Be Ghunt Prem na - 24 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 24

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 24



કરન તુરંત દોડતો રિયા પાસે આવ્યો અને કઈક બોલે એ પહેલા એમને ભાન થયું કે એણે ટુંકો નાઈટ ડ્રેસ પહેર્યો છે એટલે એણે રિયાને ત્યાં જ બે મિનિટ ઉભા રહેવા માટે કહ્યું અને ફટાફટ દોડતો રૂમમાં ગયો અને કપડાં ચેન્જ કરીને પાછો ફર્યો અને બોલ્યો.

" રિયા આ કોઈ સમય છે મારી ઘરે આવવાનો?"

રિયા અદપ પાડીને ઊભી રહી ગઈ અને બોલી." તો ક્યારે આવું? સવારમાં તો તું કોલેજ પૂરી થઈ નથી ને ઘરે જવા નીકળી જાય છે....તારી પાસે પ્રેક્ટિસ કરવા માટે અડધા કલાકનો પણ ટાઇમ નથી..."

" મતલબ તું અત્યારે મને પ્રેક્ટિસ કરાવવા માટે આવી છે?"

" હા...."

કરને જે મનમાં થીયરી વિચારી રાખી હતી એ ધૂળ માફક હવામાં ઉડી ગઈ.

" તો અહીંયા જ ઉભુ રહેવું છે કે પ્રેક્ટિસ શરૂ પણ કરવી છે?"

કરન રિયાને ના ન પાડી શક્યો અને બોલ્યો. " અહીંયા હોલમાં તો નહિ કરી શકીએ...ચલ મારી સાથે અગાસીએ જઈએ.."

બન્ને અગાસીએ ખુલ્લા આકાશની નીચે ઊભા રહી ગયા.

" આહા....શું ઠંડો પવન આવે છે યાર! મન તો થાય છે હું અહીંયા જ સૂઈ જાવ..." બન્ને હાથને ફેલાવતા ઉપર આકાશ પર નજર કરતા કહ્યું.

" આપણે જે કરવા આવ્યા છીએ એ કરીએ..."

" શું કરવાના હતા આપણે?"

કરને ધીમે અવાજે ટેપ રેકોર્ડર શરૂ કર્યું અને કહ્યું. " હવે યાદ આવ્યું..."

બન્ને એકસાથે ડાન્સ પ્રેક્ટિસ કરવા લાગ્યા. રિયાના સ્ટેપ તો પરફેક્ટ થઈ ગયા હતા પણ કરન હજુ ઘણા સ્ટેપ ભૂલી જતો હતો.

" શું કરે છે કરન....જ્યાં બે કદમ તારે આગળ જવાનું છે ત્યાં તું પાછળ જઈ રહ્યો છે.....અને આ શું? તું ક્યારે શરમ છોડીને ડાન્સ કરીશ?"

" રિયા મેં તને પહેલા જ કહ્યું હતું મને આ ડાન્સ બાન્સ નહિ આવડે...." બોટલમાંથી ઠંડુ પાણી પીતો પરસેવો લૂછતાં બોલ્યો.

" જ્યાં સુધી તું આ શરમ નહિ છોડેને ત્યાં સુધી તારા પગ આમ જ જમીન સાથે ચોંટી રહેશે..."

ત્યાં જ રિયા ને મનમાં એક આઈડિયા સુજ્યો.એણે કરનમાં રહેલી શરમ છોડવા કરનને ઊભો કર્યો અને એના એક હાથને પકડીને પોતાના કમર પર રાખ્યો અને એના બીજા હાથને પોતાના ખભા પર ટેકવ્યો.

" હવે બસ તું પોતાના શરીરને ઢીલું છોડી દે અને બસ મારી આંખોમાં આંખ મિલાવ...."

રિયા એ સોંગ ચેન્જ કરીને કપલ ડાન્સ શરૂ કર્યો. કરન બસ રિયાના ઇશારે જ ચાલતો જતો હતો. કરનનું હદય જોરોથી ધડકવા લાગ્યું પરંતુ જેમ ડાન્સ આગળ વધતો ગયો એમ કરન રિયા સાથે તાલ મિલાવવા લાગ્યો. ધીમે ધીમે કરન પણ રિયા સાથે એકમેક થઈને ડાન્સ કરવા લાગ્યો. કરનની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ. બન્ને એ સોંગના અંતમાં હગ કર્યું અને આ સાથે કપલ ડાન્સ પણ પૂર્ણ થયો.

" તો હવે તો શરમ અને ગભરાહટ નીકળી ગઈ ને?"

" રિયા....શું છોકરી છે તું...પબ્લિકમાં જ્યાં હું લોકો સાથે આંખ મિલાવવા પણ અચકાતો હતો ત્યાં હું તારી સાથે આંખોં માં આંખ મિલાવીને ડાન્સ કરવા લાગ્યો! થેંક્યું રિયા..તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.."

" આ થેન્ક્યુ વેંક્યું નહિ ચાલે હો.... આપણો ડાન્સ પર્ફોમન્સ આખા કોલેજમાં સૌથી શ્રેષ્ઠ સાબિત થવો જોઈએ.."

" ગોડ પ્રોમિસ.... તું જોજે આ કરન સોજીત્રા હવે કેવી મહેનત કરે છે અને એક એક સ્ટેપ એટલી પરફેક્ટથી કરીશ કે પેલો કોરીયોગ્રાફર પણ મારી વાહવાહી કરતો થઈ જશે.."

" આટલો કોન્ફિડન્સ! નાઈસ..."

ત્યાં જ અગાસીએ ગંગાબેન નાસ્તો લઈને આવ્યા અને બોલ્યા. " ડાન્સ કરીને થાકી ગયા હશો, આ લ્યો નાસ્તો કરી લો..."

" તમે હજુ સુતા નથી...?" કરને પૂછ્યું.

" જેના ઘરની દીકરી રાતના સમયે ઘરની બહાર હોય..ત્યારે એના મમ્મી પપ્પા શાંતિથી કેવી રીતે ઊંઘી શકે...."

કરન અને રિયા બન્ને ગંગા બેનની વાત સમજી ગયા. ત્યાં જ રિયા એ કહ્યું. " તમે શું કહેવા માંગો છો એ હું સમજી ગઈ....પણ તમે ચિંતા ન કરશો હું બસ નાસ્તો કરીને ઘરે જાવ જ છું...."

રિયા નાસ્તો કરીને પોતાના ઘરે જવા નીકળી ગઈ અને કરન પોતાના રૂમમાં સુવા જતો રહ્યો. આટલો થાક લાગ્યા હોવા છતાં પણ કરનની ઊંઘ તો ઉડી જ ગઈ હતી! રિયા સાથેનો એ કપલ ડાન્સનો વિચાર કરીને મંદ મંદ હસવા લાગ્યો.

ક્રમશઃ