Dhruvansh - 3 in Gujarati Short Stories by Dimple suba books and stories PDF | ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 3




(આપણે આગળના ભાગમાં જોયું કે એક કપલ યુવતીને ગુંડાઓથી બચાવી લે છે. તે યુવતીનું નામ વંશિકા હોય છે.
વંશિકા પાસે ટિકિટ ના હોવાથી તેને સમસ્તીપુર સ્ટેશન ઉતરી જવું પડ્યું ત્યાં તેને ફરીથી ધ્રુવ મળી ગયો. ધ્રુવને તેની પરિસ્થિતિની જાણ થતા તેને પોતાની ફ્રેન્ડની સીટ આપી દે છે અને વંશિકાને પૂછે છે કે તે ક્યાં જશે ત્યારે વંશિકા કઈક વિચારીને અમદાવાદ આવવાનું નક્કી કરે છે અને ધ્રુવને જણાવે છે. હવે આગળ.....)

બપોરનો સમય હતો. વંશિકા હજુ બારી પાસે બેઠી હતી પણ ધ્રુવ! ધ્રુવ સખણો બેસે તો ધ્રુવ થોડી કેહવાય. વંશિકા ભલે તેની જોડે વાત નહતી કરતી પણ તેણે તો ત્યાં બીજી સીટોમાં જે લોકો બેઠા હતા તેમની સાથે મિત્રતા કરી લીધી હતી. એક પ્રૌઢ વયના અંકલ આંટી હતા અને એક કપલ તેમની સાત વર્ષની દીકરી સાથે હતું. ધ્રુવ ફકત ત્રણ - ચાર કલાકમાં જ બધા સાથે દૂધમાં સાકાર ભળે તેમ ભળી ગયો હતો.

ધ્રુવ બધા સાથે વાતો કરતો, નાની છોકરી જેનું નામ પરી હતું તેની સાથે ડાન્સ કરતો, ગેમ રમતો ખુબજ હળીમળી ગયો હતો.

"ચાલો, ભૂખ લાગી છે. જમી લઈએ ?" ધ્રુવ બોલ્યો.

"ધ્રુવ, તમે સવારથી અત્યાર સુધીમાં પાંચ વાર ખાધું હશે! હજુ તમને ભૂખ લાગી છે ! કેટલું ખાશો પછી પેટ ફાટી જશે!" પરી બોલી.

"હા હો ચાપલી! ભલે ફાટે! મને તો ખાતા રહેવું જોઈએ!"
ધ્રુવ બોલ્યો.

"પરી, it's bad manners! ધ્રુવ ભાઈ કહેવાય! તારાથી મોટા છે!" પરીના મમ્મી બોલ્યા.

"મમ્મી, શું તું પણ ! આટલા handsone છોકરાને હું શા માટે ભાઈ બનાવું ?!" પરી.

"અરે, આવું બોલાય! બહુ બગડી છે તારી દિકરી!" પરીના પપ્પાએ મમ્મી તરફ જોઈ કહ્યું.

"વાહ, હવે મારી છોકરી?! આમ તો મારી દીકરી, મારી દીકરી કરતા હોય!" પરીના મમ્મી ગુસ્સામાં બોલ્યા.

"Chill મમ્મી - પપ્પા. It's not a big matter!" પરી બોલી. તેની નટખટ વાતો અને હરકતો જોઈ બધા હસવા લાગ્યા.

"ધ્રુવ, તમે હમણાં ચાપલી બોલ્યા. ચાપલી એટલે શું ?!" પરીને શબ્દ નવીનમાં લાગ્યો.

"ચાપલી એટલે બહુ ડાહી. તું જે મને બહુ ડાહી બની સલાહ આપે છે ને એટલે ચાપલી કહ્યું." ધ્રુવ બોલ્યો.

"અચ્છા..." પરી.

"હા, ચાલ હવે હું તને એક મસ્ત વસ્તુ ખવડાવું." એમ કહી ધ્રુવે તેના બેગમાંથી ડબ્બો કાઢ્યો અને ખોલ્યો. ત્યાં સુધીમાં પેલા પ્રૌઢ યુગલે અને પરીના મમ્મી - પપ્પાએ પણ તેમનું જમવાનું કાઢ્યું.

ધ્રુવે ડબ્બો ખોલ્યો અને પરીને દેખાડ્યો,"આ જો... આ છે અમારા બધા ગુજરાતીઓની ફેવરિટ વસ્તુ થેપલા..."

"અમે ભલે બિહારી છીએ પણ છેલ્લા આઠ વર્ષથી મારી અને પરીના મમ્મીનાં નોકરીને કારણે અમદાવાદ જ રહીએ છીએ. પરીનો જન્મ ત્યાં જ થયો અને તેનો ઉછેર પણ ત્યાં જ થયો છે.
આ તો અમે છ મહિને એક વાર ઘરનાને મળવા બિહાર આવી જઈએ છીએ એટલે પરીએ થેપલા ખાધેલ છે, તેના ફેવરિટ છે." પરીના પપ્પા બોલ્યા.

"અચ્છા... એવું છે. જોકે, તમે દરભંગા રહો છો કે?" ધ્રુવે પૂછ્યું.

"હા..." પરીના પપ્પા.

ત્યાં સુધીમાં પરીએ થેપલાનું બટકું તોડી ટેસ્ટ કર્યું,"yummy... કોણે બનાવ્યા ? તમે?"

"ના, મને જમવાનું બનાવતા નથી આવડતું. આ તો મારા ફ્રેન્ડે બનાવ્યું છે. તે બહુ ટેસ્ટી જમવાનું બનાવે."

"તમે પરીના મમ્મીનાં હાથનું જમવાનું ચાખો, એટલે તમારા friend ના હાથનું પણ ભૂલી જશો." પરીના પપ્પા બોલ્યા.

"અરે બેટા, તમે લોકો મારી પત્ની ના હાથનું જમવાનું ચાખો, તમે આટલું સ્વાદિષ્ટ ક્યારેય નહી ખાધું હોય!" પ્રૌઢ અંકલ બોલ્યા.

"ના મારા મિત્રના હાથનું જમવાનું બેસ્ટ છે." ધ્રુવ.

"અરે બાબા.... ઝઘડો ના કરો... આપણે આ દીદીને બધાના હાથનું જમવાનું ચખાડીએ, તે નક્કી કરશે કોના હાથનું જમવાનું સારુ..." પરી વંશિકા તરફ આંગળી ચીંધતા બોલી.

પણ વંશિકા જાણે પોતાની જ દુનિયામાં ખોવાયેલ હોય તેમ બારી બહાર નજર રાખીને બેઠી હતી. તેને અંદર શું ચર્ચા ચાલે છે તેની કશી ખબર નહતી અને ના તો તેને જાણવામાં રસ હતો.

ધ્રુવે તેના તરફ જોયું અને બોલ્યો,"વંશિકા...." વંશિકાએ ધ્રુવ તરફ જોયું. તેણે હજુ પણ તેનો ચહેરો ઓઢણી વડે ઢાંકેલ હતો.

"ચાલ, તારે જમવું નથી ?" ધ્રુવે પૂછ્યું. વંશિકાએ નકારમાં માથું ધુણાવ્યું.

"કેમ ? ભૂખ નથી લાગી ?!" ધ્રુવે ફરી સવાલ કર્યો. વંશિકાએ ફરી નકારમાં માથું ધુણાવ્યું.

"અહીંયા ધ્રુવને પાંચ વાર ખાધા પછી પણ ભૂખ લાગી છે અને દીદી, તમે તો સવારથી કશું નથી ખાધું તો પણ ભૂખ નથી લાગી ?!" પરી બોલી. ધ્રુવે તેના માથે હળવે ટપલી મારી,"તને ભારી વાંધો છે, મારા ખાવાથી...." પરી હસવા માંડી. સાથે બધા હસી પડ્યા.

વંશિકા ફરી મોં ફેરવી બેસી ગઈ. ધ્રુવ તેના તરફ જોઈ બોલ્યો,
"ભૂખ ભલે ન હોય, ત્રણેય ટીફિનમાંથી થોડું થોડું ચાખીને તારે નિર્ણય લેવો પડશે કે કોનું સારું છે?!"

વંશિકાએ ધ્રુવ અને બધા તરફ જોઈ કહ્યું,"માફ કરશો, મને અત્યારે ભૂખ નથી અને મન પણ નથી!"

"વાંધો નહિ તું કોઈને ના કહેતી કે કોનું સારું છે પણ થોડું જમી તો લે બેટા...." પ્રૌઢ આંટી બોલ્યા.

"હા, બેટા. થોડું જમી લેવું જોઈએ બાકી નબળાઈ આવી જશે." પરીના મમ્મી બોલ્યા.

"ના ચિંતા ના કરો, કશું નહિ થાય, મને ભૂખ નથી અત્યારે."
વંશિકા બોલી અને મોં ફેરવી લીધું એટલે પછી કોઈએ આગ્રહ ન કર્યો.

"બિહારી આવા જ હોય.." ધ્રુવ ધીમા સ્વરે બોલ્યો.

"ધ્રુવ... મે સાંભળી લીધું. અમે પણ બિહારી જ છીએ." ધ્રુવના ખોળામાં બેસેલ પરી ધ્રુવ તરફ આંખો કાઢતા બોલી. ધ્રુવે ઈશારામાં કાન પકડ્યો.

પછી પરી બોલી."વાંધો નહિ. હું બધાનું ચાખીને કહીશ." તેણે બધાનું જમવાનું ચાખ્યું અને બોલી,"સહુથી સારું ધ્રુવના friend ના હાથનું છે...."

"Yess... મને ખબર જ હતી, મારો ફ્રેન્ડ બેસ્ટ જમવાનું બનાવે છે." ધ્રુવ બોલ્યો. પછી બધા સાથે હસી મજાક કરતા જમી રહ્યા. વંશિકાની નજરો બારી બહારના દ્રશ્યમાં અને મગજ વિચારોમાં ખોવાઈ ગયું હતું.



🍁🍁🍁

જમીને બધા બેઠા હતા ત્યારે પરી ક્યારની વંશિકાને જોઈ રહી હતી. ધ્રુવના ધ્યાનમાં આ આવતા તેણે પરીને પૂછ્યું,"શું થયું પરી ?!"

"ધ્રુવ, આ દીદીએ પોતાનું મોં કેમ ઢાંકેલ છે? આપણે તો નથી ઢાંક્યું!" પરીએ તેના નાના મનમાં આવેલ સવાલ પૂછ્યો.

"તેમને ઠંડી લાગે છે એટલે કાનમાં પવન ન જાય એટલે.." ધ્રુવે પરીને કહ્યું.

"પરી બેટા, ચાલ થોડી વાર સૂઈ જા મારી સાથે. થાકી જઈશ પછી." પરીના પપ્પા બોલ્યા. પરી તેના પપ્પા સાથે ઉપરના બર્થ માં સુવા ચઢી ગઈ. તેના મમ્મી નીચેના બર્થમાં સૂઈ ગયા. સામે અંકલ ઉપરના અને આંટી નીચેના બર્થમાં સૂઈ ગયા. હવે ફકત ધ્રુવ અને વંશિકા જ જાગતા હતા.

ધ્રુવ યોગ્ય અંતર જાળવીને વંશિકાની બાજુમાં બેઠો અને કહ્યું,"વંશિકા તે હજુ પણ તારું મોં કેમ ઢાંકેલ છે?! હવે તને કોઈ ખતરો નથી!"

"બસ મારી ઈચ્છા નથી થતી એટલે..." વંશિકાએ આદત મુજબ ટુંકમાં ઉતર આપ્યો.

"પણ મારે ઓઢણી પાછળનો ચહેરો જોવો છે."

"પણ મારે નથી દેખાડવો !"

"યાર, એવું શા માટે કરે please?"

"Sorry..."

"Okay, હું તને વધુ જોર ના કરી શકું. જોકે, ક્યારની આમ ગુમસુમ શા માટે બેઠી છે?! જે થવાનું હતું તે થયું! હવે ઉદાસ બેસવાથી શું ફાયદો?! મજા કર!"

"શું મજા કરું?!"

"મૂવી જોવી છે?!"

"લાવને મૂવી જોઈ લવ એ બહાને બકબક કુમારનું બકબક સાંભળવું નહિ પડે અને મન પણ લાગ્યું રહેશે." વંશિકાએ મનોમન વિચાર્યું અને ધ્રુવ તરફ જોઈ બોલી,"okay."

"પણ એક problem છે. મારે ત્યાં આવવું પડશે. ફોનમાં ચાર્જ નથી તો ચાર્જ પર મૂકીને જોવી પડશે અને પ્લગ ત્યાં છે તો મારે ત્યાં બેસવું પડશે!"

"હું ચાર્જમાં પકડી રાખીશને વાંધો નહિ. હા, તમને મારા હાથમાં ફોન ના આપવો હોય તો વાંધો નહિ..." વંશિકાએ ધ્રુવની ખેંચતા કહ્યું.

"ના, મને વાંધો નથી. આ લે ચાર્જર અને ફોન પણ..." ધ્રુવ બોલ્યો અને વંશિકાના હાથમાં ચાર્જર અને ફોન આપ્યો.
વંશિકાએ ચાર્જર પ્લગમા ભરાવ્યું અને ફોનને કનેક્ટ કર્યો.

ધ્રુવે મોબાઈલમાં મૂવી start કરીને પોતાના બેગમાંથી earbuds કાઢીને મોબાઈલ સાથે કનેક્ટ કરીને વંશિકાને એક earbud હાથમાં આપ્યું અને એક પોતે પહેરી લીધું. વંશિકા તો earbud તરફ જોઈ રહી અને ધ્રુવ તેને! કારણકે ધ્રુવ ખુશ હતો કે વંશિકા earbud પહેરવાના બહાને પોતાના ચહેરા પરથી ઓઢણી હટાવશે પણ તેણે જોયું કે વંશિકા ક્યારની earbud તરફ જ જોઈ રહી છે!

"શું થયું ?! પહેર કાનમાં !" ધ્રુવ બોલ્યો. વંશિકા ધ્રુવ તરફ જોઈ રહી. ધ્રુવ સમજી ગયો તેણે પોતાનું ear bud કાનમાંથી કાઢ્યું અને બોલ્યો,"જો આમ... કાનમાં નાખી દેવાનું..." વંશિકાએ જોયું અને તેણે મોબાઈલ ખોળામાં મૂકી, એક હાથે ઓઢણી પકડી રાખી અને બીજા હાથે ear bud કાનમાં નાખી દીધું. તેના ચહેરા પરથી ઓઢણી જરાક પણ ન ખસી. આ જોઈ ધ્રુવનું મોં પડી ગયું. તેને વંશિકાનો ચહેરો જોવાની ઉત્સુકતા હતી પણ તે શક્ય ન બન્યું!

વંશિકા જાણે આ સમજી ગઈ હતી અને મનોમન હસી રહી. વિલા મોંએ ધ્રુવે પૂછ્યું,"ક્યું મૂવી જોઈશ?"

"કોઈપણ!"

ધ્રુવે વંશિકાના હાથમાં જ મોબાઈલ રહેવા દઈને scroll કર્યા બાદ પૂછ્યું, "એક મૂવી છે 'અતરંગી રે ' જોઈશ?"

"કોણ - કોણ છે મૂવીમાં?!"

"અક્ષયકુમાર, ધનુષ અને સારા અલીખાન..."

"હા, જોઈએ..."

ધ્રુવે મૂવી ચાલુ કરી. શરૂઆતની થોડી મિનિટો બાદ જ વંશિકાની આંખો પાણી વરસાવી રહી. તેણે ઓઢણી વડે તેના આંશુ લૂછ્યા ત્યારે ધ્રુવનું ધ્યાન ગયું.

"અરે પણ રડે શા માટે છે?!" ધ્રુવ ગભરાઈ ગયો.

"બિચારીના લગ્ન કેવા જબરદસ્તી કરાવી દીધા! આવી રીતે
બેભાન કરીને લગ્ન કરાવતા શરમ નહીં આવતી હોય!!" વંશિકા ગુસ્સામાં બોલી.

"અરે chill મૂવી છે! હકીકતમાં થોડી થાય આવું?"

"હકીકતમાં પણ થાય!"

ધ્રુવ કશું ના સમજ્યો, તે બોલ્યો,"અત્યારે મૂવીમાં ધ્યાન આપ! પાણી આપુ?" વંશિકાએ નકારમાં માથું ધુણાવ્યું. બન્ને ફરી મૂવી જોવામાં પરોવાયા.

મૂવી જોવામાં ધ્રુવને થોડી તકલીફ થઈ રહી હતી કારણકે વંશિકા ચાર્જીંગ પોઇન્ટ પાસે બેસી હતી એટલે ફોન તેના તરફ રાખવો પડે તેમ હતો માટે ધ્રુવને મોબાઈલમાં જોવા ગરદન ખેંચીને જોવું પડતું હતું. વંશિકાએ આ જોયું અને સમજી ગઈ, તેણે જોયું કે ધ્રુવ તેનાથી દૂર બેઠો છે એટલે મોબાઈલમાં જોવામાં તકલીફ પડે છે. તે બોલી,"ધ્રુવ, તમને તકલીફ પડતી હોય તો થોડા નજીક આવી જાઓ. ઘણી જગ્યા છે..."

"ના...ના...મને સરસ જ દેખાય છે. વાંધો નહિ." ધ્રુવ બોલ્યો.

વંશિકા મનોમન બોલી,"ક્યાં ધ્રુવ છે! જે પોતાને તકલીફ પડતી હોવા છતાં મારી નજીક આવતા નથી અને ક્યાં તે હતા...! તેણે તો મારી ઈજ્જત, મારી ઈચ્છાનું ક્યારેય વિચાર્યું જ નહતું!"

વિચારોમાંથી બહાર આવી, તે મૂવી જોવા લાગી. મૂવી પૂરી થતાં સુધીમાં તો વંશિકાની આંખોમાં આંશુ ચાલુ જ હતા. ધ્રુવને ખબર નહતી પણ મૂવી પૂરી થતાં તેને એ વાતનો અહેસાસ થયો. તેણે વંશિકાને પાણી આપ્યું.

સાંજે વંશિકા બીજી મૂવી જોઈ રહી હતી જ્યારે ધ્રુવ પરી સાથે રમી રહ્યો હતો. રાત્રે બધાએ ટ્રેઇનની કેન્ટીનમાંથી જમવાનું મંગાવ્યું. ધ્રુવે વંશિકાને પણ પૂછ્યું પણ વંશિકાએ ના પાડી દીધી. થોડીવારમાં બધાનું જમવાનું આવ્યું. ધ્રુવે વંશિકા માટે પણ જમવાનું મંગાવ્યું હતું.

તેણે વંશિકા તરફ જમવાનું ધર્યું, વંશિકાએ જમવા તરફ નજર કરી અને બોલી,"મે ના પાડી હતી!"

"હા પણ મે મંગાવ્યું. તું હજુ નાની છે! તને શું ખબર! ભૂખ્યા રહીએ તો કેટલા નુકશાન થાય!"

"હું પરી જેવડી નથી! મને પણ ભાન પડે છે! Please મારે નથી જમવું, plate લઈ લો..." વંશિકા બોલી.

"આવી ગયું છે તો જમી લે ને please..." ધ્રુવ બોલ્યો.

"હા... દીદી... જમી લો ને.."

"બેટા, અન્નનું અપમાન ન કરાય!"

"અરે થોડી જમી લઈશ તો શું વાંધો આવશે!"

"આમપણ બેટા, બહુ ભૂખ્યા રહો તે સારું નહિ!"

આમ બધા વંશિકાને એક સાથે જમવા મટે આગ્રહ કરવા લાગ્યા. વંશિકા,"stop...stop..."ધીમા અવાજે બોલી રહી પણ તે લોકો આગ્રહ કરી રહ્યા હતા, આ અવાજો વંશિકાને અકળાવી રહ્યા હતા. તેણે ગુસ્સામાં તેની સામે રહેલ જમવાની થાળીને ફેંકી દીધી અને ઊંચા અવાજે બોલી,"stop........"

ક્ષણવારમાં જ વાતાવરણ સાવ શાંત થઈ ગયું. બધા નવાઈ પામ્યા. થાળી ફેંકાઇને પરીના મમ્મી - પપ્પાના પગ પાસે પહોંચી. ત્યાં આસપાસ બધું ખરાબ થઈ ગયું! બધા ચોંકી ગયા, સહુથી વધુ ધ્રુવ ચોંક્યો અને પરી તો ડરીને તેના મમ્મીને વળગી ગઈ.

વંશિકા શ્વાસોશ્વાસ થઈ ગઈ હતી, આંખો લાલ થઇ ગઈ હતી. ધ્રુવ તો તેનું આ રૂપ જોઈ ચોંકી ગયો! વંશિકાએ બધાના ચહેરા જોયા. નીચે પડેલ જમવાનું જોયું, તેને ભાન થયું કે તેણે શું કરી નાખ્યું! તે બોલી,"મને માફ કરી દો. મારો આવો ઈરાદો નહતો." અને તે થાળી ઉપાડવા ઊભી થઈ કે ધ્રુવ ઊભો થયો અને હાથ આડો રાખી તેને આગળ વધતા અટકાવી અને પોતે બધું ઉપાડ્યું. પરીના મમ્મી - પપ્પાએ તેને મદદ કરી. ધ્રુવે પોતાના જ રૂમાલ વડે સાફ કર્યું અને બધું ફેંકીને, હાથ સાફ કરીને આવ્યો.

વંશિકા હજુ ઊભી હતી. તે બોલી,"sorry... Sorry .. મારાથી આવું કઈ રીતે થઈ ગયું ! મને પણ ખબર નથી !"

કોઈએ વળતો જવાબ ના આપ્યો એટલે પ્રૌઢ આંટી બોલ્યા,"વાંધો નહિ બેટા. શાંત થઈ જા. થઈ જાય આવું...."

ધ્રુવ તેની સીટ પર બેઠો. વંશિકાએ તેના તરફ જોયું અને કહ્યું,
"ધ્રુવ, મને ભાન જ ન રહ્યું! ખબર નહિ કેવી..."

વંશિકા બોલી રહી હતી તેની વાત વચ્ચેથી કાપતા ધ્રુવ બોલ્યો,"
વાંધો નહિ...." અને પોતાની થાળી ખોલી, જમવા લાગ્યો. વંશિકાને દુઃખ થયું પણ તે હવે આગળ બોલી શકે તેમ નહતી. તે ચુપચાપ બેસી ગઈ. ધ્રુવે જમવાનું શરૂ કર્યું એટલે બધાએ જમવાનું શરૂ કર્યું. જમીને બધા ચૂપચાપ સૂઈ ગયા.

રાત્રે ધ્રુવ વોશરૂમ જવા ઊભો થયો. તે ઊંઘમાં જ વોશરૂમમાંથી બહાર નીકળીને આગળ વધ્યો કે અવાજ આવ્યો,"ધ્રુવ...."

સમગ્ર ડબ્બામાં અંધારું છવાયેલ હતું, બધા સૂતા હતા, રાતના ત્રણ વાગ્યા હતા અને તેમાં કોઈ આવી રીતે બોલાવે તો કોઈપણ ડરી જાય એમ ધ્રુવ પણ ડરી ગયો! તેની ઊંઘ ઉડી ગઈ!

ધ્રુવ ડરી ગયો,"મમ્મી... ચુડેલ!!"

તેના વાંસા પર ધબ્બો લાગ્યો,"અરે ડરપોક, ચુડેલ નહિ! હું છું વંશિકા!"

ધ્રુવ પાછળ ફર્યો અને બોલ્યો,"ઓહ... તું છે ? પણ તું અહીંયા ? વોશરૂમ જવુ છે ? વાંધો નહિ, હું અહીંયા ઊભો, ડર નહિ."

"ના, મારે તમારી સાથે વાત કરવી છે."

"અત્યારે રાતના ત્રણ વાગ્યે શું વાત કરવી છે?!"

"મને જરાય સારું નથી લાગતું. મે તમારો મૂડ ખરાબ કરી દિધો પણ મારા પર વિશ્વાસ કરો, મે જાણીબુજીને નથી કર્યું. મારાથી અજાણતા જ થઈ ગયું અને મારા કારણે તમે sad નહિ થાઉં!"

"વાંધો નહિ. હું તારી માનસિક સ્થિતિ સમજી શકું છું. આ તો તું ખાઈ લે તો સારું એમ બીજું કઈ નહિ, અને હા don't worry, હું કઈ ઉદાસ નથી."

"ખોટાડા ! મને ખબર પડે હો, તમે ઉદાસ છો, હું આટલું તો ઓળખી જ શકું?"

ધ્રુવ થોડો વંશિકાની નજીક જઈ તેની આંખોમાં આંખો મેળવીને બોલ્યો,"આટલો ઓળખવા લાગી મને?!" વંશિકા ફરી તેની માંજરી આંખોના દરિયામાં ડૂબી ગઈ, ત્યાં જ સ્ટેશન આવતા ટ્રેઈનએ બ્રેક મારી અને તે સાથે જ ધ્રુવ અને વંશિકાનું બેલેન્સ વિખાયું.

વંશિકા જમીન પર પડી ગઈ અને ધ્રુવ વંશિકા પર ઢળી પડ્યો,
વંશિકાએ આંખો બંધ કરી દીધી પણ ધ્રુવે ઝડપથી બન્ને હાથ જમીન પર ટેકવી લીધા એટલે તે વંશિકા પર પડ્યો નહિ.
વંશિકાએ આંખો ખોલી, ધ્રુવ તેની સાવ નજીક હતો, તેની માંજરી આંખો અંધકારમાં વધુ ચમકતી હતી. શાંત વાતાવરણમાં બન્નેના ધબકાર સ્પષ્ટ સંભળાતા હતા અને બન્ને એક બીજાના શ્વાસોશ્વાસ અનુભવી શકતા હતા. ધ્રુવના જમીન પર હાથ રાખવાને કારણે વંશિકાની ઓઢણી તેના હાથમાં ફસાતા વંશિકાના ચહેરા પરથી હટી ગઈ, ધ્રુવની આંખો પહોળી થઈ ગઈ.

(શું ધ્રુવે વંશિકાનો ચહેરો જોઈ લીધો હશે ? અને વંશિકાનું આવી રીતે ના જમવા અને થાળી ફેંકવા પાછળ શું કારણ હશે ?! જાણવા માટે વાંચતા રહો. ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની..... થોભો.... થોભો... પ્રતિભાવ આપતા જજો અને વાર્તા પસંદ આવે તો please share કરજો અને મને follow કરવાનું ના ભૂલતા. Bye... Bye....)