The Author Dr.Chandni Agravat Follow Current Read ત્રિભેટે - 1 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 148 ભાગવત રહસ્ય-૧૪૮ અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયા... ભારતીય કાયદા સીરીઝ (B) આગળ નાં ભાગ માં જણાવેલ મુજબ કાર્ય શાલ પર સ્ત્રીઓને થતી જાત... નારદ પુરાણ - ભાગ 58 સનત્કુમાર બોલ્યા, “જે પ્રતિદિન પ્રાત:કાલે પચીસ વાર ‘ૐ નમો ના... રાય કરણ ઘેલો - ભાગ 2 ૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જ... એ દુર્ભાગીઓ જેમને મર્યા બાદ પણ શાંતિ નસીબ ન થઇ ઇતિહાસની કેટલીક બાબતો હંમેશા વિવાદાસ્પદ બની જતી હોય છે ખાસ ક... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 22 Share ત્રિભેટે - 1 (5) 2k 4.4k 2 વાચકમિત્રો મારી નવી નવલકથા ત્રીભેટે પ્રતિલિપિ પર પ્રકાશિત થાય છે એનું પહેલું પ્રકરણત્રિભેટે વાચક મિત્રો મારી ત્રણ ધારાવાહિક સથવારો...સફર અને પ્રેમનો વહેમ આપને ગમી. હવે લઈને આવી રહી છું એક નવી જ કથાવસ્તું સાથે નવી વાર્તા લઈનેત્રણ દોસ્ત અને એનાં જીવનનાં આરોહ અવરોહની કથા.નયન, સુમિત અને કવનનયનને એરપોર્ટ પર બહાર આવીને જોયું, એકપણ પરિચિત ચહેરો ન દેખાયો.એણે પોતાનાં ટોમ ફોર્ડનાં સનગ્લાસીસ કાઢીને આજુબાજુ નજર ફેરવી, પછી અર્નશો ની વૉચમાં જોયું બરાબર સમયસર જ પહોચ્યો હતો.એની આંખોમાં નિરાશા વધારે ઘેરી બની.એ માની નહોતો શકતો કે એનાં બંને જીગરી એને મળવા લેવાં નહોતાં આવ્યાં.એ આવવાનો છે એવી ખબર હોય ને લેવાં ન આવે...એ થોડીવાર ઉભો રહ્યો.પુરા સાત વર્ષે આ ધરતી પર પગ મુક્યો હતો. પહેલાં એ જ્યારે આવતો એની લક્ઝરી એની બ્રાન્ડ જોઈને લોકો અંજાઈ જતાં, આજે કોઈને એની સામે જોવાની ફુરસદ કે પરવાહ નહોતી.પહેલાં કદમે જ જાણે વતનની ધરતી બદલાઈ ગઈ. એણે નિરાશ થઈ ટેક્સી બુક કરાવી. બુઢા ટેક્સી ડ્રાઇવરે પુછ્યું ભાઈ ક્યાં જવું છે" કાકા તમે શેરમાં લઈ લો ની હું કેવાં" જીભ પર વતનની હવા આવીને બેસી ગઈ. નક્કી ક્યાં હતું ક્યાં જવું? અંદરનો દોસ્ત કહેતો.." સુમલાનાં ઘરે જઈ વહેલી સવારમાં હુમલો કરી દેવો." અને એક કરોડપતિ એન આર આઈ નો અહમ ના પાડતો હતો. થોડી ગભરામણ થતી હતી, "જેટલેગ કે રાતે ઓછુ જમ્યો અને તરત ઈન્સ્યુલિન લીધું..એણે સુમીતનો નંબર શોધી ડાયલ કર્યો અને પછી કટ કરી નાખ્યો.".."સાહેબ સાહેબ" ટેક્સીવાળો ગભરાઈ ગયો.." ઉઠો. ની...ઉઠો ની..." ફોન ક્યારનો વાગતો હતો એટલે એણે પાછળ જોયું..અને મુસાફરને ઢળેલો જોઈ એને ગભરાહટ થઈ...એણે ટેક્સી સાઈડમાં પાર્ક કરી..નસીબજોગે રીંગ વાગતી હતી એણે ફોન ઉપાડી ને કહ્યું" આ ભાઈને હું એરપોર્ટ પરથી લાવતો હુતો...ને ..સીટ પર ઢડી પયડાં, મેં હું કરુ?" સુમિતે શાંતિથી કહ્યું" જુઓ કાકા ગભરાતાં નહી તમે ક્યાં છો અત્યારે?" " હજી તો સીટી મોલ ગીયો" એમણે ઘભરાતાં કહ્યું. સૉમિતે કીધુ " તમે મહાવીર હોસ્પિટલ પહોચો હું ત્યાં ઈમરજન્સીમાં ફોન કરી દઉં છું અને હું પણ પહોચું છું.તમારાં પેસેન્જરનું નામ નયન છે. તમે ગભરાતાં નહીં તમારાં પર કંઈ નહીં આવે."સુમિત ફટાફટ તૈયાર થતો જોઈ સ્નેહાને નવાઈ લાગી અને ચિંતા પણ થઈ " શું થયું? અચાનક ફોન આવ્યો ને આમ સવાર સવારમાં" નયન ઈમરજન્સીમાં હોસ્પિટલમાં એડમીટ થયો છે..ત્યાં જઉં છું આવીને નિરાંતે વાત કરીશ તું ઓફીસ નીકળી જજે.મારે કદાચ રજા રાખવી પડે."આટલું કહી ને એ નીકળી ગયો."સ્નેહાને એ લોકોની દોસ્તી ની જાણ એટલે એણે કંઈ વધારે ન પુછ્યું."સુમિત રસ્તામાં કવનને ફોન કરતો હતો પણ એનો ફોન લાગતો જ નહોતો.. આઉટ ઓફ કવરેજ..." ક્યાંક ફાર્મનાં કોઈ છોડ પાછળ પડ્યો હશે."એમ વિચારીને એણે ફોન મુકી ગાડીની સ્પીડ વધારી.************************************નયને આંખ ખોલી ત્યારે સુમિત ડોક્ટર સાથે કંઈક વાત કરતો હતો.." જુઓ અત્યારે તો પેશન્ટનું બ્લડસુગર સાવ ઓછું હતું. પણ અમને એમની કોઈ મેડિકલ હિસ્ટરી ખબર નથી.એટલે મારે એ જાણવી પડશે. પછી અમુક ટેસ્ટ કરાવશું.એમનું હાર્ટ તો ઓકો છે.." એણે જરા મક્કમતાથી કીધું" ડોક્ટર..." સુમિત અને ડોક્ટર બંને એની તરફ ફર્યાં." હવે તમને કેવું લાગે છે નયનભાઈ " ડોક્ટરે એની પલ્સ માપતાં કહ્યું." સારુ જ છે..એ તો બહું ખાધેલું નહીં ને...ઈન્સ્યુલિન લીધેલું એટલે..હમણાં હમણાં સુગર ડિટેક્ટ થયું તે..એડજસ્ટમેન્ટ નથી આવતું."ડોક્ટરે એક દિવસ એડમીટ રહેવાનું કહ્યું હતું.પણ નયનને આજે જ ડિસ્ચાર્જ જોતો હતો. એણે ડોક્ટર ને યેનકેન પ્રકારે કન્વીન્સ કરી લીધાં.જેવાં હોસ્પિટલની બહાર આવ્યાં એટલે સુમિતે બે ત્રણ લાતમારી દીધી નયન સા...હજી આડત્રીસમાં ડાયાબીટીસ રૂપિયાપાછળ ઓછો ભાગતો હોય તો...નયને પણ બે ધબ્બા મારી લીધા..તુને કવનીયો એરપોર્ટ પર કેમ ની આવ્યાં? બેય ને આવી રીતે ટીનેજર્સની જેમ લડતાં ભેટતાં જોઈ. તે પણ હોસ્પિટલમાં લોકો જરાં નવાઈથી તો કોઈ ચીડથી જોવાં લાગ્યાં.નયનનો "સુમિત ખામોશ થઈ ગયો" એ જાણતો હતો આ વખતે એકલો છે એટલે બાકી તો એને બે મિનિટ એકલાં વાત કરવાનો ક્યાં સમય હતો. દોસ્તને મુસીબતમાં જોઈ સાત વર્ષ પહેલાં ની ઘટનાં થોડાં ગયા અણગમાં બધું ભુલાઈ ગયું.નયનને યાદ આવ્યું કે ઘરે બધા ચિંતા કરતાં હશે.." ચાલ હવે ઘરે મુકી જા બધાં ચિંતા કરતાં હોસે. " મે આંટીને કઈ દીધેલું નયન સાંજે આવશે હું લઈ જાઉં છું એને ઘરે."સુમિત વાક્ય પુરું કરે એ પેલાં નયન બોલ્યો " આંટીને સોજ્જો પોરો".સુમિતે પાછો કવનને ફોન લગાડ્યો" હં બોલ એ આવી ગયોને તારી સાથે લાગે..એનાથી ફોન નથ થતો?" હા એ બીલીયોનેર અમેરિકન બોય ને તો અમારાં ફોનમાંથી માટીની ગંધ આવતી હોશે નહીં?..કવન ગુસ્સામાં હતો..નયને સુમિતનાં હાથમાંથી ફોન લીધો.." કાલ તારે તા આવહું પછી ગાળ દેજે ..જે દેવી હોય તે પાછો કોઈ દી આવું કે ની.."એજ વખતે એક બ્લેક ફીલ્મ ચડાવેલી એસ .યુ. વી ..એમનો પીછો કરતી હતી..એનાંથી બંને બેખબર હતાં.ક્રમશઃ@ ડો.ચાંદની અગ્રાવત › Next Chapter ત્રિભેટે - 2 Download Our App