Josh - 14 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 14

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જોશ - ભાગ 14

૧૪ : રૂપિયાની રમત

રૂમમાં અત્યારે ત્રણ જણ મોજૂદ હતા.

રૂસ્તમ, રાણા તથા તેમનો સાથીદાર પીટર ! ત્રણેય એક ગોળાકાર ટેબલની આજુબાજુમાં બેઠા હતા. ટેબલ પર વ્હિસ્કીની બોટલ પડી હતી. તેમના હાથમાં વ્હિસ્કી ભરેલા ગ્લાસ જકડાયેલા હતા. જેમાંથી તેઓ ધીમે ધીમે ઘૂંટડા ભરતા હતા.

'આપણો એક સાથીદાર માર્યો ગયો.' સહસા પીટર બોલ્યો. એનો સંકેત દામોદરનાં મોત તરફ હતો.

'પીટર...' રાણાએ કહ્યું, 'અપરાધની દુનિયામાં કોઈનાય જીવની ગેરંટી નથી હોતી.'

'તું સાચું કહે છે.' રૂસ્તમ બોલ્યો, 'એટલા માટે જ તો મેં આ જાકુબીનું કામ છોડવાનો નિર્ણય કર્યો છે. આપણે જે સોદો કરવાના છીએ એમાં મારા ભાગે બે કરોડ રૂપિયા તો જરૂર આવશે. એ રકમમાંથી હું મારો કોઈક સ્વતંત્ર બિઝનેસ કરીને ટીના સાથે વ્યવસ્થિત રીતે રહેવા માંગું છું.'

‘સપના જોવા, એ સારી વાત છે રૂસ્તમ... !' પીટરે ગ્લાસ ખાલી કરીને ટેબલ પર મૂકતાં કહ્યું, 'પણ દોસ્ત, અપરાધની દુનિયા દલદલ સમાન છે, એકવાર એમાં ખૂંચ્યા પછી માણસ જેમ જેમ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ તે એમાં વધુ ને વધુ ઊંડો ઊતરતો જાય છે.'

'એવું નહીં બને પીટર... !' રૂસ્તમ મક્કમ અવાજે બોલ્યો. 'ખેર, બૉસનો શું પ્રોગ્રામ છે?' રાણાએ પોતાનો ગ્લાસ ખાલી કરતાં પૂછ્યું.

'બૉસ પોતે જ અહીં આવવાના છે.'

'એટલે?' રાણાએ ચમકીને પૂછ્યું. 'બૉસ પોતે જ આવીને વાત કરશે.' એ જ વખતે ડોરબેલ રણકી ઊઠી.

'બૉસ આવી ગયા લાગે છે.' રૂસ્તમ ઊભો થતાં બોલ્યો, 'તમે અહીં જ બેસજો. હું બોસને લઈને આવું છું.' બંનેએ હકારમાં માથાં હલાવ્યાં.

રૂસ્તમ બહાર નીકળ્યો. થોડી પળો બાદ તે જે શખ્સ સાથે પાછો ફર્યો, એ ફાધર જોસેફ હતો. ફાધર જોસેફને જોતાં જ રાણા અને પીટર પોતપોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા.

'સાંભળો...' ફાધર જોસેફ ત્રણેયને બેસવાનો સંકેત કરતાં બોલ્યો, ‘તમને ત્રણેયને અહીં બોલાવીને મળવાનો હેતુ એ છે કે આપણું અહીંનું કામ લગભગ પૂરું થઈ ગયું છે.'

'બૉસ...' રાણાએ કહ્યું, 'આમે ય અહીં કામ કરવામાં હવે પૂરેપૂરું જોખમ છે. અહીં ચોકીપહેરો મજબૂત કરી નાંખવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં માલ કાઢવો એ હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું છે.'

'ઓછા સમયમાં વધુ પૈસા જોઈતા હોય તો જીવ જોખમમાં મૂકવો જ પડે છે.' ફાધર જોસેફ સ્પષ્ટ અવાજે બોલ્યો, 'આ મને જ જુઓ... સૌપ્રથમ મેં અહીંના ફાધરને માર્ગમાંથી ખસેડયો. પછી એના સ્થાને જે ફાધર જોસેફ આવવાનો હતો, તેનું અપહરણ કરી લીધું અને એની જગ્યાએ હું ફાધર જોસેફ બનીને અહીં આવી ગયો અને મારું કામ શરૂ કરી દીધું. મેં અત્યાર સુધીમાં અહીંની મોટાભાગની અસલી પ્રાચીન વસ્તુઓ તફડાવીને તેના સ્થાને નકલી વસ્તુઓ ગોઠવી દીધી છે, પરંતુ મેજર નાગપાલની ચકોર દૃષ્ટિને કારણે હવે આ ભેદ છત્તો થઈ ગયો છે, પરંતુ અસલી પ્રાચીન વસ્તુઓ એ જ ઇમારતના મ્યુઝિયમ તથા સ્ટોરરૂમની નીચે ભૂગર્ભમાં આવેલા ખંડમાં પડી છે, એ હકીકત તેઓ નથી જાણતા.' કહીને તે સહેજ ચમક્યો.

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ લંબાવી.

‘ભારતીય કારીગરોનાં જેટલાં વખાણ કરું તેટલાં ઓછાં છે. ભૂગર્ભનાં એ ગુપ્ત ખંડનું એવી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે કે ખંડની ઉપરની ફર્શનું બારીકાઈથી નિરીક્ષણ કરવા છતાંય કોઈનેય તેની ગંધ સુધ્ધાં આવે તેમ નથી. ભૂગર્ભમાં આવેલ આ ખંડનો એક માર્ગ ઈમારતથી થોડે દૂર વૃક્ષોની વચ્ચે આવેલી એક વાવમાં નીકળે છે. વાવમાંથી ભૂગર્ભના ખંડમાં જવાનો રસ્તો હશે એની તો કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી.'

'બરાબર છે, પરંતુ અત્યારના સંજોગો જોતાં ભૂગર્ભમાંથી માલ કાઢવાનું કામ એકદમ મુશ્કેલ છે.'

‘મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી.'

'કેમ?'

'એટલા માટે કે માલ કાઢવાનો એક અદ્ભુત ઉપાય મેં શોધી કાઢ્યો છે.'

'કેવો ઉપાય ?' રાણાએ પૂછ્યું.

જવાબમાં ફાધર જોસેફે તેમને પોતાની યોજના વિશે સમજાવ્યું અને પછી ઉમેર્યું, 'આ રીતે આજે રાત્રે રઘુવીર ચૌધરી પુરાતત્ત્વ ખાતાની ઈમારતમાં નહીં, પણ પોલીસ કસ્ટડીમાં હશે. મારી યોજનાનો અમલ થશે, ત્યારે સૌ કોઈ એકદમ ચમકી જશે. નાગપાલ જેવા નાગપાલનું દિમાગ પણ ચકરાવે ચડી જશે. બધાનું ધ્યાન ઇમારત તરફથી ખસી જશે અને મધરાત પછી એટલે કે લગભગ બે વાગ્યા પછી કામ શરૂ થશે. વાવથી સહેજ દૂર વાન ઊભી રાખવામાં આવી હશે પછી ભૂગર્ભમાંથી લાકડાની ચારેય પેટી કાઢીને વાનમાં મૂકી દેવાની છે. આ બધી ચીજવસ્તુઓનો સોદો અગાઉથી જ થઈ ચૂક્યો છે. એક અઠવાડિયાં પછી આપણે મુંબઈ ખાતે અમેરિકાની જે પાર્ટી સાથે સોદો થયો છે, તેને માલ સોંપી દેશું. તમને લોકોને પણ તમારું મહેનતાણું મળી જશે. જો ભવિષ્યમાં તમારે મારી સાથે કામ કરવું હોય તો ઠીક છે નહીં તો આપણે પ્રેમથી છૂટા પડી જશું.'

'તમારી યોજના સફળ થશે જ એ વાતની તમને પૂરી ખાતરી છે?' '

'હા...' ફાધર જોસેફે મક્કમતાથી હકારમાં માથું હલાવ્યું.

'તમે મારી યોજનાનો અમલ ક્યારે શરૂ કરશો?’

‘હું એક ફોનની રાહ જોઉં છું. ફોન આવશે કે તરત જ યોજનાનો અમલ શરૂ થઈ જશે.' ફાધર જોસેફની વાત પૂરી થઈ હતી ત્યાં જ અચાનક એના મોબાઈલની ઘંટડી રણકી ઊઠી. એણે ગજવામાંથી મોબાઈલ કાઢી, એક બટન દબાવીને કાને મૂકતાં કહ્યું, 'હલ્લો ડેવિડ, સ્પીકિંગ...'

ત્યારબાદ તે સામે છેડેથી કહેવાની વાતો સાંભળવા લાગ્યો. એની આંખોમાં પથરાયેલી ચમક પ્રત્યેક પળે તીવ્ર બનતી જતી હતી.

વામનરાવ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોતાની ઑફિસમાં સિગારેટ ફૂંકતો બેઠો હતો.

સહસા એના ટેબલ પર પડેલા ફોનની ઘંટડી રણકી ઊઠી. 'હલ્લો...' એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું, ‘ઇન્સ્પેક્ટર વામનરાવ હીયર...'

'ઇન્સ્પેક્ટર સાહેબ...' સામે છેડેથી એક સ્ત્રીસ્વર તેને સંભળાયો, 'હું સુનિતા બોલું છું.'

'બોલો મેડમ...'

'ઇન્સ્પેક્ટર સાહેબ, હું દિવ્યા મર્ડર કેસ વિશે જુબાની આપવા માંગું

'શું?'

'દિવ્યાના ખૂન વિશે ?' વામનરાવે ચમકીને પૂછ્યું.

'હા... અને મારી જુબાની વખતે મિસ્ટર રઘુવીર ચૌધરી તથા નાગપાલ સાહેબ પણ હાજર રહે, એવી મારી ઈચ્છા છે. અને હા, હું દિવ્યાના ખૂન વિશે જુબાની આપવાની છું એ વાતની મિસ્ટર રઘુવીરને બિલકુલ ખબર પડવા દેશો નહીં.'

'કેમ?'

“એ હું ફોન પર જણાવી શકું તેમ નથી. હું જ્યારે જુબાની આપીશ ત્યારે આપોઆપ જ તમને બધું સમજાઈ જશે.’

'ઠીક છે... તમે ક્યારે આવો છો અહીં... ?'

“પહેલાં તમે મિસ્ટર રઘુવીરને ફોન કરીને તમારી પાસે બોલાવી લો. તેઓ અહીંથી રવાના થશે ત્યાર પછી પંદર મિનિટ બાદ હું પણ મારા પતિ તથા ફાધર જોસેફ સાથે રવાના થઈ જઈશુ.”

‘ફાધર જોસેફને આ મામલા સાથે શું નિસ્બત છે?'

'ઇન્સ્પેક્ટર સાહેબ, હું જે જુબાની આપીશ એમાંથી તમને તમારા દરેક સવાલોના જવાબ મળી જશે.'

'ઠીક છે... હું હમણાં જ મિસ્ટર રઘુવીર તથા નાગપાલ સાહેબને બોલાવી લઉં છું.'

'થેંક યૂ...' કહેતાંની સાથે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. ત્યારબાદ વામનરાવે પહેલા રઘુવીરનો અને પછી નાગપાલનો ફોનથી સંપર્ક સાધ્યો.

એણે નાગપાલને સુનિતાના ફોન અંગે વિસ્તારપૂર્વક બધું જણાવી દીધું. ‘તેં રઘુવીરને ફોન કરી દીધો છે?' બધી વિગતો સાંભળ્યા બાદ સામે છેડેથી નાગપાલે પૂછ્યું.

'હા... તેઓ અહીં આવવા માટે રવાના પણ થઈ ગયા હશે.' ‘તેં એને સુનિતાના ફોન વિશે કશુંય કહ્યું તો નથી ને?'

'ના...'

'ઠીક છે... હું પણ ત્યાં આવું છું.'

નાગપાલ સાહેબ, આ અપરાધીની કોઈ ચાલ તો નથી ને?' ‘લાગે છે તો કંઈક એવું જ, પરંતુ અપરાધીની યોજના શું છે અને તે શું કરવા માંગે છે, એની તો પાછળથી જ ખબર પડશે. ખેર, તારે એક જરૂરી કામ કરવાનું છે. તારે આજે જ કોઈ પણ રીતે તિકડમ ભિડાવીને પ્રોફેસર વિનાયકને બિલકુલ ખબર ન પડે એ રીતે એનાં આંગળાંની છાપ મેળવવાની છે.'

'ભલે, થઈ જશે... તમે આવો છો ને?'

વામનરાવે એનો આભાર માનીને રિસીવર મૂકી દીધું. પંદર-વીસ મિનિટમાં જ લગભગ આગળ-પાછળ રઘુવીર તથા નાગપાલ આવી પહોંચ્યા.

ત્રણેય વ્યાકુળતાથી સુનિતાની રાહ જોતા હતા. થોડીવારમાં જ સુનિતા પણ પોતાના પતિ રજનીકાંત તથા ફાધર જોસેફને લઈને આવી પહોંચી. સુનિતાનો ચહેરો ગંભીર હતો. આંખોમાં પીડા તથા પશ્ચાત્તાપના હાવભાવ છવાયેલા હતા.

ફાધર જોસેફ પણ ગંભીર હતો. એની આંખોમાંથી સુનિતા પ્રત્યે સહાનુભૂતિ નીતરતી હતી. જ્યારે રજનીકાંતનો ચહેરો ભાવહીન હતો, પરંતુ આંખોમાં લાલિમા હતી. ત્રણેય પોતપોતાના મનોભાવ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા હોય એવું લાગતું હતું.

વામનરાવના સંકેતથી ત્રણેય એની સામે બેસી ગયા. ઑફિસમાં થોડી પળો માટે ચુપકીદી છવાઈ ગઈ.

'હા, તો મૅડમ...!' છેવટે વામનરાવે જ ચુપકીદીનો ભંગ કર્યો, ‘બોલો, શું મામલો છે અને તમે દિવ્યા મર્ડર કેસ વિશે શું જુબાની આપવા માંગો છો ?'

વાત પૂરી કરતાંની સાથે જ એણે ટેબલ નીચે રહેલું એક બટન દબાવ્યું, જે એક વીડિયો કેમેરાનું હતું. આ કેમેરો નાગપાલે જ ગોઠવ્યો હતો.

'ઇન્સ્પેક્ટર સાહેબ !' સુનિતા ગંભીર અવાજે બોલી, ‘દિવ્યાનું ખૂન મેં કર્યું છે.’

એનુ કથન સાંભળીને રજનીકાંત તથા ફાધર જોસેફને બાદ કરતાં ત્રણેય એકદમ ચમકી ગયા.

‘મૅડમ, તમે શું કહો છો એની તમને બરાબર ખબર છે ને ?' 'હા...' સુનિતા પૂર્વવત્ અવાજે બોલી, ‘દિવ્યાનું ખૂન મેં જ કર્યું છે, પરંતુ દિવ્યાએ જે કષ્ટ ભોગવીને અંતિમ શ્વાસ ખેંચ્યો એ જોઈને મારો અંતરાત્મા મને ધિક્કારવા લાગ્યો. યોજના બનાવીને કોઈનું ખૂન કરવું સહેલું છે, પરંતુ ખૂન કર્યા પછી તેને પચાવવું એટલું જ અઘરું છે. મારાથી દિવ્યાનું ખૂન થતાં તો થઈ ગયું, પણ ત્યારથી હું પશ્ચાત્તાપની આગમાં સળગું છું. મારું દિવસનું ચેન અને રાતની ઊંઘ હણાઈ ગયા છે. સૂવું છું તોપણ દિવ્યાનો ચહેરો નજર સામે તરવરી ઊઠે છે અને મારી ઊંઘ ઊડી જાય છે. હું એટલી બધી પરેશાન થઈ ગઈ હતી કે ફાધર જોસેફ પાસે જઈને ગુનાની કબૂલાત સિવાય મને બીજો કોઈ ઉપાય નહોતો દેખાતો અને મેં એમ જ કર્યું. મેં ફાધર જોસેફને બધી હકીકત જણાવી તો તેમણે પોલીસ સમક્ષ મને ગુનો કબૂલી લેવાની સલાહ આપી. અને અત્યારે એટલા માટે જ હું અહીં આવી છું.’

'તમારા પતિ, મિસ્ટર રજનીકાંત આ વાત જાણે છે?'

'હા... રસ્તામાં જ મેં તેમને બધું જણાવી દીધું છે કે પચીસ લાખ રૂપિયાની લાલચે મેં કેવી રીતે મારી ફૂલ જેવી માસૂમ દીકરીનું ખૂન કરી નાખ્યું.' કહીને સુનિતા નીચું જોઈ ગઈ.

'પચીસ લાખ રૂપિયા ?' નાગપાલે ચમકીને પૂછ્યું, 'પરંતુ મને ખ્યાલ છે, ત્યાં સુધી તો દિવ્યાનો વીમો પચાસ લાખ રૂપિયાનો હતો!'

'બરાબર છે, પરંતુ વીમાની અડધી રકમ અર્થાત્ પચીસ લાખ રૂપિયા મારે મિસ્ટર રઘુવીર ચૌધરીને આપવાના છે.'

સુનિતાની વાત સાંભળીને જાણે અચાનક ખુરશીમાં ઇલેક્ટ્રિક કરંટ વહેલો શરૂ થઈ ગયો હોય એમ રઘુવીર ઊછળી પડયો.

'આ... આ તમે શું કહો છો?' એણે હેબતાઈને સુનિતા સામે જોતાં પૂછ્યું.

'ચૌધરી સાહેબ !' સુનિતા ગંભીર અવાજે બોલી, 'મારી જેમ તમે પણ હવે તમારો ગુનો કબૂલી લો નહીં તો તમારા આત્માને પણ ક્યાંય ચેન નહીં પડે.'

'ઇન્સ્પેક્ટર સાહેબ !' રઘુવીરે રોષથી તમતમતા અવાજે કહ્યું, ‘આ છોકરીનું મગજ ફરી ગયું છે. એને દીકરીના મોતનો ખૂબ જ આઘાત થયો હોય એવું મને લાગે છે અને એટલા માટે જ મન ફાવે તેવો લવારો કરે છે.’ 'મિસ્ટર રઘુવીર...' નાગપાલ એકદમ શાંત અને ગંભીર અવાજે બોલ્યો,

'સુનિતાની વાત પૂરી થઈ જવા દો. તમને પણ તમારા બચાવની પૂરી તક આપવામાં આવશે. અને હા, તમે અહીંથી નાસી જવાનો પ્રયાસ કરશો નહીં. જો આવો કોઈ પ્રયાસ તમે કરશો તો એ તમારા ગુનાની કબૂલાત બની જશે. માટે શાંતિથી બેસી જાઓ.'

રઘુવીરના ચહેરા પર ક્રોધમિશ્રિત લાચારીના હાવભાવ ફરી વળ્યા. 'હા, તો મેડમ... !' વામનરાવે સુનિતા સામે જોઈને ગંભીર અવાજે પૂછયું, 'તમે શું કહેતાં હતાં? પહેલાં તો એ કહો કો તમે દિવ્યાના ખૂનની યોજના શા માટે બનાવી અને કેવી રીતે એનો અમલ કર્યો?'

સુનિતાએ એક વખત રઘુવીર સામે જોયું અને પછી બોલી, 'મમતાના ખૂન પછી મેં જયારે દિવ્યાને પણ ભયભીત અને ગભરાયેલી જોઈ, ત્યારે મને લાગ્યું કે કદાચ તે મમતાના ખૂની વિશે કંઈક જાણી ચૂકી છે. સાથે જ મને એવો ભય પણ લાગ્યો કે આ વાતની ખબર પડતાં ખૂની કદાચ એને પણ મોતને ઘાટ ઉતારી દેશે. પછી એ જ અરસામાં મને જાણવા મળ્યું કે એલ.આઈ.સી. ના જાસૂસ રઘુવીર ચૌધરી નટરાજ હોટલમાં ઊતર્યા છે એટલે હું મારા પતિ સાથે જઈને તેમને મળી અને બધી વાત જણાવી દીધી. પહેલાં તો તેમણે આ કેસ પર કામ કરવાની ના પાડી, કારણ કે દિવ્યા હજુ જીવતી હતી, પરંતુ પછી તેઓ તૈયાર થઈ ગયા અને બીજે દિવસે નક્કી થયા મુજબ પુરાતત્ત્વ ખાતાની ઈમારતમાં આવી પહોંચ્યા. એ જ દિવસે તેઓ મારા બ્લૉકમાં આવ્યા. એ વખતે હું એકલી જ હતી. પછી તેમણે મારી સમક્ષ પચીસ લાખ રૂપિયા કમાવાનો પ્રસ્તાવ મૂક્યો.' 'આ... આ જૂઠું બોલે છે મેં એવું કશું જ નથી કહ્યું.' રઘુવીરે તીવ્ર અવાજે વિરોધ કર્યો.

'પ્લીઝ, મિસ્ટર રઘુવીર!' નાગપાલે કહ્યું, 'તમે ચૂપચાપ બધી વાત સાંભળો... તમને પણ તમારી વાત કહેવાની પૂરતી તક આપવામાં આવશે.’ રઘુવીર ધૂંધવાઈને ચૂપ થઈ ગયો.

'મિસ્ટર રઘુવીરની વાત સાંભળીને હું એકદમ ચમકી ગઈ. પછી મેં જયારે પૂછ્યું કે આવું કેવી રીતે બની શકે તેમ છે ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે મમતાનું ખૂન તો થઈ જ ચૂક્યું છે. હવે જો દિવ્યાનું ખૂન પણ થશે તો, એનું ખૂન પણ મમતાના ખૂનીએ જ કર્યું છે એમ સૌ કોઈ માનશે. દિવ્યાના ખૂન પછી જયારે હું વીમાની રકમ મેળવવા માટે દાવો કરીશ, ત્યારે મંજૂરી માટે એની ફાઈલ પોતાની પાસે જ આવશે અને પોતે કોઈ વાંધો ઉઠાવ્યા વગર તેને મંજૂરી આપી દેશે, પરંતુ વીમાના જે પચાસ લાખ રૂપિયા આવે, એમાંથી અડધી રકમ અર્થાત્ પચીસ લાખ રૂપિયા મારે તેમને આપી દેવાના. પહેલાં તો મારું મન ન માન્યું, પરંતુ જયારે ચૌધરી સાહેબે જણાવ્યું કે પોતાની પાસે એક ફુલપ્રૂફ યોજના છે અને હું આ યોજનાનો અમલ કરું તો કોઈને મારા પર રજમાત્ર શંકા નહીં ઊપજે. હું કેવી રીતે તેમની વાતોથી ભોળવાઈને દિવ્યાના ખૂન માટે તૈયાર થઈ ગઈ એની મને પણ ખબર નથી. ચૌધરી સાહેબે મને યોજના જણાવી દીધી. યોજના મુજબ મેં ચોરીછૂપીથી તક મળતાં જ પ્રયોગશાળામાંથી તેજાબ ચોરી લીધો. અને મારા પતિ સૂઈ ગયા ત્યારે દિવ્યાના રૂમમાં જઈને પાણીના ગ્લાસમાં પાણીને બદલે તેજાબ ભરી દીધો. સાથે જ કોઈકે બારીમાંથી હાથ નાંખીને આ કામ કર્યું છે, એવું દર્શાવવા માટે બારી પણ ઉઘાડી નાંખી. યોજના મુજબ રૂમમાં કોઈ જગ્યાએ મારાં આંગળાંની છાપ ન પડે, એની મેં પૂરેપૂરી સાવચેતી રાખી હતી. બે-ત્રણ મિનિટમાં જ મેં આ કામ પાર પાડયું હતું. પરંતુ જે રીતે દિવ્યાનું મોત નીપજ્યું હતું, એ દૃશ્ય નજર સામે તરવરતાં જ મારાં રૂંવાડાં ઊભાં થઈ જતાં હતાં. દિવ્યાનું મોત એટલું કરુણ અને કષ્ટદાયક હશે, એની તો મેં કલ્પના પણ નહોતી કરી. એ ભયાનક દશ્યે મને મનોમન હચમચાવી મૂકી અને હું મારો ગુનો કબૂલ કરવા માટે ફાધર જોસેફ પાસે પહોંચી ગઈ.’

'આ છોકરી ખોટું કહે છે.' સુનિતા ચૂપ થઈ કે તરત જ રઘુવીર કર્કશ અવાજે બોલી ઊઠ્યો, ‘મેં એને નથી પચીસ લાખ રૂપિયાની લાલચ આપી કે નથી દિવ્યાના ખૂનની યોજના જણાવી. હકીકત એ છે કે આવું જૂઠાણું ચલાવીને આ મને કાયદાની જાળમાં ફસાવવા માંગે છે.'

‘કાયદાની જાળમાં તો તમે ફસાઈ જ ગયા છો મિસ્ટર રઘુવીર...' નાગપાલ બોલ્યો, 'અને હવે વામનરાવ પાસે તમારા બંનેની ધરપકડ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી !'

‘મેં કોઈ ગુનો નથી કર્યો, એ હું કોર્ટમાં પુરવાર કરી દઈશ.'

‘જરૂર કરી દેજો... પણ અત્યારે તો તમે તમારી જાતને ગિરફતાર જ માનજો.'

'ઇન્સ્પેક્ટર સાહેબ !' સહસા રજનીકાંતે કહ્યું, ‘મેં છેલ્લા કેટલાય વરસોથી સુનિતાની પ્રકૃતિ તથા સ્વભાવને પારખ્યા છે. સુનિતાના મગજમાં અગાઉ ક્યારેય આવો હલકી કોટિનો વિચાર નથી આવ્યો. એના મગજમાં આ બધા વિચારો રઘુવીર ચૌધરીએ જ ભર્યા છે. એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને ગુનાની કબૂલાત પછી હવે સુનિતાને તાજની સાક્ષી પણ બનાવી શકાય તેમ નથી ?'

'ના, મિસ્ટર રજનીકાંત!' વામનરાવ બોલ્યો, 'એ શક્ય નથી.' પછી સુનિતાની લેખિત જુબાની બનાવીને તેના પર સુનિતા તથા રજનીકાંતની સહીઓ લેવામાં આવી. ત્યારબાદ સુનિતા તથા રઘુવીરને અલગ અલગ કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યાં.

ત્યાર પછી ફાધર જોસેફ તથા રજનીકાંત વિદાય થઈ ગયા. 'હું જરા રઘુવીરને મળી આવું.' તેમના ગયા પછી નાગપાલ બોલ્યો.

‘આ કેસે તો મારી બુદ્ધિનાં બારણાં જ બંધ કરી દીધાં છે નાગપાલ સાહેબ !' વામનરાવે કહ્યું, 'રઘુવીર જેવો ખ્યાતિપ્રાપ્ત માણસ આવું કૃત્ય કરી શકે છે એ વાત જ મારી કલ્પના બહારની હતી.'

'ભાઈ વામનરાવ !' નાગપાલ સ્મિત ફરકાવતાં બોલ્યો, 'આ બધી રઘુવીરને એક રાત માટે પુરાતત્ત્વ ખાતાની ઈમારતમાંથી ખસેડવા માટે અસલી અપરાધીની જ માયાજાળ છે. જે પ્રાચીન વસ્તુઓ ચોરવામાં આવી છે, તે ઈમારતની આસપાસ જ ક્યાંક પડી હોય એવું મને લાગે છે. રઘુવીરની હાજરીમાં આ વસ્તુઓને ત્યાંથી બહાર પહોંચાડી શકાય તેમ નથી. એટલે એને એક રાત માટે ઈમારતમાંથી બહાર કાઢવા માટે અપરાધી આ ચાલબાજી રમ્યો છે. અને આપણે પણ હવે રઘુવીર કાયદાની ચુંગાલમાં સપડાઈ ગયો છે, એવો જ દેખાવ કરવાનો છે. હું જરા રઘુવીરને મળી આવું અને પછી ઇમારતની આજુબાજુમાં કેવી રીતે જાળ પાથરવાની છે, એની વિગતો તને સમજાવીશ.”

વામનરાવે ધીમેથી માથું હલાવ્યું.

નાગપાલે રઘુવીરને મળી આવ્યા પછી વામનરાવને પોતાની યોજના સમજાવી દીધી.

અને તેની યોજના સફળ થઈ.

રાત્રે રૂસ્તમ, રાણા, પીટર તેમ જ બે સાથીદારોને લઈ, વાવના માર્ગેથી પેટીઓ કાઢીને વાનમાં રવાના થતો હતો, ત્યારે ચારે તરફથી પોલીસે તેને ઘેરી લીધો.

બંને પક્ષે ફાયરિંગ થયું, જેમાં રાણા તથા પીટર માર્યા ગયા જ્યારે રૂસ્તમને ગંભીર ઈજા પહોંચતાં તેને હોસ્પિટલે લઈ જવાયો. બાકીના બે જણ પકડાયા તેઓ ભાડૂતી હોવાથી કશુંય નહોતા જાણતા.

છેવટે પેટીઓ સહિત વાન કબજે કરી લેવાઈ.