Kon Hati Ae ? - 3 in Gujarati Horror Stories by Mohit Shah books and stories PDF | કોણ હતી એ ? - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કોણ હતી એ ? - 3

( નમસ્કાર, આશા છે કે તમને આ વાર્તા ની શરૂઆત ગમી હશે. આ વાર્તા માં મે રોમાંચ,હોરર, અને મિસ્ટ્રી નો સમન્વય કરવાની કોશિશ કરી છે. પાછલી મારી વાર્તા જે પ્રકરણ માં હતી તેનાથી થોડી અલગ વાર્તા લખવાનો વિચાર કર્યો. મારી આ વાર્તા ના તમામ પાત્રો સંપૂર્ણ પણે કાલ્પનિક છે. જેનું અસલ જીવન થી કોઈ જ લેવા દેવા નથી. આ પાત્રો તરીકે પ્રસિદ્ધ થયેલા નામ સાથે પણ અસલી જિંદગી ને કોઈ લેવા દેવા નથી. જેની ખાતરી હું પહેલા જ કરી દેવા માંગું છું. પાછલી મારી વાર્તા ને સારો પ્રતિસાદ મળ્યો. વિચાર્યું નતું કે આગળ કોઈ નવી વાર્તા લખીશ, પણ બધાના પ્રોત્સાહન ના લીધે મે લખવાનું ચાલુ રાખ્યું. વિચારું છું લખવાનું ચાલુ રાખીશ. પ્રોત્સાહન આપવા બદલ હું સૌનો ખુબ જ આભારી છું. મારા વિચાર લોકો સુધી હું આ માધ્યમ થી પોહોંચાડી શકું છું તેની મને અનહદ લાગણી છે. મને ખાતરી છે કે મારી વાર્તા ને સારો પ્રેમ મળશે. ભાગ ૩ ની શરૂઆત કરું છું... આભાર )


મયંક અને રવિ બંને મોડર્ન જમાના ના સ્માર્ટ છોકરા હતા. એમ કઈ ડર કે કોઈ અન્ય વસ્તુ થી ડઘાઈ નહિ. બેય જોડે નૌકરી કરતા ને રહેતા. બંને ના માં બાપ ગામડે રહેતા છોકરા ઓ ને ખેતી કામ કરવું ન હતું એટલે બંને અમદાવાદ કમાવા જતા રહ્યા. નડિયાદ મયંક ના કાકા નું ઘર હતું એટલે ભાડું કે કઈ આપવું હતું નહિ એટલે નડિયાદ રહેતા અને રોજ અમદાવાદ બસ માં અપ ડાઉન કરતા. કાકા ની બાઈક હોય તો લઈને જતા એ બહાને અમદાવાદ ની રાત ની રોનક માણી લેતા.


રવિ એ ટેબલ પર કાગળ મૂકી દીધું અને નાસ્તો બનાવા લાગ્યો.


' ચલ ભાઈ નાસ્તો કરીશ કે કાલ સુધી સૂઈ રહીશ? ' રવિ બોલ્યો.


મયંક ઉઠ્યો ને બંને નાસ્તો કરવા બેઠા. મયંક એ મોબાઈલ હાથ માં લીધો ને ઈન્સ્ટાગ્રામ જોતો હતો.


સ્ક્રોલ કરતા કરતા એક ન્યૂઝ આવી.


A body of a girl of age 24 was found last night on Nadiad Ahmedabad Highway. Her name can be seen Sanjana Sharma in her ID card. It was found that she was brutally torchered and thrown out of a car or any other vehicle.


( એક છોકરી ની લાશ મળી છે, નડિયાદ અમદાવાદ હાઇવે પાસે, ઉંમર ૨૪ છે. આઇડી પ્રૂફ માં નામ સંજના શર્મા લખેલું છે. શરીર પર માર ના નિશાન દેખાઈ રહ્યા છે જાણે છોકરી ને મારી નાખવામાં આવી હોય. અને લાશ ફેંકી દેવામાં આવી છે. )


મયંક એ ન્યૂઝ જોઈ રવિ ને ફોન બતાવ્યો. બંને આ જોઈ ને સ્તબ્ધ થઈ ગયા.


" આ એ જ છોકરી હતી જે આપણે ને કાલે રાતે મળી હતી. " મયંક ડરતા બોલ્યો.


રવિ ને તો પરસેવો વળી ગયો. " લાશ કાલે મળી છે હાઇવે પર પણ એ તો કલાક સુધી આપણી જોડે બાઈક માં હતી. ક્યાંક ટોલનાકા કે રસ્તા માં કોઈ સીસીટીવી માં આપણી બાઈક પર દેખાશે તો આપણે ફસાઈ જઈશું. આપણે તો કઈ કર્યું પણ નથી." રવિ ચિંતા માં આવી ગયો.


મયંક ને પેલુ કાગળ યાદ આવ્યું , " તું મને હમણાં શુ બતાવતો હતો ? એ ક્યાં છે કાગળ ?" મયંક એ પૂછ્યું.


રવિ એ તે કાગળ આપ્યું અને બંને એમાં લખેલું વાંચવાની કોશિશ કરી રહ્યા હતા. પણ કઈ સમજાતું ન હતું.


મયંક નો મોબાઈલ બાજુમાં જ સ્ટેન્ડ પર ઉભો રાખ્યો હતો. અચાનક તેની નજર મોબાઈલ પર પડી અને તેમાં તે લખેલું વંચાયું. લખાણ ના અમુક લેટર મીરર ઈમેજ માં હતા.


HELP ME Or U WILL DIE.
( મારી મદદ કર નહી તો તું મરી જઈશ )

આ વાંચીને બંને ના હોશ કોશ ઉડી ગયા.

( આ કાગળ ના લખાણ નો શું પ્રભાવ પડશે? .. રવિ સાચે કોઈ મુસીબત માં તો નહિ પડી જાય ને... જોઈ એ આવતા ભાગ માં..... )