Tribhete - 12 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 12

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ત્રિભેટે - 12


પ્રકરણ 12

અંધારું ઉતરી આવ્યું હતું.ખામોશી અને અંધારું , કારમાં એક બોઝીલ વાતાવરણ બની ગયું.

કોઈ પીછો કરતું ન લાગ્યું એટલે સુમિત નચિંત થઈ ગયો,
એ લોકો વલસાડની બહાર નીકળી એક પેટ્રોલપંપ પર ઉભા રહ્યાં. ...

ત્યાં સુમિતનું ધ્યાન કેલેસ્ટિયલ બ્લું કાર પર પડ્યું તેની પાછળ પેલું સીમ્બોલ હતું.

એણે નજર ઝીણી કરી પણ કાળા સનગાર્ડનાં કારણે કારમાં કોણ બેઠું તે દેખાયું નહીં.

કાર સ્ટાર્ટ કર્યા પછી જરા આગળ જઈ જમણી બાજું વળ્યા પછી એણે નયનને કાર વીષે કહ્યું અને પેલાં સિમ્બોલની વાત કરી..નયન ચીડાયો. " યુ નો વોટ , યુ નીડ કાઉન્સેલીંગ
હજારો ગાડીઓમાં એક જેવાં સીમ્બોલ્સ હોય."

પછી જરાં શાંત પડીને કહ્યું " તું જ વિચાર, જો છે કોઈ આપણી પાછળ"

ડિવાઇસમાં આ સંવાદ સાંભળી પેટ્રોલ પંપ પર થી નીકળી એ લોકોની પાછળ જમણી બાજું વળતી કાર ત્યાં જ અટકી ગઈ.

*************************************

વિશાળ ગેટ એનાં પર રંગબેરંગી પંખીઓની આકૃતિ ..
બહારની દિવાલ પર. પ્લેસ્કુલમાં હોપ એમ વિવિધ પ્રાણીઓનાં ચિત્રો એ લોકો નયનનાં " ધરતીનો ખોળો" ફાર્મ પર પહોચ્યાં.

કવન ગેટ પાસે જ એ લોકોની રાહ જોતો હતો..
ગેટની અંદર સુમિતે કાર લીધી..નયન ધીમી કારમાંથી ચાલું કારે જ ઉતરી ગયો અને કવનને ભેટી પડ્યો.સુમિત પણ જલ્દી આવ્યો..મારા મારી લાતા લાત આ બધું એમની દોસ્તીનું રીચ્યુઅલ હતું.

ગેટથી પગદંડી પર થોડાં ડગલાં ચાલીએ એટલે ઘર આવે.બધી બાજું ત્રીસેક ફુટ ઉંચી દિવાલ વચ્ચે ફીન્ગરપ્રીન્ટવાળું લોક .એની અંદર જઈ થોડાં ડગલાં ચાલો એટલે બીજો ગેટ..જેમાં લોખંડની ગ્રીલ પછી ડોર જે પાછો ફીંગરપ્રીન્ટ વાળો. પછી અંદર વચ્ચે મોટું કોર્ટયાર્ડ ફરતે માટીનાં આધુનિક , મજબુત છતાં ઈકોફ્રેન્ડલી ઘણાં ઓરડાં.


વચ્ચેનાં કોર્ટયાર્ડમાં , માટીને આંગણાંમાં હોય એમ એક બે વૃક્ષો.

નયન ત્યાં પડેલાં ખાટલાંમાં લંબાતા બોલ્યો.."યાર. તે તો વાઈટહાઉસ જેવી સુરક્ષા કરી નાખી, ને અંદર પાછું દેશી, તું ય અજીબ છો...નમુનો..તારે એટલી સીક્યોરીટીની હું જરૂર ,
તને ઉપાડી ને હું કરે કોઈ..બે મણ હાફુસ ને વેંગણ ટામેટાની ફીરોતી માગે?"

"પ્રાગ અને પ્રહર માટે કરવું પડે..અમે વ્યસ્ત હોય ત્યારે એ એકલાં હોય.." કવન કે " તને ની હમજ પડે તું અઈયાં ક્યાં રેતો છે."ત્યાં તો બંને લડતાં ઝાડવાં આવ્યાં.તેર વર્ષનાં બંને બીજા બાળકો કરતાં અલગ જ આભા ધરાવતાં ...
પ્રહર તરત જ ઓળખી ગઈ "નયન કાકા"" સુમિત કાકા"બંનેને પગે લાગી..એને જોઈ પ્રાગને પણ અનુસરવું પડ્યું.એ એની પાસે ઉભો રહી કાનમાં ગણગણ્યો " સંસ્કારની દેવી જય હો"...

એ લોકોની પાછળ આવેલી પ્રકૃતિની આંખો ભીની હતી.એ નયન અને સુમિતને જરાં ગમે મળી અળગી થઈ. સુમિતે એનાં માથા પર હાથ રાખ્યો.." હું તો નિયમિત આવું છું, એટલે આ આશું તો નયન માટે, કે ડર લાગ્યો કે આ બલા હવે કઈ નવી આફત લાવશે!" સહું એકસાથે ખડખડાટ હસી પડ્યાં.

સુમિતનું હાસ્ય તરત વિલાઈ ગયું ,એને વિચાર આવ્યો કે " આ હું શું બોલું છું?ક્યાંક...

" યાર કંઈ સારું સારું ખવડાવે કી ની? બહું દાડાથી હુરતી નથી જયમો, મારી ઘરવાળી ને બનાવતાં સો ની આવડે.." નયન દોસ્તો સામે થોડો ખુલી ગયો..

પ્રકૃતિ આ સાંભળી અંદર ગઈ.

" તો તારે બનાવાય ને" કવને કહ્યું " તું ઉંબાડીયું કેવું મસ્ત બનાવતો"..

એ તો હું જ બનાવું છું દોસ્ત..."

" કવનભાઈ ચાલો..દીદી બોલાવે છે"એક જરા બેઠી દડીનો મધ્યમ બાંધાનો માણસ બહાર આવ્યો...

ક્યારેય કોઈ નોકર કે માણસને ઘરમાં ન રાખનાર. ...કવનનાં ઘરમાં આને જોઈ બંને મિત્રોને નવાઈ લાગી..

એનાં ચહેરાનું વિસ્મય પામી કવને કહ્યું, " એ રાજુભાઈ છે, બધાં કામમાં માહેર અમારી મદદ કરે છે, ક્યારેક બંને સાથે વીડીયોમાં હોય. તો.અમારો કેમેરામેન, શુંટીંગ, ખેતી કુકીંગ.. બધું આવડે..છ મહિનાથી અમારી સાથે છે...."

નયન અને સુમિત બંનેને એનાં વ્યક્તિત્વમાં કંઈક ખુચ્યું..નયન કંઈ બોલવા જતો હતો ત્યાં પ્રહર આવી" ચાલો નયન કાકા તમારાં માટે સ્પેશિયલ છે બધું"

એ અંદર ગયાં, જુનાં મોટા ઝાડનાં થડને આડું કાપી બનાવેલું , મોટું ટેબલ દસ જણ આરામથી જમી શકે. ઉંચાઈ સાવ ઓછી.ફરતે પલાંઠી વાળી બેસી શકાય એવી ટેબલ વ્યવસ્થા..

'રસ-ખાજા, કંદ પુરી, માલપુઆ , ઉંધીયું ...બધું જોઈ નયન ખુશ થઈ ગયો." અરે. વાહ બધું મારી પસંદનું.આજ તો ભલે
ઈન્સ્યુલિનનો ડોઝ વધારે લેવો પડે."

રાજુ પીરસતો હતો ત્યારે એનાં મોબાઈલમાં મેસેજ ટોન વાગ્યો..એણે પીરસવાનું પુરું કરી મેસેજ ખોલ્યો...

"રાજુભાઈ ક્યાં ધ્યાન છે! ક્અયારનો બોલાવું છું..ગર્લફ્રેંડ નો મેસેજ છે? " કવને મજાક કરતાં કહ્યું " તમે પણ બેસી જાઓ જમવાં"...

રાજુનું ધ્યાન તો હજી અજાણ્યાં નંબર પરથી આવેલાં મેસેજમાં જ હતું" દસ લાખ એકસાથે કમાવા હોય તો બધા સુઈ જાય પછી ગેટ ની બહાર આવ".....

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત

વાચકમિત્રો જોડાયેલાં રહેજો આ યાત્રામાં .તમારાં પ્રતિભાવની રાહમાં.