Agnisanskar - 4 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 4

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અગ્નિસંસ્કાર - 4

ત્યાં જ પાછળથી અજાણ્યા વ્યક્તિ એ લોખંડના સળિયા વડે હરપ્રીતનાં માથા પર ધા માર્યો. હરપ્રીત ત્યાં જ જમીન પર બેહોશ થઈને પડી ગયો.

" કપડાં પેક કરીને કાલ સવારની બસમાં તમે જતા રહો, અહીંયા રહેશો તો બલરાજના માણસો પોતાની વાસના પૂરી કરવા માટે તમારો ઉપયોગ કરતા રહેશે.."

લીલા બેગ પેક કરીને પોતાના ગામડે જવાની તૈયારી કરવા લાગી. જ્યારે એ વ્યક્તિ એ હરપ્રીતને ખુરશી પર બેસાડી હાથ અને પગને મજબૂત દોરીથી બાંધી દીધા. આંખો પર કાળી પટ્ટી પહેરાવી દીધી.

હરપ્રીત હોશમાં આવ્યો તો આંખ આગળ અંધારું હતું.

" કોણ છે તું?? અને મને આમ કેમ બાંધી રાખ્યો છે? હું કહું છું છોડ મને!.." હરપ્રીત ખુદને છોડવાની કોશિશ કરતો બોલ્યો.

" તારે આઝાદ થવું છે ને, ચલ તને આઝાદ કર્યો, બસ પચાસ દારૂની બોટલ તારે પીવાની છે... ઓનલી ફિફ્ટી..."

" તું મારો બોસ નથી સમજ્યો કે તું કહીશ એ હું કરીશ..એક વખત મને છોડી દે પછી કહું છું હું કોણ છું..."

" મારી પાસે વધારે સમય નથી, બોલ પોતાના હાથેથી દારૂ પીવે છે કે પછી હું મારા મુલાયમ હાથોથી તને પીવડાવુ..."

" તને આ હરકત ખૂબ ભારી પડશે, મારા બોસને ખબર પડશે તો તું તારા પરિવારને હંમેશા માટે ખોઈ બેસીશ...."

પરિવારનું નામ સાંભળતા જ એ અજાણ્યો વ્યક્તિ ક્રોધથી ભરાઈ ગયો. તેણે કઈ પણ વિચાર કર્યા વિના એક પછી એક દારૂની બોટલ હરપ્રીતને જબરદસ્તી પીવડાવવા લાગ્યો. હરપ્રીતનું નાક બંધ કરી દેવાથી તેમને મજબૂરીમાં શ્વાસ લેવા માટે દારૂને ગ્રહણ કરવો પડ્યો. એક બે એમ પાંચ બોટલ દારૂ પી જવાથી એમનું પેટ ફૂલાવા લાગ્યું હતું. હરપ્રીત પોતાના જીવના બચાવ માટે ભીખ માંગી રહ્યો હતો પરંતુ એ વ્યક્તિ ઊભો ન રહ્યો અને વધુને વધુ દારૂ પીવડાવવા લાગ્યો. શરીર પર દારૂની રેલમછેલથી હરપ્રીતની હાલત વધુને વધુ ગંભીર થતી ગઈ. મુખમાંથી દારૂ બહાર આવવા લાગ્યું. આંખો લાલ થઇ ગઇ હતી. પેશાબથી એનું આખુ પેન્ટ ભીનું થઈ ગયું હતું. શરીરમાં વધુ પડતો આલ્કોહોલ જમા થવાથી હરપ્રીતનું હદય કામ કરતુ અટકી ગયું અને થોડાક જ સમયમાં એનું મૃત્યુ થઈ ગયું.

વર્તમાનમાં

હરપ્રીતના મોતના પાંચેક દિવસ બાદ બીજો નંબર નાનુ કાકાનો હતો. જે બલરાજના ઘરમાં નોકર તરીકે વર્ષોથી કામ કરતા હતા. બલરાજની સંપતિ વધ્યા બાદ તેમણે પોતાના ઘરે નોકર તરીકે નાનુને કામ પર રાખ્યો હતો. ઘરના કામકાજ કરવાની સાથે સાથે બલરાજના અગંત કામો પણ નાનુ કાકા કરવા લાગ્યા હતા. બલરાજને જ્યારે પણ પોતાની વાસના સંતોષવાની હોય ત્યારે તે નાનુ કાકાને જ સંપર્ક કરતો અને નાનુ કાકા તેમને ગામમાંથી કોઈ સારી એવી સ્ત્રી શોધીને આપતો. આ સિવાય અંદરો અંદરની રાજનીતિમાં પણ નાનુ કાકાનો ખુબ મોટો ફાળો હતો.

" નાનુ કાકા..." બલરાજે સવાર સવારમાં કહ્યું.

" જી સાહેબ..."

" આજ ઠંડી વધારે છે નહિ.... કોઈ ગરમા ગરમ માલ મળી જાય તો મઝા આવી જાય..."

" હું સમજી ગયો સાહેબ, તમે સમજો તમારું કામ થઈ ગયું..." નાનુ કાકા એટલું કહીને પોતાના આદમીઓને લઈને
ગામમાં સારી એવી યુવાન સ્ત્રી શોધવા નીકળી ગયો.

રાતના નવ વાગ્યા આવ્યા પરંતુ નાનુ કાકા હજી કોઈ સ્ત્રી લઈને નહોતા પહોંચ્યા.

" આ નોકર ક્યાં રહી ગયો? આ પહેલા તો ક્યારેય આટલો સમય નહોતો લાગ્યો.." આરામ ખુરશી પર બેસી બલરાજે કહ્યું. નવના દસ થયા અને દસના બાર વાગી ગયા પરંતુ નાનુ કાકા એક સ્ત્રીને લઈને ન પહોંચ્યા તો બલરાજ રાહ જોતો જોતો જ સૂઈ ગયો.

સવારમાં આંખ ખોલતા જોયું તો નાનુ કાકા વૃક્ષ પર ટિંગાયેલા જોવા મળ્યા. ગળા પર દોરી પહેરીને આત્મહત્યા કરી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. નાનુ કાકાનું પરીવાર દોડતું ત્યાં આવી પહોંચ્યુ અને રુદન કરવા લાગ્યું. એક જ અઠવાડિયામાં આ બીજી ઘટના બની હતી. બલરાજને જાણે પોતાના અહમ પર કોઈએ હમલો કર્યો હોય એવું અનુભવ્યું.

દૂરથી જોતા લાગી રહ્યું હતું કે નાનુ કાકા એ આત્મહત્યા જ કરી છે પરંતુ ગામના સૌ લોકો જાણતા હતા આ આત્મહત્યા નહિ પણ હત્યા છે.

ગામમાં રહેતી સ્ત્રીઓને મનથી શાંતિ મળી. ભગવાનને એ લોકો આભાર વ્યક્ત કરવા લાગ્યા. વર્ષોથી પીડાતી સ્ત્રીઓની આંખોમાં ડર હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો અને એ ડર હવે બલરાજની આંખોમાં દેખાવા લાગ્યો.

ક્રમશઃ