No Girls Allowed - 5 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 5

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 5



કિંજલ અનન્યાને જોઈને મંદ મંદ હસવા લાગી.

" શું થયું? કેમ હસે છે?" કિંજલને અચાનક હસતા જોઈ અનન્યા બોલી.

" આ શું હાલ બનાવ્યો છે?" કિંજલનું હસવાનું શરૂ જ હતું.

" કેમ? આ કપડામાં શું પ્રોબ્લેમ છે?" પોતના કપડાંને જોતા બોલી.

" પ્રોબ્લેમ કંઈ નથી પણ કેમ આજે આવા ફોર્મલ કપડાં! નોકરી વોકરી લાગી ગઈ છે કે શું?"

હાથમાં પકડેલી ફાઇલને ઠીક કરતા અનન્યા બોલી. " કંઇક એવું જ સમજી લે.."

" ખરેખર!" કિંજલ ચોંકી ઉઠી.

" અરે ના ના નોકરી લાગી નથી, બસ થોડાક દિવસમાં લાગી જ જશે, આ તો હું ઇન્ટરવ્યૂ દેવા જાવ છું..." અનન્યા વારંવાર ખુદના શર્ટને જોઈ રહી હતી કે ક્યાંક વાઇટ કલરના શર્ટમાં ડાઘ તો નથી પડી ગયો ને '

" ઓહો, રાહુલને ભૂલાવવા માટેનો મસ્ત આઈડિયા અપનાવ્યો છે તે..."

" પ્લીઝ કિંજલ તું મારી સામે રાહુલ નામ લઈને મારું મૂડ ઓફ ના કર, અને હા આજ પછી એનું નામ મારી સામે લેતી પણ નહિ.."

" ઓકે બાબા એમ પણ હવે તને મળવા માટે મારે પરમિશન લેવાની જરૂર પડશે.."

" નોકરી લાગી નથી ને તે ક્યાં સુધી વિચારી લીધું..પોતાના વિચારોની ગાડીને બ્રેક માર અને ચાલ મારી સાથે.."

" ક્યાં જવું છે?"

" કીધું તો ખરા ઇન્ટરવ્યુ દેવા જવું છે..."

" તો તું જઈ આવ મારે નથી આવવું ઇન્ટરવ્યૂ આપવા..."

" ચલ ને મઝા આવશે..." અનન્યા પરાણે કિંજલને ખેંચતી પોતાની સાથે લઈ ગઈ.

***********

વેઈટિંગ રૂમમાં બેસીને વોચમાં નજર કરતા અનન્યા બોલી. " બસ પાંચ મિનિટ જ બાકી છે, હમણાં ઇન્ટરવ્યૂ શરૂ થશે.."

" પણ એમાં આટલી તું ગભરાઈ છે કેમ?" કિંજલ અનન્યાના પગને વારંવાર હલાવતા જોઈને બોલી.

" અરે થોડોક તો ગભરાહટ લાગે છે ને યાર કેવી વાત કરે? મારી લાઇફનું પ્રથમ ઇન્ટરવ્યૂ છે આ.."

આટલામાં ઇન્ટરવ્યૂ માટે અનન્યાને ઓફિસમાં જવા માટે કહેવામાં આવ્યું.

" ઓલ ધ બેસ્ટ.." હાથથી ઢેંગો દેખાડતા કિંજલ બોલી.

અનન્યા એ ઓફિસ રૂમની અંદર પ્રવેશ કરવા માટે રજા લીધી.
રજા આપતા અનન્યા બોસની સામેની સીટ ઉપર તુરંત બેસી ગઈ.

એક ચાલીસ વર્ષની આસપાસની ઉંમર ધરાવતો પુરુષ જીણા ચશ્મા સાથે કંઇક જોવાની કોશિશ કરી રહ્યો હતો. અનન્યાને થોડોક શક તો પહેલી જ નજરમાં આવી ગયો હતો.

" અનન્યા શર્મા! નાઈસ નેમ, તમે આ પહેલા ક્યારેય ઇન્ટરવ્યૂ આપ્યું છે?" મૌન તોડતા મોંમાંથી લાળની જગ્યાએ શબ્દો નીકાળતા બોસ બોલ્યો.

" નો સર, આ મારું પહેલું ઇન્ટરવ્યૂ છે..."

" હમમ, મીંસ તમને ઇન્ટરવ્યૂ વિશે કંઇ જ ખબર નથી... નો પ્રોબ્લેમ, હું છું ને હું પ્યારથી સમજાવી દઈશ, ઇટસ ઓકે..."

ફાઈલમાં રહેલા ડોક્યુમેન્ટ જેમ તેમ ચેક કરતા બોલ્યો.
" તમારો કોઈ અનુભવ ન હોવાથી હું તમને જોબ ઉપર તો નહી રાખી શકું..પણ એક જોબ છે મારી ઘરે જે તમે સહેલાઈથી કરી શકો છો જો તમે એમાં સફળ થશો તો ચોક્કસ હું તમને આ કંપનીમાં સારી એવી પોસ્ટ પર ડાયરેક્ટ મૂકી દઈશ.."

અનન્યા મનોમન વિચારતી રહી કે આ ટકલાને મારે સબક શીખવાડવો જ પડશે, પોતાની ગંદી નજરથી જે મને ક્યારનો જોવો છે ને એ નજરને તો હું સીધી કરીને જ રહીશ..'

" કઈ જોબની વાત કરે છે તું?" ઉંચા અવાજે અનન્યા એ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.

" વોટ ઇઝ ધીસ! તમે આ કઈ રીતે વાત કરી રહ્યા છો? તમને ખબર પણ છે હું કોણ છું?"

" હા સારી રીતે ખબર છે, તમારા ચાલ ચરિત્ર વિશે, એક બાપની ઉંમરમાં એક દીકરી સમાન છોકરીને આવી ગંદી નજરથી જોઈને ગંદી હરકતો કરવા માટે કહેતા તમને શરમ નથી આવતી!.." અનન્યા ખુરશી પરથી ઊભી જ થઈ ગઈ.

અનન્યાનો અવાજ ઓફીસની બહાર સુધી સંભળાવવા લાગ્યો. કિંજલના કાનમાં અનુનો ઊંચો અવાજ પડતાં સ્વગત બોલી. " ઉફ! આ અનન્યા એ અહીંયા પણ હંગામો શરૂ કરી દીધો.."

થોડાક જ સમયમાં એ બોસે સિકયુરિટી બોલાવી અને અનન્યા અને કિંજલને ઓફીસેથી નિકાળી દેવામાં આવી. આખા રસ્તે અનન્યા એ તો કેટકેટલાય શબ્દો પેલાને સંભળાવી દીધા હતા.

" હદ છે યાર...આવા નરાધમ કેટલા હશે આ દુનિયામાં? જ્યાં છોકરી જોઈ નથી કે લાઈન મારવાનું શરૂ..." રસ્તે ચાલતાં ચાલતાં પણ અનન્યાનું મોં ચાલુ જ રહ્યું.

" અરે જવા દે ને! આવા તો કેટલાય આ દુનિયામાં હશે તો તું શું બધા સામે લડવા જઈશ?" કિંજલ અનન્યાને સમજાવતા બોલી.

હોટ પીઝા પર શાંતિથી પીઝા ખાતા અનન્યાનો ગુસ્સો છુમંતર થઇ ગયો.

" તો હવે મેમ સાહેબ આગળ શું કરવાનું છે?" કિંજલ બિલ પે કરતા બોલી.

" હું બીજે જોબ મેળવવાની કોશિશ કરીશ બીજું શું બાકી હું આવા ટકલા જેવા બોસથી ડરીને ઘરે બેસી રહું એવી કમજોર તો બિલકુલ નથી.." અનન્યાનો આત્મવિશ્વાસ જોઈને કિંજલને સમજાઈ ગયું કે એની લાઈફ પણ અનન્યાની સાથે સાથે રોલર કોસ્ટર જેવી થવાની છે.

થોડાક દિવસો સુધી અનન્યા એ ત્રણ ચાર જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પરંતુ કોઈ પણ કંપનીમાં નોકરી ન મળી. જ્યાં ઇન્ટરવ્યુમાં પાસ થઈ જતી તો ત્યાં સેલરી ઓછી પડતી હતી તો બીજી જગ્યાએ અનુભવ ન હોવાથી બહાર થી જ ટાટા ટાટા કહીને નિકાળી દેવામાં આવતી.

રાતે પથારીમાં પડતી અનન્યા વિચાર કરતી પોતાની સાથે જ વાત કરવા લાગી. " કાલ તો ક્યાંય ઇન્ટરવ્યૂ દેવા પણ નથી જવાનું, કિંજલ પણ કાલ હાજર નથી તો શું કરું શું કરું? હા, કાલ લાઇબ્રેરી જ ચાલી જવું છું..એમ પણ મનમાં કંઇક નવા વિચાર લાવવા માટે મારે પુસ્તકોનો સહારો લેવો જ પડશે, આ ઠીક રહેશે તો કાલનો દિવસ લાઇબ્રેરી સાથે.."

અનન્યા એ કાલનો દિવસ લાઇબ્રેરીમાં પસાર કરવાનો વિચાર કર્યો.

આદિત્ય રૂમમાં ટેમ્પ્રેચરને એસીના રિમોટથી એકજસ્ટ કરી રહ્યો હતો. ડીમ લાઈટ સાથે રૂમની અંદરનું દ્ર્શ્ય એકદમ મનને શાંત કરી દે એવું હતું. એ રૂમમાં બેડ અને અમુક ચિત્રો સિવાય બીજું કંઈ ન હતું. બિનજરૂરી ચીજવસ્તુઓ ન રૂમમાં રાખવી કે ન ઘરમાં રાખવી. આવા વિચારો સાથે ન જાણે કેમ આદિત્યે બિનજરૂરી વ્યકિતઓને પણ પોતાના જીવનમાં આવવા પર રોક લગાવી દીધી હતી. આદિત્યના મિત્રો પણ સમય સાથે ઓછા થઈ રહ્યા હતા. જેનો એક ટકા પણ અફસોસ આદિત્યના ચહેરા પર જોવા ન મળતો. આદિત્ય હંમેશા પોતાના ટાઇમ ટેબલને જ ફોલો કરતો. સવારે જીમ જઈને બોડી ફીટ કરવાની, આવીને ફ્રેશ થઈને નાસ્તો કરીને પછી જ કોઈ કાર્ય માટે ઘરની બહાર કદમ મૂકવાનો. ઘરની બહાર જતા પહેલા દીવાલે ટીંગાતી પિતાની તસ્વીરને હાથ જોડીને દરરોજ પોતાની ભૂલ માટે માફી માંગતો અને ત્યાર બાદ મા ના ચરણોને સ્પર્શ કરીને એમના આશીર્વાદ લેતો અને ત્યાર પછી જ આદિત્ય ઓફિસના કાર્ય માટે પોતાની કાર લઈને નીકળી જતો. ટાઇમ ટેબલ અનુસાર સોમથી શુક્ર કામની વચ્ચે આદિત્ય શનિ રવિ બે દિવસ લાઇબ્રેરીમાં પુસ્તકો સાથે સમય વિતાવતો. જો કોઈ જરૂરી કામ હોય તો જ એ પોતાનુ ટાઈમટેબલ ચેન્જ કરતો. આમ, કાલ શનિવાર હોવાથી આદિત્યે લાઇબ્રેરી એ જવાનું નક્કી કર્યું.

આદિત્ય અને અનન્યાની મુલાકાત શું લાયબ્રેરીમાં થશે? કે બંનેના નસીબમાં મળવાનું કંઇક બીજે જ સ્થળે લખાયેલું છે?

ક્રમશઃ