Tribhete - 5 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 5

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ત્રિભેટે - 5

પ્રકરણ 5

અકસ્માતનાં કારણે દિશાનાં ગાલ પર આંખ નીચે એક ઉંડો ઘા થઈ ગયો, જેનું નિશાન રહી ગયું અને પગમાં સહેજ ખોડ.
નયનને ખાસ લાગ્યું નહોતું પરંતું દિશાની સંભાળમાં વ્યસ્ત એને પાછી મેથ્સમાં એટી કેટી મળી.

દિશા કોલેજ આવતી થઈ એટલે એણે અભ્યાસમાં મન પરોવ્યું , એનાં બંને દોસ્ત ટોપર, કવનની મેથ્સમાં માસ્ટરી એટલે એ ત્રણ નયનનાં મેથ્સને મજબુત બનાવવામાં લાગી ગયાં.

દિશાને મનમાં એવું લાગતું કે નયન ખોડનાં લીધે એની અવગણનાં કરે છે.એક જિંદાદીલ છોકરી નિરાશાની ગર્તામાં
ધકેલાઈ ગઈ એણે મિત્રો સાથે ભળવાનું ઓછું કરી દીધું.

સુમિતને આ વાત ધયાનમાં આવી એણેએકાદવાર નયનને ટકોર કરી પરંતું અત્યારે એનું જનુન મેથ્સ હતું.બંને વચ્ચે વાતચીત સાવ ઓછી થઈ ગઈ. અચાનક દિશાએ કોલેજ આવવાનું બંધ કરી દીધું.

એ અરસામાં પરિક્ષા પુરી થઈ ગઈ હતી, એટલે નયનનું ધ્યાન હવે ફરી દિશા તરફ ફંટાયું. એ બેબાકળો થઈ ગયો.એટલી જ ખબર કે ગવર્ન્મેન્ટ સર્વન્ટ એનાં પપ્પાની બદલી થવાની હતી, નવું સરનામું માત્ર હોસ્ટેલનાં રજીસ્ટરમાં.

પ્રકૃતિ અને સ્નેહાને રજીસ્ટર લાવવાની ભલામણ કરી એમણે સાફ નનૈયો ભણી દીધો..રેક્ટર મેડમ બધા રેકોર્ડ કબાટમાં રાખતાં જેની ચાવી એનાં જુડામાં રહેતી." તારાં માટે અમારી સિંહનાં મોઢામાં જવાની કોઈ તૈયારી નથી., જ્યારે એને ઈગ્નોર કરતો હતો ત્યારે ક્યાં ગયો હતો તારો પ્રેમ" સ્નેહાયે સંભાળાવી દીધું.પ્રકૃતિ સાવ શાંત પ્રકૃતિની એ તો આવો ઉપદ્રવ કરી જ ન શકે.

પોતાનાં મિત્રને દેવદાસ બનેલો જોઈ કવનને દયા આવી ગઈ. એનાં હોશિયાર દિમાગમાં એક યોજનાએ આકાર લીધો.
રોજ બપોરે બધી છોકરીઓ કોલેજમાં હોય ત્યારે વોર્ડન
રાતની અધુરી ઉંઘ ખેંચી નાખે.આ સમયગાળાનો ઉપયોગ કરવાનો હતો.

પ્રકૃતિએ એ દીધચર્યાની માહિતી એકલી કરવાં જેટલી મદદ કરી સાથે સારાં સમાચાર હતાં કે વોર્ડન સુવા સમયે..ચાવી કાઢી બાજુનાં ટેબલ પર મુકે. હવેનાં કપરાં ચઢાણ એ ત્રણેય જણે ચડવાનાં હતાં.ગર્લ્સ હોસ્ટેલમાં જવું ચાવી લેવી..રજીસ્ટર કાઢવું. , બંને કામ એક દિવસે ન પતે તો બીજીવાર જવું.

સ્નેહા એ રોક્યાં પણ ખરાં" છોડો કેરિયર ખરાબ થાય એવું ન કરો. ..એ એની મરજીથી ગઈ છે." નયન બોલ્યો" એ મારાં માટે કેરિયરથી વધારે મહત્વની છે" કવને સાથ આપતાં કહ્યું" એ આપણી જ મિત્ર છે, મનદુઃખનાં કારણે એનું કરિયર ખરાબ થાય એ આપણી જવાબદારી". સુમિતે કહ્યું " તું વોર્ડનને પુછે એનું નવું સરનામું ?"

" ના , હો વોર્ડન કેટલાં સિદ્ધાંત વાદી છે ,તને ખબર જ છે.ઉલ્ટાનું મારાં માટે શંકા જશે તો મારે જે વધારે સમય માટે બહાર નીકળવા મળે એ પણ બંધ થઈ જશે." સ્નેહાએ છણકો કર્યો "તમારે જે કરવું હોય તે કરો."

એક દિવસ એ લોકો ચોકીદાર બીડી લેવાં ગયો એ તકનો લાભ લઈને અંદર ઘુસ્યા.બગીચામાં હોય એવી ત્રણ ભાગ વાળી ઝાપલી જ ખુલી હતી.મુખ્ય ગેટ તો કોલેજ જવાં આવવાં સમયે જ ખુલતો. ઝાપલીને પણ રાતે સાંકળ બાંધી દેવાતી જેથી કોઈ અવરજવર ન કરી શકે.

અંદર મોટું ગરમાળાંનું ઝાડ , ને થોડે દૂર શિરીષનું ઝાડ..એની નીચે આખી બિલ્ડીંગમાં બહાર નીકળતો બેઠા ઢબનો ઓરડો
એની બારી શિરીષની ડાળીઓથી અડધી પડતી ઢંકાય જાય.બારી નાં સળીયાંમાં હાથ આસાનીથી જાય ..એટલો ગેપ પરંતું મેડમ જે ટેબલ પર ચાવી રાખે તે બારીથી ખાસ્સું દુર.

એ લોકો આટલું અવલોકન કરી બહાર નીકળવાં ગયાં. ચોકીદાર હાજર હતો ગેટ પર કંઈ પુછે એ પહેલાં દોડી રોડ પર ચાલતી રીક્ષામાં બેસી ગયાં.

નયન નિરાશ થઈ ગયો." આ હતો તમારો પ્લાન?કેવી રીતે ચાવી કાઢશું? સુમિત એને આશ્ર્વાસન આપતો હતો ત્યાં કવન ચા અડધી મુકીને ઉભો થયો "ચાલો"નયન અને સુમિતે એકસાથે પુછ્યું "ક્યાં?" એ લોકોને જવાબ આપ્યાં વીના કવન એમની આગળ ચાલ્યો અને રીક્ષા ઉભી રાખી બેસી ગયો. રીક્ષામાં બેસતાં જ સુમિત બોલ્યો " કવનીયાં કંઈક કામનો પ્લાન હોય તો જ કેજે , આપણે ક્યાં જઈએ છીએ?"

શું કીધું " ભંગાર બજાર અહી મારી પ્રેમ કહાની ભંગાર થઈ ગઈ ને તને! " નયન હવે બરાબર ચિડાયો.." એટલે જ જઈએ છીએ શાંતિ રાખ" કવને એનો ખભ્ભો થપથપાવતાં કહ્યું.

એણેભંગાર બજારમાંથી એક મોટો લોખંડનો સળીયો અને જુનાં સ્પીકરનું મોટું લોહચુંબક( મેગ્નેટ ) ખરીદ્યું. પછી સમજાવતાં કહ્યું." આ મેગ્નેટથી ચાવી ખેંચી લઈશું અને બાજુમાં રેકર્ડ રૂમ છે જેનો બીજો દરવાજો પાછળની બાજુ છે ત્યાં ખાસ અવરજવર નથી હોતી...આ જુડામાં એની ચાવી હશે જ..."

વાહ મારાં મનોજકુમાર..કવન એને ભેટી પડ્યો. હવેના પડાવ થોડો કઠીન હતો.. આ કામ માટે કમસેકમ ગર્લ્સ હોસ્ટેલમાં અડધો કલાક લાગે..એટલીવારમાં પકડાયાં તો સસ્પેન્સન કે રસ્ટ્રીકેશન...

નયને કહ્યું " મારાં માટે તમારે જોખમ નથી લેવું" વાક્ય પુરું થાય એ પહેલાં તો બંન્ને દોસ્ત એની પર તુટી પડ્યાં..

આખરે કયામતનો દિવસ આવી ગયો..

ક્રમશ:
@ ડો.ચાંદની અગ્રાવત






.