પુરાણ પ્રતીકોનું હાર્દ
ભાગ - ૨
-ઃ લેખક :-
જાગૃતિ વકીલ
Mo. : 958-668-5463
E-mail : Jrv7896@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પુરાણ પ્રતીકો
ભાગ - ૨
-ઃ પ્રસ્તાવના :-
થોડા સમય પહેલા મુકેલી પુરાણ પ્રતીકો-૧ ને આપ સહુ તરફથી મળેલ બહોળો પ્રતિસાદ બદલ આભાર...આપણા પૂર્વજો તરફથી મળેલ અનેક બાબતો કે પ્રતીકો જે આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે.તેને સાચા અર્થમાં સમજી અપનાવતા માનવજીવનનો સાચો હેતુ સાર્થક કરવા સાથે સ્વસ્થ સમાજના નિર્માણ કરીએ તે હેતુથી આ લેખમાળાનો બીજો ભાગ પ્રસ્તુત કરતા આનંદ અનુભવું છું. આ વખતે અત્યંત મહત્વનો અને દર ૩ વર્ષે આવતો અધિક માસ પણ ચાલુ હોવાથી તેને પણ અહી સાંકળી લીધો છે...આશા છે કે આપને પુરાણ પ્રતીકો ભાગ-૨ પસંદ પડશે જ. આપના તરફથી સૂચનો આવકાર્ય છે.
પુરાણ પ્રતીકોનું હાર્દ - ૬
માનવ ધર્મ સમજાવતા આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ ધરાવતો પુરૂષોતમ માસ :
પુરૂષોમાં ઉત્તમ છે એવા’પુરૂષોતમ’ તરીકે ઓળખાતા ભગવાનના સ્વરૂપને જીવન સાથે સાંકળી ઉતમ જીવન જીવવાના સંદેશ સાથે કેલેન્ડર પ્રમાણે દર ૩ વર્ષે આવતો એક વધારાનો મહિનો ‘અધિક માસ’તરીકે પ્રચલિત અને ધાર્મિક મહત્વ ધરાવતા આ માસમાં સૂચવવામાં આવતી વિશિષ્ટ બાબતો ઉપવાસ-એકટાણા,વનસ્પતિપૂજા,દાન વગેરે દ્વારા સાચા અર્થમાં મનુષ્ય ધર્મ તથા વૈજ્ઞાનિક રીતે સ્વસ્થ જીવન કેમ જીવવું તે સમજવામાં પણ ખુબ મહત્વની છે.ઉતમ જીવન એટલે ચારિત્ર્યવાન,નીતિવાન,માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ જીવન જીવવાની સમજ આપે છે.
* આ માસમાં ઘડાની સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવામાં આવે છે. પુરાણોમાં પ્રખર સંતોએ બનાવેલ આ નિયમ પાછળનું મુખ્ય કારણ એ છે કે જીવનરૂપી ઘડો પણ એક દિવસ ફૂટવાનો જ છે,તો રાગ,દ્વેષ,માયા,કપટ જેવા દુર્ગુણોરૂપી મનના બધા જ મેલ ભક્તિરૂપી ગંગામાં સ્નાન કરી દુર કરીએ.આ અર્થમાં મલ માસ તરીકે પણ આ માસ ઓળખાય છે.
* આરોગ્યની દ્રષ્ટિએ ઉતમ એવી વનસ્પતિઓ-પીપળો અને તુલસીના પૂજન દ્વારા સ્વાસ્થ્યની દરકાર સાથે પરોપકારી સંત જેવાવૃક્ષોનું જતન કરી,પર્યાવરણ સંતુલનમાં ફાળો આપવા સમજાવવામાં આવે છે.
* આખો માસ ઉપવાસ કે એક્ટાણા કરવા પાછળ ધાર્મિક કરતા વૈજ્ઞાનિક મહત્વ વધુ છે.શ્રીની પાચનશક્તિને મજબુત બનાવવા અને તે દ્વારા તંદુરસ્તી માટે અમુક સમયાંતરે એકટાણા-ઉપવાસ જરૂરી છે. શરીર શુદ્ધિ સાથે મનશુદ્ધિ થવાથી આત્મ શુદ્ધિ પણ થાય છે.
*આ માસમાં દાનનું ખુબ મહત્વ આકવામાં આવે છે.જે પાછળ સાચો મનુષ્યધર્મ રહેલો છે.કુદરતે આપેલા બે હાથનો ઉપયોગ માત્ર લેવામાં જ ન કરતા એક હાથે કમાઈ,બીજા હાથે મદદ કરીએઅને જરૂરિયાતમંદ પ્રત્યે લંબાવેલો મદદનો હાથ કુદરતને પણ ગમે છે તે યાદ રાખી પ્રેમ,કરૂણા,સહાનુભુતિ જેવા સદગુણોના વિકાસ દ્વારા ખરા અર્થમાં માનવધર્મ યાદ રાખીએ.
આમ આ માસ દરમ્યાન અને હંમેશના જીવનમાં સારા કર્યો અપનાવી, સાચા અર્થમાં ધર્મની વ્યાખ્યા -’ધારણ કરે તે ધર્મ’ સમજી,અમુલ્ય કુદરતને ઓળખી તેના નિયમોનું પાલન કરી,માનવજીવન સાર્થક કરવાનો અધિક માસનો સંદેશ ઝીલીએ....
પુરાણ પ્રતીકોનું હાર્દ - ૭
પૂજાના ફળ-ફૂલ
શ્રીમદભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે વર્ણવેલો નિષ્કામ કર્મયોગ જેટલો સુંદર છે એટલો જ આચરણમાં મુકવો અઘરો છે.આપના પૂર્વજોએ ભગવાનને ચરણે ફળ ધરાવવાની પરંપરા દ્વારા તેને સરળ બનાવ્યો છે.સુંદર,રસમય સદ્ય વગરનું ફળ ભગવાનના ચરણે ધરાવતી વખતે સહુના મનમાં પ્રશ્ન થાય કે શું આ મૂર્ત્િા ફળ કહતી હશે ? જવાબ ના માં હોવા છતાં કમ એ પરંપરા જાળવીએ છીએ? એનો જવાબ ઋષ્િામુનિઓ સરસ રીતે સમજાવી ગયા છે કે આપણે જે ફળ ભગવાનના ચરણે મુકીએ છીએ તે આપના કરેલા કર્મ પરમપિતાને સમર્પિત કરીએ છીએ...એ અર્થમાં ‘કર્મફળ’ દ્વારા જીવન સરળ સફળ બન્નાવવાની કેટલી સુંદર ભાવના રહેલી છે?એમાય ખાસ રસથી ભરપુર ફળ અર્થાત યુવાની અને રસવિ હીન ફળ એટલે ઘડપણ.આ દ્વારા આપણા પૂર્વજો ઉપદેશ આપી ગયા છે કે શરીરની બધી ઈન્દ્રિયો બરાબર કામ કરતી હોય ત્યારે એટલે કે યૌવનસભર ફળ ભગવાનના ચારને અર્પણ કરો,નહિ કે ચૂસી ચૂસીને ગોટલા જેવું થઈ ગયેલું ઘડપણ..યુવાનીમાં જ ઈશ્વરાભિમુખ થઈ સારી નીતિ રાખી જીવન ભગવદ ચરણે અર્પિત કરીએ..ફળોનું વૈજ્ઞાનિક મુલ્ય જેટલું આકીએ એટલું ઓછું છે. વિવિધ વિટામિન્સ થી ભરપૂર દરેક ઋતુ અનુસાર ફળ ખાવાથી શરીર તંદુરસ્ત અને નીરોગી રહે છે.
‘પુષ્પેદેવાઃપ્રસીદંતી પુષ્પે દેવાશ્વ સંસ્થિતા,
ણ રત્નેર્ણ પ્રસાદમાયાતિ યથા પુષ્પેઃજનાર્દાન’
અર્થાત હે જનાર્દન,પુષ્પોથી દેવો પ્રસન્ન થાય છે. પુષ્પોમાં દેવો છે અને તે રાતનો,સુવર્ણ કે વિતથી પ્રસન્ન ન થતા પુષ્પોથી પ્રસન્ન થાય છે. દેવોપાસનાના બધા સાધનોમાં શ્રેષ્ઠ મનાતું સાધન પુષ્પ કે જે સુગંધિત, ખીલેલું,સુંદર હોય તે દેવ ચરણે કે મસ્કતે ધરી,જાણે કુદરતી શક્તિરૂપ પરમાત્માને કહેવામાં આવતું હોય કે ‘તેરા તુજકો અર્પણ.’.. જીવન સુખ દુખ થી ભરપુર છે.દરેક પરિસ્થિતિમાં સમતા રાખી,સદાય ફૂલોની જેમ હસતા રહેવું આપણું કર્તવ્ય છે.સદગુણોના સૌન્દર્યથી સભર જીવન ભગવાનને સમર્પિત કરવાનું હાર્દ સમાયેલું છે. જીવનમાં દુર્ગુણોથી દુર રહી, હૃદયમાં કુમાશ રાખી, દૈવીકાર્ય, સત્કાર્યની સુવાસ પથારવીએ. વિજ્ઞાનમાં તો ફૂલોના ઉપયોગનું આખી એક ‘અરોમા થેરાપી’છે, જે દ્વારા શરીરને સ્વસ્થ રાખી શકાય છે.આમ ફૂલો પાસેથી નું જીવનમાંઘણું મહત્વનું શીખવાનું અને મેળવવાનું છે
પુરાણ પ્રતીકોનું હાર્દ - ૮
ઘંટનાદ
આદિમાનવ પાસે જયારે ઊંર્મિ વ્યક્ત કરવા વાચા ન હતી ત્યારે તે ચિત્ર વિચિત્ર અવાજો કરતો,બે હાથે તાળી પાડતો..સમય જતા વિજ્ઞાનના વિકાસ સાથે ધાતુની શોધ થઈ અને અમુક મીર્શ્ધાતુની શોધ થતા તેમાં રણકાર ઉત્પન્ન થતો જોઈ તાંબાપિત્તળના મિશ્ર ધાતુમાંથી નાનામોટા અનેક ઘંટ બનાવવામાં આવ્યા.જયારે વાહનોની સગવડ નહોતી ત્યારે પગપાળા મુસાફરી થતી તે દરમ્યાન ગામ નજીક આવતું ત્યારે ઘંટનાદ કરવામાં આવતો. સમયાંતરે ઘંટનાદના પડઘામાં ‘ઓમ’નો પવિત્ર ધ્વનિનો પડઘો માનસિક શાંતિની અનુભૂતિ કરાવનારો સાબિત થતા દરેક ઘરમાં પૂજાખંડમાં અને મંદિરોમાં ઘંટને સ્થાન મળ્યું.મંદિરમાં પ્રવેશી ભક્ત પ્રથમ ઘંટનાદ દ્વારા ભગવાન સમક્ષ પોતાની હાજરી પુરાવે છે.ઘંટારવ દરમ્યાન ઉત્પન્ન થતા ઓમ ના ધ્વનિ સાથે મંદિરના ધૂપની સુગંધ ભળતા એક પવિત્ર વાતાવરણ ઉભું થાય છે.એ જ રીતે આરતી દરમ્યાન ભક્ત ભગવાન સૌથી વધુ નજીક હોય છે એવી એક માન્યતા મુજબ,સતત થતો ઘંટારવ મંદિરમાં આવતા દરેક વ્યક્તિના મનને અન્ય વિચારોમાંથી મુક્ત કરી સંપૂર્ણ ભગવદ ભક્તિમાં પરોવે છે.
વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલું છે કે, ઘંટનાદના પડઘાને કારણે કાન બીજા અવાજો ભૂલી જઈ, સંપૂર્ણ પ્રભુભક્તિમાં પરોવતા મનના વિકારો દૂર થાય છે. અધ્યાત્મ સાથે વૈજ્ઞાનિક મહત્વ સમજી ઉપયોગમાં લેવાતા પુરાણ પ્રતીકો સાચા અર્થમાં માનવજીવનમાં ફાયદાકારક સાબિત થયા છે.
પુરાણ પ્રતીકોનું હાર્દ - ૯
તિલક ચાંદલો
ભગવાનને ચરણે જે પણ ધરીએ, તે પવિત્ર હોવું જોઈએ તેવી આપણા સહુની દ્રઢ માન્યતા છે.બુદ્ધિ ભગવાનને ચરણે ધરતા પહેલા તેને પવિત્ર કરવાના ભાવ અને પૂજનના પ્રતીક તિલક અને ચાંદલો છે. શરીરવિજ્ઞાનની દ્રષ્ટિએ માનવીનું બુદ્ધિ વિચાર કેન્દ્ર લલાટ અને ભ્રુકુટીનો મધ્યભાગ છે.જે આજ્ઞા ચક્ર કહેવાય છે. સુષુમણા નાડી ઉર્ધ્વગતિ કરે છે અને મસ્તક વિકારરહિત રહે તો પવિત્ર થાય તેવી સાચા અર્થવાળી ભાવના સાથે કપાળે તિલક કરવાની પરંપરા અસ્તિત્વમાં આવી છે. પહેલાના જમાનામાં યુદ્ધે જનારના કપાળે કંકુતિલક કરી વિજયની શુભકામના આપવામાં આવતી. અલગ અલગ ધર્મના લોકો જુદા જુદા આકારમાં અને જુદી જુદી વસ્તુઓથી જેવીકે કેસર, સુખડ, ચંદનના લેપ દ્વારા કપાળે તિલક કે ચાંદલા કરતા હોય છે. જેની પાછળ આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક ભાવ પણ રહેલો છે. કપાળ ઉપરાંત શરીરના અલગ અલગ ભાગ પર કરવામાં આવતા ચાંદલા પાછળનો મુખ્ય ભાવ એ કે મનની સાથે તનને પણ અપવિત્ર ન રાખતા શુદ્ધ તન-મનયુક્ત જીવન પ્રભુ ચરણે ધરીએ. એ જ વસ્તુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોતા આપણા આખા શરીરમાં સતત વહેતી ઉર્જાનું સ્વરૂપ વિદ્યુતચુંબકીય છે અને તેનું મધ્યબિંદુ કપાળના બે ભ્રમર વચ્ચે છે,જેના પર તિલક કરવાથી ઉર્જા નિયમિત સ્વરૂપે વહેતી રહે છે.માથાનો દુખાવો મટાડવાનો એક્યુપ્રેશર પોઈન્ટ પણ એ જ જગ્યા એ આપવામાં આવે છે.ચંદનનો લેપ માથાનો દુખાવો મટાડવા સાથે માનસિક રાહત પણ આપે છે.
આમ, પુરાણ પ્રતીકોનું સાચા અર્થમાં હાર્દ સમજીએ,અન્યને સમજાવીએ તો સમાજમાં વ્યાપેલા જડતા અને અંધશ્રદ્ધાને જરૂર દૂર કરી શકાય. કેમકે હાર્દ સમજ્યા વગર કરવામાં આવતી દરેક બાબત માત્ર ને માત્ર રૂઢિ બનીને રહી જતા,સમય જતા અંધશ્રદ્ધા રૂપે ફેલાય છે. ભારતીય સમાજમા આવી રૂઢિગત પરંપરાઓથી દૂર રાખી ખરા અર્થમાં યોગ્ય ભાવના સાથે આવા કાર્યો થાય તે ખુબ જરૂરી છે.
પુરાણ પ્રતીકોનું હાર્દ - ૧૦
જપમાળા
આજનો ભારતીય સમાજ બૌદ્ધિકવાદી છે.પણ આ કાળમાં પુરણ પ્રતીકો માત્ર પ્રતિક કે રૂઢિ ન રહી જતા સમજણપૂર્વક લોકો તેનો ઉપયોગ કરે તે જરૂરી છે. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે, "કળીયુગમાં માત્ર પ્રભુના જાપ જ મનુષ્યનો ઉદ્ધાર કરી શકશે. અને નામ જાપ માટે પ્રત્યેક ધર્મમાં માળા શ્રેષ્ઠ માનવામાં આવે છે." રૂદ્રાક્ષ, તુલસી, કેરબા, સ્ફટિક કે અન્ય મણકાની બનેલી માળામાં ૧૦૮ મનકા રાખવા પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય જાણીએ.
સંતોએ કહ્યું છે કે, ‘શ્વાસ શ્વાસ ઈરીનામ જપ વૃથા શ્વાસ મત ખોય...’ - અર્થાત દરેક શ્વાસને સાર્થક કરવા હમેશ માળાનો જપ કરતા રહેવું જોઈએ. સામાન્ય રીતે મનુષ્ય ૨૪ કલાક દરમ્યાન ૨૧૬૦૦ શ્વાસ લે છે.તેમાંથી અડધો સમય નિંદ્રા, ભોજન અને સંસારિક કાર્યોમાં જાય છે, બાકીનો અડધો સમય ૧૦૮૦૦ વખત હરિભજન માટે નિશ્ચિત હોવો જોઈ. ઉપરાંત નક્ષત્રોની સંખ્યા ૨૭ છે. તે ચારે દિશામાં ફરતા હોવાથી ૨૭ ટ ૪ = ૧૦૮ થાય. માળા પૂરી થાય ત્યાં એક મોટો મણકો હોય છે જે સુમેરૂ કહેવાય છે, આદિગ્રંથોમાં સુમેરૂ પર્વતનો ઉલ્લેખ છે. સચિદાનંદ બ્રહ્મ એ સુમેરૂ સ્વરૂપ છે.જ્યાંથી સૃષ્ટિનો આરંભ ને અંત થાય છે. સુમેરૂનું અપભ્રંશ થયેલું નામ ‘મેરૂ’ છે. માળા પૂરી થાય ત્યાંનો મંકો મેરૂ કહેવાય છે. ૧૦૮ મણકાની માળા સૃષ્ટિના આરંભ અને પ્રલય સાથે જોડાયેલી ભાવના છે. પ્રત્યેક માળામાં આપણા ૬ શ્વાસ નીકળે છે.એક મીનીટમાં ૧૫ શ્વાસના હિસાબે એક કલાકમાં ૯૦૦ અને એક દિવસના ૧૦૮૦૦ શ્વાસ નીકળે, આમાંથી છેલ્લા ૨ મીંડા કાઢતા ૧૦૮ વાર ઈષ્ટદેવના જપ સંસારના મોહમાયાથી દુર રહી જીવન ઉર્ધ્વગામી બનવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત વૈજ્ઞાનિક રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે માળા ફરતી હોય છે એ પણ એક પોઈન્ટ છે. ૨૩ જે શારીરિક માનસિક સ્થિરતા માટે ફાયદાકારક હોવા ઉપરાંત એકાગ્રતા કેળવવામાં મદદરૂપ થાય છે અને માનસિક શાંતિ પણ આપે છે.