Dhruvansh - 6 in Gujarati Short Stories by Dimple suba books and stories PDF | ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 6

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 6






(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ અને વંશિકા અમદાવાદ ઉતરી એક બીજાથી છુટા પડે છે. વંશિકા શહેર માં ક્યાં જાય શું કરે તેને ખબર નહતી અને તેની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. તે જે ચ્હાની લારી પર બેઠી હતી ત્યાંથી તેના માલિકે તેને ઊભી કરી ત્યારે ત્યાં ચ્હા પીવા આવેલ શહેરના નવા dgp એ વંશિકાને પોતાના તરફથી ચ્હા ઓફર કરી પણ વંશિકા તેને ના પાડવા તેના તરફ ફરી ત્યારે તેણે dgp નો ચહેરો જોયો અને ચોંકી ગઈ. તે dgp પર ઢળી પડી અને ત્યાં ધ્રુવ આવી જતા તેણે વંશિકાને તેની બાંહોમાં લઈ લીધી. હવે આગળ....)

વંશિકા બેભાન હોસ્પિટલના રૂમમાં સૂતી હતી. ધ્રુવ બેડની બાજુ પર સ્ટૂલ રાખીને બેઠો હતો અને વંશિકાને જોઈ રહ્યો. વંશિકાનો ચહેરો ખુબજ માસૂમ લાગતો હતો. એકદમ નાનું ભોળું બાળક. ધ્રુવ તેનો ચહેરો જોઈ રહ્યો ત્યાં તેણે ચહેરાના હાવભાવ બદલતા જોયા. વંશિકાના ચહેરા પર ડરની લકીરો છવાઈ ગઈ અને જાણે તે કઈક બડબડ કરી રહી અને ઝટકા સાથે ઊભી થઈ.

ધ્રુવ ડરી ગયો. "શું થયું વંશિકા ?!" તે જગ્યા પરથી ઊભો થઈ ગયો. વંશિકા પરસેવે રેબઝેબ થઇ ગઇ અને આંખો પાણીથી ભરાઈ ગઈ. તેણે ધ્રુવના હાથ પકડી લીધા. ધ્રુવને મહેસૂસ થયું કે તેના હાથ સાવ ઠંડા પડી ગયા હતા.

"ધ્રુવ..તે મને મારી નાખશે ...તે..." વંશિકા ગભરાયેલ સ્વરે બોલી.

"કોણ ?!" ધ્રુવે પૂછ્યું.

"તે.... મને બહુ ડર લાગે છે...મને બચાવી લો.." બોલતા તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

ધ્રુવ તેની નજીક ગયો, વંશિકા કમરના ભાગથી ધ્રુવને વીંટળાઈને રડવા લાગી. તેણે ધ્રુવને કસીને પકડી લીધો, જાણે તેનાથી દૂર જવા ઈચ્છતી ના હોય.

ધ્રુવ તેના માથે હાથ ફેરવતા બોલ્યો,"શ....શાંત થઈ જા. કોઈ તને કઈ નહિ કરે. હું છું ને..." થોડીવારે વંશિકા શાંત પડી એટલે ધ્રુવે ડોકટરને બોલાવ્યા.

લેડી ડોકટર હતા. ઉમરમાં પાત્રિસેક વર્ષના હોય તેવું લાગતું હતું, તેમના ચહેરા પર એક ધિર ગંભીરતા હતી. તેમણે વંશિકાની તપાસ કરી કહ્યું,"બ્લડપ્રેશર અને દિલની ધડકનો થોડી વધુ છે. તને કોઈ ચિંતા છે? કોઈ ચિંતા ના કર નહિતર તબિયત વધુ બગડી જશે અને અશક્તિ ખુબજ છે. શું તું જમતી નથી?!"

વંશિકાએ ફકત નકારમાં માથું ધુણાવ્યું.

"કેટલા દિવસથી જમ્યું નથી?!" ડોકટરે પૂછ્યું.

વંશિકાએ પાંચ આંગળી બતાવી.

"પાંચ દિવસથી કશું પેટમાં નાખ્યું જ નથી?!" ડોકટરે નવાઈ સાથે પૂછ્યું. વંશિકાએ નકારમાં માથું ધુણાવ્યું.

ડોકટરે ધ્રુવ તરફ જોયું,"ધ્રુવ, તારે તો ધ્યાન રખાય ને..."

"મે તો કહ્યું હતું પણ જમે તો ને..." ધ્રુવ વંશિકા તરફ ગુસ્સા સાથે જોતા બોલ્યો.

"બેટા, ખાઈશ નહિ તો કંઈ રીતે ચાલશે?!" ડોકટરે વંશિકાને પ્રેમથી ઠપકો આપ્યો.

તે લેડી ડોકટર ઘણા સારા અને માયાળુ હતા. તેમણે નર્સને કહ્યું,"અત્યારે જ જમવાનું જમાડો બેનને અને બે બાટલા ચ્ઢાવ્યા છે. જરૂર લાગે તો સાંજે હજુ બે ચઢાવવા પડશે. અશક્તિ ઘણી છે."

નર્સ જમવાનું લેવા ગઈ. ડોકટરે વંશિકાને કહ્યું,"જમી લો પછી તમારા થોડા ટેસ્ટ કરવા પડશે."

"આવડી નાની વાતમાં ટેસ્ટ કરવા પડશે?!" વંશિકા બોલી.

"નાની વાત નથી! અમુક ટેસ્ટ કરવા જરૂરી છે." ડોકટરે થોડું કડકાઈથી કહ્યું. વંશિકા ચૂપ થઈ ગઈ. અને ડોકટર જતા રહ્યા. નર્સ જમવાનું લઈને આવી.

"આ ડોકટર કઈક વધુ કડક નથી!" વંશિકા બોલી.

"તો જ તું સીધી ચાલે તેમ છે નહિતર હું આટલા પ્રેમથી જમવાનું કહેતો હતો તો જમવું નહતું." ધ્રુવ બોલ્યો.
આ સાંભળી વંશિકાએ ધ્રુવ તરફ મોં બગાડ્યું. ધ્રુવ ત્યાં સોફા પર બેઠો.

વંશિકાને ભૂખ લાગી હતી એટલે તેણે ફટાફટ રોટલીનું બટકું તોડી શાકમાં ડુબાડી મોંમાં નાખ્યું. ચાવીને એક બટકું ગળે ઉતારતા તેનું મોં સહેજ બગડી ગયું,"શાક તો મીઠું છે!!" અને તેણે દાળની ચમચી ભરી,"દાળ તો શાક કરતા પણ મીઠી છે!"
તેનું મોં વધુ બગડી ગયું.

આ સાંભળી અને જોઈને ધ્રુવ હસી પડ્યો,"આ તમારું બિહાર નથી મેડમ. ગુજરાત છે, અમે મીઠા રહ્યા એટલે અમારું જમવાનું પણ મીઠું હોય ને!"

"બહુ મીઠું છે પણ! તમે આટલું મીઠું ખાઈ કઈ રીતે શકો!"
વંશિકા નવાઈ સાથે બોલી.

"અમે પહેલેથી ખાઈએ એટલે આદત પડી જાય." ધ્રુવ બોલ્યો.

"અહીંયા આવું જ જમવાનું મળશે?!"

"હા બીજો કોઈ વિકલ્પ નથી!"

વંશિકા સહેજ બગડેલ મોં સાથે જમવા લાગી. ધ્રુવ તેને જોઈ હળવું હસી રહ્યો.

"તમે આવી રીતે મારી તરફ જોઈ હસો નહિ!" વંશિકા ગુસ્સામાં બોલી ત્યાં ધ્રુવનો ફોન રણક્યો. સ્ક્રીન પર જોતા તે બોલ્યો,
"વંશિકા હું ઘરે ગયો જ નથી તો મારે જવું પડશે."

"ઘરે ? ક્યારે આવશો ?! મારે તમને કઈક કહેવું છે! જરૂરી છે.."

"બોલ..."

વંશિકાએ પૂછ્યું,"તમે dgpને જોયા હતા? કોણ છે તે ખબર છે?!"

"કોણ dgp?! પેલા પોલીસ ઓફિસર હતા એ dgp હતા?!"

"હા.."

"ના મે તેમની તરફ જોયું પણ નથી! મને નથી ખબર કોણ છે તે! તને લઈને સીધો ફટાફટ હોસ્પિટલ જ આવ્યો છું..."

"અચ્છા...."

"કેમ ? શું થયું?!"

"ના કઈ નહિ... એમનમ જ..."

"ઠીક. હું જાઉં છું અને થોડીવારમાં આવું, તું ચિંતા ના કર અહીંયા સ્ટાફ ને બધા છે, તને તકલીફ નહિ પડે!" ધ્રુવ કેપ પહેરતા બોલ્યો.

વંશિકાએ દીવાલમાં સામે રહેલ ઘડિયાળને જોઈ કહ્યું,"બપોરના બાર વાગ્યા છે, તમારે જમવું નથી?!"

"ના મને ઈચ્છા નથી. તું જમીને આરામ કર, હું હમણાં આવું છું.." ધ્રુવ બોલ્યો અને રૂમની બહાર નીકળ્યો.

"જલ્દી આવજો..." વંશિકા બોલી. ધ્રુવે સ્મિત સાથે આંખ મીચી સહમતી આપી અને જતો રહ્યો.

ધ્રુવના ગયા પછી વંશિકા મનોમન બોલી,"હમણાં ધ્રુવને કહેવું યોગ્ય નથી. હોઈ શકે કે એ મારો ભ્રમ પણ હોય! આમપણ મારું માથું ભમતું હતું એટલે ભ્રમ જ થયો હોવો જોઈએ. છોડો..." અને તે જમવા લાગી.

તે જમતા - જમતા રૂમ જોવા લાગી. રૂમ ખુબજ ચોખ્ખો હતો અને બપોરના ઉજાસમાં પણ લાઈટોથી ઝળહળતો હતો. સામેની દીવાલ પર ઘડિયાળ, તેની નીચે ટીવી હતું અને જ્યાં સોફા હતા તેની આગળ આવેલ ટેબલમાં ફૂલદાની અને મેગેઝીનો પડી હતી અને તેનું બેડ પણ ખુબજ આરામદાયક હતું. આ બધું જોઈ તે નવાઈ પામી,"રૂમ જોઈને લાગે છે કે હોસ્પિટલ ઘણી મોંઘી હશે! આટલી મોટી અને મોંઘી હોસ્પીટલમાં ધ્રુવ મારી સારવાર કરે છે! આટલા બધા પૈસા હશે તેમની પાસે? શું તે ખુબજ અમીર હશે?! કેટલા સારા છે મારી આટલી સારી સારવાર કરે છે..."

તે સ્મિત સાથે વિચારી રહી અને ઉપર તરફ જોઈ બોલી,"પણ તમે સારા નથી ભગવાન. તમે મારા જીવનમાં ઘણા દુઃખ ભર્યા છે, હું તમને જરાય પસંદ નથી કરતી..." તે ગુસ્સામાં આટલું બોલી જમવા લાગી.

જમ્યા બાદ તે ટી.વી જોઈ રહી હતી. ત્યાં ડોકટર બે નર્સ સાથે રૂમની અંદર પ્રવેશ્યા. વંશિકા ટી.વી માં "oggy and the cockroaches" cartoon જોઈ રહી હતી.

"તું cartoon જુએ છે?!" ડોકટરે પૂછ્યું.

"હા, મને cartoon જોવા પસંદ છે અને આ cartoon મારું favourite છે." વંશિકા.

"સરસ... સરસ... આવી રીતે મન હળવું રાખજે... અત્યારે અમારી સાથે આવવું પડશે, થોડા ટેસ્ટ કરવાના છે."

"ધ્રુવ ક્યાં છે? તેમના વિના હું ક્યાંય નહિ જાઉં!" વંશિકા બોલી.

"ધ્રુવ ઘરે છે, આમપણ તે હાજર ના રહી શકે ટેસ્ટમાં. તેણે બહાર જ રહેવું પડે." ડોકટર.

"ભલે બહાર ઊભા રહે, મને વાંધો નથી." વંશિકા.

"પણ તે આવી શકે તેમ નથી! હું કોલ કરીને વાત કરાવી આપુ..."

ડોકટરે ધ્રુવને કોલ કર્યો. ધ્રુવે કોલ રિસીવ કરતા ડોકટર બોલ્યા,
"ધ્રુવ, વંશિકા ટેસ્ટ માટે માનતી નથી. કહે છે કે તું અહીંયા હોય તો જ ટેસ્ટ કરાવશે...હા આપુ..."

ડોકટરે વંશિકાને ફોન આપ્યો. ધ્રુવ સાથે વાત કરી વંશિકા તેના વિના ટેસ્ટ કરવા માની ગઈ. બે નર્સ હતા, એક છોકરી અને બીજો છોકરો. બન્ને વંશિકાને બેડ પરથી ટેકો આપી ઊભા કરવા ગયા પણ વંશિકાએ ફકત છોકરીનો જ ટેકો લીધો અને છોકરાથી સહેજ દુર થઇ ગઇ એટલે છોકરો પણ દૂર થઈ ગયો. ડોકટરે આ નોટીસ કર્યું.

વંશિકાનું MRI કર્યા બાદ લેબોરેટીમાં બ્લડ ટેસ્ટ કરવા લઈ ગયા.

લેબોરેટરીનો ડોકટર એક છોકરો હતો, તે બ્લડ ટેસ્ટ કરવા માટે
વંશિકાની નજીક ગયો એટલે વંશિકાને બેચેની થવા લાગી, પરસેવો વળી રહ્યો. ડોકટરે વંશિકાનો હાથ પકડ્યો કે વંશિકા હાથ ઝટકાવી ઊભી થઈ ગઈ,"ના મારે બ્લડ ટેસ્ટ નથી કરવા..."

લેડી ડોકટર સમજી ગયા. તેણે લેબોરેટરીવાળા ડોક્ટરના હાથમાંથી ઇન્જેક્શન લઈ વંશિકાનો હાથ પકડી, તેને બેસાડીને બ્લડ સેમ્પલ લીધું. ત્યારબાદ તેને રૂમની અંદર મૂકી ગયા.
રૂમની બહાર નીકળતા લેડી ડોકટરને સામે ધ્રુવ મળ્યો.

"શું થયું ડોકટર ? થઈ ગયા બધા ટેસ્ટ?!"

"હા, મારી કેબિનમાં આવ. મારે જરૂરી વાત કરવી છે." ડોકટરે કહ્યું. ડોકટર અને ધ્રુવ બન્ને ડોકટરની કેબિનમાં ગયા અને ત્યાં બેઠા.

"કઈ ચિંતાની વાત છે ડોકટર?!" ધ્રુવે પૂછ્યું.

"ચિંતાની વાત તો છે..." ડોકટર બોલ્યા અને નિશાશો નાખ્યો.


🍁🍁🍁

શહેરના છેવાડે બે માળનો સિક્યુરિટી પ્રોવાઇડેડ બંગ્લો આવેલ હતો. જેની ડાબી તરફ પોલીસના ક્વાર્ટર હતા અને બન્ને તરફ ઝાડ હતા. આસપાસ વાતાવરણમાં શાંતિ હતી. ફૂલોની સોડમ અને પક્ષીઓનો કલરવ વાતાવરણમાં ચાર ચાંદ લગાવતું હતું.
Dgp ની કાર બંગ્લાની અંદર પ્રવેશી.

બંગ્લાની અંદર પ્રવેશતા જ ત્યાંની સર્વન્ટ બહાર આવી. ઉમરમાં નાની દેખાતી તે મેડએ ગુલાબી કલરના સલવાર કમીઝ પહેર્યા હતા અને દુપટ્ટો વ્યવસ્થિત ગોઠવેલ હતો.
સ્મિત સાથે તે બોલી,"welcome સર..."

મેડના મોંએથી english સાંભળી dgp નવાઈ પામ્યો. તે સ્મિત સાથે બોલ્યો,"Thank you..."

બન્ને અંદર પ્રવેશ્યા. "આ ડ્રોઈંગરૂમ છે, અંદર વર્ક રૂમ છે પણ તેને જોઈને લાગ્યું હતું કે પહેલાના dgp સરએ વપરાશ કર્યો નહિ હોય એટલે મેં સાફસફાઈ કરી દીધી છે અને ઉપર બે રૂમ છે. રસોઈ હું કરીશ એટલે તમારે જ્યારે જે ખાવું હોય તે જણાવી શકો છો. કિચનની બાજુમાં મારો નાનકડો રૂમ અને અહીંયા બહાર ગાર્ડન છે. ઉપર સ્ટોર રૂમ છે. તમારે તમારા રૂમમાં કે ઘરમાં જે રીતે વસ્તુ ગોઠવવી હોય કહેજો, હું ગોઠવી આપીશ." મેડ એકી શ્વાસે બોલી ગઈ અને રોકાઈ.

ધ્યાનથી મેડની બધી વાત સાંભળ્યા બાદ dgp બોલ્યો,
"Okay. હું ફ્રેશ થઈને આવું છું, ભૂખ લાગી છે, કઈક જમવાનું બનાવી લો."

"જી સર." મેડ બોલી. Dgp ઊપર ચઢી ગયો. મેડ આટલું બધું બોલી છતાં dgp ફકત okay કહી હુકમ આપી ઉપર ચઢી ગયો. આ જોઈ તે મનોમન બોલી,"કેટલા ખડુંસ છે! મારે શું?! મારે તો કામ કરવાથી મતલબ.." અને તે કિચનમાં રસોઈ બનાવવા ગઈ.

Dgp ઉપર રૂમમાં ચઢ્યો. સ્નાન કરીને બહાર આવીને તે રૂમની બાલ્કનીમાં ઊભો. બાલ્કની ઘરના ગાર્ડનમાં ખુલતી હતી. તે ત્યાં ઊભો ગાર્ડનનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં એક કેપ પહેરેલ ડિલવરી બોય હાથમાં કરિયાણાનો સામાન લઈ આવ્યો.

કેપ પહેરેલ તે ડિલવરી બોયને જોઈને dgpને સવારે ઘટેલ ઘટના આંખો સામે આવી ગઈ. વંશિકાના તેના પર પડ્યા બાદ અચાનક ધ્રુવ તેની પાછળથી આવીને વંશિકાને પોતાની બાંહોમાં ખેંચી લે છે. Dgp તેને સવાલ કરે છે,"તમારી સાથે છે? ધ્યાન રાખો..."

"Sorry...." ધ્રુવ વંશિકાના ચહેરા તરફ મોં રાખીને આટલું જ બોલ્યો હતો. ધ્રુવે કેપ પહેરી હતી અને તે વંશિકા તરફ જોઈ રહ્યો હોવાથી dgp ને તેનો ચહેરો ના દેખાયો. Dgp એ તેને help offer કરી પણ ધ્રુવે નકારી અને ત્યાંથી વંશિકાને પોતાની બાંહોમાં ઉઠાવી આગળના રસ્તે ટેક્સી કરવા જતો રહ્યો એટલે dgp પણ પોતાની કારમાં નીકળી ગયો.

વર્તમાનમાં કેપવાળા ડિલિવરી બોયને જોઈને dgp ને ધ્રુવ અને વંશિકાની યાદ આવી ગઈ. તે મનોમન વિચારી રહ્યો,"કોણ હશે તે યુવક - યુવતી ?!! યુવક યુવતી કરતા તો મોટો લાગતો હતો! અને તે યુવકના પાસે આવતા મને કઈક અલગ જ અનુભવ થયો. તેવું શા માટે થયું ? શું હું તેને ઓળખું છું ?! આવી સામાન્ય ઘટના મને શા માટે અસામાન્ય અનુભવ કરાવે છે! કઈ સમજાતું નથી!"

"સર જમવાનું રેડી છે..." નીચેથી મેડની બૂમ આવી એટલે બધા વિચારો ખંખેરતો તે નીચે જમવા ગયો.


🍁🍁🍁

દરભંગા શહેરની ગલીઓ, રેલ્વે સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી. હાથમાં ચાકુ અને ગન સાથે ગુંડાઓ ચારે તરફ ગુસ્સામાં કોઈને શોધી રહ્યા હતાં. તે હતી વંશિકા !!!

શહેરની છેડે આવેલ બંગલામાં તંગ ભર્યું વાતાવરણ હતું. બંગલાના માલિક એટલે બિહારના મોટા ગુંડા "પૃથ્વીરાજ સિંહ" શાંતિથી ખુરશી પર બેઠા હતા પણ તેમનો દીકરો "યશરાજ સિંહ" ગુસ્સામાં આગબબુલો થતો ફોન પર તેના માણસો પર ચિલ્લાવી રહ્યો હતો.

"બેટા, શાંત થઈ જા." પૃથ્વીરાજ બોલ્યો.

"કઈ રીતે શાંત થાઉં?! તે ભાગી ગઈ છે! શહેર આખામાં નાક કાપી નાખ્યું છે તેણે!" યશરાજ.

"એ પાંચ ફૂટની છોકરીની શું ત્રેવડ કે આપણું નાક કાપે! ચિંતા ના કર, બાળક છે વધુમાં વધુ ક્યાં જશે! હમણાં મળી જશે. તું મારો એકનો એક દીકરો આમ ચિંતા કરે તે મને ના ગમે શાંત થા. "પૃથ્વીરાજ.

"હું તો કહું છું સારું થયું તે ભાગી ગઈ, તેવી છોકરીની આપણે જરૂર પણ નથ. હું તને તેના કરતા દેખાવમાં ક્યાંય સુંદર અને તારા ઉમરની છોકરી લઈ આવીશ." યશરાજના માતા રસોડામાંથી બહાર આવી બોલ્યા.

"મને તે જ પસંદ છે અને તે જ જોઈએ છે, બસ!" યશરાજ ગુસ્સામાં બોલ્યો.

"હા તો તે મળી જશે બસ? તારા પિતા છે પછી તારે ચિંતા કરવાની જરૂર નથી. બેટા થોડું જમી લે. કાલ રાતનું જમ્યું નથી...." યશરાજના માતા બોલ્યા.

માતાના કહેવા પર યશરાજ જમવા બેસ્યો.

(ડોકટરે ધ્રુવને શા માટે ચિંતાની વાત છે તેવું કહ્યું ? અને આ યશરાજ અને પૃથ્વી રાજ કોણ છે? તેઓ વંશિકાને શા માટે શોધે છે?! અને dgp ના મનમાં શું ચાલી રહ્યું છે? જાણવા વાંચતા રહો. ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની....)