પુરાણ પ્રતીકો - ૩
જાગૃતિ વકીલ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.પ્રસ્તાવના
૨.પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૧ઃ રૂદ્રાક્ષ અને કંઠી
૩.પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૨ઃ યજ્જ્ઞ
૪.પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૩ઃ હોમહવન
૫.પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૪ઃ વનસ્પતિ પૂજન
૬.પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૫ઃ નમસ્કાર
પ્રસ્તાવના
ઈ-બૂક પ્રસ્તુત કરવા બદલ ગુજરાતી પ્રાઈડ બુકના શ્રી મહેન્દ્રભાઈ અને તેમની ટીમને ખુબ આભારી છું. થોડા સમય પહેલા મુકેલી પુરાણ પ્રતીકો-૧અને ૨ને આપ સહુ તરફથી મળેલ પ્રતિસાદ બદલ આભાર... હવે પુરાણ પ્રતીકો-૩ પ્રસ્તુત કરતા આનંદની લાગણી અનુભવું છું. આપણા પૂર્વજો તરફથી મળેલ અનેક બાબતો કે પ્રતીકો જે આધ્યાત્મિક સાથે વૈજ્જ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે.તેને સાચા અર્થમાં સમજી અપનાવતા માનવજીવનનો સાચો હેતુ સાર્થક કરવા સાથે સ્વસ્થ સમાજના નિર્માણ કરીએ આશા છે કે આપને પસંદ પડશે જ.આપ સહુ સુજ્જ્ઞ વાચકો તરફથી સૂચનો આવકાર્ય છેઃ
ર્સ્હ્વૈઙ્મી : ૯૫૮૬૬૮૫૪૬૩
ઈ-દ્બટ્ઠૈઙ્મ : ત્નદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૧
રૂદ્રાક્ષ અને કંઠી
માનવજીવનમાં રૂદ્રાક્ષ અને કંઠીનું આગવું મહત્વ છે.જે ખાસ હેતુથી તેને રોજીંદા જીવનમાં અપનાવવા જોઈએ તે અંગે વાત કરીએઃ
રૂદ્રાક્ષઃ
ભુવનેશ્વરી ભાગવત સ્કંધમાં રૂદ્રાક્ષનું મહત્વ દર્શાવતા કહ્યું છે “જેવી રીતે પુરૂષોમાં વિષ્ણુ,ગ્રહોમાં સૂર્ય,નદીઓમાં ગંગા,મુનિઓમાં કશ્યપ,દેવીમાં ગૌરી શ્રેષ્ઠ છે એમ માળાઓમાં રૂદ્રાક્ષ શ્રેષ્ઠ છે.” એક,બે,ચૌદ મુખ વાળા અલગ અલગ રૂદ્રાક્ષ હોય છે,ધાર્મિક રીતે ૧૪ મુખવાળા રૂદ્રાક્ષ સ્વયં શિવસ્વરૂપ છે. શિવજીની આરાધનામાં રૂદ્રાક્ષ વિશેષ ફળદાયી છે.પુરાણો મુજબ ૧૦૮ રૂદ્રાક્ષની માળા ગાળામાં ધારણ કરવાથી હરેક પળ અશ્વમેઘ યજ્જ્ઞનું ફળ મળે છે.અને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આયુર્વેદિક રીતે દરેકનું શારીરિક રીતે ફળદાયી વિજ્જ્ઞાન જુદું જુદું અને બહુ મોટું છે પણ અહી ટુકમાં વાત કરીએ તો આયુર્વેદની દ્રષ્ટિએ રૂચિકર, વાયુ, કફ અને શિરશૂળ દુર કરવામાં ઉપયોગી છે.
કંઠીઃ
ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ છે.જેના પાયામાં સમર્પણ અને ત્યાગ છે.કંઠી એટલે સર્વોચ્ચ ભક્તિ,ભગવદ પ્રત્યે દેહનું, જીવનું સંપૂર્ણ સમર્પણ.અખૂટ આપનાર કુદરત પ્રત્યે ભક્તિનું મધુર કાવ્ય રજુ કરવાની આધારસીમા એટલે કંઠી..પણ આ હાર્દને સાચી રીતે ન સમજતા લોકોએ કંઠીનો અર્થ કુંઠિત કરી દીધો છે.બ્રાહ્મણને દક્ષિણા આપતી વખતે તુલસીપત્ર મૂકી ભાવ કરાય છે... ’ઈદમ ન મમઃશ્રી કૃષ્ણાર્પણ’.... અર્થાત ‘આ મારૂં નથી, શ્રીકૃષ્ણને અર્પણ. એ અર્થમાં આ દેહ પણ ભગવાનનો છે અને તે શુદ્ધ સ્વરૂપે ભગવાનને અર્પણ કરવાના પ્રતિકરૂપે તુલસીપત્ર શરીર પર મુકવું જોઈ.પણ એમ ને એમ મુકતા તે સુકાઈ જાય છે, તેથી તુલસીના મણકાને દોરમાં પરોવી, માળા બનાવી શરીર પર ધારણ કરવામાં આવે છે. જે કંઠી કહેવાય છે. ગાળામાં પહેરેલી આ કંઠી સતત યાદ કરાવે છે કે દરેક પળે સત્કાર્યો કરવાના છે, સત્કર્મ દ્વારા જ કમાવાનું છે. ભગવદ પ્રીતિથી જીવાતું જીવન ઉચ્ચ બને છે.સાચા ગુરૂ દ્વારા આપવામાં આવેલી કંઠીથી ગુરૂમાં રહેલા સદગુણોને આચરણમાં મુકવા સાથે અમુલ્ય કુદરતી જીવન પોતાની મરજીથી ગમે તેમ ન જીવતા,ભગવાનની મરજીથી જીવવાનું સમજાવાય છે. તુલસીનું વૈજ્જ્ઞાનિક મુલ્ય તો અઢળક છે જેના ઉપયોગ દ્વારા વનસ્પતિ પ્રત્યે સવેદના કેળવી તેની ઉપયોગ્િાતા દ્વારા તન અને મનને સ્વસ્થ બનાવવાનો બહુ મોટો ફાયદો છે.
પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૨
યજ્જ્ઞ
વેદનો મુખ્ય વિષય યજ્જ્ઞ છે. યજ્જ્ઞમાં મૂળ ધાતુ યાખ નો અર્થ દેવપૂજા થાય છે યજ્જ્ઞમાં ઉપાસ્ય દેવ છે.યજ્જ્ઞને ભાગવદ આરાધના માનવામાં આવે છે. ભૌતિકવાદ અને ભોગવાદમાં માનનાર આજનો માનવી અંધશ્રદ્ધા,જડતા,ઘેલછા જેવા દુર્ગુણો માનવીમાં હોવા છતાં ધાર્મિક તો છે જ પછી ભલે તે કહેવાતા ધાર્મિક કે પરંપરાગત ધાર્મિક થી પર એવા ઋષ્િાઓએ ધર્મના મૂળ બહુ ઊંંડા નાખ્યા છે જેના પરિણામે જ આ બધા ધાર્મિક કાર્યોની ભાવના દરેકમાં રહેલી છે. અસંસ્કૃત અને અસભ્ય સમાજના જમાનામાં લોકોને સંસ્કૃત અને સભ્ય બનાવવાના હેતુથી ઋષિમુનીઓએ હવન-યજ્જ્ઞ પ્રથા શરૂ કરી હતી. એ વખતે ઋષિમુનીઓ છ મહિના કે એક વર્ષ સુધી સવારે હવન-યજ્જ્ઞનું કાર્ય કરતા અને બપોરે ભોજન બાદ આજુબાજુના ગામડામાં જઈ લોકોને માનવજીવનનું મહત્વ સમજાવી લોકઘડતરનું ઉત્તમ કાર્ય કરતા.સમય જતા તેમાં કર્મકાંડો વધી ગયા,યજ્જ્ઞ સંસ્થાઓ વધતી ગઈ,ધર્મના નામે યજ્જ્ઞો કરાવી પોતાનો સ્વાર્થ સાધવાની વૃતિ સાધતા માનવીઓનો વિરોધ થવા લાગ્યો. પણ ભોગવાદી સમાજમાં સંસ્કારનું સિંચન કરવા યજ્જ્ઞ પાછળનું સાચું હાર્દ સમજવું જરૂરી છે.
નિરપેક્ષ,નિઃસ્વાર્થ ઋષિઓની ઈશ્વરીકાર્ય માટે સંઘભાવના છે.પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું છે કે મૈત્રીભાવ પાયામાં છે.ભગવાનનું છે ને તેને જ અર્પણ કરીએ છીએ એવા ભાવ સાથે યજ્જ્ઞમાં અગ્નિપૂજામાં આહુતિ આપવામાં આવે છે.સાથે જો મનમાં સત્કર્મ હું કરૂં છું એવો અહં હોય તો તેવી વૃત્તિનું યજ્જ્ઞમાં હવન કરવું.ઘણા લોકો કે કુટુંબના સહુ સભ્યો સાથે મળીને કરવાથી સંપ અને સંઘભાવના કેળવાય છે.વૈજ્જ્ઞાનિક રીતે અમુક ચોક્કસ વિધિથી કરવામાં આવતો હવન વાતાવરણ શુદ્ધ કરવા સાથે પર્યાવરણ સંતુલનમાં મહત્વનો ફાળો આપી વરસાદ લાવવામાં પણ મદદરૂપ બને છે.આમ,નાનામોટાનો ભેદ ભૂલી સંપૂર્ણ નિષ્કામ ભાવથી કરવામાં આવતું સતકર્મ એટલે હવન-યજ્જ્ઞ.
પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૩
હોમહવનઃ
અગ્નિપૂજા, અગ્નિ ઉપાસનાનું પ્રતિક એટલે હોમહવન. આદિમાનવ અગ્નિનો ઉપયોગ અંધકારમાંથી પ્રકાશ મેળવવા, ઠંડીથી રક્ષણ મેળવવા, અન્ન રાંધવા અને હિસક પશુઓને ડરાવવા માટે કરતો. ત્યારથી માનવજાતિ પંચમહાભૂતનું એક તત્વ અગ્નિનું મહત્વ સમજતો થયો, ઋષિમુનીઓએ અગ્નિના ગુણને ધ્યાનમાં રાખી જીવન દિવ્ય, તેજસ્વી, પ્રભાવી અને સામર્થ્યવાન બનાવવા તેની પૂજા કરતા. આજનો માનવી પોતાનો સ્વાર્થ સાધવા અહંને પોષવા સતત બળતો રહે છે. આ રાગદ્વેષને હોમ કરી આત્મ સમર્પણ દ્વારા સુખી જીવન જીવવાનું આપણા પૂર્વજો સુચવી ગયા છે.હવનમાં કઈ પણ વસ્તુ હોમાતી વખતે સ્વાહા બોલાય છે જેનો અર્થ સ+આહા =ઉતમ શ્રેષ્ઠ વચન તથા સુ+આ+હા =સર્વસ્વ સારી રીતે અર્પણ કરવું.
માનવીનું જીવન આર્થ્િાક, આધ્યાત્મિક કે અધિકારની દ્રષ્ટિએ ગમે તેટલું ઉતમ હોય છતાં તેને સમ્ન્યમાં સામાન્ય થઈ બેસતા આવડવું જોઈએ. આમ તેજસ્વી છતાં તેને ઉપયુક્તનો ગુણ અગ્નિ પાસેથી શીખવાનો છે. અગ્નિ કહે છે કે તમે મારો ગમે તેટલો ઉપયોગ કરી લો હું તમારા સાથે બળવા માટે તૈયાર છું પણ મને ક્યારેય પગ ન મારશો. નહિ તો તમારા પગમાં ફોલ્લા પડશે. રાત-દિવસ અંગારા સાથે કામ કરતી નારી અગ્નિના ગુણધર્મને ધ્યાનમાં રાખી અબળા નહિ પણ સબળા બનીને જીવે છે. ગૃહસ્થાશ્રમ પ્રવેશ વખતે અગ્નિને સાક્ષી રાખવામાં આવે છે. અંતિમયાત્રા વખતે પણ અગ્નિદાહ અપાય છે.એ ભાવના સાથે કે અગ્નિનું જીવતે જીવ આટલું પૂજન કર્યું છે તે મૃત્યુ બાદનું જીવન પણ સુગમ બનાવે.
પહેલાના જમાનામાં સગડી, ચુલા પર રસોઈ થતી ત્યારે દરેક ગૃહિણી ભોજન બનાવી સૌપ્રથમ લાકડા કે કોલસાના અગ્નિમાં ભોજન પધરાવી અગ્નિ દેવતાનું પૂજન કરતી, એ ભાવ સાથે કે ભોજનને શુદ્ધ કરી અમારા વિચારો શુદ્ધ થાય, મનના વિકારો અને પાપને બાળી ભસ્મ કરો.
આમ હોમ કરતી વખતે સહુનું કલ્યાણ થાય એવા ભાવ સાથે કરવામાં આવે તો જરૂર અગ્નિની જેમ આપણું જીવન તેજસ્વી છતાં નમ્ર બની ઉપયુક્ત બની રહે.
પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૪
વનસ્પતિ પૂજનઃ
ખોરાકની શોધમાં ભટકતું જીવન ગાળતો આદિમાનવ ફળફૂલ ખાઈ જીવન ગુજારતો અને કપડાની શોધ નહોતી થઈ ત્યાં સુધી વૃક્ષોના પાંદડાથી શરીર ઢાકતો. યુદ્ધમાં લક્ષ્મણ બેભાન થયા ત્યારે સંજીવની વનસ્પતિ દ્વારા શુદ્ધિમાં આવ્યા. આમ બહુ વર્ષોથી વનસ્પતિના અનેકાનેક ઉપયોગોથી જ માનવ જીવન ઉજ્જવળ બન્યું છે.આટલ બધા ઉપકાર છતાંકઈ જ અપેક્ષા ન રાખનાર વૃક્ષો જાતે તડકો, પવન વેથી, આપણને છાયો,લાકડું.ઔષધિ,ફળ,ફૂલ વગેરે આપી પરોપકારી સંત સમાન છે. તેનું આ મહત્વ સમજી તેના જેવું સામર્થ્ય, મક્કમતા અને પરોપકારના ગુણો શીખીએ તે માટે દેવોએ પણ પોતાના જીવનમાં વિવિધ વનસ્પતિને સ્થાન આપ્યું છે.
ગણેશજીને દુર્વા ચડાવવામાં આવે છે... જે તૃણને પગ નીચે કચડી નાખવામાં આવે છે તે ભગવાન ગણેશના મસ્કતે ચડતા આદરયુક્ત બને છે. વટવૃક્ષ ને પીપળાની પૂજા દ્વારા વડીલોને માન આપવાની ભાવના કેળવવાની શીખ અપાય છે. તો જંગલમાં આડેધડ ઉગી નીકળતા આકડાનું કોઈ મહત્વ નથી હોતું પણ તેના ફૂલોની માળા બનાવી હનુમાનજીની ગ્રીવામાં પહેરાવતા તેનું મહત્વ ખુબ વધી જાય છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ અતિ ગુણકારી અને મોટાભાગના રોગોમાં ઉપકારી તુલસી ઘરોઘરમાં વાવવાથી ઘર આસપાસમાં સુક્ષ્મ જીવાણુઓનો નાશ થવા સાથે ઘરગથું ઉપચારમાં તાત્કાલિક ઉપયોગી થાય છે. વૈજ્જ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે પીપળાનું વૃક્ષ રાત-દિવસ ઓક્સિજનનું વિસર્જન કરે છે. હવામાંથી કાર્બનડાયોક્સાઈડ શોષી મનુષ્ય માટે પ્રાણવાયું-ઓક્સીજનમાં ફેરવતું આ એક જ વૃક્ષ છે. ગોત્રપૂજામાં પૂર્વજોને યાદ કરવામાં પીપળાનું પણ પ્રતિક રૂપે વપરાય છે.
આમ સચરાચરને પ્રેમ કરવાની આપની ભારતીય સંસ્કૃતિ ઉતમ છે અને એ મુજબ આપણા પર નાનો પણ ઉપકાર કરનારનો આભાર માનવાનું આપને ભૂલતા નથી.. આમ આ બે કુદરતી તત્વો-ભૂમિ અને વૃક્ષના અનેકાનેક ઉપકારોનો આભાર માનવા માટે જ તેમનું પૂજન કરવામાં આવે છે.
આવી આપણી ભવ્ય સંસ્કૃતિને શત શત વંદન......
પુરાણ પ્રતીકોનું હાર્દ-૧૫
નમસ્કારઃ
બહુ જ પ્રાચીન અને જાણીતી ઉક્તિ છેઃ ’નમે તે સોને ગમે.’માં નમઃનો અર્થ ન અહમ અર્થાત જ્યાં અહં નથી તે. કોઈ પણ વ્યક્તિને નમન કરવામાં આવે ત્યારે વ્યક્તિનું મન અહંકારને દૂર રાખી શુદ્ધ સ્વરૂપે નમે છે તો તે સહુને ગમવાનું જ છે ને? કોઈના પ્રત્યે આદરભાવ રાખવા, પ્રેમપૂર્વક સ્વાગત કરવા, અભિવાદન કરવા કે આભારની સ્વીકાર કરવા વ્યક્તિને પ્રણામ કરવામાં આવે છે. પ્રભુને વંદન કરવા પણ બે હાથ જોડી, માથું નમાવી નમસ્કાર કરવાની આપણી પ્રાચીન પરંપરા દુનિયાભરમાં જાણીતી છે.. પરમાત્માને વંદન કરીએ ત્યારે આપને પરમ શક્તિના આપના પર ઘણા ઉપકારો છે તે બદલનું ઋણ અદા કરીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ. જયારે મોટી મેદની સમક્ષ સામાજિક, ધાર્મિક, રાજકીય નેતા સૌનું અભિવાદન કરતા હોય છે એ અર્થમાં કે હું આપ સહુનો પ્રેમ સ્વીકારૂં છું અને એવો જ પ્રેમ આપવા પ્રયત્ન કરીશ.
બે હાથ જોડી આગળ માથું નમાવવાની ક્રિયાથી સ્થૂળ શરીરથી આગળ વધી સુક્ષ્મ તરફ વ્યવહાર કરીએ છીએ. જેનાથી થતી સુક્ષ્મ ઉર્જાની આપ લે ફાયદાકારક છે.નમસ્કાર મુદ્રામાં જમણા અને ડાબા હાથની હથેળી ભેગી થતા, આપણા શરીરનું વર્તુળ પૂરૂં થાય છે. આ સંપૂર્ણ સમની સ્થિતિમાં ઉભા થતા સ્પંદનો શરીરના કણેકણમાં વ્યાપી જાય છે. જે ઉપકારક છે. હાલમાં અભિવાદન ઝીલવા હાથ ઉચો કરવામાં આવે છે પણ તે કરતા બે હાથ જોડી નમસ્કારની આપણી પ્રાચીન પરંપરા ઉતમ છે. જેને અપનાવી માનવજીવન વધુ ઉજ્જવળ બનાવીએ.
આ સાથે મારા પણ આપને અંતઃકરણપૂર્વક નમસ્કાર !!!!