Agnisanskar - 59 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 59

Featured Books
  • धरती की कहानी

      प्रकृति ने हमे हरे-भरे जंगल, नदियाँ-समुद्र ओैर नीला आकाश,...

  • ब्लडस्टोन

    रात का आसमान गहराता जा रहा था। शहर की रोशनी धीरे-धीरे बुझने...

  • इश्क और अश्क - 63

    ---और ये "खचचच..." की आवाज आई। तलवार उसके शरीर में घुस चुकी...

  • भयानक सपना - 2

    आडविया चुपचाप अपनी ब्लैक कॉफी पी रही है.मैं. मेरी एक प्रेमिक...

  • यशस्विनी - 23

    पिंटू ने पूछा ,"दीदी आपको कितने मास्क चाहिए"" मुझे सौ मास्क...

Categories
Share

અગ્નિસંસ્કાર - 59



સામેથી કોઈ અવાજ ન આવતા પોલીસ ઓફિસરો દુકાનની અંદર પ્રવેશ્યા. અંશ જે ટેબલ પર બેસ્યો હતો ત્યાં પહોચીને જોયું તો અડધી ખાધેલી આઈસ્ક્રીમની ડીશ પડેલી હતી.

" ક્યાં છે કસ્ટમર?" પોલીસ ઓફિસરે પૂછ્યું.

" સાહેબ....ભગવાનની સોગંદ ખાઉં છું, એ અહીંયા જ બેસ્યો હતો?"

" એ અહીયા બેસ્યો હતો તો એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયો??"

દુકાનનો માલિક આગળ વધ્યો અને કહ્યું. " સાહેબ મને લાગે છે એ પાછળના રસ્તેથી ભાગી ગયો હશે..."

પોલીસ તુરંત દુકાનના પાછળના રસ્તે જોવા ગઈ. ત્યાં આ બાજુ અંશ વોશરૂમમાંથી બહાર આવ્યો અને ધીમા પગે દુકાનના મેન ગેટ તરફ આગળ વધવા લાગ્યો. પરંતુ અંશની કિસ્મત ફૂટેલી હોવાથી એનો હાથ કાચના બાઉલ સાથે અથડાયો અને એ બાઉલ જમીન પર પડતાં એના ટુકડા ટુકડા થઈ ગયા.

" આ કેવો અવાજ??" પોલીસે પાછળ ફરીને જોયું તો અંશ ત્યાંથી ભાગી રહ્યો હતો. એક નજર તેણે અંશ તરફ કરી અને બીજી નજર તેણે પોતાની પાસે રહેલી ચોરની તસ્વીર જોઈ અને કહ્યું. " આ તો એ જ ચોર છે...પકડો એને...!!" બીજા બે પોલીસકર્મીઓ તુરંત એક્શનમાં આવ્યા અને અંશને પકડવા એની પાછળ દોડ્યા.

********************

પ્રિશા આરામથી સુઈ રહી હતી ત્યાં એનો ફોન રણક્યો.
" બોલ...." આંખુ ચોળતી પ્રિશા એ કહ્યું.

" પ્રિશા....તારા ઘરની આસપાસ પોલીસ પહારેદારી કરી રહી છે...લાગે છે કઈક થયું છે...તો તમે બધા પોતાનું ધ્યાન રાખજો ઓકે?"

" પોલીસ??" બેડ પરથી ઊભી થઈને પ્રિશા બાલ્કની તરફ ગઈ અને તેણે નીચે નજર કરીને જોયું તો બે ત્રણ પોલીસ ઓફિસરો હાથમાં દંડા લઈને આમતેમ ફરી રહ્યા હતા. પ્રિશા એ તરફ પોતાની નજર હટાવી અને બાલ્કનીનો દરવાજો બંધ કર્યો.

" અચાનક આ કેવી મુસીબત આવી પડી?" આખા ઘરમાં જ્યાં પણ બારીઓ ખુલ્લી હતી એ એક પછી એક બધી બારીઓ બંધ કરી દીધી. લક્ષ્મી બેન અને રસીલા બેન જે રૂમમાં સુતા હતા એ રૂમની બારીઓ પહેલેથી જ બંધ હતી.

" પોલીસની વાત અંશને કહેવી પડશે..." પ્રિશા જડપભેર થઈને અંશના રૂમમાં ગઈ.

" અંશ...." રૂમની અંદર પ્રવેશતા જ પ્રિશા એ રાડ નાખી.

" આ અંશ ક્યાં ગયો? અંશ! ક્યાં છે તું? બાથરૂમમાં છે?? અવાજ તો આપ..." આખા રૂમમાં અંશને શોધવા લાગી પરંતુ અંશ ક્યાંય ન મળ્યો. તેણે બાથરૂમ અને વોશરૂમ પણ જોઈ નાખ્યું પણ પરંતુ અંશ ત્યાં પણ ન મળ્યો.

" હે ભગવાન આ અંશ મોડી રાતે ક્યાં ગયો હશે?" પ્રિશાની ચિંતા વધી રહી હતી. ત્યાં જ તેણે લક્ષ્મી બેનને પૂછવું યોગ્ય લાગ્યું. તેણે લક્ષ્મીબેનને પૂછ્યું પરંતુ એમને પણ કંઈ ખબર ન હતી. પ્રિશાની સાથે સાથે હવે લક્ષ્મી બેનને પણ પોતાના અંશની ચિંતા થવા લાગી. ખૂબ વિચાર કર્યા બાદ પ્રિશા એ અંશને શોધવા ઘરની બહાર નીકળી ગઈ. પ્રિશા પોલીસથી બચતી બચતી આગળ વધી રહી હતી કારણ કે એને ડર હતો કે પોલીસ એમને જ શોધવા માટે અહીંયા આસપાસ પહેરેદારી કરી રહી છે.

*****************

અંશ નિરંતર દોડી રહ્યો હતો અને એની પાછળ પોલીસ પણ દોડી રહી હતી. " એ રૂક!!!" એક પોલીસ ઓફિસરે પોતાનો દંડો અંશ તરફ ફેંક્યો પરંતુ અંશે માંડ માંડ પોતાનો બચાવ કર્યો અને વધુ ઝડપે ભાગવા લાગ્યો.

" એ ચોર હું કહું છું રૂક!!!" વારંવાર ચોર ચોર નામ સાંભળતા અંશના મનમાં મુજવણ થઈ.

" આ મને ચોર ચોર કહીને કેમ બોલાવે છે?? મેં તો કોઈ ચોરી કરી જ નથી...લાગે છે આઈસ્ક્રીમના પૈસા આપ્યા નથી એટલે મારી પાછળ પડ્યા છે, પણ પહેલા આઈસ્ક્રીમ તો પૂરી ખાવા દેવી જોઈએ ને પછી હું પૈસા આપી દેત...હું ક્યાં ભાગી જવાનો હતો..." અંશ હવે દોડીને દોડીને થાકવા લાગ્યો હતો.

પોલીસ પણ હવે હાંફવા લાગી હતી. એમાંથી એક પોલીસે પોતાના બીજા સાથીદારોને કોલ કર્યો અને કહ્યું. " તમે જલ્દી બધા અમારી સાઈડ આવી જાઉં ચોર અમારી સામે જ છે..."

" ઓકે અમે હમણાં જ ત્યાં પહોંચીએ છીએ..."

બાકી બચ્યા પોલીસકર્મીઓ પણ અંશને પકડવા એ તરફ દોડવા લાગ્યા. અચાનક ત્યાં હાજર પોલીસ કર્મીઓને ભાગતા જોઈ પ્રિશા એ વિચાર્યું." અચાનક એને શેનો કોલ આવ્યો?"

" ક્યાંક એમણે અંશને તો નથી પકડી લીધો ને!!" પ્રિશાની ડરના મારે રુવાંટી ઊભી થઈ ગઈ.

ક્રમશઃ