Josh - 3 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 3

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

જોશ - ભાગ 3

૩ : લોહીની તપાસ...!

બીજે દિવસે સમાચાર મળતાં જ ઇન્સ્પેક્ટર વામનરાવ એક સિપાહીને લઈને આવી પહોંચ્યો. સૌથી પહેલાં એણે મમતા પાસેથી વિગતો મેળવી. ત્યારબાદ પ્રોફેસર વિનાયકને પૂછપરછ કરી અને છેવટે રૂમમાં મોજૂદ પ્રતાપસિંહને ઉદ્દેશીને પૂછ્યું, ‘રાત્રે મમતા મૅડમ સાથે જે કંઈ બન્યું, એની વિગતો જાણ્યા પછી તમે લોકોએ પેલા હાથની તપાસ કરી હતી?'

'હાથની તપાસ કરવાની અમને જરૂર નહોતી લાગી...!' પ્રતાપસિંહે જવાબ આપ્યો.

'કેમ?' વામનરાવે વારાફરતી સૌ કોઈના ચહેરા સામે વેધક નજરે જોતાં પૂછ્યું.

અત્યારે ત્યાં પ્રતાપસિંહ ઉપરાંત શશીકાંત, પ્રભાકર, તેમ જ પ્રભાકરની પત્ની દેવયાની પણ મોજૂદ હતાં.

‘આનો અર્થ એ થયો કે તમારામાંથી કોઈનેય મમતા મૅડમની વાત પર ભરોસો નહોતો બેઠો.' પોતાના સવાલનો જવાબ ન મળતાં વામનરાવ ફરીથી બોલ્યો, ‘જો તમને લોકોને મમતા મૅડમની વાત પર ભરોસો બેઠો હોત તો તમે ચોક્કસ હાથની તપાસ કરી હોત.”

“એવું કંઈ નથી ઇન્સ્પેક્ટર સાહેબ!' વિનાયકે કહ્યું, 'અવિશ્વાસ કરવા જેવી કોઈ વાત નથી. કારણ કે મમતાની ગરદન નીચે છાતીના ભાગે ઉઝરડાનાં જે નિશાન છે, એના પ્રત્યે આંખ આડા કાન કરી શકાય તેમ નહોતું. ઉઝરડાં પરથી કંઈક ને કંઈક તો જરૂર બન્યું હતું, એ દેખાઈ જ આવતું હતું.' વામનરાવનાં જડબાં સખતાઈથી ભીંસાયાં.

એની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની.

“હું એ હાથ જોવા માગું છું.’ થોડી પળો ચૂપ રહ્યા બાદ મનોમન કંઈક વિચારીને એણે કહ્યું.

'ચાલો...'

ત્યારબાદ તેઓ મમતાના રૂમમાંથી નીકળીને સ્ટોરરૂમ તરફ આગળ વધ્યા. દેવયાની મમતા પાસે જ રોકાઈ ગઈ હતી.

'ફાધર અત્યારે નથી દેખાતા ક્યાં છે તેઓ... ?' વામનરાવે પૂછયું. ‘તેઓ તો સવારના જ ચર્ચમાં ગયા છે...!'

પ્રભાકરે સ્ટોરરૂમ ઉઘાડયો. સૌ વારાફરતી અંદર પ્રવેશ્યા. સ્ટોરરૂમની બધી બારીઓ બંધ હતી. તેઓ પિત્તળના બોક્સ પાસે પહોંચ્યા. બોક્સ પર તાળું મારેલું નહોતું. પ્રભાકરે બોક્સ ઉઘાડતાં જ અંદર પડેલા બંને હાથ દેખાયા. કોણી સુધી કપાયેલા બે કદરૂપા હાથ... !

વામનરાવ બારીક નજરે બંને હાથનું નિરીક્ષણ કરવા લાગ્યો. પછી અચાનક એ ચમક્યો. એની આંખોમાં આશ્ચર્યના હાવભાવ છવાયા. 'મને મમતા મૅડમની વાત સાચી લાગે છે.' એણે અચરજભર્યા અવાજે કહ્યું. પછી પોતાના હાથમાં રહેલી સીસમની રૂલ વડે પેટીમાં પડેલ બેમાંથી એક હાથ તરફ સંકેત કરતાં બોલ્યો, 'આ હાથનો પંજો જુઓ... આ પંજાની આંગળીઓના નખ પર લોહીના ડાઘ દેખાય છે. જોકે આ ડાઘ અત્યારે સહેજ સુકાયેલા છે.'

બધાએ જોયું તો વામનરાવની વાત સાચી હતી.

'ઇન્સ્પેક્ટર સાહેબ... !' શશીકાંત બોલ્યો, 'આનો અર્થ એવો થયો કે આ હાથ પહેલાં પેટીમાંથી પછી સ્ટોરરૂમમાંથી બહાર નીકળ્યો અને એણે મમતા મૅડમના રૂમમાં જઈને તેમની ગરદન દબાવવાનો પ્રયાસ કર્યો.'

'લાગે છે તો એવું જ... !' વામનરાવે ગંભીર અવાજે કહ્યું, ‘હું કોઈ પણ પરિણામ પર આવતાં પહેલાં આ હાથના નખમાં ચોંટેલું લોહી, મમતા મૅડમનું છે કે નહીં, એ જાણવા માગું છું.’ ‘એ તમે કેવી રીતે જાણી શકશો?’

“હું આ હાથને ફોરેન્સિક વિભાગમાં મૅડમના લોહીના સેમ્પલ સાથે મોકલી આપીશ. જો આ નખનું લોહી મમતા મેડમના લોહી સાથે મેચ થતું હશે તો હું માનીશ કે તેઓ સાચું કહે છે. જો બંને લોહી અલગ અલગ હશે તો એમ માનીશ કે તેમણે કોઈક ભયંકર સપનું જોયું છે ! અલબત્ત, નખ પર ક્યારે ને કેવી રીતે લોહી ચોંટ્યું, એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે.'

ત્યારબાદ વામનરાવની સૂચનાથી શશીકાંતે લોહીના ડાઘાવાળા હાથને એક અલગ બોક્સમાં પેક કરી આપ્યો. જે લઈને વામનરાવ ત્યાંથી વિદાય થઈ ગયો. જતાં પહેલાં એણે મમતાના લોહીનું સેમ્પલ પણ લઈ લીધું હતું.

એણે પોલીસ હેડક્વાર્ટરના ફોરેન્સિક વિભાગમાં પહોંચીને ત્યાંના ઇન્ચાર્જને બંને વસ્તુઓ સોંપી દીધી અને તાત્કાલિક એનો રિપોર્ટ પોતાને પહોંચાડવાની સૂચના આપી.

ત્યાર પછી એ પોતાની ઑફિસમાં આવીને બેઠો.

એક કલાકમાં જ બંને લોહીનો રિપોર્ટ પણ આવી ગયો.

રિપોર્ટ વાંચીને વામનરાવ જેવા બુદ્ધિશાળી ઇન્સ્પેક્ટરનું દિમાગ પણ ચકરાવે ચડી ગયું.

રિપોર્ટ મુજબ હાથના નખ પર જે લોહી ચોંટ્યું હતું, તે મમતાના લોહી સાથે આબેહૂબ મળતું આવતું હતું. બંને લોહી વચ્ચે માથાના વાળ જેટલો પણ તફાવત નહોતો.

અત્યાર સુધી વામનરાવ એમ જ માનતો હતો કે મમતાએ ચોક્કસ કોઈક સપનું જોયું હશે. એણે જે કંઈ જણાવ્યું છે, એવું વાસ્તવમાં કશું જ નહીં બન્યું હોય, પરંતુ લોહીના રિપોર્ટે એની તમામ માન્યતાઓને ખોટી પાડી દીધી હતી.

વામનરાવ મૂંઝવણભર્યા ચહેરે સિગારેટ પર સિગારેટ ફૂંકતો વિચારમાં ડૂબી ગયો.

એને બે શક્યતાઓ દેખાતી હતી.

પહેલું – મમતાની વાત સાચી હતી. કોઈક આ જાતનું નાટક ભજવીને એને ભયભીત કરી મૂકવા માંગતું હતું. બીજુ-મમતાએ લોકોનું ધ્યાન પોતાના પ્રત્યે કેન્દ્રિત રાખવા માટે આવું નાટક ભજવ્યું હોય એ બનવાજોગ હતું... જો પહેલી શક્યતા સાચી હોય તો સવાલ એ ઊભો થતો હતો કે મમતાને કોણ ભયભીત કરી મૂકવા માંગે છે અને આવું કરવા પાછળ એનો હેતુ શું છે? જો મમતા પોતે જ આવું નાટક ભજવે છે તો શા માટે? શું ખરેખર એ કોઈનાથી ભયભીત છે? શું ખરેખર જ કોઈ એનું ખૂન કરવા માંગે છે અને જો તે આ રીતે પોતાની સુરક્ષાનો બંદોબસ્ત કરાવતી હોય તો સવાલ એ છે કે તે કોનાથી આટલી બધી ગભરાય છે... ? એ સાચી હકીકત જણાવીને પોલીસની મદદ શા માટે લેવા નથી ઇચ્છતી?

વામનરાવના દિમાગમાં એક પછી એક સવાલ આવ-જા કરતા હતા. પરંતુ આ સવાલના જવાબો તેને મમતા પાસેથી જ મળી શકે તેમ હતા.

કશુંક વિચારીને એ ઊભો થયો અને થોડી વારમાં જ પુરાતત્ત્વ ભવનમાં જઈ પહોંચ્યો. સૌથી પહેલાં તો એણે પરીક્ષણ માટે લીધેલો હાથ શશીકાંતને પાછો સોંપ્યો અને પછી પૂછ્યું, 'પ્રોફેસર સાહેબ સાઇટ પરથી પાછા આવી ગયા છે...?'

'હા... થોડીવાર પહેલાં જ તેઓ આવ્યા છે !' 'ઠીક છે... હું તેમની પાસે જઉં છું.’

‘ઇન્સ્પેક્ટર સાહેબ, પરીક્ષણનો શું રિપોર્ટ આવ્યો, એ તો તમે કહ્યું નહીં...?'

વામનરાવે તેને રિપોર્ટ વિશે જણાવી દીધું.

'આવું કેવી રીતે બને ઇન્સ્પેક્ટર સાહેબ?' શશીકાંત નર્યા અચરજ અને અવિશ્વાસથી બોલી ઊઠ્યો, 'અશક્ય... એક નિર્જીવ હાથ... ના, સાહેબ... કાં તો મમતા મૅડમ ખોટું બોલે છે અથવા તો પછી આ કોઈકની ચાલબાજી હોઈ શકે છે !'

'કોની ચાલબાજી હોય? અને આવી ચાલબાજી રમવાથી કોઈને શું લાભ ?'

'એ તો હું નથી જાણતો. મેં તો માત્ર મારી શંકા જ વ્યક્ત કરી છે!' 'ઠીક છે... હું જઉં છું. જરૂર પડશે તો તમને ફરીથી તકલીફ આપીશ.' આમાં તકલીફ જેવી કોઈ વાત નથી. એ તો મારી ફરજ છે.' વામનરાવ એનો આભાર માનીને પ્રોફેસર વિનાયકના રૂમમાં પહોંચ્યો. વિનાયકે સ્મિતસહ તેને આવકાર્યો અને પછી પૂછ્યું, 'હાથના પરીક્ષણ પરથી કંઈ જાણવા મળ્યું ઇન્સ્પેક્ટર સાહેબ ?'

'હા...' વામનરાવે વેધક નજરે મમતા સામે જોતાં જવાબ આપ્યો,

'હાથના નખમાં ચોટેલું લોહી તમારી પત્ની અર્થાત્ મૅડમનું જ છે.' વામનરાવનાં જવાબની બંને પતિ-પત્ની પર અલગ અલગ પ્રતિક્રિયા થઈ. મમતાના ચહેરાનો રંગ ઊડી ગયો હતો અને આંખોમાં મોતનો ખોફ તરવરી ઊઠ્યો હતો.

જ્યારે પ્રોફેસર વિનાયકના ચહેરા પર ચિંતા મિશ્રિત મૂંઝવણના હાવભાવ ઊપસી આવ્યા હતા. પરીક્ષણનું પરિણામ તેની ગણતરી કરતાં વિપરીત આવ્યું હોય, એવું એના હાવભાવ પરથી લાગતું હતું.

વિનાયકની આ મનોદશા વામનરાવની ચકોર નજરથી છૂપી નહોતી રહી. 'જવાબ સાંભળીને તમે નિરાશ થયા છો ખરું ને?' એણે પૂછ્યું.

'હા...' વિનાયક ધીમેથી હકારમાં માથું હલાવતાં બોલ્યો, 'હું તો એમ જ માનતો હતો કે હાથના નખ પર ચોંટેલું લોહી મમતાનું નહીં હોય એવું રિપોર્ટમાં આવશે અને આ રિપોર્ટથી મમતાને ખાતરી થઈ જશે કે એણે કોઈક સપનું જોયું હતું, પરંતુ પરીક્ષણના રિપોર્ટે તો મને પણ મૂંઝવણમાં મૂકી દીધો.'

'પ્રોફેસર સાહેબ !' વામનરાવે ગંભીર અવાજે કહ્યું, ‘જો તમને વાંધો ન હોય તો હું મમતા મૅડમને એકાંતમાં થોડી પૂછપરછ કરવા માગું છું.'

'ચોક્કસ.... મને એમાં શું વાંધો હોય?'

'થેંક્યું...'

વિનાયક રૂમમાંથી બહાર ચાલ્યો ગયો.

વામનરાવે ઊભા થઈને દરવાજો બંધ કર્યો અને પછી પીઠ ફેરવીને મમતા સામે જોયું. એના ચહેરા પર નજર પડતાં જ મમતા સર્વાંગે ધ્રૂજી ઊઠી.

અત્યારે વામનરાવના ચહેરા પર દુનિયાભરની કઠોરતા ઊતરી આવી હતી. એનાં જડબાં સખતાઈથી ભીંસાયેલાં હતાં અને સર્ચલાઈટ જેવી આંખો મમતાના ચહેરા સામે જ જડાયેલી હતી.

વામનરાવ ધીમે ધીમે આગળ વધીને મમતાની નજીક પહોંચ્યો અને પછી એણે પોતાની વેધક આંખો એની આંખોમાં પરોવતાં ઠંડા અવાજે પૂછ્યું, 'નામ શું છે એનું ?'

વામનરાવનો સવાલ સાંભળીને પળભર માટે મમતા એકદમ ચમકી ઉઠી.

પરંતુ પછી તરત જ એણે પોતાની જાત ઉપર કાબૂ મેળવી લીધો. ‘તમે કોની વાત કરો છો ઇન્સ્પેક્ટર સાહેબ?' એણે પૂછ્યું. 'તમે જેનાથી ભયભીત છો, એની હું વાત કરું છું!"

'મને... મને એની કંઈ ખબર નથી !'

'જુઓ મૅડમ !' વામનરાવ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, 'તમારું લોહી તથા કપાયેલા હાથના નખ પરથી મળેલું લોહી, એક જ હોવાનું પુરવાર થઈ ગયું છે. આ ઘોર કળિયુગમાં એક કપાયેલો અને નિર્જીવ હાથ તમારા રૂમમાં આવીને તમારું ગળું દબાવવા લાગે તેમ જ કોઈ મમી તમારા રૂમમાં પ્રવેશીને તમને મારી નાંખવાનો પ્રયાસ કરે તથા જોતજોતામાં જ અદૃશ્ય થઈ જાય, એ વાત ગળે ઊતરે એવી નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈકના તરફથી જોખમ હોવાને કારણે તમે આ રીતે ભયભીત થવાનું નાટક કરો છો. આવું નાટક ભજવીને તમે બધાનું ધ્યાન તમારા પ્રત્યે જ કેન્દ્રિત રાખવા માંગો છો જેથી બધાં દિવસ-રાત તમારી આજુબાજુમાં જ રહે. સાચું કહો, તમને કોના તરફથી જોખમ છે ? કોણ તમારા લોહીનું તરસ્યું છે? તમારું જીવન કોની મુઠ્ઠીમાં છે?'

'મારા પર ભરોસો રાખો ઇન્સ્પેક્ટર સાહેબ ! હું આ બાબતમાં કશુંય નથી જાણતી!' મમતા પોતાના અવાજને સ્વસ્થ રાખવાનો ભરપૂર પ્રયાસ કરતાં બોલી.

'ખરેખર જ કશુંય નથી જાણતા કે પછી કંઈ કહેવા નથી માંગતા?' વામનરાવે ધીમા પણ થોથવાતા અવાજે પૂછ્યું.

'તમારી માન્યતા ખોટી છે ઇન્સ્પેક્ટર સાહેબ !' મમતા કંપતા અવાજે બોલી.

'મૅડમ...!' વામનરાવે સહેજ આગળ નમીને ગંભીર અવાજે કહ્યું, 'તમે ખામોશ રહીને તમારી જાતને જોખમમાં મૂકો છો. જો તમે આ જ રીતે ચૂપ રહેશો તો હું તમને બચાવવા માટે કોઈ પગલાં નહીં ભરી શકું અને ખૂની પોતાનુ કામ પતાવીને ચાલ્યો જશે.'

“તમે... તમે મને ગભરાવવા માંગો છો?' મમતાએ લથડતા અવાજે પૂછ્યું.

'ના... બિલકુલ નહીં... !' વામનરાવ ભારપૂર્વક બોલ્યો, 'હું તમને ગભરાવવાનો નહીં, પણ બચાવવાનો પ્રયાસ કરું છું. બોલો, તમને કોના તરફથી જોખમ છે ?'

“હું કોઈના વિશે કશું જ નથી જાણતી...!' મમતાએ મક્કમ અવાજે કહ્યું. ‘મેડમ, જો ખરેખર એવો કોઈ શખ્સ ન હોય તો પછી તમે આવી નાટકબાજીથી પોલીસને શા માટે હેરાન કરો છો? આ જાતનાં કૃત્ય કરવા બદલ હું તમારી ધરપકડ પણ કરી શકું છું, એની તમને ખબર છે?' વામનરાવનો અવાજ એકદમ કઠોર હતો.

'તમે મારી મુશ્કેલી દૂર કરવાને બદલે ઊલટું એને વધારો છો !'

'હું તમારી મુશ્કેલી નથી વધારતો પણ તમે મારે માટે મુશ્કેલી ઊભી કરો છો!’

'ઇન્સ્પેક્ટર સાહેબ, મેં જે કંઈ કહ્યું છે તે સાચું જ કહ્યું છે એની તમે ખાતરી રાખો...!'

‘જો હું તમારી વાતને સાચી માની લઉં તો સવાલ એ ઊભો થાય છે કે એક મમી કેવી રીતે તાબૂતમાંથી નીકળીને તમને મારી નાખવાનો પ્રયાસ કરી શકે? એક કપાયેલો હાથ કેવી રીતે તમારું ગળું દબાવવાનો પ્રયાસ કરી શકે?'

'તમને મારી વાત ખોટી લાગતી હોય તો તમે મારા પતિને પૂછીને ખાતરી કરી શકો છો. તેમણે પણ મમીના શરીર પરથી રૂમમાં જમીન પર ખરેલા પાઉડરને ચેક કર્યો હતો. એની ચકાસણી કરી હતી. શું એ પાઉડર પરથી જ પુરવાર નથી થઈ જતું કે મેં કોઈ સપનું નહોતું જોયું. મેં હકીકતમાં જ જે કહ્યું, એ જોયું હતું.'

'તમે કંઈક છુપાવવાનો પ્રયાસ કરો છો !'

'બિલકુલ નહીં... !'

'હું તમને છેલ્લી વાર એક વાત કહું છું.' વામનરાવે એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'તમે ચૂપ રહીને નાહક જ તમારે માટે જોખમ વધારો છો... ! આવી હાલતમાં અમે કશુંય કરી શકીએ તેમ નથી. જો તમારી સાથે કંઈ ન બનવાનું બનશે તો એને માટે તમે પોતે જ જવાબદાર ગણાશો. મારી વાત સમજો છો ને તમે ?' 'ઇન્સ્પેક્ટર સાહેબ, તમે પણ મને ગભરાવવાનો પ્રયાસ કરો છો ?'

સહસા વામનરાવે મમતાના બંને ખભા પકડીને તેને જોરથી હચમચાવી અને પછી બોલ્યો, 'હું પણ તમને ગભરાવવાનો પ્રયાસ કરું છું, એમ તમે હમણાં કહ્યું છે. બોલો, મારા સિવાય બીજું કોણ તમને ગભરાવે છે ? બોલો... મારી વાતનો જવાબ આપો.'

'મને છોડી દો ઇન્સ્પેક્ટર સાહેબ! મને મારી હાલત પર છોડી દી. હું કશું જ નથી જાણતી.' મમતાએ એટલા જોરથી બરાડો નાંખ્યો કે બહાર ઊભેલો વિનાયક પણ એકદમ ચમકી ગયો. વળતી જ પળે તે દરવાજો ઉઘાડીને અંદર પ્રવેશ્યો.

એણે જોયું તો મમતા ઊંડા ઊંડા શ્વાસ ખેંચતી હતી. એનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો હતો અને આંખોમાં દુનિયાભરનો ખોફ ઊતરી આવ્યો હતો.

“આ શું ઇન્સ્પેક્ટર સાહેબ?' એણે નારાજગીભર્યા અવાજે કહ્યું. 'સોરી, પ્રોફેસર સાહેબ !' કહીને વામનરાવે મમતાને છોડી દીધી અને પછી પોતાના ઉશ્કેરાટ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો.

'શાંત થા મમતા... શાંત થા!' વિનાયકે મમતાને આશ્વાસન આપતાં કહ્યું.

થોડી પળોમાં જ વામનરાવ સ્વસ્થ થઈ ગયો. એણે વિચિત્ર નજરે એક વખત મમતા સામે જોયું અને પછી વિનાયકને સંબોધીને કહ્યું, 'મારી સાથે આવો પ્રોફેસર સાહેબ !'

'તમે બાજુના રૂમમાં જઈને બેસો. હું હમણાં આવું છું.'

'ઓ.કે...' કહીને વામનરાવ રૂમમાંથી બહાર નીકળી ગયો. વિનાયક પલંગ પર બેઠો કે તરત જ મમતા એને વળગી પડી. એનો દેહ સૂકા પાંદડાની માફક થરથરતો હતો.

'મને બચાવી લો...!' એ ભયભીત અવાજે બોલી, ‘એ દુષ્ટાત્મા મને મારી નાંખશે...!'

'ફિકર ન કર મમતા...!' વિનાયકે અત્યંત સ્નેહથી એનો ખભો થપથપાવતાં કહ્યું, 'તને કશું જ નહીં થાય...!'

થોડી પળો બાદ મમતા સહેજ સ્વસ્થ થઈ એટલે એ બહાર નીકળીને બાજુના રૂમમાં પહોંચ્યો અને ત્યાં બેઠેલા વામનરાવની સામે એક ખુરશી પર બેસી ગયો.

'ઇન્સ્પેક્ટર સાહેબ !' એણે પ્રશ્નાર્થ દૃષ્ટિએ વામનરાવ સામે જોતાં પૂછયું, ‘મમતાની પૂછપરછથી તમને કંઈ નવું જાણવા મળ્યું...?' ''પ્રોફેસર સાહેબ !' વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, ‘તમારી પત્ની એકદમ ભયભીત છે. તેમને કોઈકની તરફથી જોખમ છે. એ ઘણી બધી વાતો છુપાવે છે, એવું મને લાગે છે.'

“હું પણ એમ જ માનું છું ઇન્સ્પેક્ટર સાહેબ! તમે ગમે તે રીતે મમતાના મનની વાત જાણી લો. ઉપરાંત એના રક્ષણ માટે પણ કંઈક વ્યવસ્થા કરો. ન કરે નારાયણ ને જો મમતાને કંઈ થઈ જશે તો હું ક્યાંયનો નહીં રહું. મારી જિંદગીનો મકસદ જ પૂરો થઈ જશે. હું એને અનહદ ચાહું છું. પ્લીઝ, કંઈક કરો.'

‘તમે કઈ જાતની રક્ષણ વ્યવસ્થા કરવાનું કહો છો?'

‘વાત એમ છે ઇન્સ્પેક્ટર સાહેબ, કે જો તમે વર્દીધારી પોલીસની વ્યવસ્થા કરશો તો તે યોગ્ય નહીં ગણાય.... ! તમે કોઈક એવી મહિલા પોલીસની વ્યવસ્થા કરી આપો કે જે સાદા પહેરવેશમાં અર્થાત્ સિવિલ ડ્રેસમાં અહીં રહે અને મમતાનું રક્ષણ કરી શકે. એની હાજરીને કારણે મમતાને પણ થોડી હિંમત રહેશે.'

'આ મામલામાં હું એવું નહીં કરું... !' વામનરાવ સ્પષ્ટ અવાજે બોલ્યો, 'કેમ કે એવું કરવાથી મને કોઈ લાભ નથી દેખાતો. અલબત્ત, હું એક પ્રાઇવેટ મહિલા જાસૂસની વ્યવસ્થા જરૂર કરી શકું તેમ છું.'

'એટલે ?'

'તમે સી.આઈ.ડી.ના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનું નામ તો સાંભળ્યું જ હશે?'

'હા... ખૂબ જ સાંભળ્યું છે તથા અખબારોમાં પણ એમના વિશે ઘણું બધું વાંચ્યું છે.'

'રાઈટ... તો હું આ કેસ વિશે નાગપાલ સાહેબને વાત કરું છું.'

'ચોક્કસ કરો... જરૂર પડે તો હું પણ નાગપાલ સાહેબને વિનંતી કરવા તૈયાર છું.'

'હું આજે જ નાગપાલ સાહેબ સાથે વાત કરીને તમને જણાવી દઈશ.' આટલું કહ્યા પછી સહસા યાદ આવ્યું હોય એમ વામનરાવે કહ્યું, 'મારા એક સવાલનો જવાબ આપશો?'

'પૂછો...'

‘રૂમની જમીન પરથી તમને જે પાઉડર મળ્યો હતો, તે ખરેખર સ્ટોરરૂમમાં પડેલા એ જ મમીનો હતો?'

'હા, પાઉડર એ જ મમીનો હતો.' વિનાયકે ગંભીર અવાજે કહ્યું, 'એટલા માટે જ તો મને મમતાની આટલી બધી ફિકર થાય છે.!

'ઓ.કે...' વામનરાવ ઊભો થતાં બોલ્યો, 'હવે આવતીકાલે હું ફરીથી તમને મળવા આવીશ.' જવાબમાં વિનાયકે ધીમેથી હકારમાં માથું હલાવ્યું. મને રજા આપો.

વામનરાવ ત્યાંથી વિદાય થઈ ગયો.

એ જ સાંજે તે જઈને નાગપાલને મળ્યો અને તેને સમગ્ર હકીકતથી વાકેફ કરી દીધો.

દિલીપ એ વખતે એક મિશન પાર પાડવા માટે મોરક્કો ગયો હતો. ‘કેસ તો દિલચસ્પ છે વામનરાવ... !' બધી વિગતો સાંભળ્યા પછી

નાગપાલ સ્મિત ફરકાવતાં બોલ્યો, 'અને આવા આંટીઘૂંટીવાળા કેસને હું મારા દિમાગની કસરત માનું છું. શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરતની જરૂર પડે છે તેમ મગજને પણ સતેજ રાખવા માટે આવા કેસરૂપી કસરતની જરૂર પડે છે, પરંતુ પ્રત્યક્ષ રૂપે હું તને આ કેસમાં બહુ મદદ કે દોડાદોડી નહીં કરી શકું પણ પરોક્ષ રીતે હું તારી સાથે જ છું. તને જ્યારે પણ મારી જરૂર લાગે ત્યારે મારી પાસે આવી જજે. અને સમયાંતરે રિપોર્ટ આપતો રહેજે. દિલીપ પણ એક કેસના અનુસંધાનમાં મોરક્કો ગયો છે. આ વખતનું એનું કામ અત્યંત જોખમી છે એટલે ગમે ત્યારે એને મારી મદદની જરૂર પડી શકે છે.'

'નાગપાલ સાહેબ... !' વામનરાવે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, 'આ કેસનાં મુખ્યત્વે ત્રણ પાસાં છે. પહેલું - મમતા કોઈનાથીયે ભયભીત ન હોય અને ફક્ત પતિનું ધ્યાન પોતાના પ્રત્યે કેન્દ્રિત રાખવા માટે આવું નાટક ભજવતી હોય, એ બનવાજોગ છે. કામકાજને હિસાબે પ્રોફેસર વિનાયક પોતાની પત્ની મમતા પ્રત્યે બહુ ધ્યાન નથી આપી શકતો એ તો સ્પષ્ટ જ છે. જો આ વાતને સાચી માનીએ તો આ કેસ સાવ મામૂલી છે અને એની તપાસમાં નાહક જ સમય વેડફવા જેવું છે. આશ્ચર્ય ઉપજાવવાની સાથે સાથે પોતાની વાત સાચી ઠરે, એવા પુરાવા પણ રજૂ કરી શકે. ખેર, બીજા પાસા વિશે જણાવ...'

આ દરમિયાન હકલો આવીને બંને માટે કોફીના કપ મૂકી ગયો હતો. 'બીજું પાસું એ છે કે...' વામનરાવ પોતાનો કપ ઊંચકીને તેમાંથી કોફીનો એક ઘૂંટડો ભર્યા બાદ બોલ્યો, 'કોઈક વ્યક્તિ ખરેખર જ મમતાને ભયભીત કરે છે. જો એવું હોય તો એ શખ્સે મમતાના રૂમમાં જઈને એનું ગળું દબાવવાનો પ્રયાસ કરવા માટે મમી તથા કપાયેલા હાથની વ્યવસ્થા કરી ? આ બંને વસ્તુઓ અર્થાત્ મમી તથા કપાયેલો હાથ સ્ટોરરૂમમાંથી નીકળીને કેવી રીતે મમતાના રૂમ સુધી પહોંચ્યો ? ત્રીજું પાસુ - મમતા ખરેખર કોઈનાથી ભયભીત હોય... કોઈક તરફથી એને પોતાનો જીવ જોખમમાં લાગતો હોય અને બધાનું ધ્યાન એના પ્રત્યે કેન્દ્રિત થાય તથા આ રીતે તેના રક્ષણની વ્યવસ્થા ગોઠવાઈ જાય એવા હેતુથી જ તે આ જાતનું નાટક ભજવતી હોય એવું પણ બની શકે છે. હવે સવાલ એ છે કે એ શખ્સ કોણ છે ને મમતા કયા કારણસર એને વિશે કશુંય જણાવવા નથી માંગતી? હકીકતમાં તો એણે જે કંઈ હોય, તે સાચેસાચું જણાવીને પોલીસની મદદ માંગવી જોઈએ, પરંતુ એવું તો એ કરવા નથી માંગતી.’

'વામનરાવ !' નાગપાલે હસીને કહ્યું, ‘એ બિચારી કેવી રીતે એને ગભરાવનાર શખ્સ વિશે જણાવે ? જો મમતા સાચું બોલે તો એણે એ શખ્સના નામની સાથે સાથે એની સાથેની દુશ્મનાવટનું કારણ પણ જણાવવું પડે. આ સંજોગોમાં તેને પોતાનો ભૂતકાળ પણ સામે લાવવો પડે. અને ભૂતકાળની કોઈ વાત તે જાહેર કરવા ન માંગતી હોય, ખાસ કરીને પોતાના પતિને આ વાતની જાણ થાય, એમ તે ન ઇચ્છતી હોય એ બનવાજોગ છે. પરિણામે એણે આ જાતનું નાટક ભજવીને પોતાનો ભૂતકાળ ઉજાગર ન થાય અને સાથેસાથે પોતાના રક્ષણની વ્યવસ્થા પણ ગોઠવાઈ જાય, એવો ઘાટ ઘડયો હોય તેવું બની શકે છે.'

નાગપાલની વાત સાંભળીને વામનરાવ એકદમ પ્રભાવિત થઈ ગયો, કારણ કે આ વાત તો એને બિલકુલ સૂઝી જ નહોતી. 'આપની વાતમાં વજૂદ છે નાગપાલ સાહેબ !' એ પ્રશંસાભરી નજરે નાગપાલ સામે જોતા બોલ્યો.

'કેવું વજૂદ ?'

'તમે કહ્યું, એવું જ થયું હોય, એ બનવાજોગ છે!' નાગપાલે કોફીનો કપ ખાલી કરીને ટિપોઈ પર મૂક્યો. ત્યારબાદ એણે પોતાની પાઈપ પેટાવીને ઉપરાઉપરી બે-ત્રણ કસ ખેંચ્યા. રૂમમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી-મીઠી મહેંક પ્રસરી ગઈ. નાગપાલને પાઈપ ફૂંકતો જોઈને વામનરાવને પણ સિગારેટની તલપ લાગી.

'નાગપાલ સાહેબ, હું પણ સિગારેટ પેટાવું?' એણે પૂછ્યું. 'ચોક્કસ... !' નાગપાલ હસીને બોલ્યો, “મારાથી ના કહેવાય જ નહીં. હું પોતે જ જો ધૂમ્રપાન કરતો હોઉં તો બીજાને કેવી રીતે ના પાડી શકું? તું તારે ખુશીથી એક નહીં, પણ તને જરૂર લાગતી હોય તો એકી સાથે બે સિગારેટ પેટાવીને ફૂંકી શકે છે.'

વામનરાવે ગજવામાંથી સિગારેટનું પેકેટ તથા લાઇટર કાઢ્યા. પછી એણે પેકેટમાંથી એક સિગારેટ કાઢીને પેટાવી.

એ જ વખતે હકલો આવીને કોફીના ખાલી કપ લઈ ગયો. 'બોલ, હવે તું મારી પાસેથી શું ઇચ્છે છે?' છેવટે નાગપાલે પૂછ્યું.

'નાગપાલ સાહેબ, આપ આપની કોઈક લેડી આસિસ્ટન્ટને ત્યાં મોકલી આપો. પ્રોફેસર વિનાયકે પણ આ જાતની વિનંતી કરી છે. ઉપરાંત આ પગલું ભરવાથી આપણને પણ સાચી હકીકતની ખબર પડી જશે.'

નાગપાલ કોઈક વિચારમાં ડૂબી ગયો.

'ઠીક છે...' કશુંક વિચારીને એ બોલ્યો, 'હાલમાં મારી પાસે રજની માટે કોઈ ખાસ ફિલ્ડ વર્ક નથી એટલે હું એને જ ત્યાં મોકલી આપું છું, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે.'

'શુ?'

‘રજની મારી આસિસ્ટન્ટ છે, એ વાતની પ્રોફેસર વિનાયકને બાદ કરતાં બીજા કોઈનેય ખબર ન પડવી જોઈએ. અન્ય લોકોને તો રજનીની ઓળખાણ એક નર્સ તરીકે જ આપવાની છે. આ ઉપરાંત એનું નામ રજની નહીં, પણ આરતી છે અને તે નારંગ હોસ્પિટલમાં કામ કરે છે. આરતી ઘણા દિવસોથી રજા પર હતી અને ડયૂટી પર પાછી ફરતાં જ પ્રોફેસર વિનાયકે પત્નીની સાર-સંભાળ રાખવા માટે તેને બોલાવી છે.'

‘પણ જો કોઈ નારંગ હૉસ્પિટલનું સરનામું મેળવીને ત્યાં મિસ રજની અર્થાત્ આરતી વિશે પૂછપરછ કરશે તો ?' વામનરાવે પોતાની શંકા વ્યક્ત કરતાં પૂછ્યું.

'તો ભલે ને કરે... !' નાગપાલ હસ્યો, 'ગભરાવાની જરૂર નથી. હું ડોક્ટર નારંગ સાથે વાત કરી લઈશ. જે કોઈ પૂછપરછ કરશે, તેને મેં જણાવી છે, એ જ માહિતી મળશે, કારણ કે ત્યાં ખરેખર જ આરતી નામની એક નર્સ ઘણા દિવસોથી રજા પર છે.'

જાણે નાગપાલની વાત સમજ્યો હોય, એ રીતે વામનરાવે ધીમેથી માથું હલાવ્યું.

‘તો આપ રજનીને આરતીના રૂપમાં મારી પાસે મોકલશો ?'

'કાલે સવારે તું રજનીને ઑફિસેથી તેડી જજે... ! એ તૈયાર જ હશે. અને હા, હવે પછી તું પણ એને રજનીને બદલે આરતી કહીને જ બોલાવજે. નહીં તો એનો ભેદ ખૂલી જશે અને બધી મહેનત પર પાણી ફરી વળશે !' 'ઓ.કે...' વામનરાવે ધીમેથી માથું હલાવ્યું.

ત્યારબાદ થોડી ઔપચારિક વાતો કરી, નાગપાલનો આભાર માનીને એણે વિદાય લીધી.