Kon Hati Ae ? in Gujarati Horror Stories by Mohit Shah books and stories PDF | કોણ હતી એ ? - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કોણ હતી એ ? - 9

( રાહી ને ઇન્સ્પેક્ટર અવિનાશ એ અવ્યુક્ત ના ઘરે જ બેસાડી ઇનવેસ્તિગેશન ચાલુ કરી દીધી હતી. મયંક અને વિવેક પણ આત્મા ને બોલવા ની જોર શોર માં તૈયારી કરી રહ્યા હતા. )

વિવેક એ કેવો મંત્રોચ્ચાર ચાલુ કર્યો કે એકદમ નીરવ શાંતિ રૂમ માં પ્રસરી ગઈ. હવન ચાલુ હોવા છતાં પણ વિવેક અને મયંક ને ઠંડી નો અનુભવ થઈ રહ્યો હતો. રવિ બેડ પર ઘસઘસાટ ઊંઘતો હતો.

વિવેક એ મંત્રોચ્ચાર ચાલુ રાખ્યો. અચાનક રૂમ ની બધી વસ્તુઓ આમ તેમ ફંગોળાવા લાગી. અમુક વસ્તુ મયંક અને વિવેક ને વાગી, પણ બંને સહન કરવામાં સમર્થ હતા.

અચાનક અંદર થી રવિ ની ચીસ સંભળાઈ. મયંક ઉભો થવા ગયો પણ વિવેક એ તેને ઈશારો કરી રોકી લીધો.

વિવેક પુરે પૂરી તાકાત અને અવાજ સાથે મંત્રો વાંચી રહ્યો હતો. એકદમ થી એક છોકરી ની કલાકૃતિ, સફેદ કપડાં માં સામે આવી. આગળ વાળ, ના હાથ, ના પગ. આવી ભયાનક આકૃતિ સામે આવી ઉભી રહી ગઈ. મયંક એ કઈક આવી જ આકૃતિ પેહલા અરીસા માં જોઈ હતી.

વિવેક કંઇક મંત્ર બોલ્યો... " ઓમ કલીમ, હિમ....." કે તરત તે આકૃતિ એક સુંદર છોકરી માં પરિવર્તિત થઈ ગઈ અને વિવેક ની સામે જઈ ઉભી રહી ગઈ.

" કોણ છે તું? ને સુ દુશ્મની છે તારી રવિ સાથે? કેમ એની પાછળ પડી છે? બોલ, ખુલાસો કર, તારા જૂઠાણાં તો બહુ સાંભળી લીધા. સાચું બોલ. " વિવેક એ જોર થી રાડ પાડતા કહ્યું.

" હું દેવાંશી છું. આજથી પાંચ વર્ષ પહેલાં રવિ અને મયંક બંને દાર્જિલિંગ ફરવા ગયા હતા, હું પણ મારા મિત્રો સાથે ગઈ હતી. ત્યાં મે રવિ ને પેહલા વખત જોયો. મને તે ગમી ગયો. અમે ત્યાં ઘણા દિવસ રોકાયા હતા. પણ રવિ અને મયંક નું ક્યારેય મારા પર ધ્યાન નોતું પડ્યું. અમે એક જ હોટેલ માં રોકાયા હતા. ત્યાંથી રિટર્ન થવાનો દિવસ આવી ગયો હતો. અને મે નક્કી કર્યું હતું કે હું મારા મન ની વાત રવિ ને કહી દઈશ. હું તેને વાત કરવા તેના રૂમ પાસે ગઈ. દરવાજો ખખડાવતાં તે રૂમ માંથી એક છોકરી બહાર આવી. તેણે મને આવવાનું કારણ પૂછ્યું પણ હું બહાનું કાઢી ત્યાંથી નીકળી ગઈ. રવિ ને હું ચાહવા લાગી હતી અને તેના રૂમ માં મે તે છોકરી ને જોઈ તો મારું દિલ ટુટી ગયું. હું રડતી રડતી નીચે આવી ને ગાર્ડન ના હીંચકા માં બેસી ગઈ. હું બઉ જ દુઃખી હતી." આત્મા રોકાયા વગર બસ બોલી રહી હતી.

" ઓહ, તો તે બદલો લેવા માટે મારા મિત્ર ને પકડ્યો છે. તેને તો ખ્યાલ પણ હતી નહિ. અને ને પણ તને ત્યાં જોઈ નોતી તો પણ તે આવું કર્યું? " મયંક થી રહેવાયું નહિ ને તે બોલી ઉઠ્યો.

અચાનક દેવાંશી ની આત્મા રડવા લાગી.

" ના , મે કોઈ બદલા માટે નથી કર્યું. હું જ્યારે હીંચકા માં બેઠી હતી ત્યારે મે રવિ ને જોયો. મને થયું કે રવિ નીચે છે તો તેના રૂમ માં એ છોકરી કેમ હતી? હું વાત ની તપાસ કરવા પાછી રૂમ માં ગઈ. રૂમ નો દરવાજો ખુલ્લો હતો. હું ધીમેથી રૂમ માં ગઈ. અંદર મે જોયું કે તે છોકરી કોઈ બીજા છોકરા સાથે બેડ પર અર્ધનગ્ન સૂતી હતી. મારા પોહોંચતા તે અચાનક થી ઉભી થઇ ગઈ. તેને મને પકડી લીધી અને તે બંને એ થઈ ને મારું ગળું દબાવી દીધું. હું બેભાન થઈ ગઈ. મને મરેલી સમજી તેમણે મને ઉપાડી કબાટ ની અંદર મૂકી દીધી અને જતા રહ્યા. થોડી વાર પછી રવિ રૂમ માં આવ્યો. મે બઉ કોશિશ કરી અવાજ કરવા પણ મને ચાદર વડે એવી બાંધી રાખી હતી કે હું હલી પણ નોતી શકતી. મારા મોઢા માં પણ ડૂચો માર્યો હતો જેથી હું બોલી પણ ના શકું. રવિ થોડી વાર પછી રૂમ બંધ કરી નીકળી ગયો.
હું અંદર ને અંદર ગુંગળાઈને મરી ગઈ. થોડા દિવસ પછી મારી લાશ કબાટ માંથી મળી ગઈ. હોટેલ વાળા મારી પૂછપરછ કરી ને મારી અંતિમ વિધિ પૂર્ણ કરી. પણ હું મુક્ત ના થઈ શકી. મારે બદલો જોઈતો હતો.

" રવિ ને તો ખબર પણ ન હતી. તો કેમ તે એની જોડે આવું કર્યું? દોશી તો કોઈક બીજું જ છે ને, તો તેને કેમ માં પકડ્યા ? " વિવેક બોલ્યો.

" એમને પકડવા માટે જ હું અલગ રૂપ લઈ તમને રાતે હાઇવે પર મળી હતી. મે જેનું રૂપ લીધું હતું તે પણ એક નિર્દોષ જ હતી. પણ તેને મુક્તિ મળી ગઈ. પણ મારા અંતિમ સંસ્કાર સમયસર ના થાય તેથી હું મુક્તિ ના પામી શકી." દેવાંશી ની આત્મા કરગરી રહી.

" તારા મોત નો બદલો તો જરૂર લેવાશે. પણ રવિ ને મુક્ત કરી દે. " મયંક એ વિનંતી કરી.

" જરૂર રવિ નો કોઈ વાંક નથી, રવિ તો મને આ જનમ માં ના મળી શક્યો... પણ મારી એક જ ઈચ્છા છે કે મારા ગુનેહગારો ને હું જ સજા આપીશ અને તેમને તમે ફક્ત ને ફક્ત મને સોંપી દેશો. " દેવાંશી ની આત્મા હવે શાંત પડી ચૂકી હતી.

" હું ખાતરી આપું છું. તારા દોશી ઓ ને જરૂર તને જ સોંપી સુ. " મયંક એ જોશ સાથે કહ્યું.

અને દેવાંશી ની આત્મા ગાયબ થઈ ગઈ. રવિ પીડા માંથી મુક્ત થઈ ગયો હતો. અને જાણે કઈ ના થયું હોય તેમ ચાલતો રૂમ ની બહાર આવ્યો. મયંક અને વિવેક તેને જોઈ ને ખુશ થઈ ગયા.

" કામ હજી પત્યું નથી દોસ્ત. આપણે દેવાંશી માં હત્યારાઓ ને પકડવાના જ છે. અને જરૂર પકડીશું. " વિવેક એ જુસ્સા સાથે કીધું.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ તે સમયે અવિનાશ સર અવ્યુક્ત ના ઘરે ડેરો જમાવી બેઠા હતા.

ઇન્સ્પેક્ટર અવિનાશ ન એક સવાલ થી રાહી ને પરસેવો છૂટી ગયો હતો.

" એ.... એ...... ગાડી તો મારી નથી. અવ્યુક્ત ની છે ને તે..... તે..... તો ઓફિસ માં છે. "
રાહી ગભરાયેલી હાલત માં અચકાઈ અચકાઈ જવાબ આપી રહી હતી.

" ઓકે, ઓફિસ. એ જ ઓફિસ ને જેમાં તમે સંજના ના નામ થી નૌકરી કરો છો.... અને તેનું એડ્રેસ તમે નડિયાદ નું રાખ્યું છે?" અવિનાશ સર એ સવાલો નો મારો ચલાવ્યો.

" એ... તો.... એ.... તો...... " રાહી હવે ગૂંચવાઈ ગઈ હતી.

" સાચું બોલી જાવ, શું રામકથા તમે માંડી છે મેડમ, નહિ તો જેલ ના સળિયા ગણાવતા મને વાર નહિ લાગે. " હવે ઇન્સ્પેક્ટર અવિનાશ ની ધીરજ ખૂટી હતી.

" હું અવ્યુક્ત ને પ્રેમ કરતી હતી... અને પછી અમે... " રાહી બોલી જ હતી કે ઇન્સ્પેક્ટર અવિનાશ એ તેને વચ્ચે અટકાવતા કહ્યું. " એ પ્રેમ, બ્રેમ મને સારી રીતે ખબર છે મેડમ. મુદ્દા પર આવો સંજના ના નામ થી કેમ નૌકરી કરો છો ? " ઇન્સ્પેક્ટર ના અવાજ માં ગુસ્સો હતો.

" અવ્યુક્ત ને છોડ્યા પછી. હું બેંગલોર માં રહેતી હતી. મને એક અમીર છોકરા ની મુલાકાત થઈ ' જૈવલ શાહ '. અમે બંને દાર્જિલિંગ ફરવા ગયા હતા. ત્યાં કોઈ ને અમારી પર શક ના પડે તે માટે અમે અલગ અલગ રૂમ લીધા હતા. અમે મળવા માટે એક ખાલી રૂમ માં ઘુસી ગયા હતા... સદનસીબે તે રૂમ ખુલ્લો હતો. ત્યાં એક છોકરી એમને બંને ને સાથે જોઈ ગઈ. અમે તેને બાંધી ને કબાટ માં મૂકી દીધી અને ત્યાંથી નીકળી ગયા. અમે બંને ફસાય ના જાય તે માટે હું ત્યાંથી અમદાવાદ આવતી રહી અને અવ્યુક્ત જોડે રહેવા લાગી. જૈવલ મુંબઈ જતો રહ્યો. મને પૈસા ની જરૂર હતી. મે જૈવલ ને ફોન કર્યા પણ તે ઉપાડતો ન હતો. અવ્યુક્ત પાસે પૈસા માંગી શકત નહિ તેથી મે નૌકરી જોઈન કરી. ત્યાં મે જૈવલ ની એક ફ્રેન્ડ ' સંજના ' ના નામ થી નૌકરી કરી. તેણે મને આધાર કાર્ડ મોકલ્યું અને તેને ફોટોશોપ કરી તેની ઝેરોક્ષ મે ઓફિસ માં આપી દીધી. જેથી તે સાબિત થઈ જાય કે તે મારું જ આધાર કાર્ડ છે. ફોટોશોપ માં મે એડ્રેસ પણ બદલી નાખ્યો હતો જેથી કોઈ તપાસ પણ કરવા જાય તો તેને મારી જોઈ ભાળ ન મળી શકે અને કોઈ ને કંઈ શક ના જાય. મારો અને જૈવલ નો કોન્ટેક્ટ પાછો થઈ ચૂક્યો હતો. શનિવાર ની રાતે મે જૈવલ જોડે નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. હું અવ્યુક્ત થી છુટવા માંગતી હતી. મને અવ્યુક્ત પર પેહલા થી જ કોઈ લાગણી હતી નહિ. જૈવલ મને ઓફિસ લેવા આવ્યો. સાથે તેની ફ્રેન્ડ સંજના પણ હતી. ગાડી જૈવલ ચલાવી રહ્યો હતો અને સાથે તેના બીજા ફ્રેન્ડ પણ હતા. જેથી એવું લાગે કે અમે ફરવા જઈ રહ્યા છીએ."

" વાહ, મેડમ તમે તો બહુ જ સ્માર્ટ છો. પૈસા માટે કેટલા સાથે શું શું કરી શકો છો. આનો કોઈ અંદાજો નથી આવતો. સ્ત્રી પૈસા માટે આટલી હદ સુધી જઈ શકે છે આવો વિચાર પણ નતો આવી શકતો."
ઇન્સ્પેક્ટર અવિનાશ સાથે કોન્સ્ટેબલ તથા
અવ્યુક્ત બધા સ્તબ્ધ હતા. " આગળ બોલો મેડમ... " એક કોન્સ્ટેબલ એ સણસણતો તમાચો રાહી ને ચડાવી દીધો.

" જૈવલ એ તેના મિત્રો ને રસ્તા માં ઉતારી દીધા. અને સંજના ને ફોસલાવી ને બેસાડી રાખી. થોડે આગળ સૂમસામ રસ્તે પોહિંચી અને સંજના ને મોત ને ઘાટ ઉતારી દીધી. અને એના પોકેટ માં મારું ફાર્મા નું આઇડી પણ નાખી દીધું. પથ્થર વડે અમે એનું મોઢું છૂંદી નાખ્યું જેથી એની ઓળખ ફક્ત આઇડી થી થઈ શકે. અને એની લાશ નડિયાદ હાઇવે પર ફેંકી અમે ત્યાંથી ભાગી ગયા. "

" અચ્છા, તો આઇડી એટલે નાખ્યું કે લોકો ને એવું લાગે કે મોત તારી થઈ છે. પોલીસ પણ ઇન્વેસ્તિગશન માં એ જ પકડી શકે કે મોત તારી થઈ છે પણ હકીકત માં મારી તે તું નહિ પણ અસલી સંજના હતી. અને તે ગાડી પણ ત્યાં જ મૂકી રાખી જેથી કરી એ સાબિત થાય કે તું કોઈ ની સાથે ગઈ અને કોઈ એ તને મારી નાખી. વાહ , વાહ મેડમ શું પ્લાન હતો તમારો...... " ઇન્સ્પેક્ટર અવિનાશ ગુસ્સા થી રાત પીળા થઈ રહ્યા હતાં.

" હવે જૈવલ શાહ ને તમે બોલાવશો કે હું મુંબઈ થી તેડાવું? " ઇન્સ્પેક્ટર અવિનાશ એ કોન્સ્ટેબલ ને ઈશારો કર્યો.

પણ આ વખતે કોન્સ્ટેબલ એ નહિ અવ્યુક્ત એ જોરદાર તમાચો રાહી ને માર્યો.

ઇન્સ્પેક્ટર અવિનાશ એ તરત મુંબઈ બોરીવલી પોલીસ સ્ટેશન માં કોલ કર્યો. અને સીસીટીવી ફૂટેજ તથા એક ફોટો રાહી ના ફોન માંથી જૈવલ નો મોકલી આપ્યો અને તેને અરેસ્ટ કરવાનું કહ્યું.

તરત ઇન્સ્પેક્ટર અવિનાશ એ મયંક ને ફોન લગાડી બંને ને અવ્યુક્ત ના ઘરે પોહોંચવાનું કહ્યું અને મયંક માં ફોન માં લોકેશન શેર કર્યું.

થોડી વાર માં મયંક, રવિ અને વિવેક ત્યાં પોહોંચી ગયા.

" આ છે મહાન કિલર જેણે એક નહિ બે નિર્દોષ છોકરી ની હત્યા કરી છે, આવો મળો મેડમ ને. મેડમ ની બુદ્ધિ ને તો નમન છે નમન..." ઇન્સ્પેક્ટર એ ટોન્ટ માર્યો.

રવિ અને મયંક ને કઈ સમજાયું ન હતું. એક નહિ બે ખૂન. ઇન્સ્પેક્ટર શું કહેવા માંગતા હતા?

ઇન્સ્પેક્ટર અવિનાશ એ બધી જ ઇનવેસ્તિગશન વિસ્તાર પૂર્વક ત્રણે ને કહી સંભળાવી.

ત્રણે મિત્ર ખુશ થઈ ગયા. તેમણે પણ જે કંઈ બન્યું હતું તે બધું ઇન્સ્પેક્ટર અવિનાશ અને બધા ને જણાવ્યું.

વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા કે સાચે આવું પણ હોય છે ખરી કે મર્યા પછી પણ તે વ્યક્તિ પાસેથી ન્યાય ની અપેક્ષા રાખી શકે છે જેને તે પ્રેમ કરે છે.

હવે બસ વાત જૈવલ શાહ ને પકડવાની હતી. પણ એક રાઝ હજી અંકબંધ હતું કે દેવાંશી સંજના નું રૂપ લઈ રવિ ને મયંક ને કેમ મળી. તે તેના અસલી રૂપ માં પણ મળી શકતી હતી ને?

મયંક ને આ સવાલ મન માં થયો ને તે આ વિચારવા લાગ્યો.....

( શું જૈવલ શાહ પકડાશે??????? શું હજી કોઈ નવો ટ્વીસ્ટ આવશે????????? દેવાંશી એ સંજના નું રૂપ કેમ લીધું?????????? સંજના ને જ કેમ જૈવલ એ મારી??????????? આ બધા રાઝ નો પર્દાફાશ આવતા ભાગ માં )