No Girls Allowed - 55 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 55

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 55


" ત્રણ વાગી ગયા પણ રાહુલ હજી આવ્યો નહિ..." વોચમાં જોતા આદિત્યે કહ્યું.

" મે આઈ કમ ઈન સર?" ત્યાં જ દરવાજે રાહુલે આવીને કહ્યું.

" અરે રાહુલ આવ આવ...તારે પરવાનગી લેવાની શું જરૂર?"

" પહેલા બોલ શું પીવાનું પસંદ કરીશ...જ્યુસ સિવાય કંઈ પણ..." આદિત્યે કહ્યું.

" ચલો જ્યુસ નહિ તો કોલ્ડ કોફી જ પી લઈએ..."

આદિત્યે બે કોલ્ડ કોફીનો ઓર્ડર કર્યો.

" બોલ તારે મારું શું કામ પડ્યું?"

" મારે મારા રેસ્ટોરન્ટ માટે એડ ચલાવી છે અને મેં સાંભળ્યું છે કે તમારી એડ એજન્સી ટોપ એજન્સીમાની એક છે..."

" બસ એટલી વાત, સમજો તમારું કામ થઈ ગયું, પણ તમારું રેસ્ટોરન્ટ છે કઈ બાજુ? અહીંયા ગુજરાતમાં જ છે કે કોઈ બીજા રાજ્યમાં?" આદિત્યે સવાલ કરતા કહ્યું.

" એકચ્યુલી બીજા દેશમાં છે અમેરિકામાં..."

" સોરી રાહુલ, હું ઇન્ડીયાની જ કંપનીની એડ બનાવું છે, જે કંપની ઇન્ડીયામાં જ સ્થાઈ હોય એના માટે, ભારત દેશની બહારની કંપનીની મેં કોઈ એડ તૈયાર નથી કરી..." આદિત્યે પોતાની વ્યથા જણાવી.

" તો આજથી શરૂઆત કરો, જો મારી રેસ્ટોરન્ટની એડ અમેરિકામાં ચાલી ગઈ તો અમેરિકામાંથી પણ એડ તૈયાર કરવાની ઓફર તમને આવવા લાગશે એ પણ ડોલરમાં..." રાહુલ આદિત્યને લાલચ આપી રહ્યો હતો.

આદિત્ય માટે આ એડ કરવી આવશ્યક બની ગઈ હતી. માર્કેટમાં હરીફાઈ વધવાને લીધે કામ આદિત્યને મળી નહોતું રહ્યું. જેથી આદિત્યે આ ડીલ ફાઇનલ કરવાનું મન બનાવી લીધું.

રાહુલે પોતાના રેસ્ટોરન્ટના ફોટા અને માહિતી આદિત્યને આપી. આદિત્ય ખૂબ ધ્યાનપૂર્વક એક પછી એક ફોટા જોઇ રહ્યો હતો. રાહુલે આપેલી માહિતી પણ આદિત્યે એક બુકમાં નોટ કરતો જતો હતો.

" શું લાગે છે એડ બની જશે?" રાહુલે આતુરતાથી પૂછ્યું.

" તમે ચિંતા ન કરો, એડ એવી બનાવીશ કે તમારે મહિનામાં જ એક બીજુ રેસ્ટોરન્ટ ખોલવાની જરૂર પડી જશે..."

" આદિત્ય, શું હું તમારી તૈયાર થયેલી એડ જોઈ શકું છું?"

" હા હા કેમ નહિ...,ઘણી બધી એડ છે અમારી પાસે..એક મિનિટ હું પ્લે કરું છું...."

આદિત્યે મોટી એલએલડી સ્ક્રીન ઉપર એની કંપની દ્વારા તૈયાર કરેલી બેસ્ટ એડ એક પછી એક દેખાડવા લાગ્યો. રાહુલ પણ ખૂબ મન લગાવીને એડને જોવા લાગ્યો. થોડીક એડ જોયા બાદ સ્ક્રીન ઉપર મેજિક કંપનીની એડ પ્લે થઈ જે એડમાં મોડેલ તરીકે અનન્યા એ કામ કર્યું હતું. એ એડ જોઈને રાહુલની આંખો ચમકી ગઈ.

" આદિત્ય આ એડ ફરી ચલાવ તો..." અચાનક રાહુલ બોલી ઉઠ્યો.

" કઈ આ મેજિક સોડાની એડ?" આદિત્યે પૂછ્યું.

" હા હા...." રાહુલનું ધ્યાન તો સ્ક્રીન પર જ ટકેલું હતું.

" આ મોડેલ કોણ છે?" રાહુલે અનન્યાને સ્ક્રીન પર જોતા કહ્યું.

" આ આ તો અનન્યા શર્મા છે...અને આ કોઈ પ્રોફેશનલ મોડલ નથી..."

" જે હોય એ પણ છે એક નંબર પીસ...શું ફિગર છે એનું..."

" શી ઇઝ માય વાઇફ...." ભારપૂર્વક આદિત્યે કહ્યું.

" ઓહ સોરી સોરી....મને નહોતી ખબર કે આ તમારી વાઇફ છે આઈ એમ રિયલી સોરી..."

" ઈટ્સ ઓકે...તો હું નેકસ્ટ એડ પ્લે કરું છું..."

" ના એની કોઈ જરૂર નથી... મેં નક્કી કરી લીધું છે કે મારી એડમાં કોણ કામ કરશે?"

" કોણ? "

" અનન્યા શર્મા...હું ચાહું છું કે મારી એડમાં એ કામ કરે..." રાહુલે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું.

" ઈટ્સ નોટ પોસીબલ... એ હાલમાં પ્રેગનેટ છે અને એ કોઈ એડમાં કામ કરવાનું પસંદ પણ નહિ કરે..." આદિત્યે તુરંત કહ્યું.

" જો આદિત્ય ચોખ્ખી વાત કરું છું...મારી એડમાં આ મોડેલ કામ કરશે તો જ હું આ ડીલ ફાઇનલ કરીશ..."

" સોરી રાહુલ આ શક્ય નથી...."

" વિચાર કરી લો, તમે જે રકમ આ એડ માટે ચાર્જ કરશો એના કરતા પાંચ ગણી રકમ હું તમને આપીશ...બોલો હવે તો ડીલ ફાઇનલ કરીએ ને?"

પાંચ ગણી રકમ સાંભળીને આદિત્યના તો હોશ ઉડી ગયા! આ તો ગોલ્ડન ઑફર છે, આ ઑફર હાથમાંથી જવા દઈશ તો હું એક નંબરનો મૂર્ખ ગણાઈશ..પણ અનન્યાનું શું? એની સાથે તો મેં જઘડો કર્યો છે? એ આ એડ માટે માનશે ખરી? યાર આ કેવી મુશ્કેલી આવી પડી? એક કામ કરું અનન્યા પાસે જઈને માફી માંગી લવ.. એ જરૂર માફ કરી દેશે અને મારું કામ પણ પહેલાંની જેમ તેજ ગતિએ ચાલવા લાગશે...હા આ જ બરોબર છે..." આદિત્યે મનોમન વિચાર કર્યો.

" શેના વિચારમાં પડી ગયા?" રાહુલે કહ્યું.

" મને આ ડીલ મંજૂર છે..." આદિત્ય આખરે માની ગયો.

" એ તો ઠીક છે પણ મોડેલ મને આ અનન્યા શર્મા જ જોઈએ..."

" એની તમે ચિંતા ન કરો સમજો તમારું કામ થઈ ગયું.."

" આ થયો ને સાચો બિઝનેસ, તો બોલો ક્યારે એડ શરૂ કરવાની છે?"

" તમે થોડાક દિવસ રાહ જોવો હું કરું છું ને ફોન તમને..."

" એ પણ ઠીક છે પણ જરા જલ્દી કરજો, મારે પાછું અમેરિકા પણ જવાનું છે.."

" હા હા તમે બેફિકર થઈ જાવ...ઓછા દિવસમાં જ આપણે એડ તૈયાર કરી નાખશું..."

" ચાલો તો હું રજા લવ..." રાહુલ ઓફીસેથી નીકળી ગયો.

ઑફિસેથી બહાર નીકળતા જ રાહુલે અનન્યાને કોલ કર્યો. " શું કરે છે?"

" કઈ ખાસ નહિ બોલ ને શું કામ છે?" અનન્યા એ કહ્યું.

" હમણાં ચારને દસ થઈ છે ને, ચારને વીસ થશે એટલે તારામાં આદિત્યનો કોલ આવશે..." વોચમાં જોતા રાહુલે કહ્યું.

" તને મઝાક કરવા માટે હું જ મળી?"

રાહુલ થોડોક હસ્યો અને બોલ્યો. " અરે અનન્યા હું મઝાક નથી કરી રહ્યો, સાચે જ એનો ફોન આવશે અને પ્લીઝ થોડીક શાંતિથી વાત કરજે..."

" હું અહીંયા મારી પિયર આવી એના બે મહિના થવા આવ્યા છે પણ હજુ સુધી એનો નથી કોઈ કોલ આવ્યો કે નથી કોઈ મેસેજ અને તું કહે છે કે હમણાં દસ જ મિનિટમાં એનો કોલ આવશે.... આવું તો સપનામાં પણ ન બને..."

" હવે જે હકીકતમાં થવાનું છે એ સપનામાં કઈ રીતે બની શકે?" રાહુલે કહ્યું.

" વેરી ફની..."

" થેંક્યું સો મચ અનન્યા..."

" ચલ મને કામ કરવા દે, હજી મારે કપડાંની ઘડી કરવાની પણ બાકી છે..."

" ઓકે પણ હા, ફોન તારી પાસે જ રાખજે હો..." રાહુલે એટલું કહ્યું ત્યાં જ અનન્યા એ કોલ જ કટ કરી નાખ્યો.

મનમાં અનન્યા એ કહ્યું. " રાહુલ પણ અજીબ છે, હસાવા માટે કઈ પણ બોલે છે? કેય છે આદિત્ય મને કોલ કરશે અને પાછો પ્રેમથી વાત કરશે પાગલ...હું જેટલી આદિત્યને ઓળખું છું એ એક નંબરનો જિદ્દી છે જિદ્દી છે...ચલ હું તો મારા કામમાં લાગુ નહિતર આના વિચારોમાંને વિચારોમાં હું પણ પાગલ થઈ જઈશ..."

" અરે અનુ બેટા..." કડવી બેને સાદ આપીને અનન્યાને બોલાવી.

" હા મમ્મી...." ઉંચા અવાજે અનન્યા એ જવાબ આપ્યો.

" બે મિનિટ જરા અહીંયા આવ તો..."

" આવું મમ્મી..." અનન્યા એ ઘડી કરેલા કપડાં ત્યાં જ મૂકીને મમ્મીની મદદ કરવા રસોડામાં જતી રહી.


ક્રમશઃ