No Girls Allowed - 56 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 56

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 56


ચારને વીસ થતાં જ અનન્યાના ફોન પર આદિત્યનો કોલ આવ્યો. પરંતુ અનન્યા રસોડામાં મમ્મી સાથે કામમાં વ્યસ્ત હતી અને ફોન બહાર હોલમાં કપડાંની સાથે પડ્યો હતો.

" હવે તું જા હું કામ કરી લઈશ..." કડવીબેને કહ્યું.
અનન્યા રસોડામાંથી હોલમાં આવી અને પોતાનો ફોન ચેક કર્યો. " આદિત્યના બે ત્રણ ફોન આવી ગયા! મતલબ રાહુલે કીધું એ સાચું હતું...યાર હું પણ ભુલ્લકડ ફોન અહીંયા જ મૂકીને જતી રહી...શું કામ હશે આદિત્યને?"

અનન્યા હજી વિચાર કરી જ રહી હતી કે ઘરની ડોરબેલ વાગી. " અનન્યા જો તો કોણ આવ્યું છે?" કડવી બેને કહ્યું.

" તું બેસ હું દરવાજો ખોલું છું..." રમણીકભાઈ એ ઉભા થતાં કહ્યું. અનન્યા ફરી કપડાંની ઘડી કરવામાં મશગુલ થઈ ગઈ.

" અરે જમાઈ રાજા તમે? જાજે દિવસે આવ્યા....આવો આવો..અરે કડવી જો કોણ આવ્યું છે?.." રમણીકભાઈ એ સ્વાગત કરતા કહ્યું.

" કોણ આવ્યું છે? " કહેતા કડવીબેન હોલમાં આવ્યા. " અરે જમાઈ તમે? આવો આવો બેસો..."

" નમસ્તે...." કહીને આદિત્યે રમણીકભાઈના પગે લાગ્યા.

અનન્યા તો નવાઈ પામતી ઊભી જ થઈ ગઈ અને આદિત્યને જોવા લાગી. આદિત્યે પણ એક હલકી સ્માઇલ અનન્યા સામે કરી.

" અરે જમાઈ તમે આવવાના હતા, તો પહેલા ફોન કરી દેવો જોઇએ ને કઈક મિષ્ટાન બનાવી રાખત અમે..." રમણીકભાઈ એ કહ્યું.

" મેં અનન્યાને કોલ કર્યો હતો પણ કોલ ઉપાડ્યો નહિ પછી થયું ચાલો હું રૂબરૂ જ મળતો આવું..." આદિત્યે અનન્યા સામું જોઈને કહ્યું.

" હું રસોડામાં હતી અને ફોન અહીંયા હોલમાં પડ્યો તો એટલી કઈ ખબર ન રહી..." અનન્યા એ પોતાની સફાઈ આપતા કહ્યું.

" બોલો બીજું શું ચાલે ધંધા પાણી? ઘરમાં બધા મઝામાં?" રમણિકભાઈ બોલ્યા.

" ઘરમાં હવે છે જ કોણ? હું ને મારા મમ્મી...."

" હા હો, દિકરી ઘરમાંથી જતી રહે પછી ઘર એકદમ સુનુસુનું લાગ્યા કરે..."

" હમમ...એટલે તો તમારી દીકરીને હું તેડવા આવ્યો છું..." આદિત્યે પોતાનો ઇરાદો જણાવ્યો.

" અત્યારે ?"

" અરે ના ના કાલ સવારે આરામથી લઈ જઈશ..."

" હા હા અમારી અનુ તૈયાર છે...કાલ આરામથી આવીને લઈ જજો..."

" તો ચાલો હું નીકળું?" ઉભા થવાની તૈયારી બતાવતા આદિત્યે કહ્યું.

" અરે એમ કેમ? તમે પહેલા પણ જમ્યા વગર જતા રહ્યાં હતાં આજ તો તમારે જમી ને જ જવું પડશે.." રમણીકભાઈ એ કહ્યું.

" વાંધો નહિ, હું જમીને જઈશ બસ..."

" અનન્યા તું એ કામ મુક અને રસોડામાં આવ તો...." કડવી બેન અનન્યાને રસોડામાં લઈ ગયા.

" શું થયું મમ્મી?" અનન્યા બોલી.

" હવે તારા પતિદેવને શું શું ભાવે છે એ થોડી મને ખબર હોય એટલે તને બોલાવી છે બોલ જમવામાં શું શું બનાવું?"

અનન્યા એ આદિત્યના પસંદગીની વાનગીઓ મમ્મીને જણાવી દીધી. ડિનરનો સમય થતાં સૌ ભેગા મળીને જમવા બેઠા. આદિત્ય આવ્યો ત્યારથી અનન્યા બસ એમને જ જોઈ રહી હતી અને મનમાં વિચારતી હતી કે " આ આદિત્યને અચાનક શું થઈ ગયું?" પરંતુ આ સવાલનો જવાબ અનન્યાને ન મળ્યો.

" તો ચાલો હું નીકળું હવે ઘરે મમ્મી પણ એકલા છે..." ડિનર પતાવીને આદિત્યે કહ્યું.

" ભલે જય શ્રી કૃષ્ણ...." રમણીકભાઈ બોલ્યા.

" જય શ્રી કૃષ્ણ...." હાથ જોડીને આદિત્યે પણ કહ્યું.

આદિત્યે અનન્યા સામે જોયું અને કહ્યું. " અનન્યા હું જાવ છું, આવું છું કાલે તેડવા તને, તૈયાર રહેજે ઠીક છે..."

અનન્યા એ બસ હામાં માથું ધુણાવ્યું.

મોડી રાત સુધી પથારીમાં પડી અનન્યા બસ વિચાર કરતી રહી. ફોન હાથમાં લીધો અને થયું કે રાહુલને ફોન કરીને જ પૂછી લવ પણ બીજા જ વિચારમાં તેણે ફોન મૂકી દીધો. " જે હશે એ જોયું જશે, આદિત્ય આવ્યો એ જ મારા માટે ખુશીની વાત છે, થેન્ક્યુ રાહુલ..." મનમાં વિચાર કરતી કરતી અનન્યા સુઈ ગઈ.

સવારની પહોર અનન્યા માટે નવી ખુશીઓ લાવવાની હતી. વાતવરણ પણ મસ્ત જામ્યું હતું. સવારમાં અનન્યા એ પોતાનો મનપસંદ નાસ્તો પણ કર્યો. ત્યાં જ થોડીવારમાં આદિત્ય પોતાની કાર લઈને અનન્યાને તેડવા પહોંચી ગયો. સમય બગાડ્યા વિના જ અનન્યા પોતાના મમ્મી પપ્પાને મળી અને આદિત્ય સાથે કારમાં બેસી નીકળી ગઈ.

કારની પાછળની સીટ પર અનન્યાની સાથે આદિત્ય પણ બેઠ્યો હતો. કાર ડ્રાઈવ કરવા માટે આદિત્યે એક નોકર રાખ્યો હતો. જે અનન્યા માટે પણ નવાઈની વાત હતી.

કારની ગતિ ધીમે ધીમે આગળ વધી એમ આદિત્ય અનન્યાની વધુ નજદીક આવવા લાગ્યો. અનન્યાનો હાથ પકડીને આદિત્યે ધીમેથી કહ્યું. " સોરી અનન્યા..." અનન્યા એ તુરંત પોતાનો હાથ છોડાવી લીધો. અનન્યાની નજર એકદમ સીધી આગળની તરફ હતી. અનન્યાનો આ પ્રકારનો વર્તણુક જોઈને આદિત્ય ચૂપચાપ બેસી રહ્યો.

ઘર આવતા જ અનન્યા પોતાની સાસુને મળી. જ્યારે આદિત્ય ડીકીમાંથી અનન્યાનો સામાન નિકાળી રહ્યો હતો.

સાસુ સાથે મુલાકાત કરીને અનન્યા પોતાના રૂમમાં પ્રવેશી. એની પાછળ આદિત્ય પણ આવ્યો.

" સોરી અનન્યા....મારાથી થઈ ગઈ ભૂલ, મારે તારી ઉપર હાથ નહતો ઉપાડવો જોઈતો...પ્લીઝ અનન્યા માફ કરી દે..."

" મને જેટલું દુઃખ તમે મારેલા એ તમાચાથી નથી થયું એનાથી વધારે દુઃખ મને એ વાતનું લાગ્યું કે આ બે મહિના સુધી તમે એકવાર પણ મને કોલ કરીને મારા હાલચાલ પણ ન પૂછ્યા! મારું છોડો તમે તો તમારા બાળકનો પણ હાલ ન પૂછ્યો...આટલા નિર્દયી તમે ક્યારે બની ગયા આદિત્ય? હા થઈ ગઈ મારી ભૂલ? હું સ્વીકાર કરું છું, માફી માંગવા પણ હું તૈયાર છું પણ એ ભૂલ પાછળ મારી શું મજબૂરી હતી એ તમે જાણવાની કોશિશ કરી? નહિ! અનન્યા એ સર્જરી કરાવી મતલબ અનન્યા મારાથી છૂપાવે છે...હું નથી ચાહતી કઈ પણ છુપાવા...પણ તમે મને સાંભળો તો ને! હું બધું જ કહેવા તૈયાર છું..."

" અનન્યા પ્લીઝ શાંત થઈ જા, તારે હવે કોઈ સફાઈ આપવાની જરૂર નથી...તે જે કર્યું હશે એ યોગ્ય જ કર્યું હશે મારે તારા જૂના સબંધોથી પણ કોઈ ફરિયાદ નથી..આ ટોપિકને આપણે અહીંયા જ ક્લોઝ કરી દઈએ ઠીક છે..." આદિત્યે કહ્યું.

" નહિ આદિત્ય પ્લીઝ તું જાણી લે, તારે મારા ભૂતકાળને જાણવાનો પૂરેપૂરો હક છે, હું નથી ચાહતી કે આગળ જતાં મારા જૂના સબંધોને લીધે આપણું ભવિષ્ય ખતરામાં પડે..."

અનન્યા પોતાના અને રાહુલ સાથેના સબંધ વિશે જણાવવા ઈચ્છતી હતી અને કઈ રીતે તેણે આકાશ સાથે શારીરિક સબંધ બાંધીને પોતાની વર્જીનીટી લુસ કરી એ બધી જાણકારી અનન્યા આદિત્યને કહેવા માંગતી હતી. પરંતુ આદિત્યે એને રોકી દીધી અને કહ્યું. " અનન્યા હવે હું ભૂતકાળને ભૂલીને આપણા વર્તમાન વિશે વિચાર કરવા માંગુ છું, ભૂતકાળમાં જે કંઈ પણ થયું એ ભૂલીને આજે આપણે એક નવી શરૂઆત કરીએ..." આદિત્યે અનન્યાના બંને હાથો થામી લીધા અને એકદમ નજદીક આવીને કહ્યું. " આઈ લવ યુ અનન્યા... આજ પછી મારો હાથ તારા આ ગોરા ગાલ પર કોઈ દિવસ નહિ ઉપડે, બસ ક્યારેક ક્યારેક ગાલને સહેલાવવા માટે ઉપડશે... એ તો ચાલશે ને?"

આદિત્ય એ અનન્યાનું ફરી દિલ જીતી લીધું. બન્ને વચ્ચેના જઘડાનો આખરે અંત આવી જ ગયો અને છેવટે આદિત્યે અનન્યાના હોઠો પર કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

ક્રમશઃ