Kon Hati Ae ? - 4 in Gujarati Horror Stories by Mohit Shah books and stories PDF | કોણ હતી એ ? - 4

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

કોણ હતી એ ? - 4

( આગળ જોયું કે રવિ ને એક ચિઠ્ઠી મળે છે. અને એક એક્સિડન્ટ ના ન્યૂઝ માં સંજના ની મોત ની ખબર મળે છે. હવે જોઈએ શુ રાઝ છે .... )

" હું કહેતો હતો તને. આમ રાત ના કોઈ ને લિફ્ટ ના અપાય. કોણ હોય,શું હોય, એય હાઇવે પર, પણ તું છોકરી જોઈ નથી ને બધું ભૂલી જાય છે. હવે ફસાયા ને બંને." મયંક ને ગુસ્સો આવતા રવિ પર ખિજાઈ રહ્યો હતો.

" આ છોકરી મરી ગઈ છે. તો રાતે એ આપણી સાથે કેવી રીતે આવી? ક્યાંક એ આપણે ને મળ્યા પછી પણ મરી ગઈ હોય!!! આપણી સાથે તો તે રાતના બે વાગ્યા સુધી હતી ને ? જો તે ભૂત હશે તો કેમેરા માં નહિ દેખાય. ને જો જીવતી હશે તો દેખાશે. પણ આપણે ને ખબર કેવી રીતે પડશે કે તે ભૂત છે કે નહિ???" રવિ મગજ દોડાવતો હતો.

" હજી તને એવું લાગે છે કે તે જીવતી હતી? અને આ ન્યૂઝ શું ખોટા છે? જો બરાબર, આ ફોટો, આ એ જ છોકરી છે, ને એની લાશ જો, એ પણ ચોખ્ખી ન્યૂઝ માં બતાવી છે, ભાઈ ." મયંક ખીજાતા બોલ્યો.

" તું ગુસ્સો ના કર યાર, ડરેલો તો હું પણ છું, પણ આપણે ખબર કઈ રીતે પાડવી? મે સાંભળ્યુ છે કે ભૂત પ્રેત કેમેરા માં ના દેખાય. પણ એ જાણવું કઈ રીતે? વિચાર આપણે કોઈ એવી જગ્યા એ થી નીકળ્યા છીએ? જેમાં આપડો ફોટો કે વિડીયો આયો હોય ? " રવિ હવે ઇન્વેસ્ટીગેશન ઓફિસર ની જેમ વિચારતો હતો.

" આપણે ટોલ નાકા થી નીકળ્યા હતા. નડિયાદ પહેલા એક ટોલ નાકું આવે છે. ત્યાં આપણે જોવું પડે." રવિ એ રસ્તો શોધી લીધો.

" તો ચલ ભાઈ, રવિવાર પણ છે. પછી નૌકરી માં સમય નહિ મળે. "મયંક ઉતાવળ કરતો બોલ્યો.

" ઉઠતો નોટો ક્યારનો ને હવે કહે છે જલ્દી કર. ફટાફટ નાસ્તો કર, ફ્રેશ થા." હવે રવિ ને ગુસ્સો આવતો હતો.

રવિ અને મયંક સીધા ટોલ નાકા તરફ ઉપડ્યા. ટોલ નાકા પર પોલીસ હતી. " યાર બાનું શું કાઢવું, પોલીસ છે, ટોલ નાકા પર કામ કરવા વાળા છે, જો એ છોકરી ભૂત ને બદલે જીવતી નીકળી ને તો પોલીસ ને અહીંયા થી જ શક પડશે ને આપડે ઇન્વેસ્ટીગેશન કરીએ છીએ એના બદલે આપડી ઇન્વેસ્ટીગેશન થઈ જશે. "

ડર તો મયંક ને પણ લાગ્યો તોય ખાતરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો તો હતો નહિ.

મયંક એ ટોલ નાકા ઓપરેટર પાસે જઈ ને વાત કરી. " સાહેબ, અમે કાલે રાતે આ રસ્તે નીકળ્યા હતા, અમારી પાસે બેગ હતી. પણ રસ્તા માં ક્યાંક પડી ગઈ. જરાક જોઈ આપશો કે અને અહીંયા થી નીકળ્યા ત્યારે પાસે હતી કે નહિ. કાલ રાત ના શોધી રહ્યા છીએ સાહેબ. અમારી આટલી મદદ કરી આપો ને."

ટોલ નાકા ઓપરેટર ને મયંક માં આવા ઈમોશનલ અત્યાચાર પર દયા આવી.
" કેટલા વાગ્યા આસપાસ નીકળ્યા હતા? " ઓપરેટર એ પૂછ્યું.

"૨:૧૫ થી ૨:૪૫ વચ્ચે નો સમય હતો. " મયંક બોલ્યો.
ઓપરેટર એ કમ્પ્યુટર પર ફાસ્ટ ફોરવર્ડ કરી જોવાનું ચાલુ કર્યું.
૨.૩૦ આસપાસ રવિ અને મયંક બાઈક લઈ જતા દેખાયા. પણ પાછળ કોઈ બીજું બેઠેલું દેખાયું નહિ.

અચાનક ઇન્સ્પેક્ટર અવિનાશ અંદર આવી ગયા. " કોણ છો ભઈલા? ટોલ નાકા માં આમ અંદર? તમારા સગા છે? " ઇન્સ્પેક્ટર એ ઓપરેટર સામે જોઈ ને પૂછ્યું.

"સ્ટુડન્ટ્સ છે સાહેબ, કાલે રાતે બેગ પડી ગઈ, રાતના શોધે છે. બિચારા એટલે ચેક કરવા રિકવેસ્ત કરતા હતા. " ઓપરેટર એ દયામણું પ્રવચન આપ્યું.

" રાત ના શોધે છે એ પણ આમ નાહી ધોઈને ? " ઇન્સ્પેક્ટર ની નજર બેય ને જોઈ રહી.

" ના , ના સાહેબ રાતના જ ફરિયે છીએ. હમણા બસ સ્ટેન્ડ થી મોઢું ધોઈને આ બાજુ આવ્યા એટલે તમને લાગ્યું " રવિ ઉતાવળે બોલ્યો.

" સારું, જોઈ લીધું ને ? તો નીકળો. "
અવિનાશે કડક સ્વર માં કીધું.

બંને ફટાફટ ત્યાંથી નીકળી ગયા.બાઈક પર બેસી બંને વાતો કરતા હતા.

" શું ઉતાવળો થઈ બોલ્યો તું. પોલીસ સામે બહુ બોલાય નહીં. " મયંક એ રવિ ને ધમકાવ્યો.

" એ જે કહે એ, આપણે ને એ ખબર પડી ગઈ ને કે એ સંજના નહિ ભૂત જ હતી.." રવિ ખુશ થતાં બોલ્યો.

ખુશ થવાની જરૂર નથી. જો એ ભૂત હતી. અને પાછું આપણી જોડે બેઠી. તારા પોકેટમાં ચિઠ્ઠી નાખી. ને એનાથી મોટી વાત એ કે ચિઠ્ઠી માં લખ્યું હતું એ. એ પણ આમ ઊંધું... આ બધું મને કઈ બરાબર નથી લાગતું. મયંક ચિંતા કરતા બોલ્યો.

" તું યાર અમથો ટેન્શન માં આવી ગયો એવું કોઈ પ્રૂફ તો છે નહિ કે તે આપડી જોડે હતી. પછી શું યાર, ને મને હજી સુધી કઈ થયું પણ નથી જો. તો પછી કેમ ચિંતા કરે છે. ચીલ ચીલ.... " રવિ તો સાવ ચિંતામુક્ત થઈ ગયો હતો.

બંને આરામ થી ઘરે પોહોંચ્યા. રવિ એ મોબાઈલ લીધો ને reels જોવા લાગ્યો.

મયંક પણ ઓફિસ નું કામ લઈ બેઠો. ક્યાં સાંજ પડી ગઈ ખબર ન પડી.

રવિ એ જમવાનું બનાવી નાખ્યું. બંને જમીને કામ પતાવીને સૂતા.

રાતના બે વાગ્યા હતા. ૨૪ કલાક વીતી ચૂક્યા હતા. અચાનક રવિ ઊંઘ માંથી ઊઠી ગયો. અને સીધો બાથરૂમ તરફ ભાગ્યો.

બાથરૂમ ની લાઈટ ચાલુ કરી ઉલ્ટી કરવા લાગ્યો. અવાજ થતાં મયંક પણ ઉઠી ગયો.

" રવિ શું થયું ? " એમ પૂછતા પૂછતા એ પણ બાથરૂમ માં ગયો.

જઈને જોયું તો રવિ એ લોહી ની ઉલ્ટી કરી હતી અને હજી ઉલ્ટી કર્યે જ જતો હતો.

મયંક એ એને પકડ્યો પીઠ પર હાથ ફેરવ્યો અને નળ ચાલુ કરી રવિ પર પાણી નાખવા લાગ્યો.

અચાનક બાથરૂમ ની લાઈટ ચાલુ બંધ થવા લાગી અને બેસિન પર ના અરીસા માં એક સફેદ કપડાં માં આગળ ખુલ્લા વાળ ધરાવતી એક આકૃતિ મયંક ને દેખાઈ.

મયંક રવિ ને ખેંચી બાથરૂમ બાહર લઈ ગયો. રૂમ ના અરીસા માં લોહી થી લખ્યું હતું.

HELP ME OR U WILL DIE

( શું રવિ કોઈ મુસીબત માં તો નથી ને? અરીસા માં દેખાવા વાસી આકૃતિ કોની હતી ... વાંચીશું આવતા અંક માં )