The Author Dr.Chandni Agravat Follow Current Read ત્રિભેટે - 7 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 64 નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ... સંઘર્ષ - પ્રકરણ 20 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... પિતા માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે... રહસ્ય,રહસ્ય અને રહસ્ય આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ... હાસ્યના લાભ હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 22 Share ત્રિભેટે - 7 (3) 834 1.6k 1 કવનનું મોઢું ગુસ્સા અને નિરાશાથી લાલ થઈ ગયું.એ ઝડપી ચાલે હોસ્ટેલ તરફ ભાગ્યો..દિશાની વાત સાંભળી એનું મગજ ફાટતું હતું.સુમિત એની પાછળ દોરવાયો.કવને રૂમનો દરવાજો ખોલી ને ટેબલ પર બેઠેલાં નયનને એક તમાચો ઠોકી દીધો. નયન એમ જ બેસી રહ્યો એને ખ્યાલ હતો કે એનાં નિર્ણયની જાણ થશે એટલે એનાં મિત્રો નારાજ થશે." અમે તને નાનપણથી ઓળખીએ છતાં ઓળખવામાં થાપ ખાઈ ગયાં."...કવનની આંખમાંથી એક આસું સરી પડ્યું."આ માટે તું ત્રણ ચાર દિવસની ગામ ગયો તો શું કાકા કાઢીને દિશા વીશે ખબર છે? આ હું કરવાનો ? તને કંઈ ભાન છે" સુમિતનો ગુસ્સો પણ ઉભરાયો. કવને જ્યારે એમ કીધું કે તું ઈર્ષ્યામાં આ બધું કરે છે. અત્યાર સુધી શાંત નયન ઘવાયો કોઈએ એની દુઃખતી રગ પર હાથ રાખ્યો હતો."હું મારી મરજીનો માલિક મારી જિંદગી મારે જે કરવું હોય તે કરું" એ બહાર જવાં લાગ્યો.સુમિતે મજબૂતીથી એનો હાથ પકડી રોક્યો " ને દિશાનું શું? એની સાથે તું આમ કેમ કરી શકે! ..એ કેમ જીરવશે."જુઓ , હું ત્યાં જઈ ગ્રીનકાર્ડ માટે અપ્લાય થાવ એટલે એકાદ બે વર્ષમાં છુટાછેડા લઈ લઈશ. પછી દિશા સાથે લગ્ન કરી એને બોલાવી લઈશ." એણે પોતાનો પ્લાન કહ્યો."તો જે છોકરી સાથે મેરેજ કર એનું શું, તું છટકેલ તો હુતો પણ અવો નફ્ફટ ભી હોશે એ ની ખબર" કવન અસ્સલ સુરતી પર આવી ગયો." આ હું ઢીંગલાં નો ખેલ હમજે".."અરે મારાં મનોજકુમાર સેન્ટી નહીં થવાનું જો દુનિયા આમ જ ચાલે....હું તો ચાયલો અમેરિકા દિશું ને નક્કી કરવાનું રાહ જોવી કે નહીં".નયને સાવ આરામથી જવાબ આપ્યો.સુમિતે હાથ છોડી દીધો હવે એને રોકવાનો કોઈ મતલબ નહોતો, એ ગયો તોય બંને કંઈ ન બોલ્યાં એમને માનવામાં ન આવ્યું આ એમનો બાળગોઠીયો હતો, નાનપણથી એનાં સ્વભાવમાં વિસંગતતાઓ હતી, પણ સબંધો દિલથી નિભાવવાવાળો હતો....સુમિતે મૌન તોડતાં કહ્યું " આ શું કરે છે એને ભાન છે? એણે એક એન .આર .આઈ છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું , કર્યા પહેલાં ડીવોર્સનું ય નક્કી કરી નાખ્યું , દિશાનો પણ વિચાર ન કર્યો."...બંને મિત્રોએ એની સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું..************************************દિશાનાં ઘરે આ વાતની ખબર પડી એટલે તરત જ દિશાનાં પપ્પાએ એનાં મિત્રનાં દિકરા સાથે એનું સગપણ નક્કી કરી નાખ્યું દિશા એટલી લાગણીમુઢ થઈ ગઈ કે એણે કોઈ આનાકાની ન કરી.ફાઈનલની પરીક્ષા નજીક હતી , ભવિષ્યની અને પરીક્ષાની ચિંતા અને છુટા પડવાનું દુઃખ...છએ છ મિત્રો એક અજીબ ભાર હેઠળ જીવતાં હતાં.નયનનાં લગ્નની તારીખ નક્કી થઈ ગયાં હતી. દિશા અને નયન એકબીજાથી દુર જ રહેતાં અને મિત્રો અસમંજસમાં કે એ બંને ને સાથે લઈ કેમ ચાલવું. પંદર દિવસનું રીડિંગ વેકેશન પડવાનું હતું એનાં આગલાં દિવસે બંને કેમ્પસમાં આમને સામને મળ્યાં " મારે તારી સાથે એકવાર વાત કરવી છે , ચાલ" દિશાએ હક જતાવતાં કહ્યું.બંને એક બેંચ પર બેઠા દિશાએ એને કહ્યું " શું આપણી વચ્ચે હતું એ જુઠાણું હતું, તું એ જ નયન છો જે મારાં માટે કેરિયર દાવ પર લગાવી ગર્લ્સ હોસ્ટેલમાં ગયો હતો? "હું એજ છું દિશા હું એવો જ છું મારે જે જોઈએ એ મેળવી ને જ રહું છું.સાચું જુઠું મનનાં વહેમ છે.. તને મારાં પર જરાય વિશ્ર્વાસ નથી?" નયન દુઃખમાં હતો..મિત્રો વિના એને એકલું લાગતું હતું અને દિશાનો સાથ પણ છુટતો હતો.એ કડવાશ એનાં વાણીવર્તનમાં આવી ગઈ હતી." એ બંનેને મારી વાત પુરી સાંભળી અને સમજી નથી ને તે પણ..હું અહીં રહીશ તો મારે એ જમીન સાથે જોડાવું પડશે જેનાંથી હું દુર ભાગું છુંએનુંય કારણ છે.....તને ખબર છે મારે એક નાનો ભાઈ હતો. મમ્મી પપ્પા સાથે અમે ઘણીવાર વાડીએ જતાં. ખેતમજૂર હતાં તોય બસ્સો વીઘાનાં વારસદાર મારા મમ્મી પપ્પા ને એમની સાથે કામ કરવું પડતું એવો મારા દાદાનો કડપ. એકવાર મારાં મમ્મી પપ્પા નાનાં ભાઈને અને મને વાડીએ લઈ ગયાં હું કાચી કેરી તોડવાં ગયો ને મમ્મી પપ્પા ખેતરમાં , નાનકો રમતો રમતો પંપ રૂમમાં ગયો અને ઇલેક્ટ્રીક કરંટ....દસ એ જમીન મને એની યાદ અપાવે.." એણે ઉમેર્યુ "અને જે એન.આર.આઈ છોકરી સાથે મારાં મેરેજ થવાનાં એ ખ્યાતિનેય કોઈ અમેરિકન ગમે છે.મા બાપ માટે લગ્ન કરે છે.. પણ તમે લોકોએ તો મને જુલ્મી જ બનાવી દીધો.""ભાઈ ગુમાવવાનું દુઃખ સમજું છું પણ એની આડમાં તું તારાં નિર્ણયને સાચો ન સાબિત કર..કોઈપણ બહાનાં હેઠળ આ નિર્ણય યોગ્ય નથી."એટલી હિંમત તો રાખી હોત કે ...તું એક માફી માગી શકે એક સોરી કહી શકે.તારી સાથે વાત ન કરી હોત તો ભ્રમ તો રહેત...બુઝદિલ...મને ખબર છે તે કોર્ટ મેરેજ કરી લીધાં છે..." આટલું કહી એ કેમ્પસમાં દરવાજા બહાર નીકળવાં દોડી..બરાબર એજ જ વખતે ..એક ગાડી દરવાજામાં દાખલ થતી હતી..એક જોરદાર ધડાકો. અને....ક્રમશ:@ ડો.ચાંદની અગ્રાવત ‹ Previous Chapterત્રિભેટે - 6 › Next Chapter ત્રિભેટે - 8 Download Our App