Agnisanskar - 60 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 60

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અગ્નિસંસ્કાર - 60



પ્રિશા એ વિચાર કર્યા વિના ચોરીછૂપે પોલીસ ઓફિસરોની પાછળ દોડવા લાગી. અહીંયા અંશ દોડતો દોડતો એક ખંડેર પડેલી બિલ્ડીંગમાં આવી પહોંચ્યો. બિલ્ડીંગની બનાવટ જ ભૂલભૂલૈયા જેવી હોવાથી અંશે પોલીસને ચકમો દઈને બિલ્ડીંગની ટોચ પર પહોંચી ગયો.

" આ પોલીસ છે કે શું? આટલું કોઈ દોડાવતું હશે?" અંશે ત્યાં જ જમીન પર બેસીને નિરાંતના શ્વાસ લીધા.

" ક્યાં ગયો ચોર?"

" સર, એ અહીંયા જ હતો...મને લાગે છે પેલી બિલ્ડીંગમાં જઈને સંતાઈ ગયો હશે.."

" તો વાટ શેની જોવો છો? જાવ એને પકડો..."

ત્રણ ચાર પોલીસ કર્મીઓ બિલ્ડીંગમાં પ્રવેશીને ચોરને શોધવા લાગ્યા. બિલ્ડીંગ પાંચ માળની હતી અને અંશ ઉપરના માળે શાંતિથી બેઠો હતો. પોલીસ કર્મીઓને બિલ્ડીંગ તરફ જતા જોઈને પ્રિશા એ અનુમાન લગાવ્યું. " લાગે છે અંશ હજુ નથી પકડાયો...પણ પોલીસ એને પકડે એ પહેલા મારે અંશને શોધવો પડશે..." તેણે બિલ્ડીંગની ફરતે જોયું અને એક બીજા રસ્તેથી બિલ્ડિંગમાં પ્રવેશી.

" આ શેનો અવાજ??" અંશના કાને પોલીસના ચાલવાનો અવાજ સંભળાયો. અંશ ફરી ઉભો થયો અને આસપાસ કોઈ ખાલી જગ્યામાં ખુદને સંતાડવા માટેની જગ્યા શોધવા લાગ્યો.

***********

" તને પૂરો વિશ્વાસ છે ને પોલીસ અહીંયા નહિ આવે?"

" અરે તું ચિંતા શું કામ કરે છે? અત્યારે પોલીસ પણ આરામથી સૂતી હશે, એ જે પણ કરશે એ સવારે કરશે અને ત્યાં સુધીમાં તો આપણે ટ્રેન પકડીને રફુચક્કર થઈ જશું..." પચાસ લાખ રૂપિયાથી ભરેલું બેગને ટેકો બનાવીને ચોરે બીજા ચોરને આશ્વાસન આપ્યું અને કહ્યું. " ચલ તું પણ સૂઈ જા...હમણાં બે કલાક પછી આપણી ટ્રેનનો સમય થઈ જશે..."

બન્ને ચોર એ જ બિલ્ડીંગમાં સંતાયેલા હતા જે બિલ્ડિંગમાં અંશ સંતાયેલો હતો. પ્રિશા પોલીસની નજરથી બચતી બચતી સૌથી ઉપરના માળે પહોંચી ગઈ. " આ બેવકૂફને સંતાવા માટે આ જ જગ્યા મળી હતી ?" આસપાસ અંશને શોધતી પ્રિશા બડબડ કરી રહી હતી.

" કાશ પ્રિશા સાથે હોત તો કેવું સારું હતું? એક તો અજાણ્યું શહેર અને એમાં પણ અહીંયાની જિદ્દી પોલીસ...લાગે છે આજ તો હું પકડાઈ જ જઈશ...."

ત્યાં જ પ્રિશા અંશને જોઈ ગઈ અને નજીક જઈને કહ્યું. " હવે મારી કિંમત સમજાણી ને?"

" તું અહીંયા??"

" એ તો મારે તને પૂછવું જોઈએ તું અહીંયા?? તને કીધું હતું ને ઘરની બહાર નહિ નિકળવાનું..."

" હવે શું અહીંયા બેસીને લેક્ચર જ આપીશ? કે ઘરે જવાનો કોઈ રસ્તો પણ બતાવીશ..."

" ચલ મારી સાથે, અને હા તારું તેજ દિમાગ હવે અહીંયા ચલાવાની કોઈ જરૂર નથી ઓકે એટલે હું કહું એટલું જ તું કરીશ..." પ્રિશા એ અંશનો હાથ પકડ્યો અને બિલ્ડિંગમાં પાછળના રસ્તેથી નીકળવા માટે એ તરફ જવા લાગ્યા. પરંતુ ત્યાં જ બંનેની નજર એ જ રસ્તેથી ઉપરની તરફ આવતા બે પોલિસ કર્મીઓ તરફ પડી.

" પોલીસ તો અહીંયા જ આવી રહી છે હવે?" અંશે કહ્યું.
પ્રિશા એ તુરંત પોતાનો રસ્તો બદલ્યો અને બીજા રસ્તેથી જવા નીકળી ગયા પરંતુ ત્યાં પણ બીજા બે ત્રણ પોલીસ કર્મીઓ આવતા દેખાયા.

" અહીંયા પણ પોલીસ...હવે શું કરીશું?" પ્રિશાની ડરના મારે હાલત ખરાબ થઈ ગઈ. અંશ અને પ્રિશાના હાથમાં બચાવ માટે બસ ગણતરીની સેકંડો જ હતી. ત્યાં જ અંશે પોતાનું ચતુર દિમાગ વાપર્યું અને તુરંત એણે પ્રિશાનો હાથ પકડ્યો અને બિલ્ડિંગમાં ખાલી પડેલી બે દીવાલ વચ્ચેની જગ્યાએ લઈ ગયો.

" પ્રિશા જલ્દી અંદર જા..."

" પણ અંશ આટલી પાતળી જગ્યામાં આપણે બન્ને કઈ રીતે સંતાઈશું?"

" પ્રિશા જલ્દી કર તું અંદર જા...બાકી બધું થઈ જશે...!" આખરે પ્રિશા પાતળી જગ્યામાં માંડ માંડ અંદર સંતાઈ ગઈ. પ્રિશાના ગયા પછી અંશ પણ અંદર પ્રવેશ્યો પરંતુ જગ્યા એટલી ટૂંકી અને પાતળી હતી કે અંશ માટે ત્યાં સંતાવું મુશ્કેલ હતું.

ત્યાં જ અંશે ફરી યુક્તિ આજમાવી અને પ્રિશાને અંદરથી બહાર કાઢી અને ખુદ પહેલા અંદર જઈને દીવાલ સાથે એકદમ ચોંટી ગયો અને ત્યાર બાદ પ્રિશાને એણે પોતાની તરફ ખેંચી અને એમને પોતાની સાથે એકદમ ચીપકીને ઊભો રહી ગયો. બે દીવાલ વચ્ચેની આ જગ્યાએ પ્રકાશનું એક કિરણ પણ પહોંચી શકે એમ ન હતું. એકદમ અંધકાર ભરી આ જગ્યામાં પોલીસની નજર જાય એ તો અશક્ય હતું.

બન્ને તરફ ઊંચી દીવાલ અને એક પાતળી જગ્યામાં બન્ને લગોલગ સામસામે મોં રાખીને ઉભા હતા. પ્રિશાનો છાતીનો ભાગ અંશના છાતી સાથે એકદમ ચોંટી ગયો હતા. જેના લીધે પ્રિશાના ગાલ શરમના મારે લાલ લાલ થઇ ગઇ ગયા અને બન્નેના મોં એકબીજાની એટલા નજદીક હતા કે બન્ને એકબીજાનો શ્વાસોશ્વાસનો અવાજ પણ સાંભળી શકતા હતા.

ક્રમશઃ