Goras Aamli in Gujarati Short Stories by Jagruti Vakil books and stories PDF | ગોરસ આમલી

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ગોરસ આમલી

ગોરસ આમલી

વાંસ કે લાંબી લાકડી વડે આમલી ઉતારવાનું, ખોલીને તેનું સફેદ ફળ ખાઈને અંદરના કાળા બીજ ધીમે ધીમે ફોલી છાલ ઉતારી કથ્થઇ કરવાના તો પાસ અને જો એ સફેદ થઇ જાય તો નાપાસ...આવી રમત બાળપણમાં મોટા ભાગના રમ્યા હશે .હાલ બજારમાં જોવા મળતું અને આબાલવૃદ્ધ સહુને પ્રિય એવું ઉનાળાનું ઋતુફળ ગોરસ આમલી કે જે વળાંકવાળા અને જલેબી આકારના ફળને કારણે જંગલ જલેબી, ગંગા આમલી, મીઠી આમલી અને વિલાયતી આમલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ એપ્રિલથી જૂનના ઋતુમાં આવે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન મહત્તમ માત્રામાં જોવા મળે છે.. તેના ફૂલો સફેદ-લીલા રંગના અને સહેજ સુગંધિત હોય છે. ગોરસ આમલીનું ઝાડ મધ્યમ કદનું સદાબહાર ફળનું ઝાડ છે. તેના ફૂલો સફેદ-લીલા રંગના અને સહેજ સુગંધિત હોય છે. શીંગો પણ લીલાશ પડતા ભુરા/લાલ અથવા ગુલાબી રંગના અને આકારમાં પાતળા હોય છે. મધ્યમ કદનું વૃક્ષ સદાપર્ણી હોય છે. પાંદડાં સંયુક્ત હોય છે. ફૂલો ગુચ્છામાં હોય છે. ફળ ગોળ જલેબી જેવાં હોય છે. અંદરના કાળા ઠળિયા ઉપર નરમ ગર હોય છે. લોકો તે ગર સ્વાદથી આરોગે છે.

ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ કાતરાના નામે ઓળખાય છે. સસ્તામાં અને વિશેષ ચરોતરના ખેતરોમાં ઠેર ઠેર જોવા મળતી ગોરસ આંબલી ઉત્તમ ફળ છે.

ગોરસ આમલીમાં ઔષધીય ગુણો પણ છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વટાણાની પ્રજાતિનો છોડ છે. તેના ફળનો રંગ સફેદ હોય છે અને પાક્યા પછી તે લાલ થઈ જાય છે. Journal of Pharmacognosy And Phytochemistry માં છાપેલી એક રિપોર્ટ અનુસાર, ગોરસ આમલીનાં ફળમાં કેન્સર-રોધી સુધી ગુણ જોવા મળ્યા છે. તેથી જો આ ફળનું સેવન કરવામાં આવે તો કેન્સર કોશિકાઓની વધવાની ગતિ રોકાઈ જાય છે. જો કોઈ વ્યક્તિને કેન્સર ના હોય તો તેને કેન્સર થવાની શક્યતા પણ ઘટી જાય છે. કારણ કે આ ફળોમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.ઉપરાંત ગોરસ આંબલીને ડાયાબિટીસનાં રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં અનેક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને લાભ આપે છે. ટાઇપ-૨ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ગોરસ આમલીના ફળનું સેવન અને તેનો જ્યુસ ખૂબ જ લાભદાયક છે. ઘણા બધા વૈદ્ય અને જૂના લોકો માને છે કે ડાયાબિટીસનાં રોગીને જો એક મહિનો સળંગ ગોરસ આમલીનું સેવન કરે તો તેમને તે રોગમાંથી છુટકારો મળી શકે છે.

મેક્સિકોમાં ગોરસઆંબલી દાંત ના દુખાવો માં પરંપરાગત દવા તરીકે વપરાય છે કેમકે તે નબળા પેઢાં ને મજબૂત બનાવે છે. ગોરસઆંબલી મોઢાં ના ચાંદા ને તથા દાંતમાંથી આવતાં લોહી ને પણ મટાડે છે .ઉનાળાની સિઝન માં ખાન પાન ને લીધે વારંવાર ઝાડા કે મરડો (આંકડી ઝાડા) ની તાસીર વાળા ને સિઝન માં રોજ સવારે 100 ગ્રામ ગોરસઆંબલીનુ સેવન કરવુ જોઈએ.

ગોરસ આમલીની ખેતી કરવાની રીત સરળ છે : ગોરસ આમલી બીજમાંથી પણ ઉગાડી શકાય છે અને નર્સરીમાંથી પણ ઉગાડી શકાય. તેના બીજને ફળ આવવામાં 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે.ગોરસ આમલીના છોડને વધારે પાણીની જરૂર નથી પડતી. તે શુષ્ક વિસ્તારોમાં ઉગાડવામાં આવતો છોડ છે અને તેને ભેજવાળી જમીનની જરૂર છે. તેમજ તમે ગોરસ આમલીના છોડને વાસણમાં અથવા જમીન પર ઉગાડી શકો છો, પરંતુ જમીન ખૂબ ભીની ન હોવી જોઈએ. આ છોડને વૃદ્ધિ માટે સારા સૂર્યપ્રકાશની જરૂર છે. તેને એવી જગ્યાએ રાખો જ્યાં દિવસભર સૂર્યપ્રકાશ આવે. જો કે, તેને ઓછા સૂર્ય પ્રકાશવાળી જગ્યાએ પણ ઉગાડી શકાય છે, પરંતુ તેના કારણે પાંદડા વધુ વધવા લાગશે.ગોરસ આમલીના છોડમાં છાણનું ખાતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાઈટ્રોજન ધરાવતા રાસાયણિક ખાતરો બિલકુલ પસંદ કરશો નહીં, તે તેના મૂળનો યોગ્ય વિકાસ કરશે નહીં. તે તીવ્ર ઠંડી પછી આપવું જોઈએ. જ્યારે ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે. આ છોડ ખૂબ મોટો હોઈ શકે છે અને તેથી તેની પાસે 12 થી 15 ફૂટની જગ્યા હોવી જોઈએ. એકવાર તે સહેજ વધે છે, તેને ખાસ કાળજીની જરૂર નથી.

તો ચાલો નાનું એવું ફળ હોવા છતાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીડાયાબીટીક જેવા મહત્વના મોટા ગુણ ધરાવતું, અનેક પોષક તત્વોથી ભરપુર એવું ઋતુફળ ગોરસ આમલીને અપનાવી,સ્વાદ સાથે સ્વાસ્થ્યને પણ માણીએ.