Be Ghunt Prem na - 22 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 22

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 22


જેણે જેણે ડાન્સ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો એ બધા સ્ટુડન્ટ્સને હોલમાં ભેગા થવા માટે કહ્યું. થોડીવારમાં પ્રોફેસર ત્યાં આવ્યા અને બોલ્યા. " ગુડ મોર્નિંગ એવરીવન......ઓહો...પચાસ સ્ટુડન્ટ ડાન્સ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે...નાઇસ વેરી નાઈસ.... બટ તમે આગળ કંઇ સવાલ કરો એ પહેલા હું એક જરૂરી વાત કહેવા માંગુ છું....કે તમે સોલો ડાન્સ કરશો, કપલ ડાન્સ કે પછી ગ્રુપ ડાન્સ કરશો એનો નિર્ણય તમે એકલા નહિ લઈ શકો..."

" વોટ??"
" અમે ડીસીઝન નહિ લઈએ તો કોણ લેશે?"

બધા સ્ટુડન્ટ એકસાથે બોલવા લાગ્યા. ત્યાં પ્રોફેસરે બધાને શાંત કરતા કહ્યું. " લીસન એવરીવન....મારી પૂરી વાત સાંભળો....અને પેલા આ બોક્સ જોવો જે મેં ટેબલ પર મૂક્યું છે.."

બધા સ્ટુડન્ટસ એ બોક્સને જોવા લાગ્યા.

" આ બોક્સમાં પચાસ જેટલા અલગ અલગ રંગના બોલ નાખેલા છે...દરેક સ્ટુડન્ટ એક એક બોલ લેશે અને જેના પણ સેમ રંગના બોલ નીકળશે એ એની સાથે જોડી બનાવશે...ઓકે? કોઈ કવેશન...?"

" નો સર..."

" ઓકે તો એક પછી એક સ્ટુડન્ટ આવશે અને બોક્સમાંથી કોઈ એક રંગનો બોલ કાઢીને સેમ રંગના બોલ સાથે પાર્ટનર બનશે...તો શરૂ કરીએ..."

એક પછી એક સ્ટુડન્ટ એ બંધ પડેલા બોક્સમાંથી એક એક બોલ કાઢવા લાગ્યા અને સેમ રંગના બોલ સાથે જોડી બનવા લાગી.

" રિયા....યોર ટર્ન..."

રિયા એ બોક્સમાં હાથ નાખીને એક બોલ કાઢ્યો અને એ બોલનો રંગ લાલ નીકળ્યો. રિયા એ આસપાસ જોયું તો બીજા કોઈના હાથમાં લાલ રંગનો બોલ ન હતો. એટલે તે એક સાઈડમાં જઈને ઉભી રહી ગઈ. ત્યાર બાદ શ્રુતિ એ બોક્સમાંથી બોલ નિકાળ્યો અને યલો રંગનો બોલ નીકાળ્યો. તેણે પણ આસપાસ જોયું તો કોઈ પાસે યલો રંગનો બોલ ન હતો.

" બધી ગર્લ્સ આવી ગઈ....હવે બોયઝ તમારો વારો..."

એક પછી એક બોયઝ આવવા લાગ્યા. થોડીવારમાં હેપીનો બોલ લેવાનો વારો આવ્યો. તેણે બોક્સમાં હાથ નાખ્યો અને નસીબના જોગે એમાંથી યલો રંગનો બોલ નીકળ્યો. અને આની સાથે હેપીની જોડી શ્રુતિ સાથે બની ગઈ. બન્ને એ એકબીજા સામે નજર કરી હળવી સ્માઈલ પાસ કરી.

" સંજય તારો ટર્ન..."

સંજયે બોક્સમાંથી વાઇટ રંગનો બોલ નિકાળ્યો અને ત્યાર બાદ વૈભવે પણ વાઇટ રંગનો બોલ કાઢતા એ બન્નેની જોડી બની ગઈ.

" કરન આવ તારો વારો..."

કરન વચ્ચમાં પડેલા બોક્સ પાસે ગયો અને ભગવાનનું નામ લેતો કોઈ એક બોલ પસંદ કરીને બહાર નિકાળ્યો. જેમ તેણે બોલના રંગ તરફ નજર કરી તો લાલ રંગ દેખાયો. અને જે કરન નહોતો ઈચ્છતો આખરે એવું જ બન્યું એની જોડી કોલેજની રેડિયો કહેવાતી રિયા સાથે જોડી બની ગઈ.

" રિયા તારી જોડી પેલા મ્યુટ છોકરા સાથે બની....બેડ લક..." શ્રુતિ એ અણગમો વ્યક્ત કર્યો.

" એ મ્યુટ છે તો શું થયું અમારે સોંગ નથી ગાવાનું ડાન્સ કરવાનો છે... તું બસ જો હું એને મારા ઇશારે કેવી રીતે નચાવું
છું......કરન..!"

રિયા કરનના નામની સાદ પાડતી કરન પાસે દોડી ગઈ. લોકો એકબીજાના પાર્ટનર સાથે મળીને વાતચીત કરવા લાગ્યા. પ્રોફેસરે પાંચ મિનિટ માટે બધાને બ્રેક આપ્યો હતો.

" કોન્ગ્રેચ્યુલેશન....કરન....તારી મારી સાથે જોડી બની છે!... તું જોજે આપણે એવો ડાન્સ કરીશું કે લોકો બસ આંખો ફાડીને આપણને જોયા કરશે...એન્ડ તને ખબર છે મને ડાન્સનો કેટલો શોખ છે....અરે તું માનીશ નહિ સ્કૂલના ડાન્સ કોમ્પિટિશનમાં મારો દર વર્ષે ફર્સ્ટ રેન્ક જ આવતો....જજ તો મને માધુરી દીક્ષિત કહીને બોલાવતા...."

" અ..અ...એક મિનિટ રીયા...હું ડાન્સ નહિ કરી શકું..."

" કેમ? શું થયું? મારી સાથે પાર્ટનર બનવામાં તકલીફ છે?"

" અરે ના ના એવું કંઈ નથી..."

" તો શું પ્રોબ્લમ છે?"

" રિયા મને ડાન્સ કરતા નથી આવડતો.... સાચું કહું તો મેં કોઈ દિવસ મેરેજમાં પણ ડિસ્કો નથી કર્યો....એટલે હું સર પાસે જઈને મારું નામ પાછું ખેંચવા જાઉં છું....મારા કારણે તારું પર્ફોર્મન્સ બગડે એવું હું નથી ઈચ્છતો .."

" હે ભગવાન...તું ખરેખર બુધ્ધુ છે... મેં તને પૂછ્યું તને ડાન્સ કરતા આવડે છે કે નહિ.....નહિ ને...અને મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી તો તું શા માટે મારા પર્ફોર્મન્સનું ટેન્શન લેશો...મારી વાત સાંભળ...તને ડાન્સ શીખવાડવાની જવાબદારી મારી બસ....હવે તો ખુશ ને?"

કરન હજુ મુંજવણમાં હતો. રિયા એ અચાનક કરનનો હાથ પકડ્યો અને લાગણીભર્યા સ્વરમાં કહ્યું. " કરન સાચું કહુ તો તારા સિવાય મને બીજા કોઈ છોકરા સાથે ડાન્સ કરવાની ઈચ્છા નહોતી....અને જ્યારે તારું જ નામ મારી સાથે જોડાઈ ગયું તો હું ખુશીથી પાગલ થઈ ગઈ... તને ખબર છે આખા કોલેજમાં એક તું જ છે જે મને ઈમ્પ્રેસ કરવા નથી માંગતો...બાકી બધા છોકરા તો મધમાખીની જેમ આમતેમ મારી આસપાસ ફર્યા જ કરે છે....."

ત્યાં જ પ્રોફેસરે સિટી મારી અને બધાને પોતાના પાર્ટનર સાથે અલગ અલગ ગ્રુપમાં ઉભા રહેવા માટે કહ્યું.

" સર બોલાવે છે તો જવું પડશે..એન્ડ તારે જે નિર્ણય લેવો હોય તું લઈ શકે છે હું તને ફોર્સ નહિ કરું....બાય..."

રિયા ત્યાંથી જતી અને ધીમે ધીમે બધા પોતપોતાના પાર્ટનર સાથે ઉભા રહેવા લાગ્યા.

શું કરન ડાન્સમાંથી પોતાનું નામ પાછું ખેંચશે કે રિયા સાથે જોડી બનાવી રાખશે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ