Agnisanskar - 37 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 37

Featured Books
  • તાંડવ એક પ્રેમ કથા - 8

    કાવ્ય અને કાવતરા શિવ સાંજે પોતાના ઘરે પહોંચ્યો અને પોતાના દર...

  • તેહરાન

    તેહરાન-રાકેશ ઠક્કર           હિટ ફિલ્મો આપનાર ‘મેડોક ફિલ્મ્સ...

  • RUH - The Adventure Boy.. - 7

    પ્રકરણ – 7  બાળપણની ગલીઓ...!!હવે આવ્યો ત્રીજા ધોરણમાં… જે મા...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 24

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ: 24      એક આ...

  • એકાંત - 25

    છ મહિના રેખાબેન અને નિસર્ગ સિવિલમાં રહીને બહાર નીકળ્યાં ત્યા...

Categories
Share

અગ્નિસંસ્કાર - 37



" આજ તો હું મારા દિલની વાત પ્રિશાને કહીને જ રહીશ..." એક હોટલમાં આર્યને પ્રિશાને મળવા માટે કહ્યું હતું.

" હમણાં પ્રિશા આવતી જ હશે, હે ભગવાન પ્લીઝ કઈ ગડબડ થાય તો સંભાળી લેજે.." આર્યન ઈશ્વરને પ્રાથના કરી રહ્યો હતો ત્યાં જ સામેથી પ્રિશા લાલ ટોપમાં આવતી દેખાઈ.

" શું થયું? કે તે અચાનક મને અહીંયા બોલાવી?" પ્રિશા ઉતાવળા પગે ટેબલ પર બેઠી.

આર્યન આગળ કંઈક કહે એ પહેલા જ પ્રિશાનો ફોન રણક્યો અને ફોન ઉપાડતાં એ બોલી.

" હ..મમ્મી.." પ્રિશા એના મમ્મી સાથે વાત કરવામાં મશગૂલ થઈ ગઈ.

" મમ્મી... મારે તમને કેટલી વખત કહેવું કે મારે અત્યારે લગ્ન નથી કરવા..."

" પણ તારી ઉંમરની બધી ફ્રેન્ડના લગ્ન થઈ ગયાં છે બસ તું જ એક બાકી છે..." સામેથી એની મા એ કહ્યું.

" મારે એની લાઈફથી કોઈ મતલબ નથી...મારે લગ્ન કરવા હશે તો હું જાતે જ છોકરો પસંદ કરીને લગ્ન કરી લઈશ..તમારે મારા માટે છોકરો શોધવાની કોઈ જરૂર નથી..."

" એકદમ બાપ પર ગઈ છે તું જિદ્દી..." એના મમ્મી તુરંત બોલી ઉઠ્યા.

" હા તમારે મને જે કહેવું હોય એ કહો પણ હું અત્યારે લગ્ન નહિ જ કરું..." ગુસ્સામાં પ્રિશા એ ફોન કટ કરી નાખ્યો.

" તંગ આવી ગઈ છું હું તો..." પ્રિશા સ્વગત બોલી ઉઠી.

" તું ચિંતા ન કર... બઘું ઠીક થઈ જશે..." પાણીનો ગ્લાસ પ્રિશા તરફ કરતા આર્યને કહ્યું.

" સોરી યાર..આજ મારું સવારથી જ મૂડ ખરાબ છે....બોલ તું કઈક કહેવાનો હતો ને.."

" પછી ક્યારેક હવે..."

" તને મારા સમ છે બોલ...શું વાત છે?"

" પ્રિશા...આઈ લવ યુ..." ગુલાબ આપતા આર્યને કહ્યું.

" આર્યન આ તું શું બોલે છે?"

" હા પ્રિશા મને તું પસંદ છે....તારી સાથે હું લાઇફ સ્પેન્ડ કરવા માગું છું...જ્યારે હું તને પહેલી વખત મળ્યો હતો એ દિવસથી મને તું ગમવા લાગી હતી...અને સાચું કહું તો મને પ્રેમ પણ પહેલી નજરે જ થઈ ગયો હતો...અને દિવસે ને દિવસે આ પ્રેમ વધતો ગયો, હવે તો હું આ લાગણી મારી અંદર દબાવીને પણ નથી રાખી શકતો..એટલે જ મેં તને જણાવી દીધું...તારો શું જવાબ છે પ્રિશા... ડુ યુ લાઈક મી?"

" આર્યન તને શું કહેવું મારે.... તું સારો છોકરો છે...હેન્ડસમ છે....સમજદાર પણ છે પણ હું મારા જીવનમાં પોલીસ ઓફીસર સાથે લગ્ન કરવા નથી ઈચ્છતી...દિવસ રાત આ ખૂન ખરાબાથી હવે હું દૂર જવા માંગુ છું...હવે તો થોડાક મહિનાઓથી સપનામાં પણ ક્રાઇમ સીન જ દેખાઈ આવે છે..એટલે જ મેં નક્કી કર્યું છે કે આ કેસ પતશે પછી આ નોકરી જ છોડી દેવી છે.."

" શું?? તું નોકરી છોડી રહી છે!!" આશ્ચર્ય સાથે આર્યને કહ્યું.

" હા આર્યન.....આ મારો લાસ્ટ કેસ છે..."

" જો આ નોકરીનો જ સવાલ હોય તો હું પણ આ નોકરી છોડીને કોઈ બીજી નોકરી શોધી લઈશ...."

" ના આર્યન...આ ખોટું છે...તારું તો સપનું હતું પોલીસ ઓફીસર બનવું...તારે મારા માટે નોકરી છોડવાની કોઈ જરૂર નથી..."

આર્યનનો ઉદાસ ચહેરો જોઈ પ્રિશા એ એના હાથ પર હાથ રાખીને કહ્યું. " સોરી આર્યન જો મેં તને હર્ટ કર્યું હોય તો..'

" ના ના પ્રિશા ઇટસ ઓકે...." બનાવટી હાસ્ય સાથે આર્યને કહ્યું.

ત્યાં જ એના ફોનની રીંગ વાગી અને બંને સાથે વિજયના ઘરે જવા નિકળી ગયા.

" શું થયું સર, અંશ પાસેથી કોઈ માહિતી જાણવા મળી?" આરોહી એ આવતા જ કહ્યું.

" ના આરોહી...અંશ હોશિયાર તો છે પણ ક્રાઇમ કરી શકે એટલો શક્તિવાન તો એ નથી.." વિજયે પોતાના વિચારો શેર કરતા કહ્યું.

" હોઈ શકે એની સાથે બીજા વ્યક્તિઓ પણ સામેલ હોય..."
પ્રિશા એ કહ્યું.

" વિપુલ પાસેથી જાણવા મળ્યું તો એનો નેચર ફ્રેન્ડલી નથી...સ્કૂલના એક પણ મિત્ર સાથે એનો ખાસ સબંધ નથી.."

જ્યાં વિજય એની ટીમ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યાં સ્કૂલમાં અંશે કેશવને દૂરથી ઈશારો કરીને પોતાનાં આગળના પ્લાનને અંજામ આપવા માટે કહી દીધું હતું.

અંશનો ઈશારો મળતા જ કેશવ દોડીને પર્સનલ બનાવેલા એક રૂમમાં ચાલ્યો ગયો અને કરીનાને સજા આપવા માટેની દરેક ચીજ વસ્તુઓ ગોઠવવા લાગ્યો.

ક્રમશઃ