Kyarek - 2 in Gujarati Poems by Pankaj books and stories PDF | ક્યારેક. - 2

The Author
Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ક્યારેક. - 2

℘"આપણો એ ઉત્સવ હોય. "



આપણો એ ઉત્સવ હોય,

ચુંબન ની આતાશબાજી હોય.



તારા ભીના શ્વાસ ની મધ્યે,

મારાં શ્વાસ ની મહેફિલ હોય.



ગુલાબ ની પાંખડી જેવા હોઠે,

મારાં હોઠ ની છાપ હોય.



આપણા હૃદય ના દરેક ધબકારામાં,

માત્ર આપણું જ ગીત હોય.



જયારે જ્યારે આપણે મળીએ,

નદી સાગર જેવું મિલન હોય.



હાંફ્તા બે હૈયા ની વચમાં,

આપણું મહેકતું જીવન હોય.



પંકજ ને એક ચપટીભરની મુલાકાત માં,

અનેકાનેક જન્મો નું સુખ હોય.


℘ "પ્રેમ નું નામ રાધા મીરાં કે એ હોઈ શકે ."



પ્રેમ નું નામ રાધા મીરાં કે એ હોઈ શકે,

અને પરિણામ પણ કદાચ એવુ જ હોઈ શકે.



ક્યારેક હોય મિલન તો ક્યારેક હોય જુદાઈ,

પણ દિલ ના દરેક ધબકારા માં એ હોઈ શકે.



વિરહ ની વેદના! આંખ નું કાજળ પણ ના ટકે,

આંખો કોઈ ના નામે ખળખળ વહી શકે.



બની ગયા મારાં શ્વાસ પણ કેવા દિવાના,

પલ પલ એ નામ નું રટન હોઈ શકે.



સુર નું તાલ સાથે નું મિલન છે જીવન,

જેમાં એ પંકજ માં અને પંકજ એનામા હોઈ શકે.


℘" એક દિલ એવું પણ ધડકતું રહે છે."



એક દિલ એવુ પણ ધડકતું રહે છે.
સદાય મારું નામ રટતું રહે છે.



એના દિલ થી મારાં દિલ સુધી,
મુલાકાત નું ઝરણું વહેતુ રહે છે.



હું ક્યારેક ખાલી હોઈ ના શકું,
એ સર્વસ્વ અર્પણ કરતું રહે છે.



ભયંકર દુકાળ ના દા'ડા માં પણ,
એ મારાં પર વરસતું રહે છે.



એક પણ શબ્દ ના ઉચ્ચારે તોય,
રના હોઠે ધડક ધડક થતું રહે છે.



મૌસમ હોઉં વસંત કે પછી પાનખર ની,
એનું રૂપ સદાય ખીલતું રહે છે.



સાત સમંદર પાર વસે છે સાત ભાવ નો સાથ,
એની યાદ માં પંકજ નું મન નાચતું રહે છે.


℘"હૃદયે એક વાત હવે સ્વીકારી લીધી છે"



હૃદયે એક વાત હવે સ્વીકારી લીધી છે,

ગયેલા પાછા ના વળે, વાત માની લીધી છે.



છેલ્લી મુલાકાતે પણ નજરો એક ના થઇ,

તેમને તો કાયમ માટે જગ્યા બદલી લીધી છે.



સંતાકૂકડી મારી જોડે શા માટે રમે છે,

મેં મારી આંખો ક્યારનીયે ફોડી લીધી છે.



વગર ગુને સજા ભોગવે છે શ્વાસ મારાં,

અને શ્વાસે મોતની ચાદર ઓઢી લીધી છે.



તેમને તો આપી હતી વર્ષો લાંબી ચાદર,

પણ પંકજે કફન જેટલી ફાડી લીધી છે



℘"બે આંગળી વચ્ચે ભૂતકાળ સળગાવું છું. "


બે આંગળી વચ્ચે ભૂતકાળ સળગાવું છું,

મને આંગળી વચ્ચે રાખી રાખ બનાવું છું.



બે કશ વચ્ચે મળી જતા થોડા સમય માં,

મને ફૂંક મારી મારો ધુમાડો ઉડાડું છું.



કેન્સર તો ક્યારનુંય થયું છે સંબંધો ને,

હું તો મને વટ થી મારતા શીખવાડું છું.



દીવાલો ખસી ગઈ તેથી છત માથે પડી,

મારાં ઘર ની વ્યાખ્યા હું બરાબર જાણુ છું.



હવે સલાહ ના આપશો તમે કોઈ પંકજ ને,

હું દરેક શ્વાસે મને સ્મશાન બતાવ્યું છે.


℘"તેમના બહાનાઓથી જીવન મારું ભરપૂર રહ્યું"



તેમના બહાનાઓ થી જીવન મારું ભરપૂર રહ્યું,

વાસ્તવિકતા થી ઘણું બધું દૂર ભરપૂર રહ્યું.



આજે કહે છે તે, તે દિવસે કેહવું હતું,

કે આપણા વચ્ચે શૂન્ય ભરપૂર રહ્યું.



જીવન ક્યાં આવી ઉભું રહ્યું ખબર પડી નહિ,

અંજામ થી અજાણ, જીવન તેમનાથી ભરપૂર રહ્યું.



દર્પણ પણ તેમની જેમ ચાલાકી કરતું હતું,

મારેલું પંખી ઉડતું નજર માં ભરપૂર રહ્યું.



હશે! આ પણ જીવન નો રંગ હશે પંકજ,

બાકી સ્વપ્ન તો રંગીન સુખથી ભરપૂર રહ્યું.



℘"હૃદય માં રહ્યા એ કોઈ આંખ માં ના રહ્યા..."



હૃદય માં રહ્યા એ કોઈ આંખ માં ના રહ્યા,

જે લોહી માં રહ્યા એ કોઈ દ્રશ્ય માં ના રહ્યા.



ગગન માં વસતા એતો છે પ્યારા સિતારા,

તો પણ તેમના કોઈ કિસ્મત માં ના રહ્યા.



પૂનમે હવે અમાસ ની ચાદર ઓઢી છે,

તેજ માં રહ્યા એ કોઈ અંધકાર માં ના રહ્યા.



આખો ફૂટ્યા પછી સ્વપ્ન લોહી થી રંગીન છે,

ને સ્વાર્થ પત્યા પછી કોઈ અમારા ના રહ્યા.



સ્વાર્થ ની સાથે સાથે મોટા થયેલ પ્રસંગો ને,

આજે ઉજવનાર કોઈ પંકજ માં ના રહ્યા.



℘" બદનામ જીવન ની લાશ ખભે ઉપાડી લીધી છે."



બદનામ જીવન ની લાશ ખભે ઉપાડી લીધી છે,

ન કરેલ ગુના ની સજા ભોગવી લીધી છે.



જિંદગી એવી બની કે મોત વ્હાલું લાગે,

આખો માં લાલઘુમ રણ ની વાત વાટી લીધી છે.



ક્યાંક ન જઈ શકાય કે ન હલી શકાય,

એવી મજબૂત બેડીઓ પગ માં બાંધી લીધી છે.



આંખે ડૂચા દીધા કે રડી પણ ના શકાય,

હવે તો શ્વાસ માં આંસુ ની ભીનાશ જાણી લીધી છે.



શ્વાસ ની ચાદર ઓઢી ને સૂતો છે જયારે પંકજ,

નાજુક કફન માં મોત ની મજા માણી લીધી છે.



℘" શ્વાસ એક પણ ડગલું ખોટું ભરતા નથી.... "



શ્વાસ એક પણ ડગલું ખોટું ભરતા નથી,

મારાં માથે પગ મુક્યા વિના ચાલતા નથી.



રડી રડી ને થાકી ગઈ આ આંખો બિચારી,

એનો વિચાર પણ આ શ્વાસ કરતા નથી.



માંગી હતી એક ક્ષણ અમારા મિલન ની,

તેને આપવા માટે પણ તેઓ રાજી થતા નથી.



"હું છું એટલે તું છે! બીજું જોઈએ શું તને!"

દાદાગીરી કરે! બીજું કંઈ કરતા નથી.



ક્યારેક સમય આવશે મારો પણ એવો,

છોડીશ એમને, પછી પંકજ જીવતા નથી.



℘" આંખો હવે રોજ મુશળધાર વર્ષે છે."



આંખો હવે રોજ મુશળધાર વર્ષે છે.

તને નિહાળવા મન આમ જ તડપે છે.



મારી આખો જોઈ નવાઈ લાગી સાગર ને,

"આ તો અમારા કરતા વધુ પાણી સંઘરે છે.



આપણો ચાંદ છે ક્યાં! હવે તો કહો એમને,

તારા આવી મને માત્ર એજ વાત કરે છે.



એક પછી એક પ્રસંગો ની યાદ ને લીધે,

આંખો માં સાડા અમાસ ની ભરતી રહે છે.



પાળ વિનાનું દિલ પણ છલકતું નથી,

પ્રસંગો સહુ કિનારે આવી પાછા વળે છે.



℘" વાદળ ની ઘટા માં હું બેઠો તારી યાદ માં."



વાદળ ની ઘાટા માં હું બેઠો તારી યાદ માં,

ભીંજવું છું જીવન ને હું રોજ તારી યાદ માં.



વહેતા ઝરણાં નો મધુર અવાજ સુણી,

ઝાંઝર ના ઝંકારે હું વહુ તારી યાદ માં.



પ્રભાતે ગુંજતા પંખી ના પ્રભાતિયાં મધ્યે,

કોયલ ના ટહુકે હું ઉઠું તારી યાદ માં.



વાદળ ની ઘાટા માં હું બેઠો તરી યાદ માં,

ભીંજવું છું જીવન ને હું રોજ તારી યાદ માં



જોજનો દૂર થી હવા લાવે છે સુવાસ,

તેને શ્વાસ માં ભરી હું જીવું તારી યાદ માં.



ક્યારેક તો મને આવે એટલી યાદ કે,

ભયાનક વંટોળ હું બનું તારી યાદ માં.



છલકે છે જયારે તું હૃદયે પ્રેમ થી,

મહાસાગર બની હું ગર્જુ તારી યાદ માં.



℘ " હું આમજ વ્યક્ત થતો રહું છું."



હું આમજ વ્યક્ત થતો રહું છું,

સદાય એના તરફ ઢાળતો રહું છું.



શબ્દો ના ઢગ થી ગળું એવું ભરાયું છે કે,

મારાં મૌન માં હું અવિરત ઘૂંટાતો રહું છું.



આંસુ ના સાગર મારે ખળવા કેમ કરી?

હું સદાય તારા પ્રવાહ માં વહેતો રહું છું.



વરસાદ માં દાજવાની પીડા પણ નિરાળી છે,

જુદાઈ ની મસ્તી હું લૂંટતો રહું છું.



હું આમજ વ્યક્ત થતો રહું છું,

સદાય એના તરફ ઢાળતો રહું છું.



લોક કહે છે કે હું બઉ ઉડાઉ છું,

પણ હું ભર હળવો કરતો રહું છું.



કોઈ ના જુએ તેમ હૃદય ના એક ખૂણે બેસી,

મને ગમતા નામ ની માળા જપતો રહું છું.



હું આમજ વ્યક્ત થતો રહું છું,



સદાય એના તરફ ઢાળતો રહું છું.



℘" ખબર નહિ કેમ એવું બન્યા કરે છે."



ખબર નહિ કેમ એવું બન્યા કરે છે,

મારી આંખનું આંસુ લીલુંછમ રહ્યા કરે છે.

ખબર નહિ કેમ એવું બન્યા કરે છે.



અમરતા ના આશીર્વાદ મળ્યા છે એને,

એટલું તો મને સમજાયા કરે છે.



ક્યારેક જો હસવું આવી જાય તો,

આંસુ મરુ મરુ થયા કરે છે.

ખબર નહિ કેમ એવું બન્યા કરે છે.



પડખું ફરું તો એ આ ખૂણે થી પેલા ખૂણે,

પણ આંખ તો મારી જ રહ્યા કરે છે.



સાથે આવ્યા હતા સાથે જઈશું આપણે,

પંકજ! નાહક કેમ ચિંતા કર્યા કરે છે.

ખબર નહી કેમ એવું બન્યા કરે છે.....



℘" વરસતા વરસાદ માં કોરોકટ રહ્યો."



વરસતા વરસાદ માં કોરોકટ રહ્યો,

રાતભર તારા વિચાર માં નફ્ફટ રહ્યો.



મારે ઉજાગરા સાથે દોસ્તી થઇ પછી તો,

હું સવાર સુધી તારામાં ઓતપ્રોત રહ્યો.



કેવા રંગ! કેવા રૂપ! કેવી નિરાળી અદા,

તારી જોડે તો હું કાયમ નટખટ રહ્યો.



વરસતા વરસાદ માં કોરોકટ રહ્યો,

રાતભર તારા વિચાર માં નફ્ફટ રહ્યો.



સવાર ક્યારે પડ્યું કંઈ ખબર પડી નહિ,

જાણે હું રાત સાથે ચપટીભર રહ્યો.



શ્વાસ ના તાલ સાથે તો બ્રહ્માડ નાચી ઉઠ્યું,

અને કાયમ પંકજ તારા માં મશગુલ રહ્યો.



વરસતા વરસાદ માં કોરોકટ રહ્યો,

રાતભર તારા વિચાર માં નફ્ફટ રહ્યો.



℘" લાઈટ બંધ કરવા તે બલ્બ તોડી નાખ્યો."



લાઈટ બંધ કરવા તે બલ્બ તોડી નાખ્યો,

તે કાયમ માટે એક નાતો તોડી નાખ્યો.



પાંદડા ખર્યા તો આવત ફરી વસંત માં,

પણ તે તો મૂળ સમેત આખો છોડ ખોદી નાખ્યો.



અમાસ હતી તો આવવાની હતી પૂનમ,

તે શા માટે સોહમણો સંબંધ તોડી નાખ્યો.


(ત્યારે એને જવાબ આપ્યો કે............)


કેમ રડે તું એક મામૂલી બાબત પર,

સંબંધ જૂનો થયો! મેં પતાવી નાખ્યો.



ચુપચાપ છોડી જા તું આ ગલી, આ શહેર,

દયા આવી! માત્ર સંબંધ જ પતાવી નાખ્યો.



℘"આપણા વચ્ચે કાંચ ની દીવાલ આવી ગઈ છે "



આપણા વચ્ચે કાંચ ની દીવાલ આવી ગઈ છે 

દ્રશ્ય જીવે છે પણ વાત મરી ગઈ છે.



તું એટલીજ સુંદર દેખાય છે આજે પણ,

માત્ર આપણા વચ્ચે જગ્યા વધી ગઈ છે 



મોકળું મેદાન મળ્યું ત્યારે શાંતિ થી ઉભા,

હવે આંસુ સારવાની વાત આવી ગઈ છે.



તું જયારે કંઈ પણ બોલે, લાગે છે મને,

તારા રાતા હોઠે આખરે મારી વાત આવી ગઈ છે.



કોણ જાણે ફરી ક્યારે સાંભળશે પંકજ તને,

આ કાંચ ની દીવાલ મજબૂત બની ગઈ છે.



આપણા વચ્ચે કાંચ ની દીવાલ આવી ગઈ છે 

દ્રશ્ય જીવે છે પણ વાત મરી ગઈ છે.