The Author Dr.Chandni Agravat Follow Current Read ત્રિભેટે - 9 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 148 ભાગવત રહસ્ય-૧૪૮ અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયા... ભારતીય કાયદા સીરીઝ (B) આગળ નાં ભાગ માં જણાવેલ મુજબ કાર્ય શાલ પર સ્ત્રીઓને થતી જાત... નારદ પુરાણ - ભાગ 58 સનત્કુમાર બોલ્યા, “જે પ્રતિદિન પ્રાત:કાલે પચીસ વાર ‘ૐ નમો ના... રાય કરણ ઘેલો - ભાગ 2 ૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જ... એ દુર્ભાગીઓ જેમને મર્યા બાદ પણ શાંતિ નસીબ ન થઇ ઇતિહાસની કેટલીક બાબતો હંમેશા વિવાદાસ્પદ બની જતી હોય છે ખાસ ક... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 22 Share ત્રિભેટે - 9 (1) 788 1.7k 1 પ્રકરણ 9નાસ્તો કરતાં કરતાં સુમિત ચમચી થી પૌઆ સાથે રમતો હતો. એ ખોવાયેલો ખોવાયેલો લાગતો હતો. " શું થયું? હું જોઉં છું બે ત્રણ દિવસથી તું વારેવારે વિચારે ચડી જાય છે..? આજે મમ્મીની ડોક્ટર પાસે અપોઈન્ટમેન્ટ છે એટલે ગામથી આવવાનાં છે..યાદ છે ને?" સ્નેહાએ પુછ્યું" હા હા તમે લોકો જઈ આવો મને એવાં ફંક્શનમાં ન ગમે..મારે સાંજે આવતાં મોડું થશે." સુમિતે પોતાનાં બેધ્યાનપણાં માં જ જવાબ આપ્યો... અરે !સ્નેહા એ થોડો અવાજ ઉંચો કર્યો." મમ્મીને ડોક્ટર પાસે લઈ જવાનાં છે જનાબ યાદ આવ્યું" હા. હ.... સુમિતે કહ્યું.સ્નેહાએ પરિસ્થિતી હળવી કરવાં ટકોર કરી, " મમ્મી કીધું એટલે તું મારાં મમ્મી સમજ્યો હોઈશ નહીં...હમ....સાસુ આવે એ ક્યાં જમાઈને ગમે?".. સુમિત મલક્યો. સ્નેહાએ પુછ્યું " નયનનાં ઘરે ગયો હતો?, ચોક્કસ એ જ વાત હશે ખરું ને! એની પ્રોબ્લેમ? "" અત્યારે તારે અને મારે બંનેને મોડું થશે, ચાલ નિરાંતે વાત.." આટલું કહીં તે ફટાફટ ઉભો થયો.************************************કવનને જ્યારથી સુમિતે વાત કરી એ પ્રકૃતિને કહેતો હતો.." શક્ય જ નથી, નયન કોઈનાં બાપની સાડીબાર રાખે એવો નથી.એ આટલાં વર્ષ જતું કરે શક્ય નથી.પ્રકૃતિએ કહ્યું "શક્ય છે.ગ્રીનકાર્ડ કે સીટીઝનશીપ માટે.."" એક મિત્ર સીટીઝનશીપ માટે ગમે તે હદે જાય અને બીજો મિત્ર અહીંની સેટલ્ડ લાઈફ છોડી ઈન્ડિયા જાય, આટલાં વિરુદ્ધ સ્વભાવનાં તોય મિત્ર...કવનને થોડું આશ્ર્ચર્ય થયું," તું સંભળાવે છે? ડુ યું હેવ સેકન્ડ થોટ્સ આપણે સાથે મળીને બધું નક્કી કર્યું હતું...ધીઝ ઈઝ અવર ડીસીઝન, એટલીસ્ટ મને એવું હતું."અરે ખાલી વાત કરી " ઓનેસ્ટલી મને પણ નેચર ગમે જ છે, એમાંય " પ્રહર"નાં અસ્થમા અટેક્સ એનું ડરમેટાઈટીસ..એનાંથી વધું મને કંઈ વહાલું નથી..બસ થોડી ચિંતા છે કેવી રીતે કરશું કેમ થશે બધું?"પ્રકૃતિ હેમલોક પર સુતા સુતાં સાવ શાંતિથી કહેતી હતી.કવનને એનાં સ્વભાવની આ સ્થિરતા ખૂબ ગમતી..એની દિકરી પ્રહર અહીં વારંવાર બિમાર પડતી..અને અહીંની મશીની જિંદગી એ લોકોને ગોઠતી નહીં?અહીં ઠીક ઠીક કમાયાં એટલે વલસાડ પાસે જમીન લઈ રાખેલી..કવનને વિચાર આવ્યો ત્યા ઓર્ગેનિક ફાર્મીગ કરવાનો. ..જેથી તાણમુક્ત સ્વસ્થ જિંદગી જીવાય..એ લોકો પરત ફરવાનાં હતાં એટલે સુમિતે તાકીદ કરી એકવાર એને મળી લે.એનાં પપ્પાએ એનાં નંબર અને ઓફિસ, અપાર્ટમેન્ટનું એડ્રેસ આપ્યું છે.એ નંબર પર તો ફોન કોઈ ઉપાડતું નહોતું, એટલે કવન જતાં પહેલાં એક વીકએન્ડ કેલીફોર્નીયા જઈ એને મળવાનું વિચારતો હતો..*************************************કેલીફોર્નીયા એનાં અપાર્ટમેન્ટ પર તો એ મળ્યો નહીં , કવન એની વર્કપ્લેસ પર જવાં નીકળ્યો " મનમાં વિચાર હતો કે આ સાચી માહિતી હોય તો સારું"સુમિતે કહ્યું હતું " એ અંકલ આંટી સાથે પણ માંડ મહિને એકવાર વાત કરે છે.વર્કપ્લેસ પર લોંગ વીકએન્ડનાં કારણે સન્નાટો હતો..એકાદ બે નોનનેટીવ અમેરિકન્સ કામ કરતાં હશે..સિક્યુરીટી પ્રોસેસ પછી એ અંદર ગયો..દુર થી એક ડેસ્ક પર એની પીઠ દેખાઈ છતાં એ માની ન શક્યો..આ નયન જ છે? સામે પહોચ્યો લાંબા અસ્તવ્યસ્ત વાળ હીપ્પી જેવાં, ચશ્મા, પાંચ સાત કીલ્લો ઉતરેલું વજન.. કસરતી શરીર અત્યારે સાવ નિસ્તેજ. એને જોઈ નયનને જરાય નવાઈ ન લાગી." આવી ગ્યો, મને ખબર જ હતી કે મારી ટ્રેજેડી ક્વીન આવશે જ મને મળવાં" એણે એની લાક્ષણિક અદામાં કહ્યું." સાચું બોલ?જીવતો છું કે મરી ગયો, ચિંતા થતી હતી ને?"કવને સ્થળ કાળનું ભાન ભુલી એક લાત ઠોકી દીધી..પછી બંને મિત્રો ભેટી પડ્યાં" સાલ્લા અમેરિકાનાં ગાંડપણમાં આ શું હાલત કરી નાખી છે?"કવનનું દિલ એને જોઈ કકડતું હતું."પહેલાં તો મને કંઈક ખવડાવ નહીં તો બેહોશ થઈ જવાં તને શોધવાનાં ચક્કરમાં ..કંઈ ખાધું નહિ મલે" કવને એને કોલરથી ખેંચતાં અસ્સલ એનાં નાનપણનાં લહેજામાં કહ્યું.ખાતાં ખાતાં જ એણે નયનને સમાચાર આપ્યાં કે અમે લોકો ભારત પાછાં જઈએ હંમેશ માટે..." બહું વિચારે તું ગાંડો થઈ ગયેલો છે, ...એતો ફાવી ... હ ભી ને આપને હો.." "ઓહો હવે તને આપણી અસ્સલ બોલી ની સરમ નથી, કોલેજમાં તો અમને ભી નતો બોલવા દેતો ..ની...ચાલો તારે હવે તને અમે ખેતી કરશું તો અમારી હો સરમ ની આવે."કવન રાજી થયો..." હવે ઈ કે ક્યાં મરી ગયો તો તારાથી ફોન હ્સો ની થાય..""યાર ડોલર કમાવાંમાં તમને શું મોઢું લઈને મળું, તારાં દોસ્ત આગળ તારી પાહે આવવાનાં ભી ફદીયા ની મળે. તું આયાંઆવેલો છે તો તને અડધી પડધી તો ખબર હોસે."એણે એક ઘુંટ પાણી પીધું.." સુમલો ઘેર ગયો તો એટલે મમ્મી પપ્પાએ કીધું જ હશે..એમને પણ પુરી વાતનથી ખબર..""તમને બેઉં ને. થતું હશે..કે કોઈની સાડીબાર નહીં રાખનારનયનીયો ..ચાર ચાર વર્ષ..આટલું..આટલું...તમને પણ ...."આ ચાર વર્ષમાં મેં એક એક દિવસ....ગણી ને કાઢ્યાં છે...ક્યારેક લાગતું કે દિશુને દુઃભાવવાનું ...પરિણામ.."નયને હકીકત બયાન કરવાનું ચાલું કર્યુ. .....ક્રમશ:@ ડો.ચાંદની અગ્રાવત ‹ Previous Chapterત્રિભેટે - 8 › Next Chapter ત્રિભેટે - 10 Download Our App