Badlo - 8 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 8

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

બદલો - ભાગ 8

૮. બ્લેક મેઇલરનો ભેદ

નાગપાલ પાઇપના કસ ખેંચતો વર્તમાન કેસ વિશે વિચારતો હતો. એ જ વખતે અમરજી પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલા એક નકાબપોશને ધકેલતો અંદર આવ્યો. નકાબપોશનો દેખાવ જોઈને નાગપાલ ચમક્યો.

'કોણ છે આ?' એણે પૂછ્યું.

'નાગપાલ સાહેબ..' અમરજી ઉત્સાહભર્યા અવાજે બોલ્યો. 'આપનું અનુમાન બિલકુલ સાચું પડ્યું છે. રાત્રે આ માણસ કાલિદાસના બંગલામાં દાખલ થવાનો પ્રયાસ કરતો હતો. એ તો સારું થયું કે આપની સલાહથી હું બે સિપાહીઓ સાથે ચૂપચાપ ઝાડીમાં છુપાઈને બેઠો હતો. નહીં તો આ માણસે ત્યાં નજર રાખી રહેલા સિપાહીઓની આંખમાં ધૂળ નાખવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.' નાગપાલ ખુરશી પરથી ઉભો થઈને નકાબ પોશ સામે પહોંચ્યો.

'તારો આ નકાબ તું પોતે જ કાઢીશ કે પછી મારે તકલીફ કરવી પડશે?' એણે નકાબના છેદમાંથી દેખાતી નકાબપોશની આંખોમાં પોતાની આંખો પરોવતા પૂછ્યું.

જવાબમાં નકાબપોશનો દેહ જોરથી કંપ્યો. વળતી જ પળે નાગપાલે સ્ફૂર્તિથી એના ચહેરા પરથી નકાબ ખેંચી કાઢ્યો. હવે એનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો હતો. એ માણસ બીજું કોઈ નહીં, પણ દયાશંકર જ હતો. મશહૂર બ્લેક મેલર દયાશંકર.

દયાશંકરના ચહેરા પર ખોફ અને દહેશતના હાવભાવ છવાયેલા હતા. એની આંખોમાં ભય ડોકિયા કરતો હતો.

'હ.. હું નિર્દોષ છું સાહેબ.. એ થોથવાતા અવાજે બોલ્યો. 'મ..મને..'

'સ્પાક..'

નાગપાલના રાઠોડી હાથમાં સણસણતા તમાચાએ એના આગળના શબ્દોને ગળામાં જ અટકાવી દીધા હતા.

'સાંભળ..' એ ક્રૂર અવાજે બોલ્યો. હવે પછી જે કંઈ કહેવું હોય તે સાચું જ કહેજે. તારી તથા કાલિદાસ વચ્ચે ટેલીફોન પર થયેલી વાતચીતનો એક એક શબ્દ સાંભળીને તને ઓળખી ચૂક્યો છું એટલે તારું કોઈ પણ જુઠ્ઠાણું મારી સામે નહીં ચાલે સમજ્યો?'

'જી, હું..' દયાશંકર એટલો હેબતાઈ ગયો હતો કે ઘણા પ્રયાસો પછી પણ બોલવા માટે એની જીભે એને સાથ ન આપ્યો.

'બેસી જા.' દયાશંકર ધ્રુજતી હાલતમાં એક ખુરશી પર બેસી ગયો.

'હા, હવે બોલ.' નાગપાલે પુનઃ તેની આંખોમાં પોતાની આંખો પરોવતા પૂછ્યું.

'ગીતાના ખૂનમાં વપરાયેલી રિવોલ્વર અને તેના ઘરેણા તે ક્યાં છુપાવ્યા છે?'

'સાહેબ..' દયાશંકર કંપતા અવાજે બોલ્યો. 'હું આપની પાસે ખોટું નહીં બોલું, પરંતુ સાથે જ હું જે કંઈ જણાવીશ તેના પર આપને ભરોસો નહીં બેસે એની પણ મને ખબર છે. પરંતુ હું જે કહીશ તે સાચું જ કહીશ એની આપ ખાતરી રાખજો. મારી વાત સાંભળ્યા પછી જ આપ સાચા ખોટાનો નિર્ણય કરજો.'

'ઠીક છે બોલ.' ત્યારબાદ દયાશંકરે પોતાને ત્યાં થયેલી ચોરી, નકાબપોશની મુલાકાત અને તેની સાથે થયેલી વાતચીતની વિગતો તેને જણાવી દીધી. પછી ઉમેર્યું. 'સાહેબ.. એ માણસ મને કોઈ ષડયંત્ર માં ફસાવવા માંગે છે, એવી શંકા પહેલાથી જ મારા મનમાં ઉપજી હતી. પરંતુ પછી એણે એવી એવી દલીલો રજૂ કરી કે હું ચૂપ થઈને કશાય જોખમ વગર મળનારા પૈસાની લાલચમાં આવીને તેની ચાલબાજીમાં ફસાઈ ગયો.'

'થોડી વાર માટે માની લઈએ કે આ બધું તે પોતે નહીં પણ કોઈકના કહેવાથી કર્યું છે તો પણ ગુલાબના કુંડામાં છુપાયેલા ઘરેણા અને તેના ગુમ થઈ ગયાની તને કેવી રીતે ખબર પડી?'

'એ વાત એ નકાબપોશે જ મને જણાવી હતી.'

'એમ?' નાગપાલના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

'આનો અર્થ એ થયો કે રિવોલ્વર અને ઘરેણા એ નકાબપોશના કબજામાં જ છે ખરું ને?'

'જી હા..'

'દયાશંકર..' સહસા નાગપાલનો અવાજ એકદમ કઠોર બની ગયો. 'મેં તને પહેલાથી જ ચેતવણી આપી હતી કે મારી સામે ખોટું બોલવાનો પ્રયાસ કરીશ નહીં. પરંતુ તેમ છતાંય મારી ચેતવણીની અવગણના કરીને તે તારી જાત બતાવી જ દીધી. ખેર, હજુ પણ કંઈ નથી બગડ્યું. હું તને છેલ્લી તક આપું છું. સાચે સાચું કહી નાખ કે રિવોલ્વર અને ઘરેણા ક્યાં છે? નહીં તો તારી પાસેથી સાચી હકીકત ઓકાવવા માટે મારી પાસે બીજા પણ ઘણાં ઉપાયો છે. અને આ ઉપાયો તને માફક નહીં જ આવે.'

'હ... હું સાચું જ કહું છું સાહેબ. એ નકાબપોશ પાસે જ છે.'

'ઠીક છે.. હવે હું તને એક સવાલ પૂછું છું જો તું મારા આ સવાલનો સાચો જવાબ આપીશ તો હું તારી વાત માની લઈશ.'

'પૂછો સાહેબ..'

'થોડીવાર માટે તું તારી જાતને કોઈ વસ્તુનો વેપારી માની લે.' જાણે બ્લેકમેલિંગનો ધંધો છોડીને પોતે ખરેખર જ એક વેપારી બની ગયો હોય એવા ભાવ સાથે દયાશંકરે માથું હલાવ્યું. 'હવે એમ પણ માની લે કે તું જે વસ્તુનો વેપાર કરે છે એ કોઈ કારણસર તારી પાસે નથી તેમ ભવિષ્યમાં પણ ક્યાંયથી કોઈ રીતે તારી પાસે આવવાની આશા નથી.'

'પણ આવું કેવી રીતે બને?' દયાશંકરે મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું.

'શું કેવી રીતે બને?'

'એ જ કે વેપારી પાસે જે વસ્તુ હોય જ નહીં એનો તે વેપાર કરતો હોય! અલબત્ત, પુરવઠાના અભાવે એ વસ્તુ તેની પાસે સ્ટોકમાં ન હોય તો વાત જુદી છે.'

'તારી વાત પોતાના સ્થાને બિલકુલ વ્યાજબી છે એ હું કબુલ કરું છું. પરંતુ તેમ છતાંય જો આ વેપારી કોઈક ગ્રાહક સાથે એ જ વસ્તુનો સોદો નક્કી કરે તો શું માનવું?'

'તો પછી..' થોડી પળો સુધી વિચાર કર્યા બાદ દયાશંકર જરા પણ ખમચાયા વગર બોલ્યો. 'આ વેપારી કાં તો પાગલ હશે અથવા તો મહામૂરખ.'

'રાઇટ.. વેરી ગુડ..' દયાશંકરે જાણે માથાકૂટ કર્યા પછી પણ ન ઉકેલી શકાય હોય એવા કોયડાને ચપટી વગાડતા જ ઉકેલી નાખ્યો હોય એમ નાગપાલ પ્રસન્ન અવાજે બોલ્યો. પછી વળતી જ પળે એનો અવાજ એકદમ કઠોર અને કર્કસ બની ગયો.

'પરંતુ તું તો મને નથી પાગલ દેખાતો કે નથી મૂર્ખ.'

'શ... શું?' દયાશંકરનું દિમાગ ચકરાવે ચડી ગયું. એણે થોથવાતા અવાજે પૂછ્યું. 'ત.. તો શું આપ એ વેપારીની સરખામણી મારી સાથે કરો છો?'

'તું હજી પણ ન સમજ્યો?' નાગપાલે ઝેરીલું સ્મિત ફરકાવતા કહ્યું, 'જો એ રિવોલ્વર અને ઘરેણા તારા કબજામાં ન હોત તો તું કોઈ કિંમતે કાલિદાસ સાથે એનો સોદો કરવાનું મૂર્ખાઈ ભર્યું પગલું ભરી શકે તેમ નહોતો. પરંતુ આ પગલું તે ભર્યું છે. તે આ બંને વસ્તુઓ સોંપવાના બદલામાં તેની પાસે પંદર લાખ રૂપિયા માંગ્યા છે. એટલે હું દાવા સાથે કહું છું કે એ બંને વસ્તુઓ તારા કબજામાં જ છે. અને હવે તું ચૂપચાપ એ બંને વસ્તુઓ મારે હવાલે કરી દે એમાં જ તારું કલ્યાણ છે નહીં તો...'

'ન.. ના..' જાણે અચાનક જ પગે સાપ વીંટળાયા હોય એમ દયાશંકર ઉછળી પડ્યો. હવે તેને નાગપાલની સામે નજર કરતાં પણ ભય લાગતો હતો.

નાગપાલે કેટલી ચાલાકીથી તેની પાસેથી સાચી વાત ઓકાવી લીધી હતી, એની કલ્પના કરતા જ તે પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો.

'મ.. મને માફ કરી દો સાહેબ..' એ બંને હાથ જોડીને કરગરતા અવાજે બોલ્યો. 'વાસ્તવમાં ગુલાબના કુંડામાંથી મેં પોતે જ ઘરેણા ભરેલી પોટલી કાઢી લીધી હતી પરંતુ હું સોગંદ પૂર્વક કહું છું કે એ રિવોલ્વર મારી પાસે નથી.'

'દયાશંકર.. તારી કોઈ વાત સાંભળ્યા વગર જ તને મારીને અધમૂઓ કરી નાંખવાનું મને ખૂબ જ મન થાય છે. પણ ખેર.. જવા દે. હવે જો તું સાચું નહીં બોલે તો પછી મારે નછૂટકે એ જ પગલું ભરવું પડશે.'

'હ.. હું સાચું જ કહીશ સાહેબ..'

'તો પછી એ વાતનો જવાબ આપ કે રિવોલ્વર તારા કબજામાં નહોતી તો પણ તે કયા આધારે કાલિદાસ સાથે એનો સોદો નક્કી કર્યો હતો?' નાગપાલે શોધ પૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'એ નકાબપોશે જ મને જણાવી દીધું હતું કે એણે રિવોલ્વર ક્યાં છૂપાવી છે?'

'ક્યાં છૂપાવી છે?'

'એણે એ રિવોલ્વર રાકેશના શયનખંડમાં પડેલા કબાટના તળિયા વાળા ભાગમાં ટેપની મદદથી ચોંટાડી દીધી છે.'

'તું ખોટું બોલે છે.' નાગપાલે ક્રોધથી તમતમતા અવાજે કહ્યું. 'હું પોતે ત્યાં તપાસ કરી ચૂક્યો છું.'

'હ.. હું સાચું જ કહું છું સાહેબ..' દયાશંકર ધ્રુજતા અવાજે બોલ્યો.

'એણે મને એ સ્થળ વિશે જ જણાવ્યું હતું. એના ભરોસે જ તો અમે 15 લાખમાં સોદો નક્કી કર્યો હતો. ઘરેણા તો મારા કબજામાં છે જ અને રિવોલ્વર પર પણ ક્યાં છે એની મને ખબર છે એવા વિચારે મેં આ સોદો નક્કી કર્યો હતો.'

'જો ખરેખર તારી વાત સાચી હોય તો એનો અર્થ એ થયો કે એણે તને મૂર્ખ બનાવ્યો છે. જ્યાં સુધી રિવોલ્વર પર આંગળાની છાપ મોજૂદ હોય ત્યાં સુધી જ ખુની માટે તેનું મહત્વ છે. તારા કહેવા મુજબ જો ખરેખર આ મામલામાં કોઈ નકાબપોશ સંડોવાયેલો હોય તો પછી એનો શું હેતુ છે તે મને નથી સમજાતું. પરંતુ એટલું તો સ્પષ્ટ જ છે કે ખુનીને તો એ પણ હરગીઝ બચાવવા નથી માંગતો. એને કાલિદાસના પૈસામાં પણ રસ નથી. તો પછી સીધો પોલીસને જ ફોન કરીને શા માટે રિવોલ્વર વિશે બાતમી નથી આપી દેતો?' કહીને જાણે આ સવાલ-જવાબ જાણવા માંગતો હોય એ રીતે નાગપાલે દયાશંકર તથા અમરજી સામે જોયું. પરંતુ દયાશંકરની તો બોલતી બંધ થઈ ગઈ હતી. જ્યારે અમરજી કશુંય ન સુઝતું હોય એમ નાગપાલ સામે જ તાકી રહ્યો હતો.

કશું જ ન સૂઝતા છેવટે નાગપાલે પાઇપ પેટાવીને બે ત્રણ કસ ખેંચ્યા બાદ કહ્યું, 'ખેર એને તો અમે પછી જોઈ લેશું. પરંતુ ઘરેણાની પોટલી કુંડામાં છુપાયેલી છે એ વાતને તને કેવી રીતે ખબર પડી?'

'એ વખતે હું તેમના બગીચાની જાળીમાં જ છુપાઈને બેઠો હતો.'

'કેમ? શું તેઓ કુંડામાં ઘરેણાની પોટલી છુપાવવાના છે એ વાતનું તને સપનું આવ્યું હતું?'

'ના..'

'તો?'

'સાહેબ..' દયાશંકર ભયભીત અવાજે બોલ્યો. 'વાસ્તવમાં હું રિવોલ્વર કબજે કરવા માટે ત્યાં ગયો હતો. જો કદાચ જોગાનુજોગ કાલિદાસ વગેરેના હાથમાં રિવોલ્વર આવી જશે તો પછી હું કયા આધારે તેમને બ્લેકમેલ કરી શકીશ એવો ભય મને લાગ્યો હતો. પરંતુ હું બાઉન્ડ્રી વોલ કૂદીને લોનમાં પહોંચ્યો ત્યાં જ મને એ તરફ આવતા કોઈકના પગલાંનો અવાજ સંભળાયો. એટલે હું તરત જ ઝાડીમાં છુપાઈને ગયો હતો. પછી મેં એ લોકોને કુંડામાં કંઈક છુપાવતા જોયા હતા. ત્યારબાદ તેમની વાતચીત પરથી મને કંઈક જાણવા મળ્યું કે તેમણે એ કુંડામાં મરનાર સ્ત્રીના ઘરેણા છુપાવ્યા હતા. પછી સહસા તેઓ પોલીસનું નામ લેતા લેતા અંદરના ભાગ તરફ દોડી ગયા હતા. હું પણ ગભરાઈને ત્યાંથી નાસી છૂટવા માંગતો હતો. પરંતુ હું બાઉન્ડ્રી વોલ પર ચડવાનો પ્રયાસ કરું એ પહેલા જ કોઈકનો પગરવ સાંભળીને ફરીથી છુપાઈ ગયો હતો. દૂર હોવાને કારણે હું તેનો ચહેરો નહોતો જોઈ શક્યો. એના ગયા પછી મેં કુંડામાંથી ઘરેણાની પોટલી કાઢી લીધી હતી. અને તરત જ ત્યાંથી નાસી છૂટ્યો. ઘેર જઈને મેં એ પોટલીને એમને એમ જ કબાટના ચોર ખાનામાં મૂકી દીધી છે.'

'ઓકે..' નાગપાલ ઉભો થતાં નિર્ણાયત્મક અવાજે બોલ્યો. 'હવે તું એ ઘરેણાં મારે હવાલે કરી દે એમાં જ તારું શ્રેય છે.' અમરજી તથા દયાશંકર પણ ઊભા થયા. થોડીવાર પછી તે કાલિદાસના નિવાસસ્થાને મોજુદ હતા. દયાશંકરે આગળ વધીને પલંગ પર પડેલા તકિયાના કવરમાં હાથ નાખ્યો.

'તે ઘરેણા કબાટના ચોર ખાનામાં મૂક્યા છે એમ તું તો કહેતો હતો તો પછી તકિયામાં શું શોધે છે?' નાગપાલે પૂછ્યું.

'કબાટની ચાવી..' દયાશંકરે કહ્યું.

ત્યારબાદ એણે ચોરખાનામાંથી એક પોટલી કાઢીને નાગપાલના હાથમાં મૂકી દીધી.

'આને સાવચેતીથી ઉઘાડ.' નાગપાલે એ પોટલી અમરજીના હાથમાં મૂકતા કહ્યું. 'પરંતુ કોઈ ઘરેણાને સ્પર્શ ન થાય એ રીતે ઉઘાડજે. આના પર ગીતાના મૃતદેહ પરથી ઉતારનારના આંગળાની છાપ હોવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ તે દયાશંકરને ઉદ્દેશીને બોલ્યો. 'તે આ ઘરેણાને તો સ્પર્શ નથી કર્યો ને?'

'ના સાહેબ, મેં તો આ પોટલીને ઉઘાડીને પણ નથી જોઈ.'

આ દરમિયાન અમરજી પોટલી ઉઘાડી ચૂક્યો હતો. પરંતુ પોટલી ઉઘાડતા જ નાગપાલની સાથે એના ચહેરા પર પણ ક્રોધ છવાઈ ગયો. જ્યારે દયાશંકરની આંખો નર્યા અચરજથી ફાટી પડી હતી.

'ન.. ના..' એ થોથવાતા અવાજે બોલ્યો. 'અ.. આ...'

'હા.. હા.. કહી નાખ કે આ પણ એ નકાબપોશનું જ કામ છે.' જાણે દયાશંકરને કાચેકાચો ફાડી ખાવા માંગતો હોય એ રીતે તેની સામે તાકી રહેતા અમરજીએ કહ્યું. 'તે તારી કલ્પના વડે એક નકાબપોશને જન્મ આપી જ દીધો છે તો પછી આ કરતૂત પણ એના માથા પર ઓઢાડતા તું શા માટે ગભરાય છે?' પછી તે નાગપાલને ઉદ્દેશીને બોલ્યો.

'સર.. આપ આ માણસ માટે નાહક જ કૂણું વલણ દાખવો છો. આ લાતનો ભૂત છે એટલે તે વાતોથી નહીં જ માને. જો આવા માણસ પાસેથી સાચી હકીકત ઓકાવવી હોય તો લાતો વડે તેમની સેવા કરવી જોઈએ.

નાગપાલે પોટલીમાં મોજુદ પત્થરો સાથે રહેલો એક કાગળ ઉંચકીને તેને વાંચ્યા પછી પીઠ ફેરવી. એ‌ થોડી પળો સુધી વેધક નજરે દયાશંકરના ભયભીત અને ગભરાયેલા ચહેરા સામે તાકી રહ્યો.

'અમરજી..' છેવટે એણે કહ્યું. 'દયાશંકર સાચું બોલતો હોય એવું મને લાગે છે.'

'ક.. કેમ?' અમરજીએ ખમચાતા અવાજે પૂછ્યું.

'એટલા માટે કે પોલીસ સામે પોતાનો ભાંડો ફૂટી ગયા પછી બ્લેક મેઇલીન્ગના ધંધા સાથે સંકળાયેલા મોટા ભાગના માણસોમાં પોલીસને મૂરખ બનાવવાની હિંમત નથી રહેતી. ઉપરાંત દયાશંકરની એ વાત પણ સાચી છે કે એણે પોટલી ઉઘાડીને નહોતી જોઈ.'

'આ વાત આપ આટલી ખાતરીથી કેવી રીતે કહો છો સર?' અમરજીએ આશ્ચર્ય સહ પૂછ્યું.

'એટલા માટે કે કુંડાની માટી હજુ પણ આ પોટલી પર મોજુદ છે. જો દયાશંકરે પોટલી ઉઘાડી હોત તો પછી એ તેના પર ચોંટેલી માટીને ખંખેર્યા પછી જ એને કબાટમાં મૂકત. આના પરથી જ સ્પષ્ટ થાય છે કે એણે પોટલીમાં ઘરેણા છે કે નહીં એની તપાસ કર્યા વગર જ તેને કબાટમાં મૂકી દીધી હતી.

'ઓહ.. સમજ્યો..' અમરજીએ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા કહ્યું. પછી નાગપાલના હાથમાં જકડાયેલા કાગળ તરફ સંકેત કરતા પૂછ્યું. 'આ કાગળમાં શું લખ્યું છે સર?'

'લે, તું પોતે જ વાંચી લે.' કહીને નાગપાલે તેની સામે કાગળ લંબાવ્યો.

અમરજીએ તેના હાથમાંથી કાગળ લઈને વાંચ્યો. વળતી જ પળે એના ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા. એ કાગળમાં ફક્ત એક જ લીટી લખી હતી. મૂરખ હોય એ જ પથ્થર સાથે માથું અફાળે છે.

'આનો શું અર્થ થયો?' અમરજીએ જાણે સ્વગત બબડ્યો હોય એમ આશ્ચર્યથી પૂછ્યું.

'અર્થ તો એમાં લખ્યો છે એ જ થાય છે. અર્થાત વાંચનાર મૂર્ખ છે. ' નાગપાલે સ્મિત ફરકાવતા કહ્યું. નાગપાલની વિનોદભરી વાત સાંભળીને અમરજી પણ સ્મિત ફરકાવ્યા વગર ન રહી શક્યો.

***********

સરવા કાન અને સાવચેત નજરે વાતાવરણનું નિરીક્ષણ કર્યા બાદ એ નકાબ પોશ બિલ્લી પગે દયાશંકરના શયનખંડમાં પ્રવેશ્યો. શયનખંડમાં ઝીરો વોલ્ટના બલ્બનું અજવાળું પથરાયેલું હતું. પલંગ પર પગથી માથા સુધી ચાદર ઓઢીને કોઈક સૂતું હતું. પલંગ નજીક પહોંચીને નકાબ પોશ પળભર માટે અટક્યો. વળતી પળે એણે એક આંચકા સાથે ચાદર ખેંચી લીધી. પરંતુ ચાદર ખસતાની સાથે જ એના મોંમાંથી ચીસ સરી પડી. એ ગભરાઈને બે-ત્રણ ડગલા પાછળ ખસી ગયો. દયાશંકરને બદલે તેને જે માનવીનો ચહેરો દેખાયો એ ચોક્કસ નાગપાલનો જ હતો. નાગપાલની વેધક આંખો એની સામે જ મંડાયેલી હતી. નકાબપોશ આશ્ચર્ય સાગરમાંથી બહાર આવે એ પહેલા જ નાગપાલ પલંગ પરથી ઉતરીને તે એની સામે ઉભો રહી ગયો. એના હાથમાં હવે તેને સર્વિસ રિવોલ્વર ચમકતી હતી.

'ભાઈ નકાબપોશ..' એ રિવોલ્વરની નળી તેની છાતી પર મુકતા બોલ્યો. 'તારો આ મદારી વાળો રોલ હવે પૂરો થઈ ગયો છે. તું દયાશંકર પાસે જે કામ કરાવવા માંગતો હતો એમાં કેટલી પ્રગતિ થઈ છે એ વિશે એને પૂછપરછ કરવા માટે જરૂર અહીં આવીશ એવી મને આશા હતી. અને હવે..' નાગપાલની વાત અધૂરી રહી ગઈ.

એ જ વખતે બાજુના રૂમમાંથી ચાર સિપાહીઓએ બહાર નીકળી આવીને નકાબપોશને પકડી લીધો. નાગપાલના સંકેતથી એક સિપાહીએ તેની તલાશી લીધી.

'હવે..' નાગપાલ પૂર્વવત અવાજે બોલ્યો. 'તારો પરિચય જણાવવાની સાથે સાથે એ પણ કહી નાખ કે અત્યાર સુધી તું કઈ રમત રમતો હતો? પરંતુ એ પહેલા કાન ખોલીને એક વાત સાંભળી લે. જો એક શબ્દ પણ ખોટો કહીશ તો કોર્ટ તને સજા કરે કે ન કરે પણ હું તને એવી સજા કરીશ કે તું ચૂ..ચા.. કરવાને યોગ્ય પણ નહીં રહે.' નાગપાલની વાત સાંભળીને નકાબ પોશનો દેહ સૂકા પાંદડાની જેમ થરથરી ઉઠ્યો. એણે પોતાના ચહેરા પરથી નકાબ કાઢી નાખ્યો. નાગપાલે જોયું તો તે એક અપરિચિત આધેડ વયનો માનવી હતો.

'હું.. હું ખોટું નહીં બોલું સાહેબ..' એણે કંપતા અવાજે કહ્યું. 'મારું નામ રઘુ છે.'

'ઠીક છે. આગળ બોલ..' નાગપાલ કરડાકી ભર્યા અવાજે બોલ્યો.

'જ..જી.. અ.. અને..' કહેતા કહેતા અચાનક જ જાણે કે નાગપાલની કઠોરતાથી મૂંગો બની ગયો હોય એમ રઘુ ચૂપ થઈ ગયો.

'આને એક ગ્લાસ પાણી આપ..' એનો ગભરાટ પારખીને નાગપાલે એક સિપાહીને પાણી લાવવાનું કહ્યું. સિપાહી તરત જ પાણીનો ગ્લાસ લઈ આવ્યો. જાણે કેટલાય દિવસોથી પાણીના દર્શન પણ ન થયા હોય એ રીતે રઘુએ એક શ્વાસે ગ્લાસ ખાલી કરી નાખ્યો.

'સાહેબ..' એ શર્ટની બાંયથી મોં લુછતા બોલ્યો. 'સૌથી પહેલા તો મેં આવું શા માટે કર્યું એ હું આપને જણાવું છું. બે વર્ષ પહેલાં સુધી હું શેઠ કાલિદાસને ત્યાં માળી હતો. હું બચપણથી ત્યાં જ નોકરી કરતો હતો. નોકરી છોડતા પહેલા હું કાલિદાસને માત્ર અન્નદાતા જ નહીં, પણ ભગવાન સમજતો હતો. હું બંગલો છોડીને ક્યાંય બહાર ફરવા માટે પણ નહોતો જતો. ગામડે મારું એવું કોઈ નહોતું કે જેને મારા પોતાના સમજીને હું ત્યાં જવાનો પ્રયાસ કરું. આ કારણસર 35 વર્ષની વયે પણ હું અપરિણીત હતો. એક દિવસ મારા દૂરના એક સગાની બીમારીના સમાચાર મળતા હું કેટલાય વર્ષો પછી ગામડે ગયો. ત્યાં થોડા પરિચિતોના દબાણથી ત્યાંની જ એક ગરીબ કુટુંબની છોકરી ગાયત્રી સાથે લગ્ન કરીને તેને અહીં લઈ આવ્યો. ઉંમરમાં ફર્ક હોવા છતાંય અમે બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા. અમારા ખુશી ભર્યા દિવસો પાંખો લગાવીને ઉડતા જતા હતા. એક દિવસ..' કહેતા કહેતા જાણે કોઈ ફિલ્મ દેખાતી હોય એ રીતે રઘુની નજર છત સામે સ્થિર થઈ ગઈ. એના હોઠ ફફડ્યા. 'બગીચા અને બંગલાનું કામ પતાવીને હું મારા ક્વાર્ટર માં પહોંચ્યો. મેં જોયું તો ગાયત્રી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.' કહેતા કહેતા એની સામે બે વર્ષ પહેલાંનો ભૂતકાળ ઉપસી આવ્યો.

'શું થયું ગાયત્રી?' રઘુએ વ્યાકુળ અવાજે પૂછ્યું. 'તું રડે છે શા માટે? તને અહીં શું તકલીફ છે? કે પછી મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?' ગાયત્રીએ આંસુથી તરબોળ બની ગયેલો ચહેરો ઊંચો કરીને તેની સામે જોયું. પછી એ તેને વળગીને ધ્રુસકા ભરવા લાગી.

'હવે..' એ ધ્રુસકા વચ્ચે બોલી. 'હવે હું એક મિનિટ માટે પણ અહીં રોકાવા નથી માંગતી. જો તમને મારા પ્રત્યે જરા પણ લાગણી હોય તો તાબડતોબ આ નોકરી છોડીને મને બીજે ક્યાંક લઈ જાઓ.'

'કેમ? શા માટે?' રઘુએ નર્યા અચરજથી પૂછ્યું. 'તને અહીં કઈ વાતની ખોટ છે? કઈ વસ્તુની કમી છે? ઉપરાંત જો હું નોકરી છોડી દઈશ તો મને નોકરી આપે એવું આ શહેરમાં મારું કોઈ પરિચિત પણ નથી.'

'હું કંઈ ન જાણું. હું અહીં એક મિનિટ માટે પણ રહી શકું તેમ નથી.'

'તો તું પણ કાન ખોલીને સાંભળી લે.' એને વારંવાર એક જ વાતનો કક્કો ઘૂંટતી જોઈને રઘુ ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો. 'જ્યાં સુધી તું એનું કારણ મને નહીં જણાવે ત્યાં સુધી હું નોકરી નહીં છોડું. આટલા વર્ષોની વફાદારી પર હું વગર કારણે કલંક લગાવી શકું તેમ નથી.'

'તો ઠીક છે..' ગાયત્રી વિફરેલા અવાજે બોલી. 'વફાદારીના નામ પર તમને તમારા શેઠના તળિયા ચાટવાનો શોખ છે, તો ખુશીથી ચાટો પરંતુ જો તમે એમ ઈચ્છતા હો કે હું તમારા શેઠની અશ્લીલ વર્તણૂકને સહન કરતી રહું તો એ મારાથી નહીં બને. હું આજે જ મારા પિયર ચાલી જઈશ. હું ત્યાં ગમે તેમ મારું ગુજરાન ચલાવી લઈશ પરંતુ કોઈ પણ કિંમતે આ અત્યાચાર સહન નહીં જ કરું.' એની વાત સાંભળીને રઘુને આશ્ચર્યનો જોરદાર આંચકો લાગ્યો.

'ગાયત્રી, તારું માથું તો નથી ભમી ગયું ને?' એણે હેરતથી તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'હું પૂરેપૂરા ભાનમાં જ છું. પરંતુ તમે કદાચ નથી. જો હોત તો તે દિવસે જ્યારે નાના સાહેબ એટલે કે રાકેશે જ્યારે મારુ બાવળું પકડ્યું ત્યારે જ બધું સમજી ગયા હોત.' 'ખરેખર તારું માથું ભમી ગયું લાગે છે. અરે ગાંડી.. ઉંમરમાં મારાથી નાનો હોવાના કારણે રાકેશ મને પોતાના મોટાભાઈ સમાન માને છે. આ નાતે તું એની ભાભી થઈ કે નહીં? અને દિયર ભાભીના સંબંધોમાં મજાક મશ્કરી કરવી કે બાવડું પકડી લેવું એ કોઈ એવી વર્તણૂક નથી કે જેને અશ્લીલતાનું રૂપ આપી શકાય.'

'તમારી આંખો પર વફાદારી નામનો પાટો બાંધ્યો છે. એટલે જ તમે આમ કહો છો. કડવું સત્ય કહેનારને હંમેશા પાગલ જ માનવામાં આવે છે. એ દિવસે તો એણે મારું બાવડું જ પકડ્યું હતું. પરંતુ આજે એણે શું કર્યું હતું એની તમને ખબર છે?'

'શું કર્યું હતું? આજે એણે જે કર્યું હતું એ જો તમે તમારી નજરે જોયું હોત તો તમે એની વર્તણૂકને અશ્લીલતા કરતાંય હલકી કોટીનું માનત.'

'એટલે?'

'એટલે એમ કે આજે એણે મારી આબરૂ લૂંટવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. એ તો જોગાનુજોગ એ વખતે કાલિદાસ શેઠ આવી ગયા એટલે હું બચી ગઈ. નહીં તો હું કોઈને મોં બતાવવાને લાયક પણ ન રહેત.'

'ક્યારે? આ બધું કેવી રીતે થયું?'

'જ્યારે તમે બજારમાં ગયા હતા ત્યારે હું સ્નાન કરતી હતી. કોણ જાણે ક્યારે અને કેવી રીતે એ રાક્ષસ મારી પાછળ પહોંચી ગયો ને એણે અચાનક મને દબાવી દીધી. મારા બચાવ માટે હું હાથ પગ પછાડીને બૂમો પાડવા લાગી. તો જાણો છો એ શેતાને શું કહ્યું? એણે કહ્યું, મારી વાત માનીશ તો હું તને રાણીની જેમ રાખીશ. એ ભિખારી જેવા રઘુ પાસે શું છે? એ ઉંમરમાં તારા કરતાં મોટો છે. તને ખુશ રાખવા માટે નથી એની પાસે રૂપ કે નથી પૈસા. મારા રડવા કરગરવાની પણ એ શેતાન પર કંઈ અસર નહોતી થતી. એ જ વખતે કોઈક મોટરના એન્જિનનો અવાજ સાંભળીને તે તાબડતોબ નાસી છૂટ્યો હતો.'

'પ.. પાણી..' ભૂતકાળની વિગતો જણાવ્યા પછી વર્તમાનમાં પાછા ફરતા રઘુએ કહ્યું. નાગપાલના સંકેતથી એક સિપાહી પાણીનો ગ્લાસ લઈ આવ્યો. પાણી પીધા પછી એક ઊંડો શ્વાસ લઈને રઘુએ પોતાની વાત આગળ ચલાવી. 'એ દિવસે તો મેં, હું આ બાબતમાં કાલિદાસ શેઠને ફરિયાદ કરીશ એમ સમજાવી ફોસલાવીને ગાયત્રીને મનાવી લીધી હતી. એમ પણ કહ્યું હતું કે કાલિદાસ શેઠ રાકેશને એવી સજા કરશે કે ભવિષ્યમાં એની સામે ઊંચી આંખ કરીને પણ નહીં જુએ. પરંતુ મારા ડરપોક સ્વભાવને કારણે પાછળથી મને લાગ્યું કે નાહક જ શા માટે મારે વાત વધારવી જોઈએ? જો રાકેશમાં થોડી ઘણી શરમ જેવી કોઈ ચીજ હશે તો ગાયત્રીનો તીવ્ર વિરોધ જોયા પછી બીજી વાર આવી ગેરવર્તણૂક નહીં કરે. પરંતુ આવું વિચારીને મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી નાખી હતી. અને તેનું પરિણામ એ આવ્યું કે એક સીધો સાદો માળી આજે આપની સામે ગુનેગાર બનીને ઊભો છે.'

'હમ્મ...'એની વાતનો પ્રત્યેક શબ્દ ધ્યાનથી સાંભળી રહેલા નાગપાલે ઉત્સુક અવાજે પૂછ્યું. 'પછી શું થયું?'

'પછી શું થયું, એની તો મને ખબર નથી સાહેબ.. પરંતુ એટલું તો હું જરૂર જાણું છું કે એક દિવસ બંગલાનું કામ પતાવ્યા પછી જ્યારે હું મારા ક્વાર્ટરમાં પહોંચ્યો ત્યારે ગાયત્રી ત્યાં નહોતી. એ ક્યાં ગઈ તે આજ સુધી હું નથી જાણી શક્યો. પરંતુ શા માટે ગઈ એનું કારણ અત્યારે પણ મારા મગજમાં મોજુદ છે.'

'બતાવ..' રઘુએ ગજવામાંથી ચોળાઈ ગયેલો ઘડી કરેલો એક કાગળ કાઢીને નાગપાલના હાથમાં મૂકી દીધો. કાગળની હાલત પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું કે તે કેટલાય દિવસોથી એમ ને એમ જ પડ્યો હતો. નાગપાલે ઘડી ઉકેલીને તેનો લખાણ વાંચ્યું. લખાણના અક્ષરો ગરબડ્યા અને વ્યાકરણની ભૂલોથી ભરેલા હતા.

લખ્યું હતું -

પ્રાણનાથ, તમે મારી વાતો પર કોઈ ધ્યાન ન આપ્યું. એ દિવસ પછી તો એ શેતાનની નીચતા એકદમ વધી ગઈ હતી. તક મળતા જ તે મારી છેડતી કરી લેતો હતો. તમને આ બાબતમાં જણાવવાથી પણ કોઈ લાભ ન હતો. એટલે ચૂપ રહેવા સિવાય મારે છૂટકો પણ ન હતો. તમને છોડીને પિયર જવાનું પણ મન નહોતું થતું. મારી લાચારી અને તમારા ડરપોક સ્વભાવે એ શેતાનનું મનોબળ એટલું વધી ગયું હતું કે છેવટે એક દિવસ તે પોતાની બદ દાનતમાં સફળ થઈ જ ગયો. મારા લુંટાઈ ગયાની વાત હું કોઈને ન જણાવી શકું તથા જે કંઈ થયું તે મારી રજાથી જ થયું છે એવું પુરવાર કરવા માટે એ શેતાને છરીની અણીએ મારી પાસે પોતાના નામે થોડા પ્રેમપત્રો લખાવી લીધા હતા. આ ઉપરાંત એ શેતાને, કોણ જાણે કેવી રીતે એ રાક્ષસે મારા અમુક એવા ફોટા પાડી લીધા હતા કે જે જોયા પછી સૌ કોઈ મારો જ વાંક કાઢે. એટલે એની કઠપૂતળી બનીને તમારી સાથે વિશ્વાસઘાત કરવા માટે મારે લાચાર થવું પડ્યું. પરંતુ તેમ છતાંય જો આ પછી રોકટોક વગર એમને એમ ચાલતો રહે તો પણ હું તમને અંધારામાં રાખીને તમારા ભરોસાનું ખૂન કરતી રહેત. પરંતુ ત્યારબાદ જે થયું એને તો તમે કલ્પના પણ નહીં કરી શકો. જે મોટા શેઠને તમે તમારા ભગવાન માનતા હતા, એ ભગવાને પણ એક દિવસ બળજબરીથી પોતાનું મોં મારી સાથે કાળું કર્યું. હવે આ નર્કમાં રહેવાની મારામાં હિંમત નથી. એટલે આ પત્રની મદદથી માફી માંગીને હું હંમેશને માટે તમને છોડીને જઉં છું. હું મારા અપમાનિત ચહેરા સાથે તમારી સામે આવવા નથી માંગતી. એટલે તમને મળ્યા વગર જ જઉં છું. આશા છે આ અભાગણીને માફ કરી દેશો. - તમારી કમ નસીબ ગાયત્રી.

પત્ર વાંચ્યા પછી નાગપાલનો ચહેરો ક્રોધથી લાલઘૂમ બની ગયો. એની આંખો અંગારાની જેમ ભભુકવા લાગી. ક્રોધના અતિરેકથી એના જડબા સખતાઈથી ભીંસાઈ ગયા. નાગપાલનું આવું રોદ્ર સ્વરૂપ જોઈને અમરજી પણ મનોમન ધ્રુજી ઉઠ્યો.

'રઘુ..' નાગપાલે કહ્યું. 'એ શેતાનોને તેમની કરણીની સજા જરૂર મળશે. પરંતુ તું પહેલા મારા એક સવાલનો જવાબ આપ.' રઘુએ માથું ઊંચું કરીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. અમરજી પણ ઉત્સુક નજરે તેની સામે તાકી રહ્યો હતો.

'શું એ વખતે તે આ બાબતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી?'

'ના..'

'કેમ?'

'એ વખતે એક જ કારણસર હું પોલીસ પાસે જવાની હિંમત નહોતો દાખવી શક્યો સાહેબ.' રઘુએ નિરાશાથી માથું ધુણાવતા કહ્યું.

'કયા કારણસર?'

'પોલીસ પણ હંમેશા પૈસાદારોને સાથ આપે છે અને તેની જ તરફેણ કરે છે એ વિચારે મને પોલીસ પાસે જતો અટકાવી દીધો હતો. એ વખતે તો મારા મગજમાં એક જ વાત ઘૂમતી હતી કે કોઈપણ રીતે એ બંને શેતાનોને આ સંસારમાંથી વિદાય કરી દેવા. પરંતુ આ પગલું ભર્યા પછી હું નહીં કાયદાની ચુન્ગાલમાંથી મારી જાતને બચાવી શકું કે નહીં ગાયત્રીને શોધી શકું એમ વિચારીને મેં મારી જાત પર કાબુ મેળવી લીધો. આ કારણસર મેં પહેલાં ગાયત્રીને જ શોધવાનું નક્કી કર્યું. હું ચૂપચાપ ગાયત્રીની શોધમાં નીકળી પડ્યો. પરંતુ બે વર્ષ સુધી રઝળપાટ કર્યા પછી પણ હું તેને શોધી ન શક્યો. અલબત્ત, આ બે વર્ષ દરમિયાન ગુનેગારો સાથે સંબંધ બાંધવામાં, ગુનાઓથી પરિચિત થવામાં અને કાયદાની ચુંગાલમાંથી પોતાની જાતને કેવી રીતે બચાવવી એના દાવ છું જરૂર શીખી ગયો હતો.' કહીને રઘુ થોડી પળો માટે ચૂપ થઈ ગયો.

ખેર પછી એને ચૂપ થઈ ગયેલો જોઈને નાગપાલે પૂછ્યું. વાત આગળ લંબાવતા પહેલા રઘુવીએ કુંડો શ્વાસ લીધો પછી ફરી એકવાર એને પાણી પીધું ત્યારબાદ ને બોલ્યો સાહેબ મારો હેતુ એ બંને શ્વેતાનું ના ખૂન કરી નાખવાનો હતો. જ્યારે મને પૂરી ખાતરી થઈ ગઈ કે હવે હું ખૂબ જ સહેલાઈથી કાયદાને થા આપી શકું તેમ છું જ્યારે એક દિવસ હું પૂરી તૈયારી સાથે કાલે 10 ના બંગલામાં દાખલ થયો પરંતુ ત્યાં પહોંચ્યા પછી મેં એક વિચિત્ર વાત જોઈ શું મેં જોયું તો એક રહસ્યમય માનવ આકૃતિ મારી પહેલા જ પાઇપ મારફત ઉપર ચડતી હતી. નાગપાલના ગળામાંથી હું કારને પડ્યો પછી પછી હું તેના વિશે વિચારતો હતો ત્યાં તે ગભરાયેલી હાલત મજબૂત છે નીચે ઉતરીને તાબડતો ત્યાંથી નસી છૂટ્યો એના ગભરાટનું કારણ જાણવા માટે હું ઉપર પહોંચ્યો ત્યાં મેં જે દ્રશ્ય જોયું એનાથી હું ઘડીભર માટે તપધ બની ગયો. મેં જોયું તે રૂમમાં ગીતાનો મૃતદેહ ખુરશી સાથે ઉથલી પડેલી હાલતમાં પડ્યો હતો. એની ખોપરી નો ભૂકો બોલી ગયો હતો. મૃતદેહથી થોડી દૂર મારા બંને દુશ્મનો ઊભા હતા રાકેશના પગ પાસે જ એક વાર પડી હતી. એ જ વખતે સજા ત્યાં આવી પહોંચે મૃતદેહ જોઇને તે એક ચીઝ સાથે બેભાન થઈ ગઈ બંને બાપ દીકરો સુધાના બેભાન દેહને ઊંચકીને બહાર નીકળ્યા કે તરત જ તેમની સાથે વેર વાળવાની એક અદભુતયુક્તિ મને સોજી આવી. હવે હું મારા હાથ તેમના ગંદા લોહીથી રંગીયા વગર જ ફેર લઈ શકું તેમ છું એમ મને લાગ્યું. ત્યાં પડેલી રિવોલ્વર અને ગીતાનો મૃતદેહ જોઈને એટલું તો હું સમજી જ ચૂક્યો હતો કે એનું ખૂન કાલિદાસ અથવા તો રાકેશ આ બેમાંથી જ કોઈકે કર્યું છે. આટલા દિવસો સુધી ગુનેગાર આલમ સાથે સંકળાયેલો હોવાને કારણે રિવોલ્વર પર ખુનીના આંગળાની છાપ જરૂર હશે જ, એ વાત પણ મને સમજાઈ ગઈ હતી. હવે જો આ રિવોલ્વર પોલીસ પાસે પહોંચી જાય તો એ કોઈ કિંમતે પોતાની જાતને નહીં બચાવી શકે. રિવોલ્વર પર મોજૂદ ખૂનીના આંગળાની છાપ એવો મજબૂત પુરાવો હતો કે જેના આધારે હું ગમે ત્યારે ગીતાના ખૂનીને ફાંસીના માંચડે પહોંચાડી શકું તેમ હતો. પરંતુ સાથે જ જ્યારે તે પોલીસની ચુંગાલમાં જકડાય ત્યારે તેમની પાસે કાયદાને ખરીદવા માટે પૈસા ન હોય એમ પણ હું ઈચ્છતો હતો. અને તેમના આ પૈસા હું રિવોલ્વરના જોરે તેમને બ્લેકમેલ કરીને સહેલાઈથી તેમની પાસેથી કઢાવી શકું તેમ હતો. આ રીતે હું થોડા દિવસોમાં જ તેમને આર્થિક રીતે પાયમાલ કરી નાખત. પરંતુ સાથે તેમના દિમાગમાં એવો ભય બેસાડવો પણ જરૂરી હતો કે તેમનામાંથી એક જણની ગરદન મારા હાથમાં છે. અને હું ધારું ત્યારે તેને દબાવીને મોતના મોંમાં ધકેલી શકું તેમ છું. તેઓ વધુમાં વધુ ભયભીત બને એમાં જ મને લાભ હતો. આ કારણસર ગીતાના મૃતદેહને ત્યાંથી ખસેડીને સ્ટોરરૂમમાં છુપાવતી વખતે મેં તેના એક પગનું ઝાંઝર કાઢીને ટેબલના પાયા નીચે એવી રીતે છુપાવી દીધું હતું કે એ લોકો તેને ન શોધી શકે, પણ પોલીસની નજર જરૂર તેના પર પડી જાય. આ પગલું ભરવાથી પોલીસને શંકા કરતી જોઈને તેઓ મારી દરેક માંગણી પૂરી કરવા માટે લાચાર બની જાત. આ બધું કામ પતાવ્યા પછી હું ત્યાંથી રવાના થવાની તૈયારી કરતો હતો ત્યાં જ પોલીસ આવી પહોંચી. પોલીસના આગમનથી હું તેમને બ્લેકમેલ કરવાની મારી યોજના કદાચ નિષ્ફળ જશે એમ મને લાગ્યું. પરંતુ પોલીસને એમને એમ પાછી જતી જોઈને ઘડીભર તો મને મારી આંખો પર ભરોસો જ ન બેઠો. ત્યારબાદ મેં અંગ્રેજી આલ્ફાબેટ મિશ્રિત આંકડાની ઇન્દ્રજાળથી વિચિત્ર રીતે તેમને મૃતદેહ વિશે જણાવ્યું. આ દરમિયાન તેમની વાતચીત પરથી મને ખબર પડી ગઈ કે ગીતાનું ખુન રાકેશે જ કર્યું હતું.

મૃતદેહ ઠેકાણે પાડ્યા પછી જ્યારે એ લોકોએ તેના ઘરેણા કુંડામાં છુપાવ્યા. ત્યારે પણ હું ત્યાં જ મોજુદ હતો. પછી આપ આવી પહોંચ્યા. આપના અંદર દાખલ થયા પછી મેં તરત જ કુંડામાંથી ઘરેણા ભરેલી પોટલી કાઢી લીધી હતી પરંતુ એ વખતે દયાશંકર પણ જાળીમાં છુપાયેલો હતો. આ વાત હું અગાસી પરથી જ જોઈ ચૂક્યો હતો. આ કારણસર હું ઉઘાડા ચહેરે જ ત્યાં પહોંચ્યો. જેથી કદાચ મારા પર કોઈની નજર પડી જાય તો પણ હું બંગલાનો માળી છું એમ જ તે માની લે. દયાશંકર ત્યાં આ ઘરેણા ભરેલી પોટલી કબજે કરવા માટે છુપાયો છે એ વાત હું સમજી ગયો હતો. એટલે તેને મૂર્ખ બનાવવા માટે મેં એક પોટલીમાં થોડા પથ્થરો ભરીને એ પોટલીને કુંડામાં ઘરેણા ભરેલી પોટલીના સ્થાને છુપાવી દીધી. અહીં સુધી બધું કામ મારી ગણતરી મુજબ જ થયું. પરંતુ મારા કમનસીબે મારો હેતુ પાર નહોતો પડ્યો. હા, આને મારું કમનસીબ જ કહી શકાય. ખેર, આપ રાકેશને તો તેની કરણીની સજા જરૂર કરાવશો જ. એ વાતને મને પૂરી ખાતરી છે. પરંતુ મને અફસોસ એક જ વાતનો છે કે કાલિદાસ નામનો કાળો નાગ પૈસાના જોરે હજુ પણ ગરીબોને ડંખ મારતો રહેશે. એને આર્થિક રીતે પાયમાલલ કરીને ઘટતા ફેજે ન પહોંચાડી શક્યો એ વાતનો મને જિંદગીભર અફસોસ રહેશે.' કહીને રઘુ ચુપ થઈ ગયો. નાગપાલ થોડી પળો સુધી એકીટશે તેની સામે તાકી રહ્યો.

'આ બધું તો જાણે કે સમજયો. પરંતુ એક વાત હજુ પણ મને નથી સમજાતી. છેવટે એણે કહ્યું.

'કઈ વાત?'

'દયાશંકરને આ મામલામાં સંડોવવાથી તને શું લાભ થયો? એના બદલે તું પોતે પણ કાલિદાસને બ્લેકમેલ કરી શકે તેમ હતો.'

'સાહેબ.. લાભ થવાની આશા તો હતી પરંતુ થયો નહીં.' રઘુએ કહ્યું.

'એટલે?'

'પહેલી વાત તો એ કે મને મારા દુશ્મનો સાથે વેર વાળવામાં રસ હતો એટલો પૈસામાં નહોતો.' રઘુ નિરાશા ભર્યા અવાજે બોલ્યો. 'બીજી વાત, બ્લેક મેઇલીન્ગ દરમિયાન મારાથી કોઈ ભૂલ થાય અને પોલીસ મારા સુધી પહોંચી જાય એમ હું નહોતો ઇચ્છતો. દયાશંકરનો મુખ્ય ધંધો બ્લેકમેલિંગનો હોવાને કારણે તે આ કામ બહુ સારી રીતે કરી શકે તેમ હતો. જો કદાચ તે જોગાનુજોગ અથવા તો પોતાની કોઈ ભૂલને કારણે પકડાઈ જાય તો પણ એનાથી મને કશો જ ફરક નહોતો પડતો. કારણ કે હું તેને નકાબ પોશના રૂપમાં મળ્યો હતો એટલે તે પોલીસને મારે વિશે કશું જણાવી શકે તેમ નહોતો. ઉપરાંત એના પકડાઈ ગયાની ખબર પડ્યા પછી હું તેની સામે નજર સુદ્ધાં ન કરત. પરંતુ આપે તેને એટલી સાવચેતીથી પકડ્યો કે મને ખબર જ ન પડી.' 'હું..' નાગપાલના ગળામાંથી હુંકાર નીકળ્યો. 'અને પોલીસને ગુમનામ ટેલીફોન તે કર્યો હતો કે તારી પહેલા કાલિદાસના બંગલામાં પહોંચી ચૂકેલા રહસ્યમય માણસે?'

'મેં કેવી રીતે કર્યો હોય સાહેબ? હું તો એ વખતે બંગલામાં જ મોજુદ હતો. ઉપરાંત હું હાથે કરીને જ મારે માટે આફતને આમંત્રણ આપવાની મૂર્ખાઈ શા માટે કરું? આ કામ કદાચ એનું જ હશે.'

'વારું, એ માણસ કોણ હશે એ બાબતમાં તું કોઈ અનુમાન કરી શકે તેમ છે?'

'હું શું અનુમાન કરું સાહેબ? મારા કરતા વધુ સારું અનુમાન તો આપ જ કરી શકો તેમ છો.'

'ખેર, હવે એનાથી કોઈ ફરક નથી પડવાનો. વારું એ રિવોલ્વર અને ઘરેણા ક્યાં મુક્યા છે?'

'આ બંને વસ્તુઓ તો મેં સાવચેતીથી કાલિદાસના બંગલામાં જ છુપાવી દીધી હતી.' 'શું?' નાગપાલે ચમકીને પૂછ્યું. 'ત્યાં તો હું પોતે જ તપાસ કરી ચૂક્યો છું. ઉપરાંત શું તેઓ પણ રિવોલ્વર શોધવા માટે બંગલાના ખૂણે ખૂણામાં નહીં ફરી વળ્યા હોય?'

'બરાબર છે.. પરંતુ તેમ છતાંય હું હજી પણ આ બંને વસ્તુઓ ત્યાંથી જ આપને અપાવી શકું તેમ છું.'

'ઠીક છે..' કહીને નાગપાલ ઉભો થયો. એના ચહેરા પર મક્કમ નિર્ણયના હાવભાવ છવાઈ ગયા હતા.