Kyarek in Gujarati Poems by Pankaj books and stories PDF | ક્યારેક. - પ્રસ્તાવના

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ક્યારેક. - પ્રસ્તાવના

આ ક્યારેક એ એક પ્રેમી ની લખેલી કવિતા નો સંગ્રહ છે જે એને એના પ્રેમ માં મળેલા અનુભવો માં થી લખી છે.

જયારે માણસ પ્રેમ માં હોય છે ત્યારે કદાચ એ દુનિયા નું ભાન ભૂલી જતો હોય છે અને એક એવી સ્વ્પ્ન સૃષ્ટિ માં ખોવાઈ જાય છે જે ભાગ્યે જ કોઈ વિચારી શકે.

જીવન માં મળેલા કડવા મીઠાં અનુભવો નો એક દરિયો પોતાની અંદર સમાવી ને જયારે માણસ પ્રેમ ની હોડી માં બેસી આ ભવસાગર તરવા જાય છે ત્યારે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અત્યારે 2024 માં આપડે જોઈએજ છીએ કે છૂટાછેડા ના કેટલા બધા કેસ ચાલે છે અને હજી કેટલા આવશે એની કંઈ ગણતરી નથી. શું એ બધા પ્રેમ માં હારી ગયા? ના ના એ હાર્યા નથી પણ કદાચ પ્રેમ શું છે એ હજી બરાબર સમજ્યા નથી. 

પ્રેમ, આ એવી ભાવના છે જેને ભગવાન ને પણ વશ કરી ને રાખ્યા છે. આપડે સાંભર્યું જ છે કે ભગવાન પણ પ્રેમ ના ભૂખ્યા છે.અને જે આ પ્રેમ ને સમજી જાણ્યું એ આ જીવન ના ભવસાગર માં તરી જાણ્યું.પણ જે પ્રેમ ને સમજી શક્યા નથી તેવા લોકો હારી જાય છે, તૂટી જાય છે અરે કેટલાક તો કોઈ ના પર વિશ્વાસ કરતા પણ ડરે છે. માટે પ્રેમ શું છે એ સમજવુ ખુબ જરૂરી છે.

આ દુનિયા માં પ્રેમ ની ઘણી વ્યાખ્યાઓ છે અને એ બધી સાચી હશે પણ મારા મતે પ્રેમ એટલે સમર્પણ. જ્યાં પ્રેમ છે ત્યાં કરેલી ભૂલો ની કોઈ સજા નથી બસ માફી જ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સામે વારા ની ખુશી જ જોવાતી હોય છે કે એ કેમ કરી ને વધારે ખુશ રહે.

એક વાર્તા યાદ આવે છે જે હું નાનો હતો ત્યારે મારાં દાદી મને કોઈ ચોપડી માંથી કેતા હતા કે સ્વર્ગ માં પ્રેમ લાગણી ઈર્ષા અને દર્દ આ બધા એક સાથે બગીચા માં રમવા ગયા. બધા એ નક્કી કર્યું અને છુપાવાનું રમવાનું ચાલુ કર્યું હવે દાવ આવ્યો દર્દ નો. લાગણી એ સ્વર્ગ માં માં નું પૂતળું હતું એની પાછળ છુપાઈ ગઈ. ઈર્ષા એ એક ઉંચા ઝાડ ની પાછળ છુપાઈ ગઈ અને પ્રેમ એ ગુલાબ ના છોડ હતા એની પાછળ છુપાઈ ગયો. દર્દે પેલા ઈર્ષા ને પકડી લીધી, ઈર્ષા ને થયું કે હું કેમ પેલા પકડાઈ ગઈ હવે હું બધા ને પકડાઈ દઉં. એટલા માં જ દર્દ લાગણી પાસે પહોંચી ગયો એને એને પકડી લીધી. આ જોતા જ ઈર્ષા દોડી અને પ્રેમ ને પાછળ થી ધક્કો માર્યો. હવે પ્રેમ બેઠો હતો ગુલાબ ના છોડ ની પાછળ તો એની બંને આખ માં કાંટા વાગ્યાં અને એ થઇ ગયો આંધળો. આ જોઈ ને ભગવાને ઈર્ષા અને દર્દ ને સજા આપી કે તમારે હવે પ્રેમ ની જોડે જ રહેવાનું એનો હાથ પકડી ને જ ચાલવાનું અને લાગણી ને કીધું કે તારે એની આગળ રહેવાનું અને જે એને ઓળખે એના માં તારે પ્રેમ ને રાખવાનો. કદાચ એટલા જ માટે પ્રેમ ની શરૂઆત લાગણી થી થાય છે અને જો એને સમજ્યા તો ઠીક નહીંતર ઈર્ષા અને દર્દ તો બેઠા જ છે જીવન માં.

માણસ ખાલી ને ખાલી એની સમજણ થી પણ આવતી તકલીફો ને ટાળી શકે છે. પ્રેમ આ અઢી અક્ષર બહુ મોટા છે. મને પ્રેમ નો જે અનુભવ થયો એ જો હું એક વાક્ય માં કેહવા જાઉં તો પ્રેમ એટલે સામે વારા ને તમને તોડી પાડવા નો બધો જ અધિકાર આપી વિશ્વાસ રાખવો કે એ તમને દુઃખી નહિ કરે. તમને તોડી નઈ પાડે.