Kyarek - 1 in Gujarati Poems by Pankaj books and stories PDF | ક્યારેક. - 1

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ક્યારેક. - 1

℘ "તું કક્કા ની જેમ મારાં થી બોલાતી હતી "


તું કક્કા ની જેમ મારા થી બોલતી હતી,

આક ની જેમ કડકડાટ મારા થી ગોખાતી હતી.



દુબલો- પતલો તોય આપડો સબંધ રંગીલો,

તુ દરેક ખેલ મા મારી જોડે ખેલાતી હતી.



ખુલ્લી આખે પ્રાર્થના કરવી પડે પ્રભુ ને,

આંખ બંધ કરું તો તુજ દેખાતી હતી.



તુ કહે છે કાયમ ! હુ તારો કંઈ નથી,

પણ તુ મને તારું સર્વસ્વ બનાવતી હતી.



મસ્તી ભરી દરેક પલો માં ખુશ છે પંકજ,

દરેક શ્વાસ એક તહેવાર! જેમાં તું ઉજવાતી હતી.


℘ "જ્યાં હતો ત્યાં મને પાછો લઇ જા."



જ્યાં હતો ત્યાં મને પાછો લઇ જા,

મારી એ ઓળખ મને પાછી દઈ જા.



મારાં છે એમને હું કેમ કરી ભૂલું,

જ્યાં મારું કોઈક છે ત્યાં મને લઇ જા.



જ્યાં સઘળું પરાયું લાગે છે ત્યાંથી,

કટકે કટકે પણ મને તું લઇ જા.



એ ગલી એ શહેર ની વાત નિરાળી,

મારાં શ્વાસ માં એની સુવાસ દઈ જા.



આ નગર સાવ સૂનું છે એના વિના,

મારાં નામ ના સાદ મધ્યે તું લઇ જા.



એના શ્વાસ માં હું રગદોળાઈ જાઉં,

એવુ અનોખું એકાંત મને દઈ જા.



આ બધું શક્ય નથી તો કહી દો કાળ ને,

પંકજ ને આખે આખો તું ખઈ જા.


℘ "હવે ખરાખરી નો જંગ માંડ્યો છે "



હવે ખરાખરી નો જંગ માંડ્યો છે,

જીવવા માટે મેં એનો સાથ માંગ્યો છે.



શ્વાસ ચાલે છે, કદમ-તાલ કરતા,

માત્ર "સેલ્યૂટ " નો આદેશ માંગ્યો છે.



ઊંઘ પણ કેમેય કરી આવતી નથી,

પંકજ કાયમ રાતો ની રાત જાગ્યો છે.



આંખે બાંધેલા તોરણ કરમાતા નથી,

એના રૂપ નો એવો રંગ લાગ્યો છે.



મરજીવા બન્યા અમૂલ્ય મોતી લેવા,

અને એમાં જ તો આ ભાવ ભાંગ્યો છે.


℘"દર્પણ માંથી ચહેરો ઉતારી લઉં "



દર્પણ માંથી ચહેરો ઉતારી લઉં,
એમ મને કદાચ મારાં થી બચાવી લઉં.



હજારો ટુકડા થયાં છે મારાં ચહેરાના,
તેને મારાં પગ નીચે રગદોળી લઉં.



આમેય જિંદગી બની છે લોહીલુહાણ,
હું અરીસો તોડી મને ચીરી લઉં.



કહેવાય છે કે જીવન આવું જ હોય,
હું મને ભીંતે લટકાવી જરાક નિહાળી લઉં.




કોઈ ક-મને પંકજ ને હાર પહેરાવે એ પહેલા,
મને મારાં ફોટા ની બહાર બોલાવી લઉં.


℘" જોવા જેવા તમાશા થઇ રહ્યા છે."



જોવા જેવા તમાશા થઇ રહ્યા છે,

મને પોતાને પણ હસવું આવે એવા હાલ થઇ રહ્યા છે.



આંસુ ના તોફાન માં હાસ્ય ની નાવ ઉતારી,

ખબર નહિ! કિનારા ક્યાં જઈ રહ્યા છે.



કોશિશ તો ઘણી કરી ગુમ થઇ જવાની,

પણ મારાં શ્વાસ દગો દઈ રહ્યા છે.



એને "આવજો " કહ્યું, હું પાછો આવી ગયો,

હવે એ ચહેરા ના રંગ જઈ રહ્યા છે.



પંકજ ને ખીલીએ લટકાવી ઘડીભર આરામ કરું છું,

આમેય હવે ક્યાં કોઈ કામ થઇ રહ્યા છે


℘"પ્રેમ માં શરૂઆત જડે અંત જડે નહીં."



પ્રેમ માં શરૂઆત જડે અંત જડે નહિ,

અંદર આવ્યા પછી બહાર જવા મળે નહિ.



હસીએ તો આંસુ - રડીએ તો હસવું આવે,

સુખ છે કે દુઃખ કંઈ ખબર પડે નહિ.



સાથ માંગવો પડે છે જનમ - જનમનો....

આ એક જનમ માં બધુંય ફળે નહિ.



દિલ ના દરેક ધબકારે નામ હોય એનું,

પણ એક શબ્દ પણ બહાર ખરે નહિ.



પંકજ ના દિલ માં રહે છે એ યુગોના યુગોથી,

એક ક્ષણ પણ એના વિનાની જડે નહિ.



℘"આજ તો તને મળ્યા ની ખુશી છે "



આજ તો તને મળ્યા ની ખુશી છે,

પગ થી માથા સુધી વાંચ્યા ની ખુશી છે.



દુકાળ પડ્યો હતો કેવો ભયાનક,

આજ તારા હેત વર્ષ્યાની ખુશી છે.



રોમ રોમ તરસ્તુ હતું તને પામવા,

આજ તારા માં ડૂબ્યા ની ખુશી છે.



અમારા મિલન ની વાત છે નિરાળી,

દૂધ માં સાકાર ઓગળ્યાંની ખુશી છે.



સુખ - દુઃખ ની પરવા શી કરવી હવે,

કિનારા ને નદી સાથે વહ્યા ની ખુશી છે.



આ હોઠ પર તને ધારણ કર્યા પછી,

પલ પલ તને પીધા ની ખુશી છે.



પંકજે સાગર ની જેમ પોતાને ફેલાવ્યો પછી,

નદી બાથ માં આવી ગયા ની ખુશી છે.


To be continue...