Udaan - 3 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 3

The Author
Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 3



હેલીની સપનાની દુનિયા
🤗🤗🤗🤗🤗🤗🤗🤗


હેલી નામની એક છોકરી હતી. તે સાતમાં ધોરણ માં અભ્યાસ કરતી . તેની સ્કૂલ ઘરથી થોડેક દૂર હતી. એટલે તેને ચાલતા ચાલતા સ્કૂલ પહોંચતા સહેજે અડધો કલાક થઈ જતો. તેને નવું નવું જાણવું, નવી નવી કાલ્પનિક પુસ્તકો વાંચવાની ખૂબ મજા આવતી. આના લીધે તેની કલ્પનાશક્તિ ખૂબ વિકસેલી. તે એના મૅમ જે કાંઈ પણ શીખવે તેને કાલ્પનિક દ્રષ્ટિએ તે જોતી. આથી તે શીખેલું વધુ લાંબા સમય સુધી યાદ રાખી શકતી.

એક દિવસ હેલી તેના ઘરેથી સ્કૂલ જવા નીકળી. હજુ તો તે ઘરની બહાર જ નીકળે છે ને તેને એક ભિખારી નાનો છોકરો મળે છે. છોકરો કહે છે કે દીદી કંઈક ખાવાનું આપોને બહુ ભુખ લાગી છે. હેલી ને બહુ દયા આવી તેણે તરત જ તેનું લંચ બોક્સ કાઢી ને થોડો નાસ્તો છોકરાને આપ્યો. હેલી ને મનમાં થાય છે કે કોઈ ગરીબ ના હોય , કોઈ ભૂખ્યું જ ના રહેતું હોય, એવી દુનિયા હોય તો કેવું સારું. પછી તે આગળ જાય છે.

ચાર રસ્તા પર ખુબજ ટ્રાફિક હતું. જોર જોરથી હોર્ન નો અવાજ આવતો હતો. કોઈ ટ્રાફિક ના નિયમો ને તોડતું હતું. કોઈ સિગ્નલ ની રાહ જોતું હતું. તરત જ હેલી ને વિચાર આવ્યો કે આ બધી ગાડીઓ આકાશમાં ઊડતી હોય તો કેવું સારું ...? કયાંય ટ્રાફિક જ ના થાય. તે ચાલતી ચાલતી આગળ વધી. કચરાપેટી હોવા છતાં જ્યાં જુઓ ત્યાં કચરો રસ્તા પર પડ્યો હતો. તે જોઈ તરત હેલી વિચારે છે કે બધા લોકો કચરો કચરાપેટીમાં નાંખતા હોય તો કેટલું સારું...!! તો આટલી ગંદકી ના થાય. આમ વિચારતા વિચારતા તે આગળ ચાલી.

હેલી સ્કૂલમાં પહોંચી. સ્કુલની બહાર સુંદર મજાનો બગીચો હતો. રંગબેરંગી ફૂલો ખીલેલા હતા. હેલીને થાય છે કે બધાના ઘરે આવા ફૂલોના બગીચા હોય તો કેટલું સુંદર લાગે..? એમ વિચાર કરી તે સ્કૂલમાં ગઈ. પ્રાર્થના બાદ મૅમ એ ભણાવવાનું શરૂ થયું. પણ કોઈ વિદ્યાર્થી નું ધ્યાન ભણવામાં હતું નહીં.બધાને ખૂબ કંટાળાજનક લાગતુ હતું. હેલી વિચારે છે કે રમતા રમતા ભણવાનું હોય તો બધાને મજા પડી જાય. સાંજે સ્કૂલ છૂટી ગઈ. બધા ઘર તરફ ગયા. સાંજના સમયે ખૂબ પોલ્યુશન હતું. હેલી ચાલતા ચાલતા ઘેર પહોંચી જાય છે. રાત્રે ગૃહકાર્ય કરી તરત જ સુઈ જાય છે.

હેલી જેવી ઉગે છે તરત જ તે કોઈ બીજી દુનિયા માં પહોંચી જાય છે. હેલી રોજની જેમ પોતાના ઘરેથી સ્કૂલ જવા નીકળે છે. પણ તેની પાસે એક સુંદર,વિવિધ સુવિધાઓ વાળું બાઇક છે. તેને સ્કૂલ પહોંચવાની ઉતાવળ નથી. આથી તે શાંતિ થી બાઇક ચલાવે છે. રસ્તામાં પેલો ભિખારી છોકરો મળ્યો. પણ તે ભિખારી નથી. તેની પાસે પોતાની ફૂડવેન છે. હેલી તેની પાસે જઈ બાઇક ઉભું રાખી સ્કૂલ માટે પિત્ઝા અને બર્ગર નો ઓર્ડર આપે છે. તે છોકરો કહે છે દીદી ટાઈમથી ઓર્ડર મુજબ વસ્તુ પહોંચી જશે. હેલી બિલ પે કરી આગળ વધી. રસ્તામાં જોતી જોતી બાઇક ચલાવે છે. કોઈ જ ગરીબ નથી, ક્યાંય ઝૂંપડા નથી. બધા જ લોકો સાફ કપડામાં જોવા મળ્યા.

આગળ જતાં ચાર રસ્તા આવ્યા. હેલીએ તરત બાઇકમાં બટન દબાવ્યું ને બાઇકને બે બાજુ પાંખીયા બહાર આવ્યા ને બાઇક ઉડી ને ચાર રસ્તા પાર કરી ગયા. હેલી ને ક્યાંય ટ્રાફિક નહીં નડ્યો. તે સ્કૂલ જવા આગળ ચાલી. રસ્તાઓ ખૂબ સાફ સુથરા હતા. ઓટોમેટિક કચરાપેટી હતી. પાસે જતા ખુલી જાય અને કચરો નાંખતા બંધ થઇ જાય. હેલી મનમાં વિચાર કરતી. કેટલું સાફ અને સુંદર છે બધું...? સપના જેવું લાગે છે.

હેલીની સ્કૂલ જવા આગળ વધી. રસ્તામાં ખૂબજ સુંદર કહી શકાય તેવી સ્ટીલ અને કાચની ભવ્ય ઇમારતો હતી. દરેક ઇમારતોમાં ગેલેરી હતી. બધી ગેલેરીમાં સુંદર રંગબેરંગી ફૂલોના કુંડા મુકેલા હતા. રંગબેરંગી ફૂલો ઇમારતોની શોભા ને બમણી કરતા હતા. હેલી આ બધું જોઈ ખૂબ ખુશ થતી.

એટલામાં હેલી ની સ્કૂલ આવી ગઈ. એક ભવ્ય ઇમારતમાં સ્કૂલ હતી. વિવિધ કલરોથી સુંદર અને આકર્ષક ચિત્રોથી સ્કૂલની છબી વધુ સારી લાગતી હતી. બધા જ વિદ્યાર્થીઓ ના ચહેરા પર એક અલગ જ પ્રકારની મુસ્કાન હતી. આધુનિક ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ શાળામાં થયેલો જોયો. મનને શાંતિ સાથે પ્રફુલ્લિત કરી દે તેવી પ્રાર્થના બાદ હેલી વર્ગખંડમાં ગઈ. સામે બ્લૅક બોર્ડની જગ્યાએ મોટું પ્રોજેક્ટર હતું. દરેક બેન્ચ પર લેપટોપ ફિટ કરેલું હતું. વિવિધ સ્ટોરી અને અભ્યાસ ક્રમ ને લાગતા વીડિયો દ્વારા ભણવાની બધા બાળકોને ખૂબ મજા આવતી. હેલી તો ખૂબ ખુશ થઈ ગઈ.

હેલીની સ્કૂલ સાંજે છૂટી. હેલી ને તો ક્યાંય કંટાળો આવ્યો નહિ. તે તો વિચારી રહી હતી કે તે આ બધું એની મમ્મી ને કહેશે. હેલી તો ખુશીની મારી જોર જોર થી બોલવા લાગી...મજા પડી રે ભાઈ મજા પડી...મજા પડી રે ભાઇ મજા પડી....આમ પથારીમાં બુમો પાડતી જોઈ તેની મમ્મી,પાપા,દાદા, દાદી અને મોટી બહેન આર્યા બધા તેની પથારી પાસે આવી હસવા લાગ્યા. હસવાનો અવાજ સાંભળીને હેલી ઊંઘમાંથી ઉઠી ગઈ.

પોતાની આસપાસ આમ બધાને જોઈ હેલી થોડી ભોઠી પડી. પછી બધાને હસતા જોઈ તે પણ હસવા લાગી અને કહેવા લાગી," અરે રે ! આ તો સપનું હતું. હકીકત હોત તો કેટલું સારું હતું...? " હેલી ના પપ્પા તરત બોલે છે, તારું સપનું શું હતું તે તો ખબર નથી, પણ તને જે સારું લાગે તેના સપના તું જરૂર જો. ભવિષ્ય માં જરૂર તને તારી સપના ની દુનિયા મળશે.😊😊😊😊

🤗 મૌસમ 🤗