Be Ghunt Prem na - 23 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 23

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 23


" હમમ....બધા આવી ગયા??"

બધા સ્ટુડન્ટ્સ એકસાથે બોલ્યા. " યસ સર..." ત્યાં જ સરની નજર રિયા પર ગઈ અને કહ્યું. " રિયા મને યાદ છે ત્યાં સુધી તું સોલો પરફોર્મન્સ નહોતી કરવાની...તો તારો પાર્ટનર ક્યાં છે?"

રિયા જવાબ આપે એ પહેલા જ કરન રિયાની નજદીક આવ્યો અને બોલ્યો. " સોરી સર....હું પહોંચવામાં લેટ થઈ ગયો..."

" કરન તું છે રિયાનો ડાન્સ પાર્ટનર....?"

" યસ સર.."

રિયાનું ધ્યાન બાજુમાં ઉભેલા કરન તરફ વધુને સરની વાતોમાં ઓછું હતું. કરનના બદલાયેલા નિર્ણય સામે રિયા એ મનમાં જ હસી નાખ્યું. જેના લીધે કરન થોડોક ગભરાયો જરૂર પણ પછી એકદમ સ્વસ્થ થઈ ગયો.

પ્રોફેસરે બહારથી અમુક ફેમસ કોર્યોગ્રાફર બોલાવી લીધા હતા. જે હવે રિયા અને કરનને ડાન્સ શીખવાડવાના હતા.

બે દિવસ પછી ફેમસ કોર્યોગ્રાફર શિવાંશે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું અને કહ્યું. " તો ડાન્સ પ્રેક્ટિસ શરૂ કરીએ?"

" પણ સર ક્યાં સોંગ ઉપર અમારે પર્ફોર્મન્સ કરવાનું છે?" રિયા એ પૂછી નાખ્યું.

" કોલેજના કમિટી એ તમારે બન્ને માટે ઘાઘરા સોંગ પસંદ કર્યું છે..."

" શું??" બન્ને એકસાથે ચોંકી ઉઠ્યા.

ત્યાં જ બાજુમાં ટેબલ પર પડેલા ટેપ રેકોર્ડરમાં એ સોંગ પ્લે કર્યું. " ટીવી પે બ્રેકિંગ ન્યૂઝ,
હાયે રે મેરા ઘાઘરા,
બગદાદ સે લેકે દિલ્લી વીઆ આગ્રા
હાયે રે મેરા ઘાઘરા..."

" સર આ સિવાય બીજું કોઈ સોંગ નથી...?" કરને તુરંત સવાલ પૂછી નાખ્યો.

" સોરી બટ હું આમાં કંઈ નહિ કરી શકું..તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોલેજના કમિટી સાથે વાત કરી શકો છો.."

ત્યાં જ રિયા એ કરનને કહ્યું. " તને આ સોંગમાં ડાન્સ કરવામાં શું પ્રોબ્લેમ છે?"

" પ્રોબ્લેમ? અ.. અ...પ્રોબ્લેમ તો એમ કંઈ નથી...." કરનની બધી હવા ત્યાં જ નીકળી ગઈ.

" તો શું કરવા ટાઇમ વેસ્ટ કરે છે? સર તમે ડાન્સ શીખવાડવાનું શરુ કરો..."

" ઓકે..."

અહીંયા શિવાંશે ડાન્સ પ્રેક્ટિસ શરૂ કરાવી દીધી ત્યાં આ તરફ હેપી એ શ્રુતિને ફસાવવાના કાવતરા પણ શરૂ કરી દીધા હતા.

પંદર દિવસ સુધીની સખત મહેનત બાદ પણ કરનના સ્ટેપ પરફેક્ટ નહોતા થઈ રહ્યા. જેથી શિવાંશે કરનને વધુ પ્રેક્ટિસ કરવા માટે કહ્યું હતું. પણ કરન કોલેજનો સમય પૂર્ણ થતાં જ ઘરે જવા નીકળી જતો. આ જોઈને રિયા એ મનમાં એક પ્લાન નક્કી કર્યો અને એ પ્લાન મુજબ જ એ રાતના સમયે અચાનક કરનના ઘરે પહોંચી ગઈ.

રિયા એ રાતના દસેક વાગ્યે કરનના ઘરની ડોરબેલ વગાડી.

" આટલી રાતે કોણ આવ્યું હશે?" ગંગાબેન બસ સુવા જવાની તૈયારી જ કરી રહ્યા હતા એણે તુરંત પોતાના કદમ ગેટ તરફ વાળ્યા.

ગેટ ખોલતા જ ગંગા બેન રિયાને જોઈને બોલ્યા. " કોનું કામ છે?"

" કરન ઘરે છે?"

ગંગા બેન મનમાં જ બોલ્યા. " હાય હાય.....આ છોકરી કરન વિશે કેમ પૂછતાછ કરે છે? ક્યાંક મારો દીકરો આ છોકરીના ચક્કરમાં!!...ના ના...."

" આંટી કરન ઘરે છે?" રિયા એ ફરી પૂછી નાખ્યું.

" હા..હા...હું હમણાં બોલાવું છું.... કરન...જલ્દી નીચે આવ..."

કરન જે ખુલ્લો નાઈટ ડ્રેસ પહેરીને બેસી ગયો હતો એ તુરંત પોતાના રૂમમાંથી હોલમાં આવ્યો અને મમ્મીને જોતા પૂછ્યું. " શું થયું મમ્મી?"

" આ જો તારી કોઈ ફ્રેન્ડ મળવા આવી છે..." ગંગા બેન પોતાની જગ્યાએથી હટી ગયા કે જેથી કરન ગેટ પાસે ઊભી રહેલી રિયાને જોઈ શકે.

" રિયા તું!!"

રિયા એ તો એક પળનો પણ વિચાર ન કર્યો અને સીધી ઘરમાં ઘૂસી ગઈ. " હા તો હું તારી પાર્ટનર છું તો હું જ આવું ને..."

પાર્ટનર શબ્દ સાંભળતા જ ગંગા બેનની આંખો ફાટીને બહાર આવી ગઈ.

કરન તુરંત એની મમ્મી પાસે જઈને ધીમેથી એના કાનમાં કહ્યું. " મમ્મી... મેં તને કહ્યું હતું ને કે અમારે કોલેજમાં એક ફંકશન થવાનો છે અને હું એમાં ડાન્સ કરવાનો છું...તો એ ડાન્સ પર્ફોર્મન્સમાં આ મારી પાર્ટનર છે..... અ..મમ્મી..તમે આરામથી રૂમમાં જઈને સૂઈ જાવ..."

" ઠીક છે બેટા...પણ કઈ પણ જરૂરત હોય તો કહેજે હો અને હા મહેમાનને બરોબર સાચવજે..."

" તમે જરાય ચિંતા ન કરો...બસ આરામથી સૂઈ જાવ.. ગુડ નાઈટ મમ્મી...." કરન એની મમ્મીને એના રૂમ સુધી મૂકી આવ્યો.

રાતના આ માહોલમાં રિયા અને કરનની કેવી કેમેસ્ટ્રી જામે છે? એ જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ