Agnisanskar - 36 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 36

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 36



અંશનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું. એ સારી રીતે જાણતો હતો કે પોલીસને એના પર પૂરેપૂરો શક છે. એટલે એણે કોઈ હોશિયારી કર્યા વિના વિજય સાથે જવું ઉચિત સમજ્યું. બે જોડી કપડાં ભરેલો થેલો લઈને અંશ જીપમાં બેસ્યો.

જીપ પોલીસ સ્ટેશને પહોંચે એ પહેલા વિજય અને સંજીવે ઘણા સવાલો કર્યા પરંતુ અંશે અડગ રહીને આત્મવિશ્વાસ સાથે દરેક સવાલોના જવાબ આપ્યા. થોડીવારમાં ગાડી પોલિસ સ્ટેશને પહોંચી. જ્યાં પ્રિશા, આર્યન અને આરોહી પહેલેથી જ હાજર હતા.

" તને જોઇને લાગતું નથી તું સતર વર્ષનો છોકરો છે..." પ્રિશા એ કહ્યું.

" તમને જોઇને મને પણ નથી લાગતું કે તમે પચીસ વર્ષના છો, એ પણ હજુ સિંગલ," અંશે કહ્યું.

પ્રિશાની આંખો ફાટીને બહાર આવી. એકદમ સચોટ જવાબ સાંભળીને કહ્યું. " તને કેવી રીતે ખબર હું પચીસ વર્ષની છું..?"

" મતલબ તું સાચે જ પચીસ વર્ષની છે?" આર્યને કહ્યું.

" હા...પણ તને કેમ ખબર ?" પ્રિશા એ પૂછ્યું.

" શું બક બક શરૂ કરી દીધી તમે? અંશ આ બધાને છોડ, તું મારી સાથે આવ...." વિજય અંશને પોતાની સાથે લઈ ગયો.

અંશના જતા જ આર્યને પૂછ્યું. " તું રીયલી સિંગલ છે?"

" હા કોઈ પ્રોબ્લેમ છે?" ગુસ્સામાં પ્રિશા એ જવાબ આપ્યો.

વિજય અંશને પોલીસના અલગ અલગ ડિપાર્ટમેન્ટની માહિતી આપવા લાગ્યો. અંશ ખૂબ ધ્યાન દઈને વિજયને સાંભળી રહ્યો હતો.

" ગમે એટલો ચાલક ક્રિમીનલ કેમ ન હોય પોલીસ એમને વહેલા મોડી પકડી જ લે છે...અને જો કેસ મારી પાસે આવી જાય તો સમજી જવું ક્રિમીનલ પાતાળમાં પણ છૂપાયો હોય ને તો પણ હું એને શોધી લવ છું..."

" રાઈટ સર...ક્રિમીનલ ક્રાઇમ કરે તો એને સજા આપવી જ જોઈએ...અને જો કાનૂન સજા ન આપી શકતી હોય તો મારું માનવું છે કે એ સજા આપણે ખુદ ક્રિમીનલને આપી દેવી જોઈએ...ન્યાય થવો જરૂરી છે હવે એ પોલિસના હાથે થાય, જજ ના હાથે થાય કે પછી સામાન્ય જીવન જીવતા કોઈ વ્યક્તિના હાથે જ કેમ ન થાય વાત બન્ને એક જ છે..."

" ક્રિમીનલને સજા આપવા માટે જો ખુદ ક્રાઇમ કરવું પડે તો એ ન્યાયને કોઈ પણ સંજોગોમાં ન્યાય ન કહી શકાય.."

" એ તો દરેકના મંતવ્યની વાત છે..ક્રિમીનલ પોલીસને ગલત કહે છે તો પોલીસ ક્રિમીનલને ગલત સમજે છે...વાત બસ નજરની જ છે...."

અંશના વિચારો એની ઉંમર કરતા વધારે જ ઊંડા હતા. વિજયે ત્યાં જ વાતને પૂર્ણ વિરામ આપ્યું અને અંશને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો. વિજયે અંશને એક અલગ રૂમ આપ્યો હતો. જ્યાં અંશ આરામથી બેસી સૂઈ શકતો હતો.

એ રૂમની અંદર હાઇડ કરેલા ત્રણ ચાર કેમેરા ગોઠવી રાખવામાં આવ્યા હતા. રાતનું જમવાનું પતાવીને અંશ પોતાના રૂમમાં જતો રહ્યો.

અંશ સુવા માટે પથારીમાં જરૂર પડ્યો હતો પરંતુ એમનું મન આગળના પ્લાનને તૈયાર કરવામાં લાગ્યું હતું.

વહેલી સવારે વિજય અને એની ટીમ ફરી મળી. અંશને બહાર વિપુલ સર સાથે સ્કૂલ મોકલી દેવામાં આવ્યો હતો.

" સર અંશને સાથે રાખવાથી શું થશે?" પ્રિશા એ પૂછ્યું.

" કેમ એણે તારી એઝ બધા સામે ખુલ્લી પાડી દીધી એટલે જાણવા માંગે છે? કે એણે તને સિંગલ કહ્યું એ વાતનું દુઃખ સતાવી રહ્યું છે?" આરોહી એ પરેશાન કરતા કહ્યું.

" અંશને સાથે રાખવાનું કારણ બસ એ ચિઠ્ઠી જ છે...જો અંશ આપણી સાથે હશે અને જો એ ક્રિમીનલ હશે તો એ આગળ કોઈ ક્રાઇમ નહિ કરી શકે અને જો આપણી સાથે હોવા છતાં પણ જો કોઈ ક્રાઇમ થાય છે તો વાત સાફ થઈ જશે કે અંશ ક્રિમીનલ નથી..."

" વાહ સર શું આઇડ્યા અપનાવ્યો છે..." આર્યને તારીફ કરતા કહ્યું.

જ્યાં અંશ પૂરી રીતે પોલીસ ના હાથોથી બંધાઈ ગયો હતો ત્યાં કેશવે અંશ વિના જ આગળના પ્લાનની તૈયારી શરૂ કરી દીધી હતી.

એક દિવસ રમતગમતના મેદાનમાં વિજય અંશને લઈ ગયો.

" સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે?" વિજયે પૂછ્યું.

" ઓનલી ચેસ..." નમ્રતાથી અંશે કહ્યું.

" ક્રિકેટ, વોલીબોલ?"

" નો સર..."

ત્યાં જ અચાનક વિજયે ટેનિસ બોલ અંશના ચહેરા તરફ ફેંક્યો અને અંશે તુરંત જ એક હાથે બોલને કેચ કરી લીધો.

અંશે બોલને સાઈડમાં કરી સીધી નજર વિજયની આંખો પર કરી. વિજયે પણ સામે અટ્ટહાસ્ય આપ્યું.

ક્રમશઃ