Tribhete - 16 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 16

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ત્રિભેટે - 16

પ્રકરણ 16
પ્રહર ..પ્રકરણ 16

થોડાં નિષ્ફળ પ્રયાસો પછી સુમિત શાંત થઈ ગયો.

એણે શક્ય એટલી આસપાસ નજર ઘુમાવી. આશરે હજારેક સ્ક્વેર ફૂટ જગ્યા હતી ,જગ્યાની ગંધ પરથી એવું લાગતું હતું કે આ જગ્યાનો બહુ ઓછો ઉપયોગ થતો હશે.

સામેની બાજુ હાર બંધ મેટલનાં રેક ગોઠવેલાં હતાં. એમાં કંઈ અલગ જ ત્રિકોણાકાર પ્લાસ્ટિકના કેન ગોઠવેલા હતાં સામાન્ય રીતે હોય એના કરતાં એ કેનનો રંગ ઘાટો ગુલાબી હતો ઢાંકણાં નો રંગ ઘાટો લીલો હતો. ન એનાં પર કોઈ સ્ટીકર હતાં ન કોઈ માર્કિંગ...કે લેબલ...

આ ગંધ માંટે કદાચ એ કેનનું કેમીકલ પણ જવાબદાર હશે...! એવું એની છઠ્ઠી ઈન્દ્રીય કહી રહી હતી.

એણે ઉપર નજર કરી, ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે વાપરવામાં આવેલા લાલ પાઇપ જોઈને એને થોડું નવું લાગ્યું, નજીકના વર્ષોમાં જરૂર કોઈએ જગ્યાનો ઉપયોગ કરવાનું વિચાર્યું હશે.

બપોરે જમ્યા પછીની કોઈપણ ઘટનાની યાદ ન હતી અત્યારના સમયનો અંદાજો લગાવવા માટે આજુ બાજું નજર ફેરવી એના ધ્યાનમાં કોઈપણ સ્માર્ટ વોચ ન હતી કે ન કોઈનાં ફોન હતાં એણે પટ્ટી ખોલવા માટે મોઢામાં હવા ભરી હોય એટલી તાકાતથી ફુંક મારી.

વારંવાર ફુંક મારવાથી એ થાકી ગયો એનાં શ્વાસ જોર જોરથી ચાલવા લાગ્યાં. આ અવાજના કારણે એની બાજુમાં બંધાયેલાં પ્રાગની આંખ ખુલી ગઈ.

થોડી વાર આંખ ખોલ બંધ કરી એણે આસપાસ નજર કરી એની નજર સુમિત સાથે મળી ,એમાં ઘણાં પ્રશ્ર્નો હતાં.સુમિતે આંખનાં ઇશારાથી જ પોતાનું અજ્ઞાન દર્શાવ્યું..

એ લોકો એકબીજાની નજીક સરકી છૂટવાની કોઈ કોશિશ કરે તે પહેલા કોઈનો પગરવ સંભળાયો. બંનેની નજર એકસાથે પગરવની દિશામાં મંડાઈ. એક મોટા લોખંડના દરવાજા ને કોઈ બહારથી ખોલતું હોય તેવો અવાજ આવ્યો ક્ષણનાં છઠ્ઠા ભાગમાં બંનેએ એકસાથે આંખ બંધ કરી લીધી અને બેહોશ હોવાનો ઢોંગ કરવા લાગ્યા.

થોડીવારમાં પગરવ નજીક આવ્યો એ લોકો એક કરતાં વધારે હોય તેવું તેના પરથી લાગ્યું. અવાજ આવ્યો" હજી તો આ બધા બેહોશ છે પરંતુ હોશમાં આવશે તો આપણે બે આ છ જણને કેમ સંભાળશું? ખબર નહીં ભાઈ શું કરવાં માંગે છે?બધાને એકસાથે..."


" તને ખબર તો છે એ સનકીની ક્યારે શું કરે..પણ આ તો..પહેલીવાર...." એક શખ્સ બોલ્યો..." હશે કંઈ જુનો હિસાબ "...બીજાએ જવાબ આપ્યો. શશશશ....બેમાંથી એક બોલ્યું .એ લોકો..નીકળી ગયાં.." જ્યારે હોશમાં આવે ત્યારે વાત..કાલ સવાર સુધી હોશ નહીં જ આવે.."..


પાછો દરવાજો બંધ થવાનો અવાજ ન આવ્યો ત્યાં સુધી બંનેએ આંખ બંધ રાખી પછી સુમિત હળવેથી આંખ ખોલીને ખાતરી કરી દીધી અને મ...મ...એવો અવાજ કર્યો.

કુદરતને કરવું તે આ બંધીયાર વાતાવરણ કે પછી ગંધ ના કારણે પ્રહરને અચાનક ખાંસી ચાલુ થઈ ,એ જોર જોરથી ખાસવા લાગી મોઢાં પર લગાવેલી ટેપ ના કારણે તેને ગુંગળામણ થવા લાગી.


એની આંખમાંથી આશું ટપકવા લાગ્યાં. સુમિત અને પ્રા ગે તેની તરફ ખસવાની કોશિશ કરી થોડા ખસ્યાં પછી એમને ખ્યાલ આવ્યો કે તેઓ પાછા એક મોટા પાઈપ સાથે એવી રીતે દોરીથી બાંધેલા છે કે અડધા ફૂટ થી વધારે ખસી શકાય નહીં. તોય પ્રાગ ધીમે ધીમે પગ સીધા કરી સુઈ ગયો..એ એક સારો જીમનાસ્ટ હતો.

પ્રહર અને પ્રકૃતિ એ લોકોથી આશરે દશ થી ૧૧ ફૂટ દૂર અને એ લોકોની બાજુમાં કાટખુણે પડતી દિવાલ સાથે પાઈપમાં દોરી થી બાંધેલા હતાં.

પ્રહરે પણ ખસવાની કોશિશ કરી જોઈ પરંતુ વ્યર્થ..એનાં
જોર જોરથી ચાલતાં શ્વાસ ,ખાંસી અને આશુંઓથી ભીની થયેલી ટેપ એકબાજુથી ઉખડી ગઈ. થોડી મહેનત પછી ટેપ ખુલી ગઈ.


મમ....મ સુમિત અને પ્રાગ બંનેની ગરદન નકારમાં હલી...પ્રહરની ચીસ ગળામાં જ અટકી ગઈ...

આછાં અંધારામાં ઈશારા સમજવાં થોડાં અઘરાં હતાં....કેટલી મહેનત પછી એ લોકો પ્રહરને સમજાવી શક્યા કે હવે તારાં પગ મોઢાં પાસે લઈ જઈ દાંતથી...પગની રસ્સી ખોલી નાખ.

કવન દ્રારા કરાવવામાં આવતો યોગાભ્યાસ અહીં કામ આવ્યો...પ્રહર થોડી મહેનતથી આ કરી શકી....કવને ગણતરી કરી..એની પાંચ ચારની ઉંચાઈ પ્રહરની થોડી ઓછી....એમાંય જો એ હાથ લંબાવી સીધો સુઈ જાય તો પ્રહર સુધી એનાં બાંધેલા પગ પહોંચી શકે..એ. થોડી કોશીશ થી એનાં પગ છોડી શકે...

કલાકો મથ્યાં પછી એનાં પગ, પગની મદદથી મોઢાની ટેપ. ..અને એણે સોશિયલ મિડિયામાં જોયેલાં વીડીયોઝ ને યાદ કરી હાથ પણ છોડાવી લીધાં...

આટલું કરતાં સવાર થવાં આવી આછો આછો ઉજાસ પ્રસરવાં લાગ્યો. ભુખ, તરસ થાકથી તાકાત હણાઈ ગઈ હતી..એણે પહેલાં સુમિતને એ લોકો એ બાકીનાં ને છોડ્યાં અને હોશમાં લાવ્યાં...પણ નયન હોશમાં નહોતો આવતો.

એ લોકો એ થોડી ઝીણાં અવાજમાં ગપસપ કરી...આજુબાજુ ક્યાંય એ લોકોનો સામાન નહોતો..પ્રાગની ને કંઈક યાદ આવ્યું એણે તરત નયનની આંગળી તપાસી...." એ ધીમાં અવાજે બોલ્યો" યેય....એપલ રીંગ".." સ્માર્ટ રીંગ"...હોપ..

" કીડનેપર્સને કદાચ ખબર નહીં હોય"... આનાં વિષે.... એણે બધાં હેલ્થપેરામિટર ચેક કર્યાં..પલ્સ થોડાં લો હતાં..." કાકાનું સુગર કદાચ ઘટી ગયું હશે...બાકી. વાંધો નથી"...

" હવે લાંબો સમય સુગર લો ન રહેવાં દેવાય..." કવનને આ પરિસ્થિતિમાં પહેલાં નયનની ચિંતા થઈ...

પ્રકૃતિને યાદ આવ્યું...એ પોતાનાં ડ્રેસનાં ઈનરપોકેટમાં હંમેશા સાકર રાખતી..પ્રહર માટે..પણ પાણી તો નહોતું ...કવને નયનને ઢંઢોળી એને પકડી બેસાડ્યા અને એનાં મોઢામાં સાકરનાં નાના નાના બે ત્રણ ટુકડા મુક્યાં..સતત અડધોએક કલાકનાં પ્રયત્ન પછી એની આંખ ખુલી...

ત્યાં સુધીમાં સવાર પડી ચુકી હતી..સુમિતને નવાઈ લાગી કે સવાર પડવાં છતાં...પક્ષીઓનાં અવાજ સિવાય કોઈ ચહલપહલ નો અવાજ નહોતો આવતો..

હવે? ...પ્રહર સૌથી વધુ ડરેલી હતી ..પ્રકૃતિ એને પડખાંમાં લઈ સાંત્વના આપતી હતી...

એવામાં દરવાજા પાસે પગરવ સંભળાયો......દરવાજાનો આગળીયો ખોલવાનો કીચુડાટ......

બધાની નજર મળી , ભય...ને લડી લેવાનું જનુન...સુમિતે ઇશારાથી જ કહ્યું બે જ છે....

દરવાજો ખુલ્યો.....

ક્રમશ:

@ ડો.ચાંદની અગ્રાવત






















.