Udaan - 5 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 5

The Author
Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 5

સીમા નું સાહસ

કામ પતાવી સીમા ટીવી સામે ગોઠવાઈ. એવામાં જ મોબાઈલની રીંગ વાગી.

“હેલો..! શું કીધું...? મારા ઘરે આવે છે..? ઓહ..ગોડ..! દી.. તને ખબર નથી.. તે કેટલા સારા ન્યુઝ આપ્યા છે.. આઇ લવ યુ સો મચ દી.. ઓકે.. ઓકે.. હવે હું મૂકું છું બહુ બધી તૈયારી કરવાની છે..!"

મોબાઈલને ચુમીને સીમા તો ઉછળકૂદ કરવા લાગી.
"ઓ ગોડ.. પહેલી વાર તેઓ મારા ઘરે આવે છે.. મને વિશ્વાસ નથી થતો..! હું કેટલા બધા દિવસ પછી તેમને મળીશ.." આટલું વિચારતા તો તેની આંખોમાં આંસુ આવી ગયા.

તે દોડતી ઘરમાં જ રહેલા ભગવાનના મંદિર પાસે ગઈ. શ્રી ગણેશના ચરણસ્પર્શ કરી તેમનો આભાર કર્યો.

"શું બનાવું..? પહેલી વાર તેઓ મારા ઘરે આવે છે. કંઈક સ્વીટ બનાવવું છે મારે..! સમજાતું નથી શું બનાવવું..?"

" બેસનના લાડુ બનાવવુ..? ના..ના..!
તે તો સાદુ પડશે..

“ દૂધપાક બનાવુ..! અમમ.. ના.. ના..!”

“ ફ્રુટ સલાડ બનાવુ.. તે સારું રહેશે..! પણ ફ્રીજમાં ફ્રુટ કેટલા છે તે જોવું પડશે..!”

“ ના.. તને ઠંડુ થતા વાર લાગશે..!”

“ સીમા જલદી વિચાર તું.. હમણાં તેઓ આવી જશે..
હે ભગવાન કઈ સુજતું નથી..!”

સીમા ઘરમાં આમથી આમ આંટાફેરા મારે જતી અને શું બનાવવું તે વિચારે જતી હતી. આટલા મોટા ઘરમાં તે એકલી જ પોતાની સાથે સંવાદ કરે જતી. સૌથી વધુ બેસ્ટ બનાવવાની તાલાવેલીમાં તે નક્કી જ નહોતી કરી શકતી કે શું બનાવવું..?

“ Idea... Youtube માં કોઈ રેસીપી જોવું..!”

મોબાઇલમાં ઇન્સ્ટન્ટ sweet રેસીપી ટાઈપ કરી સર્ચ કરવાનું શરૂ કર્યું. એક બાજુ સ્ટવ પર દાળ-ભાત મૂકી દીધા. બીજી બાજુ સ્વીટ રેસીપી બનાવવાના વિડીયો જોવાના શરૂ કરી દીધા. ઘણા બધા વિડીયો જોયા પણ તેનું મન જ મન નહિ માન્યું કે શું બનાવવું..! આમ ને આમ બે કલાક વીતી ગયા. પણ તે શું બનાવવું કે જેથી તેમને વધારે ભાવે.. તે બાબત નક્કી જ ના કરી શકી..!

દાળ ભાત શાક પુરી તો થઈ ગયું પણ સ્વીટ નું કઈ ઠેકાણું પડ્યું નહીં.

એવામાં જ ડોર બેલ સંભળાઈ..ટીંગ..ટોન્ગ.. ટીંગ..ટોન્ગ..

સીમા દોડતી દરવાજા પાસે ગઈ અને હરખભેર દરવાજો ખોલ્યો. સામે તેના માતા પિતા સ્મિત કરતા ઊભા હતા. સીમાની આંખોમાં હરખના આંસુ છલકાયા.. તેણે બંનેના ચરણ સ્પર્શ કર્યા. ત્યાંજ તે તેના પિતાને ભેટી પડી અને કહેવા લાગી,

" પાપા..! આઈ એમ સો સૉરી..! મેં તમને બહુ હર્ટ કર્યા હતા.. સૉરી.. પાપા..તમને પૂછ્યા વગર જ મેં આમ લગ્ન કરવાનો નિર્ણય લીધો.. સો સૉરી.. પાપા...આઈ લવ યુ સો મચ પાપા..હું તમને બંનેને ખૂબ યાદ કરતી હતી..!" આટલું કહેતા કહેતા તો સીમા ધ્રુસકે કે ને ધ્રુસકે રડવા લાગી.

" બેટા તે એક વાર મને વાત પણ કરી હોત ને..! તો હું કંઇક કરતો તારા માટે...! તે આ બધું છુપાવ્યું..એથી વધુ દુઃખ થયું મને..! ઠીક છે.. જે થયું તે..!" પોતાની વ્હાલસોયી દીકરીના માથે હાથ ફેરવતા આટલું કહેતા પિતાની આંખો પણ છલકાઈ ગઈ.

પછી તે તેની મમ્મીને ભેટીને તેના ગાલને ચૂમી ને.." મમ્મા.. આઈ લવ યુ સો..સો..મચ.. આઈ એમ સો.સૉરી માય લવલી મોમ.."

" આઈ લવ યુ બેટા..! પણ અમને આમ બહાર થી મળીને રવાના કરીશ કે તારા ઘરમાં પણ બોલાવીશ..!" મમ્મીએ આંસુ લૂછી હસતા હસતા દીકરીને કહ્યું.

" હા.. હા.. આવો..આવો..મમ્મા તું નહીં માને.. પણ જ્યારે દીદીએ મને જણાવ્યું કે તમે અહીં આવો છો.. હું તો ખુશીની મારી પાગલ જ બની ગઈ હતી.. બેસો..તમે હું પાણી લાવું છું." આટલું કહીને સીમા રસોડામાં ગઈ.

પાપા તો બેસી ગયા પણ મમ્મી આખા ઘરને ફરી ફરીને જોતી રહી.એકદમ સાફ સુથરૂ ઘર..દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ હતી. સોફાની બિલકુલ ઉપર દીવાલ પર સીમાએ પોતાની સાથે પાડેલા ફોટોને ફ્રેમ કરી લગાવેલો હતો તે મમ્મી જોતી રહી. પાણી પી તે મમ્મી પણ સીમા સાથે રસોડામાં ગઈ.

" બેટા..! તારે બધું બરાબર ચાલે છે ને..? જમાઈ સ્વભાવે કેવા છે..? "

" હા.. મમ્મી .. બધું બરાબર ચાલે છે."

" ઘર તો બેટા સરસ વસાવ્યું છે. તારી જેમ જમાઈ પણ સારું કમાતા હશે નઇ બેટા..?"

" મારી પ્યારી મમ્મી..એ બધું છોડ.. તું એ કહે કે તને અને પપ્પાને સ્વીટમાં શું ભાવશે..હું તો શું બનાવવું તે વિમાસણમાં કઈ બનાવી જ ન શકી."

" આજે તો મારે મારી લાડલી ને ભાવતો રાજગરા નો શીરો બનાવી મારા હાથે ખવડાવો છે.. તને બહુ ભાવે છે ને..?"

" મમ્મી...મમ્મી..આઇ લવ યુ માય સ્વીટ હાર્ટ..તને હજુ પણ યાદ છે. હું પહેલાં બહુ બનાવડાવતી..તારી પાસે નઈ..!"

મમ્મીએ શીરો બનાવ્યો અને ત્રણેય જણાએ સાથે મળીને ખાધું. વર્ષો બાદ જમ્યા પછી માબાપને અમી નો ઓડકાર આવ્યો. સીમા એ પણ ઘણા સમય બાદ આમ કોઈ સાથે ભોજન કર્યું હોવાથી અંતરમાં ખુશી થઈ.

" સીમા બેટા.. જમાઈ શુ કરે છે..? તને સારું રાખે તો છે ને..?" પિતાએ દીકરી ને પૂછ્યું.

સીમા પાસે પિતાને આપવા કોઈ જવાબ ન હતો. તે વાત ટાળવા જ જતી હતી ત્યાં જ મમ્મીએ પૂછ્યું, " આખા ઘરમાં મેં ક્યાંય તારો ને જમાઈ નો ફોટો ના જોયો. અમને બતાવ તો ખરા, અમારા જમાઈ કેવા લાગે છે..?"

સીમા કંઈ બોલી શકતી નહોતી. તેના માતાપિતા તેનું મૌન જોઈ વ્યાકુળ થતા હતા. તેઓ સીમા પાસે સચ્ચાઈ જાણવા વારંવાર પૂછવા લાગ્યા.

ના છૂટકે સીમાએ મૌન તોડ્યું. " મમ્મી..પપ્પા.. મેં જેની સાથે લગ્ન કર્યા હતા તેને મને દગો દીધો હતો. લગ્નના એક મહિના માં જ મને ખબર પડી ગઈ હતી કે તે પહેલાંથી જ ઘરસંસાર માંડીને બેઠો હતો. મારી સારી નોકરી ને લીધે પૈસાની લાલચે મને ફસાવી મારી સાથે લગ્ન કર્યા હતા."

" ઓહ..બાપ રે..તો બેટા અમને પહેલાં જ જાણ કરાય ને..? પછી શું થયું..?" મમ્મીની આંખો આટલું કહેતા જ ભરાઈ ગઈ.

" મમ્મી હું પણ એક વાર છેતરાઈ..પણ ખબર પડ્યા પછી તેને આમ છોડી દઉં તેમ નહોતી. મેં તેની ઉપર છેતરપીંડીનો કેસ કરેલો. બરાબર નો સબક શીખવડ્યો. દંડ તો થયો અને એક વર્ષ સુધી તે જેલમાં રહ્યો."

" પણ બેટા.. આટલું બધું થયું ને તે અમને જણાવ્યું પણ નહીં..? આમ એકલી જ તું આ બધું સહન કર્યું..એકલી જ તેની સામે લડે ગઈ..!"

" મમ્મી મને પહેલાં તો વિચાર આવેલો કે તમને જાણ કરું અને તમારી પાસે ગામડે રહેવા આવી જાઉં. પણ ભૂલ મેં કરી હતી. પહેલાંથી જ ભાગીને લગ્ન કરીને તમને બહુ દુઃખી કરેલા. આ બધું જણાવી ફરી તમને હું દુઃખી કરવા નહોતી માંગતી. મારી ભૂલ નું પ્રાયશ્ચિત હું જાતે કરવા માંગતી હતી."

" અમને તો ખબર પણ ન હતી બેટા કે તું અહીં રહે છે. આ તો પ્રિયાના ઘરે ગયા હતા તો તેણે કીધું. એટલે આવ્યા વગર જીવ ના ચાલ્યો..!"

" હા મમ્મી તમારી બધાની બહુ યાદ આવતી હતી તો થોડા દિવસ પહેલા જ દીદીને મેં ફોન કરી બધાના સમાચાર પૂછેલા. આ બધી વાત દીદીને પણ ખબર નથી."

આ બધું સાંભળીને મમ્મી તો સીમાને ભેટી રડવા જ લાગી." મારી ફૂલ જેવી બચ્ચીએ કેટલું સહન કર્યું. એ પણ સાવ એકલીએ. બેટા અમને ખબર હોત તો અમે તારી સાથે ઉભા રહેતા. એકવાર કહેવું તો હતું. આમ એકલી જ બધુ.."

સીમા પણ આ બનાવ બન્યા બાદ મનથી મક્કમ બની ગઈ હતી. " અરે ચીલ.. મમ્મી..જે થવાનું હતું તે થઈ ગયું. હવે તે ઘટનાને યાદ પણ નથી કરતી. તમારી દીકરી બહુ જ સ્ટ્રોંગ બની ગઈ છે ઓકે..! રડવાનું બંધ કર મારી પ્યારી મમ્મી..! હું તમને બંનેને એક વિનંતી કરું છું માનશો..?"

" શું બેટા..! એમ શુ માનવાનું..તું કહે તેમ..કરશું..!" પપ્પા એ કહ્યું.

" ગામડે તમે એકલા રહો છો..પપ્પા હજુ પણ ટ્યૂશન કરાવે છે. મારી ઇચ્છા છે કે તમે બંને મારી સાથે આ ઘરમાં રહો. હવે મને એકલતા ડંખે છે.. બસ હવે તમારી સાથે જ રહેવું છે.. પ્લીઝ..પ્લીઝ..અહીં જ રહી જાઓને..મારી સાથે..!"

મમ્મી પપ્પા બંને એકબીજાની સામે જોઈ રહ્યા. અને બન્ને એ સીમાને ભેટીને..કહ્યું,"હા દીકરા..!" ત્રણેયની આંખો ભીની થઇ ગઇ. પણ આ આંસુ ખુશીના હતા. થોડા સમય માટે નીરવ શાંતિ છવાઈ ગઈ.

🤗 મૌસમ 🤗