Fare te Farfare - 24 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 24

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ફરે તે ફરફરે - 24

ફરે તે ફરફરે - ૨૪.

"સાહેબ મને માફ કરો મારો કોઇ ખરાબ ઇરાદો નહોતો .. મને જ ખબર નથી

પડતી કે મારો વર કોણ છે ?મને બધ્ધા એક સરખા જ લાગે છે .કોણ ઘરે આવે 

છે કોણ મારી સાથે..."

“સ્ટોપ ઇટ...કાલે મીસીસ લી લુસી તમે એમ કહેશો કે હું પણ તમારા વર જેવો

લાગુ છુ તો ?હું પણ બચરવાલ છું મારે પણ વાઇફ છે એને પણ શંકા જાય 

તો?"

“જજ સાહેબ આપનો અવાજ ને લહેકો મે અવાર નવાર સાંભળ્યો હોય એવુ

કેમ લાગે છે ?"

“ કેસ એડજોર્ન.. આ રીતે મેડમ મારું ઘર બરબાદ થઇ જાય .. કદાચ મારા જેવા અનેકનું પણ..એ સાચી વાત છે કે અમે મુળ મોંગોલીયન જાતિના છીએ ..અમારા બ્રહ્મા જેમણે અમારી પ્રજાતિનુ સર્જન કર્યું ત્યારે અલગ અલગ માણસનાં સ્ત્રીના બીબાં ઓછા હતાં . હજી અમને ખબર નથીપડતી કે એવી કઇ ઉતાવળ અમારા બ્રહ્મા શીસુ ફુજીફુને હતી કે ઝટપટ બનાવવા બેસી ગયા..એમાં ડુપ્લીકેશન બહુ જ થયુ છે ..”

“સબુર જજ સાહેબ મેં આપણું ઝીંજોજીગ વાંચેલું છે તેમાં લખ્યુ છે કે ઇંડીયામાં ઓરીજનલ બ્રહ્મા કરોડો બીબાં બનાવીને મનુષ્યનું સર્જન કરવાનું શરુ કર્યુ એ સમાચાર દલાલ લીંગાએ આપણાં બ્રહ્માને પહોંચાડ્યા એટલે બહુ ગુસ્સામા આવી શીસુ ફુજીકુ એકના સો ડુપ્લીકેટની જગ્યાએ એકના દસ હજાર ચાલુ કરી દીધા.. બસ એક જ વાત ત્યારે પણ હતી અને આજેપણ છે કે ઇંડીયા આપણાથી આગળ ન આવવું જોઇએ. આજે મારા જેવા સેમ ટુ સેમ બીબાની દસ હજાર સ્ત્રીઓ વિશ્વમા ફરીરહી છે એવુ જ પુરુષોની હાલત છે .. એમા ઓછામાં પુરુ ગોરા મજબુત તો બનાવ્યા પણ નાક ઠંડા પવન વધારે ધુસી ન જાય તે માટે ચપટાં બનાવ્યાં.. ને આંખ છુંછી એટલે સામે વાળાને ખબર જ પડે કે આંખ ખુલી છે કે બંધ..? ખુલે ત્યારે બસ વધારેમા વધારે પોણો ઇંચ.. જજ સાહેબ આ બધુ રોજબરોજની જીંદગીમા હવે સહન નથી થતુ પછી ગુસ્સો મારપીટ માટે ફુંગશુઇ ને કરાટે કરવા માંડ્યા જાપાન બાજુ વળી કડદાઓને  સુમો પહેલવાન બનાવી ભટકાવવાનો નવો કુસ્તીનો  પ્રોગ્રામ ચાલુ થઇ ગયો .. સર એટલે જ આપણા સખત નિયમો વચ્ચે લાંચ અને જુગારીયા વધી પડ્યા.. “ સાલ્લા કીતના લોચા હૈ બોલો”

કેસનું સપનામાં  શું થયુ એ તો ખબર નથી કદાચ કેસ રફેદફે થઇ ગયો હશે

પણ  મોદી સાહેબ જેને મળવા જાય છે તે શીનકાકા જ છે ને ? ક્યાક 

મોદીસાહેબ કહે ત્યાં સહી પણ કરી દે પછી હરવખતની જેમ ફરી જાય

તો શું ? એક તો એની ભાષા પણ મીનીયેચર ડ્રોઇંગ જેવી ૨૦૦ ઉપર મુળાક્ષર કોને યાદ રહે ? મને તો નાનપણ ઢગલાનો ઢ અને ઠેબા ઠ દર વખતે ઊંધો ચત્તો થઇ જાય ઘરનો ઘ ને ધરમશીનો એમાં પણ રોજ લોચા પડતા હતા..એટલે આ ચપટાઓની મારે દયા ખાવી  જોઇએ …આંખો એવી..મને તો એમ થાય કે આ લોકો પ્રેમ કરતી વખતે આ ગીત ચાઇનીઝમાં ગાતા હશે કે નહી ?"આંખો આંખોમે બાત હોને દો ..મુઝકો અપની બાહોં મે ખોને દો.."મેં મારી સગ્ગી આંખે ચીનકા ઉર્ફે ચપટા પતિને દબડાવતી

 ચપટણી બૈરી જોઇ છે !મે  તેને ગુજરાતીમાં પુછ્યુ ય ખરુ કે તમારે ત્યાંયે દબડાવે ? ?

મને ઇજ્જત બચાવતા બોલ્યો  "એ તો પેલુ ગીત ગાતી હતી આંખો આંખો 

વાળુ" 

“એ મામા તો ડોળા કેમ તતડાવતી હતી? મને શું ઇંડીયાનો પપ્પુ સમજે છે ?

તારુ કાંડુ પકડીને મચકોડતી હતી .અમારે ગુજરાતમા ઘરમા જ આવી

ટ્રાયલ કોર્ટ અવાર નવાર  ચાલે જ છે "

હું  પરસેવે રેબઝેબ થઇ જાગી ગયો ...અરે કાલે સુદાનમા શુ જમ્યા ની વાત કરવાની હતી ઓલા મુંબઇના ધાર્મિક ફ્રેંડની વાત કરવાની હતી.."

હમમ તો ફરીથી સુદાનની આપવિતિ કહું છું .હવે આમતો જમવામા  કંઇ 

વખાણવા જેવુ નહોતુ મોટો ભઠ્ઠામાં શેકેલો બ્રેડ, ખાલી દંહી સલાડ ને સુપ લેવાનુ હતુ ને બીજી બાજૂ પેલો ધાર્મિક  મારા મુબઇનો  મારા ગામનો વડો ઇ જણો ચીકન ના સબડકા  અમારી સામે જ બોલાવતો હતો. મારી સામે આંખ મિલાવવા પણ તૈયાર નહોતો .મે મનમા વિચાર્યુ "દઇ જાણે.આપણે કેટલા ટકા ?બાકી

આજે રાત્રે જ એના ભગવાન કર્મનુ ફળ આપી દેશે.જો ભગવાન મંગળ

સમય વિતિ જશે તો સાબિતી નહી મળે એમ એના ભગવાનને કહેવું કેમ

એની ગડમથલમા હતો ત્યાં ઘરવાળાએ ખુશખબર આપ્યા ..."કાલે વિયેટનામી

ફુડ ખાવા જવાનુ છે"

“જાલીમ કરલે સિતમ યે પ્યાર ના હોગા કમ સનમ(કેપ્ટન) તેરી કસમ"

“શું આવા જુના જુના ખડૂસ ગીત ગાવ છો ભગવાનનુ નામ લ્યો સવારમા"

મેં દાજમા કીધુ "તારો કુંવર ક્યાંક ડોકલામ ફુડન ખવડાવી દે તો સારુ "

પહેલા તો તમે  ચારેબાજુ ઉંબાડીયા મુકતા હતા માંડ મોદીજીએ જેમતેમ

પતાવીને જપ્યા છે એને તો શાંતી લેવા દે . બિચાકડાને દર થોડા દિવસે આરતી પુજા અપવાસ કરવા પડે છે , ક્યાંક ધોતિયા ક્યાંક લુંગી ક્યાંક વળી મીલીટરી સુટતો ક્યાંક વળી ચોરણી ઝબ્બાને પાઘડા પહેરવા પડે છે બિચારાને એનો તો વિચાર કરો.

મને આજે જે ચપટુ સપનુ  આવ્યુ હતુ તેની રસીક વાતો  ઘરનાઓને પરાણે સંભળાવીને મેં પોતે મને મોજ કરાવી દીધી…

ચાલો ટ્રાયલ કોર્ટની કથા તો સવારની સીક્સ સમજો યે સબપે ભારી ..