Dhruvansh - 5 in Gujarati Short Stories by Dimple suba books and stories PDF | ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 5



(આપણે આગળના ભાગમાં જોયું કે વંશિકા પર ધ્રુવ પડી જતાં વંશિકા ઝડપથી ત્યાંથી જતી રહે છે, ધ્રુવ તેનો ચહેરો જોઈ નથી શકતો. બીજો દિવસ હસી મજાકમાં વીતી જાય છે. ત્રીજે દિવસે સવારે જ્યારે અમદાવાદ પહોંચવા આવ્યા હોય છે ત્યારે બધા ઉઠી ગયા હોય છે પણ વંશિકા સૂતી હોય છે. ધ્રુવ સ્ટેશન આવતા તેને ઉઠાડવાનું વિચારી સુવા દે છે ત્યાં વંશિકા ઊંઘમાં કઈક એવું બોલે છે જે સાંભળીને ધ્રુવ નવાઈ પામે છે અને વંશિકાને ઊંઘમાંથી ઉઠાડે છે અને પૂછે છે. વંશિકા શું જવાબ દેવો તે વિચારમાં પડી જાય છે. હવે આગળ.....)


વંશિકાએ આંખો ખોલી અને પોતાનો દુપટ્ટો સરખો કરતા ઊભી થઈ.

"હું નીચે સૂઈ ગઈ હતી?!" વંશિકાએ વાત ફેરવતા પૂછ્યું.

"હા."

"સામે અંકલ - આંટી ક્યાં ગયા?"

"તેઓ સુરત ઉતરી ગયા."

"Okay. પરી અમદાવાદ ઉતરશે આપણી સાથે?"

"હા તે અમદાવાદ જ રહે છે."

"અચ્છા, સરસ."

"તું પહેલા એ કહે કે તું ઊંઘમાં આ બધું બોલબોલ કેમ કરતી હતી?!"

"અરે, એ તો આ મૂવી જોઈએ એટલે એવું બધું સપનામાં આવે રાખે. બીજું કંઈ નહિ. છોડોને..."

"સારું, આ જો સાબરમતી નદી....જોઈને તારું મન શાંત થઈ જશે...." ધ્રુવે બારી બહાર આંગળી ચીંધી. વંશિકા અને ધ્રુવ બન્ને નદી જોઈ રહ્યા. સૂર્યોદય ના સમયે નદીનું દ્રશ્ય ખુબજ સુંદર દેખાઈ રહ્યું હતું.

નદી તરફ જ નજર રાખતા ધ્રુવે પૂછ્યું,"અમદાવાદમાં તારું કોઈ જાણીતું રહે છે?!"

"નહિ તો!" વંશિકા નદી તરફ જોતા જ બોલી.

"લે, તે જ તો કહ્યું હતું કે તારે અમદાવાદ સાથે ખાસ સંબંધ છે?!" ધ્રુવ વંશિકા તરફ ફરી બોલ્યો.

"હા એમ તો ખાસ સંબંધ છે અને હું ત્યાં જાવ છું જ્યાં મારે જવું જોઈએ." વંશિકાએ ધ્રુવ તરફ જોઈ કહ્યું.

"અરે, એ જ તો પૂછું છું. ક્યાં જઈશ તું? ક્યાં રહીશ? કોઈ જાણીતું છે?!" ધ્રુવે પૂછ્યું.

"હું જેની શોધમાં આવી છું, તેની પાસે જ જઈશ. તમે ચિંતા ના કરો." વંશિકા આંખોમાં ચમક સાથે બોલી. ધ્રુવને આ જોઈ કઈ સમજાણું નહિ.

"Okay! જેવી તારી ઈચ્છા પણ ધ્યાન રાખજે. ભલે આ બિહાર નથી, અહીંયા તું safe છે પણ એકલી છોકરી ક્યાંય safe હોતી નથી એટલે ધ્યાન રાખવું." ધ્રુવે વંશિકાને સલાહ આપી. વંશિકાએ હકારમાં માથું ધુણાવી સાંત્વના આપી.

"તારી પાસે પૈસા નથી તો તારે જેમને શોધવા છે તેમને કંઈ રીતે શોધીશ ?! હું આપું થોડા પૈસા." ધ્રુવે કહ્યું અને બેગ ખોલી તેમાંથી નોટની થપ્પી કાઢી.

"આટલા પૈસા તમારી પાસે?!" વંશિકાએ નવાઈ સાથે પૂછ્યું.

"હા, મારી પાસે તો પડ્યા હોય. આ લે રાખ..." ધ્રુવ આખી થપ્પી વંશિકા તરફ ધરતા બોલ્યો.

"ના...ના... મને પૈસા નથી જોઈતા!! પૈસાની કોઈ ચિંતા નથી. થઈ જશે. તમને શું લાગે અમદાવાદ વિચાર્યા વિના આવી હોઈશ ?! હું બધું Planning કરીને જ કરું." વંશિકા બોલી.

"Okay." ધ્રુવે વધુ આગ્રહ ના કર્યોં. "હું તને મારા નંબર આપુ છું. તને જરૂર પડે એટલે એક કોલ કરી દેજે."

"તમે અહીંયા સુધી જે મદદ કરી તે મારા માટે બહુ મોટી વાત છે. હવે આગળની લડાઈ હું મારી રીતે લડવા ઈચ્છું છું. કોઈની પણ મદદ વિના. આપણો સાથ અહી સુધીનો રહે એ જ સારું છે." વંશિકાએ કહ્યું.

"વાંધો નહિ. જેવી તારી ઈચ્છા. તારું ધ્યાન રાખજે બસ." ધ્રુવે વંશિકાના માથા પર હાથ મૂકતા કહ્યું. વંશિકા ધ્રુવને જોઈ રહી. તેની આંખો પાણીથી ભરાઈ ગઈ. ઓઢણી વડે તેણે આંખો લૂંછી.

"શું થયું? કેમ રડે છે?!" ધ્રુવે પૂછ્યું.

"ઘણા વર્ષો બાદ પહેલીવાર કોઈએ મારા માથા પર પ્રેમથી હાથ મૂક્યો. વર્ષો બાદ કોઈ સાથે મને પહેલીવાર પોતાનાપણું મહેસૂસ થયું." વંશિકા બોલી.

ધ્રુવે સ્મિત સાથે તેના માથા પર હાથ ફેરવ્યો અને ફરી બારી બહારનો નજરો જોવા લાગ્યો. તેનો ચહેરો જોઈ વંશિકા જાણે તેમાં જ ખોવાઈ ગઈ! તે બોલી,"ધ્રુવ... એક સવાલ પૂછું?"

"હા પૂછ..." ધ્રુવ તેના તરફ ફર્યો.

"તમે મારી આટલી મદદ શા માટે કરો છો?! તમે તો મારા કારણે ખતરામાં પણ પડી શકો છો! તમને તો તે પણ નથી ખબર કે હું સાચી છું કે ખોટી ! ખરાબ છું કે સારી! તો પછી તમે મારી આટલી મદદ શા માટે કરો છો?!" વંશિકાએ પૂછ્યું.

"માણસની આંખો કહી દે તે કેવો છે અને તારી જગ્યાએ બીજું કોઈ હોત અને મને તેની આંખોમાં સચ્ચાઈ અને સારાઈ દેખાઈ હોત તો હું તેને પણ મદદ કરેત!" ધ્રુવ બોલ્યો.

"તમે કેટલા સારા માણસ છો! પારકા માટે પણ આટલી દયા અને લાગણી રાખો છો જ્યારે આ જમાનામાં તો માણસો પોતિકાને પણ પરેશાન કરે!" વંશિકા ઉદાસ ચહેરે બોલી.

"તેવું નથી. દુનિયામાં જેટલા ખરાબ માણસો છે તેટલા સારા પણ છે બસ નજરિયાની વાત છે." ધ્રુવે સ્મિત સાથે કહ્યું.

"મને તો એટલા હદ સુધી ખરાબ માણસો મળ્યા છે, જેની કોઈ હદ નથી! જેની સાથે રહેવું નરકથી ઓછું નથી. નાની ઉમરે મે તો ખરાબ દુનિયા જોઈ લીધી છે." વંશિકા મનોમન બોલી પણ ધ્રુવ સામે ફકત સ્મિત કર્યું.

બન્ને વાત કરતા હતા કે વંશિકાને અચાનક બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે સીટ પર ઝટકા સાથે બેસી ગઈ. ધ્રુવ આ જોઈ ગભરાયો,"શું થયું વંશિકા?!"

"કઈ નહિ. જરા ચક્કર જેવું લાગે છે! થઈ જશે સરખું.."
વંશિકા બોલી.

"શું સરખું થઈ જશે! ભોજન ન લે તો આવું જ થાય ને!" ધ્રુવ ગુસ્સે ચઢ્યો.

વંશિકા ધીરેથી ઊભી થઈ અને બોલી,"તમે નાહકની ચિંતા કરો છો. મને કશું નથી થયું."

ત્યાં અમદાવાદ સ્ટેશન આવી ગયું. આખી ટ્રેઇન જાણે અહી જ ઠલવાઈ! ક્ષણભરમાં તો સમગ્ર સ્ટેશન માનવ મહેરામણથી ઉમટી પડ્યું. ધ્રુવ, વંશિકા, પરી અને તેના મમ્મી - પપ્પા બધા ઉતર્યા.

"ચાલો, હવે છુટા પડવાનો સમય આવી ગયો છે. તમને મળીને બહુ મજા આવી ધ્રુવ ભાઈ અને વંશિકા બેન." પરીના પપ્પા બોલ્યા.

"હા, તમારી સાથે તો પરી પણ કેટલી સરસ હળી - મળી ગઈ. તમે અમારા ઘરે જરૂરથી આવજો. અમને ગમશે." પરીના મમ્મી બોલ્યા.

પરીએ ધ્રુવ તરફ હાથ ફેલાવ્યા. ધ્રુવે પરીને તેડી લીધી અને ગાલે ચુંબન કરતા કહ્યું,"ચાલો, મારી girlfriend.... હવે તમારે મારાથી દૂર જવું પડશે..."

"તમે પણ ચાલોને અમારી સાથે. તમારા વિના મને જરા પણ મજા નહિ આવે." પરી ઉદાસ ચહેરે બોલી.

"હું તને મારા નંબર આપુ. તને જ્યારે વાત કરવાનું મન થાય ત્યારે કોલ કરી દેજે. બસ?" ધ્રુવે કહ્યું.

"OKAY..."પરી ખુશ થઈ ધ્રુવને ભેટી પડી. તેણે વંશિકા તરફ જોયું અને બોલી,"દીદી, તમારી સાથે પણ મજા આવી. ધ્રુવને કોલ લગાવિશ ત્યારે તમારી સાથે પણ વાત કરીશ. પપ્પા ધ્રુવના નંબર લઇ લોને..."

પરીના પપ્પાએ ધ્રુવના નંબર લીધા. પરી અને તેના મમ્મી - પપ્પા વિદાય લઈ જ રહ્યા હતા કે સ્ટેશનમાં કોલાહલ ચાલુ થઈ ગયો. બધા એક સાઈડ ધસવા લાગ્યા. ધ્રુવે બધાને સાઈડ પર લીધા અને બધાની ઢાલ બની ઊભો રહ્યો. એક ભાઈ દોડી રહ્યો હતો અને તેની પાછળ અમુક લોકો દોડી રહ્યા હતા.

"લાગે છે સ્ટેશન પર એક બીજા પાછળ દોડવાની સીઝન ચાલે છે!" ધ્રુવ બોલ્યો અને વંશિકા તરફ જોયું. વંશિકાએ તેના તરફ ગુસ્સામાં આંખો કાઢી એટલે તે હળવું હસી પડ્યો.

"Shooting ચાલે છે ત્યાં જુઓ..." વંશિકાએ આંગળી ચીંધતા કહ્યું.

"અચ્છા...." ધ્રુવ અને બાકી બધાએ ત્યાં જોયું. સ્ટેશન પર શૂટિંગ ચાલી રહી હતી.

"સારું ચાલો હવે રજા લઈએ. પરી પણ ઊંઘમાં છે. આવજો." પરીના મમ્મી બોલ્યા અને તેઓ નીકળી ગયા.

"સારું. ચાલો તો હવે આપણે પણ રજા લઈએ...?" ધ્રુવ વંશિકા તરફ જોઈ બોલ્યો.

"હં...?! હા....." વંશિકા જાણે ધ્રુવથી દૂર જવા નહતી ઈચ્છતી પણ તેને પોતાનું લક્ષ્ય પૂરું કરવા ધ્રુવથી દૂર જવું પડે તેમ હતું.
તેના પગમાં હવે શક્તિ નહતી બચી માટે તે ટ્રેઇનના ટેકે ઊભી હતી. ટ્રેઇનનો ટેકો છોડી તે સરખી ઊભી થઈ.

"Bye...thank you મને મદદ કરવા અને મારું ધ્યાન રાખવા માટે. હું આ ઉપકાર હમેશા યાદ રાખીશ. Bye..." વંશિકા બોલી અને ફટાફટ ત્યાંથી નીકળી ગઈ. ધ્રુવ તેને સરખું bye પણ ન બોલી શક્યો. તે પણ સ્ટેશનની બહાર નીકળ્યો. કેપ પહેરી, બે હાથ પહોળા કરી ઊંડો શ્વાસ લઈ બોલ્યો, "અહા....અમદાવાદ જેવું કઈ નહિ." અને taxy લઇને બેસી ગયો.

વંશિકા ચાલીને જઈ રહી હતી. ક્યાં જઈ રહી હતી તેને પણ નહતી ખબર! તેના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું," ખબર નહિ કેમ મને બહુ ગભરામણ થાય છે! ધ્રુવ જ્યાં સુધી મારી પાસે હતા ત્યાં સુધી ડર નહતો લાગતો. ક્યારેય એકલી ગઈ જ નથી! અરે ઘર સિવાય કોઈ દિવસ ક્યાંય ગઈ હોય તો ને!
ક્યાં જવું? કઈ રીતે હું મારા દુશ્મનને શોધીશ ? મને ખબર પણ નથી!!

"જોકે, એક વાત વિચારવા જેવી છે, ધ્રુવ પાસે આટલા બધા પૈસા કઈ રીતે હતા! ક્યાંક તેઓ મોટા બિઝનેસમેનના દીકરા તો નહિ હોય ને! કે પછી મોટા સુપરસ્ટાર હોય શકે! લે, હું ફરી તેમના વિચારમાં પડી ગઈ! વંશિકા લક્ષ્યથી ભટક નહિ! લક્ષ્ય પર ધ્યાન આપ! પણ આટલા વર્ષો પછી તે જગ્યા શોધવી તો અઘરી પડશે! અહીંયા તો બધું બદલાઈ ગયું છે! તે ઘર હશે કે નહિ હોય?! ક્યાં છે?! ખબર જ નથી ! શિવ... તમારી આ દીકરીને આગળનો રસ્તો દેખાડો..."

ડિસેમ્બર મહિનાની શરૂઆત હોવાથી સવારના છ વાગ્યે વંશિકાને ખુબજ ઠંડી લાગી રહી હતી અને આસપાસનું દ્ર્શ્ય ઝાંકળને કારણે ધૂંધળું દેખાતું હોવાથી ચાલવામાં તકલીફ પડી રહી હતી ઉપરથી તેના પેટમાં જાણે હકીકતમાં ઉંદરડા દોડતા હોય તેમ ભૂખને કારણે અવાજ આવતો હતો અને શરીરમાં નબળાઈ પણ લાગતી હોવાથી તેના પગમાં ચાલવાની શક્તિ નહતી બચી. તેને એક ચ્હાની લારી દેખાઈ.

"થોડીવાર અહીંયા બેસવું પડશે તેવું લાગે છે! ખબર નહિ, ગઈ કાલ રાતનું માથું બહુ દુઃખે છે, પેટમાં તો સવારથી સહેજ દુખતું હતું, ઉપરથી આ ચક્કર ! થોડી વાર બેસી જાઉં..."

તે બાંકડા પર માથું પકડી બેસી ગઈ. તે વિચાર કરતી ગુમસુમ બેસી હતી. ત્યાં એક પોલીસની કારે ત્યાં બ્રેક મારી. કારમાંથી ડ્રાઈવર બહાર નીકળ્યો અને લારી પર આવ્યો.

"અરે રામ ભાઈ, આજે સવારના પહોરમાં ?! એ પણ શિયાળાની ઠંડીમાં?!" ચ્હાની લારીના માલિકે કહ્યું.

"હા હમણાં રેલ્વે સ્ટેશનથી સરને લઈને આવું છું." ડ્રાઈવર બોલ્યો.

"Dgp સર આટલા વહેલા ડ્યુટી પર! અને તેઓ તો કોઈ દિવસ લારીની ચ્હા ના પીવે ને આજે શું થયું?!" લારીના માલિકે પૂછ્યું.

"અરે જૂના dgp સરની બદલી થઈ ગઈ છે. તેમની જગ્યાએ મુંબઈથી નવા dgp સર આવ્યા છે."

"નવા સર શા માટે?!"

"પેલા સર કલ્કિને પકડવામાં અસફળ રહ્યા તેને કારણે દિવસે દિવસે કલ્કિ સેનાનો ત્રાસ વધતો જાય છે અને અન્ય રાજ્યોમાં પણ તેમનો ત્રાસ વધે છે એટલે નવા સર બોલાવ્યા છે."

"તમારી વાત તો સાચી છે. હમણાં બે - ત્રણ દિવસ પહેલા જ કલ્કિ સેનાએ એક બિઝનેસમેનના છોકરાને કિડનેપ કર્યો છે. તેઓ ઘણા બહાદુર અને હોશિયાર છે. એમ થોડી તમારા સર પકડી શકશે! કલ્કિ તો કલ્કિ છે, તેને પકડવો કઈ સહેલો થોડી છે!"

આ બધી વાતચીત વંશિકાના કાને પડી રહી હતી. તે વિચારવા લાગી,"શું અહીંયા પણ ગેંગસ્ટરનો ત્રાસ છે?! કલ્કિ! આવું નામ કોનું હોય શકે?!"

"આ સર ઘણા સારા છે અને કડક છે અને પોતાના કામને પૂજા માને છે. તેમણે મોટા મોટા કેસ solve કર્યા છે તો આ મોટો કેસ પણ solve કરી નાખશે." ડ્રાઈવર લારીવાળાને બોલ્યો.

ચ્હાના કપ ભરતા લારીનો માલિક બોલ્યો,"બધા પોતાના વખાણ જ કરે. જોઈએ કેટલા પાણીમાં છે તમારા સાહેબ?! કલ્કિને પકડવો કઈ હલવો થોડી છે! જોઈએ તમારા સર પકડે છે કે પાછા મુંબઈની ટ્રેઈન પકડે છે!!" ત્યાં માલિકનું ધ્યાન વંશિકા પર ગયું,"ઓ...બહેન... તમારે ચ્હા ના પીવી હોય તો ઊભા થઈ જાઓ..."

વંશિકા જે ક્યારની આ બન્નેની વાતો સાંભળી રહી હતી, તેને તરત ખબર પડી ગઈ કે માલિક તેને જ કહે છે. તે ઊભી થઈ અને ચાલવા લાગી. ત્યાં અવાજ આવ્યો,"રોકાઓ મેડમ..."
વંશિકાના પગ થોભ્યા. આ અવાજ કોઈ ત્રીજા જ વ્યક્તિનો હતો.

"ચ્હા પી લો." તે વ્યક્તિ બોલી.

"મારી પાસે પૈસા નથી!" વંશિકા ત્યાં જ ઉભા રહી બોલી.

"વાંધો નહિ. મારા તરફથી સમજી લો. રામભાઈ ચ્હા આપી દો મેડમને." તે વ્યક્તિએ હુકમ કર્યો.

"જી સર." રામભાઈએ વંશિકાને ચ્હા આપી. વંશિકાએ ચ્હા હાથમાં લીધી.

લારીનો માલિક તે વ્યક્તિને ટગર ટગર જોઈ રહ્યો. આ જોઈ રામ ભાઈએ કહ્યું,"આ જ છે નવા dgp સર..."

વંશિકાએ આ સાંભળ્યું. તેણે ચ્હાનો કપ બાંકડા પર મૂક્યો. તેનું માથું બહુ ભારે લાગતું હતું, તે માંડ ઊભી શકતી હતી. તેના પગ રીતસરના ઠંડી અને થાકને કારણે ધ્રુજી રહ્યા હતા.

"જે લોકો કામ કરે તે મોઢે પોતાના વખાણ ના કરે, તેના કામના વખાણ બીજા લોકો જ કરે! અને હું અહીંયા કોઈને મારી પ્રમાણિકતા કે શક્તિ પ્રદર્શિત કરવા નથી આવ્યો. જેને કામ ના કરવા હોય તે વાતો કરે, હું ફકત action માં માનું." Dgp બોલ્યો.

લારિવાળો dgp નું વ્યક્તિત્વ જોઈ આભો બની ગયો અને પોતે આટલી બકવાસ કરી તેના પર તેને ગુસ્સો આવતો હતો.

Dgp એ જોયું કે વંશિકાએ ચ્હા બાંકડા પર મૂકી છે. તે બોલ્યો,
"મેડમ, ચ્હા પી લો. સંકોચ ન કરો."

વંશિકા ગુસ્સામાં dgp ને એ લોકો જ્યાં ઊભા હતા ત્યાં ફરી અને બોલી,"મારે નથી પીવી."

ત્યાં તેણે dgp નો ચહેરો જોયો. ચહેરો જોઈ તે ચોંકી ગઈ. તે બંકડાથી આગળ વધી. બાંકડાની પાછળથી dgp સુઘી આવતા તે બે વાર લથડાઈ. તેનામાં હવે ચાલવાની શકતી નહતી.

"તમે...? તમે અહીંયા? Dgp!!!"વંશિકા આગળ બોલવા જાય તે પહેલાં તેને બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તેની આંખો ખુલ્લી હતી પણ નબળાઈને કારણે તેનામાં ઊભા રહેવાની શક્તિ નહતી. તે dgp પર ઢળી પડી.

વંશિકા Dgp ની બાંહોમાં હતી. પવનનો ઝોંકો આવતા વંશિકાનો દુપટ્ટો હવામાં ઉડી ગયો.... dgp વંશિકાનો ચહેરો જોઈ રહ્યા !

ત્યાં જ હવાને ચીરતી બૂમ સંભળાઈ"વંશિકા...." Dgp એ આસપાસ નજર કરી પણ તેને કોઈ દેખાયું નહિ ત્યાં અચાનક પાછળથી કોઈ આવ્યું અને તેણે વંશિકાને dgpની બાંહોમાંથી પોતાની બાંહોમાં ખેંચી લીધી.

વંશિકાએ તે વ્યક્તિ તરફ જોયું, તેની આંખો પહોળી થઇ ગઈ, "ધ્રુવ.....!" આટલું બોલતા તે બેભાન થઈ ગઈ. ધ્રુવ વંશિકાનો ચહેરો જોઈ રહ્યો.....

(આ dgp કોણ હશે? અને ધ્રુવ અહીંયા શું કરતો હતો? તેમજ આ dgp કોણ છે?! જાણવા વાંચતા રહો ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની....)