Udaan - 7 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 7

The Author
Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 7

માણસાઈની ભેટ


શહેરથી થોડેક દૂર એક ગામ હતું. ગામ અને શહેરની સરહદે એક દંપતી રહેતું. જીવી અને મગન.આર્થિક સ્થિતિ ખૂબ કફોડી. બંને પતિ પત્ની સવાર પડે ને કામે નીકળી જાય. જીવી લોકોના ઘરે કામ કરતી અને મગન શહેરમાં છૂટક મજુરી કરતો.ક્યારેક કામ મળતું ક્યારેક ન પણ મળે.


મગન : જીવી..!


જીવી : હ...અ..!


મગન : ભગવાને જોણી જોઈન આપણા ઘેર પારણું નહી બંધાવ્યું. ઉપર વાળોએ જોણ સ ક ઓમન જ ખાવાના ફાંફા પડે સ..તો છોકરાઓન હું ખવડાવસે...?


જીવી : મનેય ખબર સ, તમન છોકરાં બહુ વ્હાલાં સ. પણ ભગવોન આગળ ચો કોઈનું ચાલસ..!


મગન : જીવી..! ચાર દાડા પસી તો આપણા લગન ના નૌ વરસ પૂરાં થઈ જશે નઇ..!


જીવી : તમોન હારુ યાદ રે સ બધું.


મગન : યાદ જ હોય ન.. તું લગન કરીન આઈ એ દી તો તું કેવી અસલ લાગતીતી..!


જીવી : હુઈ જો હવે..આવું બોલો સો તો મન શરમ આવસ..


કહી જીવી પડખું ફેરવી ને સુઈ ગઈ. પણ મગનને ઊંઘ ન આવી. તેનું મન તો વિચારે ચડી ગયું.


"આટ આટલા વરસથી મારી જોડે જીવી રે સ. આટલી ગરીબી સ તોયે હસતી ને હસતી..કેટલી ભોલી સ જીવી. હું એન કોય સુખ આપી શક્યો નહીં. આ વખતે તો મારે લગનની તિથિ પર એને ભાવતી સોનપાપડી ખવડાવી સ."


મગન રોજ થોડા થોડા રૂપિયા ભેગા કરવા લાગ્યો. તેના લગ્નની તિથિના દિવસે સાંજે ઘરે આવતા સારી એવી મીઠાઈની દુકાનેથી તેણે 500 ગ્રામ સોનપાપડી ખરીદી.


"આજ મગન બહુ ખુશ હતો. આજે તો મોજથી અમે સોનપાપડી ખાઈશું અને લગન દિનની ઉજવણી કરશું." આમ વિચારી મગન ઘરે જતો હતો. ત્યાં જ રસ્તામાં ત્રણ ચાર બાળકો મળ્યા. જેમણે પૂરતા કપડાં પણ પહેર્યા ન હતા. ભૂખના કારણે સાવ દુબળા દેખાતા હતા.


મગનના હાથમાં થેલી જોઈ તે બાળકો તેની આજુબાજુ વળગી પડ્યા. બહુ ભૂખ લાગી છે કાકા ખાવાનું આપો ને...કંઈ ખાવાનું આપો ને માઇ બાપ..કહેતા તે નાના નાના ભૂલકાઓ તેને હાથ જોડી કરગરવા લાગ્યા.


મગનને છોકરાંઓ બહુ ગમે. અને છોકરાંઓની આવી હાલત જોઈ તેને બહુ દયા આવી ગઈ. તેણે જીવી માટે લીધેલી સોનપાપડી તે બાળકોને ખવડાવી દીધી.


બાળકો તો રાજી થયા પણ મગન આજ પણ જીવી ને ખુશ નહીં કરી શકે તે વિચારથી થોડો નિરાશ થયો.તે ઘરે પહોંચતા પહોંચતા કેટલીએ વાર મનમાં બોલી ગયો કે, " માફ કરજે જીવી. તને બહુ ભાવતી સોનપાપડી આજે પણ હું તને ના ખવડાવી શક્યો."


મગન ઘરે પહોંચ્યો. તેનો ઉતરેલો ચહેરો જોઈ જીવી તરત બોલી,


" હું થયું પાસું..મોઢું ચમ ઉતરી ગયુસ.. અન મોડું ચમ કર્યું..? ક્યારની રાહ જોઉસુ..તમારા માટે કોક લાઇ સુ..જલ્દી હાથ પગ ધોઈ ખાવા બેસો..." મલકાતાં મલકાતાં જીવીએ કહ્યું.


મગન અને જીવી જમવા બેઠા. જીવીએ સોનપાપડી નું બોક્સ મગનને આપ્યું. અને કહ્યું, " લો તમન બહુ ભાવસ ન..? આપણા લગન દિવસ ની તમન બહુ બધી શુભ કોમના.." શરમાતા શરમાતા જીવીએ મગનના હાથમાં સોનપાપડી પકડાવી.


" જીવી..! ચોં થી લાઇ તું..આ..? " મગને નવાઈ સાથે કહ્યું.


" આજ મુ જો કૉમે જઈ તી ન એ શેઠના છોકરાં નો આજ જનમ દિન હતો. તો શેઠાણીએ તો મન..સોનપાપડી નું આંખે આખું બોક્સ જ આપી દીધું બોલો.."


મગન તો સ્તબ્ધ જ રહી ગયો..તે માત્ર ભગવાન ના ફોટા સામે જોઈ જ રહ્યો અને મનોમન તેમનો આભાર વ્યક્ત કરવા લાગ્યો.

ખુશ રહો.. મસ્ત રહો..

😊 મૌસમ 😊