The Author Dr.Chandni Agravat Follow Current Read ત્રિભેટે - 10 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 149 ભાગવત રહસ્ય-૧૪૯ કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની... નિતુ - પ્રકરણ 64 નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ... સંઘર્ષ - પ્રકરણ 20 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... પિતા માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે... રહસ્ય,રહસ્ય અને રહસ્ય આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 22 Share ત્રિભેટે - 10 (3) 888 1.9k 1 પ્રકરણ 10મારા લગ્ન જ શરતી હતાં, એણે કબુલાત કરતાં કહ્યું" મને દિશા સામે એનાં પરિવાર સામે કાયમ મારું સ્ટેટસ નીચું લાગતું, બસ એમાંથી જ આ અમેરિકન બનવાનું ખ્વાબ , ઝનુંન ..જન્મ્યું. "એની નિખાલસ કબૂલાત સાંભળી કવનને સારું લાગ્યું " ચાલો એ ખુદની ભીતરતો ઝાંકતો થયો.".."અમને જો ખબર હોત તો તને ચોક્કસ રોકતે..પણ તે દોસ્તોને સાવ બાયપાસ કરી દીધાં"..કવનને ઠેસ પહોંચી.." અલા તમે મારી વાત સાંભળો તો ને , મેં દિશાને કહ્યું તુંતે દિવસે...." એણે ગળું ખંખેરીને વાત આગળ ધપાવી." ખ્યાતિ અહીં જ મોટી થઈ એ પુરી આઝાદ ખ્યાલની પણ એનાં મમ્મી પપ્પાને ભારતનો લગાવ , ખ્યાતિને એની પસંદનાંછોકરાં સાથે લગ્ન ન કરે એટલે એ લોકોએ એનાં પર દબાણ કર્યું."" બીજા અમેરિકન બાળકોની જેમ એ પગભર નહોતી અને ન એની પસંદનો છોકરો, બાપાં ને અહીંયા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને મોટેલસ.એમને નારાજ કરવાં નહોતાં એટલે એ મને મળવાં તૈયાર થયેલી."" અમારી વચ્ચે પહેલી મુલાકાતમાં ' ટર્મ એન્ડ કન્ડિશન' નક્કી થઈ ગયેલાં. એ મને ગ્રીનકાર્ડ મળી જાય ત્યાં સુધી રાહ જુએ પછી છુટા પડી જવાનું, ત્યારબાદ હું દિશુ સાથે અને એ એનાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કરે."" એનો પ્લાન હતો એકવાર છુટાછેડા પછી એનાં પપ્પા માની જાય"."હું અહીં આવ્યો ત્યારે થોડો સમય બધું બરાબર હતું હું અને ખ્યાતિ અલગ એપાર્ટમેન્ટમાં રહેતાં, એનાં પપ્પાની હેલ્પથી મને ઓરેકલમાં જોબ મળી ગઈ. પછી ધીરે ધીરે એનાં બોયફ્રેન્ડની અવરજવર ચાલું થઈ, મને એનો વાંધો નહોતો"ધીમે ધીમે મને ખબર પડી એને નશાની આદત છે, બંને સાથે નશો કરે...એ એનાં બોયફ્રેન્ડ જેક પાછળ પૈસા ઉડાડવાં લાગી આ દરમિયાન મારી ગ્રીનકાર્ડ માટેની એપ્લિકેશન થઈ ચુકી હતી.એક દિવસ મોડી રાતે " દરવાજે અમેરિકન પોલિસ આવી..જેક નો ફોટો બતાવી એની ઇન્ક્વાયરી કરી , નસીબજોગે એ લોકો હતાં નહીં ઘરે.એનું સાચું નામ કદાચ જેક નહોતું."એ લોકો વહેલી સવારે ઘરે આવ્યાં આ વાત પર અમારો ખૂબ ઝગડો થયો.. મને ખબર પડી કે એનો બોયફ્રેન્ડ પાકિસ્તાનનો ઈલલીગલ માઈગ્રન્ટ હતો,અમેરિકન નહીં અને અહીં એ પણ ગ્રીનકાર્ડનાં ચક્કરમાં હતો."ઝગડો વધ્યો એટલે જેકે એની બેક પર સંતાડેલી ગન કાઢી ને મારી પર તાકી દીધી. ખ્યાતિએ ચોખ્ખું સંભળાવી દીધું ગ્રીનકાર્ડ જોતું હશે તો , દર મહિને જેટલાં ડોલર કમાઉ એને દઈ દેવાનાં, ઓફિસમાં કોઈને ખબર ન પડવા જોઈએ જેક વિષે"એનાં મા બાપને જેકની જાણકારી હશે જ..અમેરિકન કાયદાનો ડર , સીટીઝનશીપ ગુમાવવાનો ડર ને પાછું ઈન્ડિયા પરત ફરીને ઈજ્જત ગુમાવવાનો ડર...હું ચુપચાપ બધું સહન કરતો રહ્યો..ક્યારેક ફુડ જેટલાં પૈસા ન બચતાં તો ઓવરટાઇમ કરીને થોડાં ડોલર કમાવાં પડતાં. ગ્રીનકાર્ડ મળ્યું ત્યાં સુધીમાં " આઈ લોસ્ટ માય આઈડેન્ટીટી, સેનીટી..""સાલ્લા મને કોન્ટેક્ટ ની થાત તારાથી..કંઈક કરી લેતી, દોસ્ત પાહે હું સરમાવાનું?" કવનની ધીરજ ખુટી."હું એવાં ઝોનમાં હતો કે મને શું થાય છે એ રીયલાઈઝેશન નહોતું ....ગ્રીનકાર્ડ મળ્યાં પછી પણ છુંટવું અઘરું હતું...મેં જ્યારે છુટું પડવાની વાત કરી તો સીધી મારી નાખવાની ધમકી...એ લોકો હવે મોટેભાગે ઘરે જ રહેતાં..એક રાતે એ લોકો નશામાંધુત હતાં ..ત્યારે ખબર નહીં મારામાં ક્યાંથી હિંમત આવી...મેં 911માં કોલ કરી દીધો..જેક , ગન સાથે પકડાયો , અમેરિકામાં ઈલલીગલ ઈમીગ્રન્ટ અને એ ગનઞસાથે...બસ મને છુટકારો મળી ગયો..."દોસ્ત ત્યારે મને સમજાઈ વતનની પોતાની કિંમત..હવે હાલત ઓર ખરાબ..હવે ન રહેવા માટે ઘર , ન ડોલર અને તબિયત તો તું જુએ છે.." એની આંખમાં ભિનાશ તરવરી..કવન એનો કાન પકડ્યો" બસને દોસ્તીનો આ જ કિંમત કરી, તારે તો મને નંબર ઘુમાવતાં હું વાંધો હુતો?..એનો અવાજ કંપતો હતો..ગુસ્સાથી દુઃખથી.." મેં ત્યારે જ ખુદને વચન આપ્યું હવે એટલાં પૈસા કમાઈશકે ક્યારેય પાછું વળીને જોઉ તો ખુદ પર ગર્વ થાય..અઢાર અઢાર કલાક કામ કરું છું.." " બાપા પાહે કોઈ દિ રૂપિયા નથી માંગ્યા..."" એટલે એ લોકોને બધું હાચું નથી કીધું"નયને પહેલીવાર કોઈ સાથે દિલ ખોલી વાત કરી હતી..મનને રાહત થઈ. કવને હક જમાવતાં કહ્યું " હવે બઘું છોડી ચાલ મારી સાથે , હવે અહીં નથી રહેવું"..નયને ડોકું ધુણાવતાં કહ્યું " તું મને ઓળખે તારો દોસ્ત એમ હાર ન માને હવે તો ખુબ નામ અને ડોલર કમાવાં અને મિલીયોનેર બનવું એ જ આપણું સપનું અને મારું એકમાત્ર ધ્યેય "કવન ગુસ્સે થઈ ઉભો થઈ ગયો" અમે તારી ચિંતામાં અડધા થઈએ અમારી છોડ પે'લાં બે ડોહા ડોહી ચેનથી ધાન નથી ખાતાં તારી ફિકરમાં ને તું ડોલર સપનાં..અમૃતીયો નાનપણમાંબરાબર જ કે'તો ...કે નયનો..ખુદને જ દેખે...."એ બહાર જવાં ચાલતો થયો...પીઠ પર અવાજ સંભળાયો..."ઉભો. રે....હું આવીશ...પણ...."ક્રમશ:વાચકમિત્રો તમારાં બે શબ્દો તમારાં પ્રતિભાવ એક લેખક માટે અનમોલ હોય છે...પ્રતિભાવ આપશો. સાથે મને ફોલો કરો જેથી મારી અન્ય વાર્તાઓ વાંચી શકો.વ@ ડો.ચાંદની અગ્રાવત ‹ Previous Chapterત્રિભેટે - 9 › Next Chapter ત્રિભેટે - 11 Download Our App