Tribhete - 6 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 6

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ત્રિભેટે - 6

પ્રકરણ 6



પછીનાં બે ત્રણ દિવસ હોસ્ટેલની રેકી કરવામાં ગયાં. આખા દિવસમાં કેટલાં કેટલાં બહારનાં માણસો આવે.એક કામ માટે એક જ માણસ આવે કે અલગ અલગ.

જાણે પ્રોજેક્ટ હોય એમ કવને બધી માહિતી નોંધી..
દુધવાળો :રોજ એ જ સવારે
માળી: સવાર સાંજ: અલગ અલગ .....
આ બધામાં એનું ધ્યાન ગયું કે પ્લમ્બર અને ઇલેક્ટ્રીસીયન ની આ જુનાં બિલ્ડીંગમાં બહું જરૂર પડતી અને દર વખતે અલગ અલગ. બસ પછી શું એક ઇલેક્ટ્રીસીયન અને એક પ્લમ્બર સાથે એક આસિસ્ટન્ટ.

છતાં એ ગયાં તો ચોકીદાર બીડી લેવાં જાય ત્યારે.પુછીને જાય અને ચોકીદાર મેડમને જગાડી પુછે તો. આ જો પકડાઈ તો કહેવાનાં બહાનાં હતાં.

પછીની પંદર વીસ મિનિટમાં એ લોકોનું કામ પાર પડી ગયું.અને ધાર્યાં કરતાં સહેલું પણ થયું છતાં ત્રણેય જણનાં ચહેરા પર ખુશી નહોતી.સરનામું જ એવું હતું" કમિશનર બંગલો" નવામહેલપુર

ભાંગેલાં મનથી ત્રણેય હોસ્ટેલમાં આવ્યાં , નયનની હાલત પહેલીવાર પીછેહઠ કરવાનું નક્કી કરે તેવાં યોદ્ધા જેવી હતી.
પ્રેમિકા માટે આટલું જોખમ લીધું પણ પ્રેમિકા જો કમિશનર ની દિકરી હોય તો..પ્રેમમાં શુરવિરતાં આપો આપ ઘટી જાય.


બે દિવસ તો ત્રણેય ચુપચાપ ભણવામાં ધ્યાન પરોવવાનો ડોળ કરવાં લાગ્યાં. પ્રકૃતિ અને સ્નેહાને પણ નવાઈ લાગી અચાનક દિશાને મળવાનું પાછા બોલાવવાનું એ વાતનો કોઈ ઉલ્લેખ કરતું જ નથી.

પ્રકૃતિનાં બહું કહેવાં પર કવને સરનામું બતાવ્યું , બધાં ખડખડાટ હસી પડ્યાં.બધાં મિત્રોએ થોડી ખુલ્લી ઉડાડી નયનની.બસ એણે આ વાત દિલ પર લઈ લીધી.એ બધાંથી થોડો અળગો રહેવાં લાગ્યો.

સુમિત ,સ્નેહા, કવન અને પ્રકૃતિએ નક્કી કર્યું કે દોસ્ત ખાતર એક જોખમ વધારે , સાથે જઈએ એટલે મળવા આવ્યાં એવું કહીં શકાય.

પાંચેયની સવારી પહોંચી એક રવિવારે દિશાનાં ઘરે.એમનું બહું ઉમળકાથી સ્વાગત થયું, દિશા પણ બહું ખુશ થઈ.


જ્યારે એણે પુછ્યું " તમને લોકોને અમારાં નવા સરનામાંની કેવી રીતે જાણ થઈ. " ત્યારે સ્નેહા અને પ્રકૃતિએ ત્રણેય મિત્રોનાં કારસ્તાનની જાણ કરી.

દિશા તરત બોલી " એવું જોખમ લેવાની શી જરૂર હતી?
હું તો આમ પણ જોઈન થવાની હતી એકાદ દિવસમાં હું કાલે જ અમેરિકાથી આવી , સારવાર કરાવવાં મે રજા લીધેલી " જુઓ " એમ કહીં ને એણે ચાલીને બતાવ્યું...એણે નયનનો હાથ પકડી કહ્યું " હું નારાજ હતીણપણ ખુદથી તારાથી નહીં તું ભણવામાં વધારે ધ્યાન દે અને હું રીસાઈ કોલેજ છોડી દઉં એટલી અણસમજું નથી.

પાંચેય દોસ્તોનાં મોં વિલાઈ ગયાં , પ્રકૃતિએ કહ્યું " અમે તારી ચિંતા કરતાં હતાં કહીને તો જવાય ને"...દિશાનાં મમ્મી પપ્પાનાં આગ્રહથી પણ એ લોકો રોકાયાં નહીં " હોસ્ટેલમાં જાણ નથી કરી એવું બહાનું કરી કલાક એકમાં જ નીકળી ગયાં."

નયનનાં મનમાં ખટકો રહી ગયો, અમેરિકા જવાનું એટલું અભિમાન કે મને કહેવાનું પણ યોગ્ય ન લાગ્યું.કવન અને સુમિતે સમજાવ્યો કે એ પોતે ચિંતામાં હતી તો નહીં કહ્યું હોય.એ જો અભિમાની હોત તો આખી કોલેજને ખબર હોત કે એ કમિશ્નરની દિકરી છે.

દિશા પાછી આવી પહેલાં જેવી જ પ્રેમાળ , નિખાલસ પરંતું નયનનાં મનમાં ગાંઠ પડી ગઈ. એ પહેલાં જેવો બેબાકળો , દોસ્તો પર જાન ન્યોછાવર કરવાવાળો નયન નહોતો. એનાં મનમાં એક જ ધુન સવાર હતી.મારે અમેરિકા જવું છે.

એનાં માટે એણે મહેનત પણ ચાલું કરી.દિશા સમજાવતી આપણે અમેરિકા જવાની ક્યાં જરૂર છે.તારાં અને મારાં મમ્મી પપ્પા સંપન્ન છે આપણેણપણ કમાઈશું. આપણને ગ્રીનકાર્ડને સીટીઝનશીપ મળતાં જ અડધી ઉંમર વીતી જશે.

આ વાતમાં થોડી ચકમક ઝર્યા કરતી .એમાંય ફાઈનલ યરમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં પ્રકૃતિ અને કવનનું સિલેક્શન થઈ ગયું અને તેઓ ને યુએસની કંપનીમાં સાથે પ્લેસમેન્ટ મળ્યું. બંને
પહેલાં સેમેસ્ટરથી સ્કોલર અને ફોકસ્ડ. બસ પછી તો નયન અલગ અલગ એજન્ટને મળી ને યુ એસ સીટીઝન બનવાનાં નિયમો જાણવાં લાગ્યો.

દિશાનાં ઘરે એ લોકોનાં સંબંધની ખબર એટલે એનાં ઘરેથી સગપણ કરવાનું દબાણ વધ્યું.જ્યારે નયને હજું એનાં ઘરે વાત પણ નહોતી કરી.દિશાનાં પપ્પાએ અલ્ટીમેટમ આપી દીધું કે હવે જો ફાઈનલ સુધીમાં એ તૈયાર ન હોય તો મારી મરજીનાં છોકરાં સાથે તારું સગપણ થશે.

એક દિવસ એ છ જણ કેમ્પસમાં બેસી ફાઈનલ્સની તૈયારી કરતાં હતાં.દિશા અને નયન અલગ બેસી વાંચતાં હતાં. " તું આવું વિચારી જ કેમ શકે? તું આટલો સ્વાર્થી છે એ મને નહોતી ખબર" દિશાને મિત્રોએ પહેલીવાર આટલાં ઉંચા અવાજમાં વાત કરતાં સાંભળી." જરાં પ્રેક્ટિકલ થા આપણું ફ્યુચર બની જશે." દિશા ને શાંત પાડતાં કવને પુછ્યું " શું થયું?" પણ એનાં હિબકા શકે તો ને.

નયન એને શાંત રાખવાનાં બદલે જવાં માટે ઉભો થયો." જો દિશા હું મારો નિર્ણય લઈ ચુક્યો છું..તું એમા સાથે છે કે નહીં એ તારે નક્કી કરવાનું."..આટલું કહીં એ કેમ્પસ બહાર નીકળી ગયો.

પ્રકૃતિ અને સ્નેહાએ બંને મિત્રો તરફ પ્રશ્ર્નસૂચક નજરે જોયું? એ બંને એ નકારમાં માથું ધુણાવ્યું....એ લોકો પ્રકૃતિ સ્વસ્થ થવાની રાહ જોવાં લાગ્યાં.

એણે સ્વસ્થ થઈને કહ્યું કે........

ક્રમશઃ
@ ડો.ચાંદની અગ્રાવત