂધ તે નાનકડા બાળકને પીવડાવવાતું હતું.  તેની માસી એટલે કે રાધા જ તો એ કામ કરી રહી હતી.
તે નાનકડા બાળકની પૂરી જવાબદારી હવે રાધા ના ઉપર જ આવી ગઈ હતી. તુલસી તો બસ આખો દિવસ પલંગમાં પડી રહેતી હતી અને નાનકડા બાળકની બીજી માં તો રાધા જ બની ગઈ હતી. તે નાનકડા બાળકના લીધે રાધા ને મયંક વધારે એકબીજાના નજીક આવી ગયા હતા.
બાળક જ્યારે રાધા ના ખોળામાં હોય ત્યારે મયંક તેને લાડ કરતો હતો તે જ્યારે રાધા ના ખોળામાં હોય ત્યારે મયંક તેને લાડ કરતો હતો જેનાથી તે એકબીજાના નજીક આવવા લાગ્યા હતા. તે બંને જ્યારે મળીને તે નાનકડા બાળકને લાડ કરતા ત્યારે કોઈ પણ એવું જ વિચાર કરતો હતો કે તે બંને તે નાનકડા બાળકના માતા-પિતા છે.
" અરે જીવું ભા, તમે તો કાંઈ નહિ કર્યું ને તો પેલી રાધા તમારા હાથમાંથી નીકળી જશે. મેં સાંભળ્યું છે કે આજકાલ તે તેના બનેવીની વધારે નજીક જઈ રહી છે."
જીવું ભા ના ચમચારી તેને વધારે જોશ દેવડાવીને કહ્યું. જીવું ભા એ જ્યારે આ વાત સાંભળી હતી ત્યારે તેને એક લાંબો વિચાર કરી લીધો હતો અને એક દિવસ અચાનક જ છે તે છગનલાલ ના પાસે આવી પહોંચ્યો હતો.
" અરે રાધા જો તો ખરી કોણ આવ્યું છે."
રાધા એ જ્યારે જીવું ભા ને ઘરના અંદર જોયા ત્યારે તેના દિમાગમાં તો પાછળ દિવસની વાત યાદ આવી ગઈ હતી જ્યારે જીવુ ભા એ તેને એકાંત માં હેરાન કરી હતી. રાધા તેના ઉપર પોતાનો ગુસ્સો ઠાલવે તેની પહેલા જ છગનલાલ એ કહ્યું.
" રાધા, આ જીવું ભા તને હવે તારા સાસરે લઈ જવા માટે તૈયાર છે. તને શેઠાણી નું જ માન આપવામાં આવશે એવું પોતે જ કહ્યું છે."
રાધા એ જીવુ ભા નાં તરફ જોયું તો તે તેના તરફ જઈ રહ્યો હતો. તેને જોઈને જ ખબર પડી ગઈ હતી કે તે તેના મનમાં શું વિચારો લઈને આવ્યો છે, રાધા એ તરત જ છગનલાલ ના તરફ જોઈને કહ્યું.
" બાપુજી મારે આની સાથે નથી જવું. કોઈ ઈચ્છા નથી મારી શેઠાણી બનવાની."
છગનલાલ એ જીવું ભા ના તરફ જોયું અને આજીજીના અંદાજથી ઈશારો કર્યો અને પછી રાધાના તરફ જઈને સમજાવતા કહ્યું.
" રાધા તું કેવી વાત કરી રહી છે, આ તને સરપંચમાં પત્ની હોવાનું સન્માન આપવા માટે તૈયાર છે બસ તારે તેમની સાથે જવાનું છે અને ત્યાં રહેવાનું છે."
છગનલાલ એ રાધાને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પરંતુ રાધા અડગ નિર્ણય લઈને ઊભી હતી. જીવું ભા ત્યારે તો મન મસાજીને ચાલ્યો ગયો પરંતુ તેમને જતા જતા જ છગનલાલ ને કહી દીધું હતું કે તે ગમે ત્યારે બોલાવશે ત્યારે તે રાધા ને લેવા માટે આવી જશે. 
રાત્રે એક વખત રાધા નાના બાળકને દૂધ પીવડાવી રહી હતી અને મયંક તેની બાજુમાં બેસીને વાતો કરી રહ્યો હતો, મનહર બેન ત્યાં આવ્યા. તેમણે રાધાના માથા પર હાથ ફેરવીને કહ્યું.
" બેટા આ બાળક તો થોડા મહિના પછી તુલસીની સાથે ચાલી જશે, આટલું બધું મન ન લગાડ તેની સાથે."
રાધા એ તેની માં ના તરફ જોઈને કહ્યું.
" ચાલી જશે તો પણ રહેશે તો મારો ભાણ્યો જ ને."
મનહરબેન એ મયંક ના તરફ જોયું અને કહ્યું.
" જમાઈ રાજ તમે જ સમજાવો આ છોકરીને, આના બાપુએ મને કીધું કે ભાવિ સરપંચ આવ્યા હતા અને તેઓ રાધાને તેમના ગઢ માં લઈ જવા માટે તૈયાર છે. અરે આજે નહીં ને કાલે ત્યાં જવાનું છે ને."
મયંક એક રાધા ના તરફ જોયું તો રાધા એ પોતાની નજર ફેરવી લીધી. મયંકને રાધા ના સાથે જે થયું હતું તે બધી વાતની ખબર હતી અને તેને એ પણ ખબર હતી કે જીવું ભા ની નજર કેવી છે. તેણે મનહર બેન ને સમજાવીને કહ્યું.
" માજી વધારે તો હું તમને શું કહું કારણ કે હું આ ગામમાં વધારે કોઈને ઓળખતો નથી પરંતુ રાધાનું ભણતર ચાલુ છે અને તેના સાસરાવાળા આગળ નહીં ભણવા દે તો? શું ખબર તે લોકો તેને શેઠાણી નું માન આપવા માટે લઈ જવા માટે તૈયાર થયા છે કે પછી નોકરાની નું? અહીંયા થી તે લોકો સારી સારી વાતો કરીને લઈ જશે અને ત્યાં જઈ ને ત્રાસ આપશે તો પછી તમે પાછા પણ નહીં લઈ આવી શકો."
મયંક ની વાત સાંભળીને મનહરબેન વિચાર કરવા લાગ્યા કારણ કે તે લોકોએ આ વાત ઉપર તો વિચાર કર્યો જ ન હતો. મનહર બેન એ વાત ઉપર વિચાર કરી રહ્યા હતા કે મયંક એ આગળ કહ્યું.
" માજી મેં ગઢના વિશે વાતો સાંભળી છે ત્યાં ફક્ત બે જ સ્ત્રીઓ છે અને બે સ્ત્રીઓની સાથે ત્યાં લગભગ 10 થી 12 પુરુષો રહે છે. એવા સ્થાનમાં રાધાને મોકલવી સારું રહેશે? મેં તો એ પણ સાંભળ્યું છે કે તે 10 થી 12 પુરુષોમાં ઘણા તો બહારવટિયા પ્રકારના છે અને એવામાં તે લોકોએ રાધા ને કંઈક,,, તમે સમજી તો રહ્યા છો ને?"
મયંક ની વાત એકદમ બરાબર હતી. ત્યાં ગઢ એટલે કે સરપંચ ના ઘર ના અંદર તે જીવું ભા ની પત્ની અને તેની માં એટલે કે રાધા ને પતિની પહેલી પત્ની રહે છે. તે બંને સ્ત્રીઓના સિવાય જીવું ભા અને તેમના નોકરો અને સાથીઓ રહેતા હતા. 
તેમાં ઘણા તો મવાલી જેવા હતા જેનું કામ બીજા લોકોને હેરાન કરવાનું હતું. તે લોકોની વચ્ચે રાધા ને ત્યાં રાખવી, ખરેખર ખોટો નિર્ણય હતો. રાધા અને મયંક એ તે રાત મારી વાત કોઈને કહી ન હતી છતાં પણ મયંક એ વાતને એવી રીતે સમજાવી દીધી હતી જેનાથી મનહરબેન વધુ કંઈ કહી ન શકે.
" જમાઈ રાજ તમારી વાત એકદમ બરાબર છે હું હવે રાધા ને ત્યાં નથી મોકલવાની."
આટલું કર્યા બાદ મનહરબેન ત્યાંથી ચાલ્યા ગયા કારણ કે ત્યાં સુધી બાળકનું દૂધ પીવાનું થઈ ગયું હતું અને તે હવે સુવા માટે ડોલી રહ્યું હતું. અવાજથી તને નીંદર ન તૂટે એટલા માટે મનહરબાન ત્યાંથી ચાલ્યા ગયા હતા.
તેમના ત્યાંથી ગઈ ગયા બાદ રાધા એ ખુશ થઈને મયંકને કહ્યું.
" જીજાજી તમે તો મને બચાવી લીધી ત્યાં ગઈ હોત તો ખબર નહિ મારી સાથે શું થયું હોત."
મયંક એ રાધા ના ગાલ ઉપર હાથ રાખીને પ્રેમથી કહ્યું.
" તારી ચિંતા કરવાની જરૂર નથી હું છું ને તારી સાથે. જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી તને કંઈ નહીં થાય."
રાધા ના હૃદયમાં વીજળીનો તેજ ઝટકો લાગી ગયો હતો આ વાત સાંભળીને. મયંક ના અવાજથી નાના બાળક એ હળવેથી આંખો ખોલી તો રાધા એ જલ્દીથી થપકી દેવા માટે તેના છાતી પર હાથ રાખ્યો હતો ત્યાં જ તેના હાથ ઉપર મયંક નો હાથ આવી ગયો.
મયંક પણ બાળકને સુવડાવવા માટે તેને થપકી આપવા માંગતો હતો અને ત્યાં જ બંનેના હાથમાં સ્પર્શ થઈ ગયો હતો. મયંક એ રાધા ની હથેળીને જોરથી દબાવી હતી જેનાથી રાધાની આંખો બંધ થઈ ગઈ હતી.
" તો હવે તે નાનકડા બાળકને અહીંયા ક્યારે લઈને આવશે?"
ચંદા ના અવાજથી રાધા વિચારોમાંથી બહાર 
આવી અને લાંબો શ્વાસ લઈને ચૂપચાપ બેસી ગઈ.