No Girls Allowed - 29 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 29

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 29



આદિત્ય અને અનન્યા બાળકોને મળીને મનાલી તરફ રવાના થયા. મનાલી પહોંચતા જ આદિત્યે અનન્યાને ફોન આપતા કહ્યું. " આકાશ સાથે વાત કરી લેજે, કહેતો હતો કે તારું અર્જેન્ટ કામ છે..."

અનન્યા એ કોઈ સમય વેડફ્યા વિના તુરંત આકાશને કોલ લગાવ્યો.

" હેલો...આકાશ..."

" અનન્યા ! તું ક્યાં છે?? તને કેટલા સમયથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું કંઈ ખ્યાલ છે તને?"

" સોરી આકાશ... મારો તને પરેશાન કરવાનો આશય નહતો..આ તો પરિસ્થિતિ જ એવી બની ગઈ કે.." એટલું કહેતાં જ અનન્યા અટકી ગઇ.

" શું થયું અનન્યા? કેમ વાત કરતા અટકી ગઇ?"

" લીસન, આકાશ..હું ઓલરેડી સાવ થાકી ગઈ છું, તો આપણે મળીને વાતો કરીએ..."

" ક્યારે આવીશ તું કોઈ ડેટ તો આપ.."

" કામ જો આજે પૂર્ણ થઈ જશે તો કાલ જ અમે નીકળી જશું...ઓકે...ઍન્ડ પ્લીઝ તું મને વારંવાર કોલ કરીને ડિસ્ટર્બ ન કરીશ. હું ફોન મૂકું છું ઓકે બાય..."

અનન્યા એ કોલ કટ કરી નાખ્યો. પરંતુ આકાશ હજી હાથમાં ફોન લઈને ઊભો જ હતો. એના ચહેરાની રેખાઓ પરથી સાફ દેખાઈ રહ્યું હતું કે અનન્યાના કોલ કાપવાથી એને કેટલું હર્ટ થયું હતું.

" હું અહીંયા સવારથી એની ચિંતા કરું છું... એ ઠીક હશે કે નહિ, એણે જમ્યું હશે કે નહિ...એમને ત્યાં કોઈ તકલીફ તો નહિ પડી રહી હોય ને? અને એમણે શું કર્યું? મારો ફોન કટ કરી નાખ્યો..!...અનન્યા તું મારી સાથે આવું વર્તન કરીશ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું...આ બઘું જરૂર પેલા આદિત્ય એ જ કરેલું છે... પણ બસ, હવે બોવ થયું...હું અનન્યાને આદિત્યની નજદીક નહિ જવા દવ....અનન્યા મારી છે અને મારી જ રહેશે.... થેટ્સ ઇટ...." આકાશે મક્કમતાપૂર્વક અનન્યાને પામવાનું નક્કી કરી લીધું.

બે દિવસ સુધી અનન્યા અને આદિત્ય એ મનાલીના અન્ય સ્થળોએ પણ મુલાકાત લીધી. નહેરુ કુંડ, સોલંગઘાટી જેવા સ્થળો એ ફરીને તેઓએ સ્નો સ્કૂટર, બંજી જમ્પિંગ, રિવર રાફ્ટીંગ જેવા એડવેન્ચર એકટીવિટી પણ કરી. મનાલીની સફર અનન્યા અને આદિત્ય માટે યાદગાર સાબિત થઈ ગઈ. બંને એકબીજાને વધુને વધુ જાણવા લાગ્યા. એકબીજાની વધુને વધુ નજીક આવવા લાગ્યા. આ બે દિવસમાં આકાશે એક પણ વખત અનન્યાને કોલ ન કરીને પોતાનો ગુસ્સો દર્શાવ્યો. પરંતુ અહીંયા અનન્યા આદિત્ય સાથે હરવા ફરવામાં એટલી મશગુલ હતી કે એ આકાશ અને કિંજલને સાવ ભૂલી જ ગઈ હતી. સાંજના સમયે પપ્પાનો કોલ આવતા અનન્યા બે ઘડી વાત કરી લેતી પરંતુ એમનું સંપૂર્ણ ધ્યાન આદિત્ય સાથે મોજ મસ્તીમાં જ હતું.

રાતના સમયે આદિત્ય પોતાના બેડને ઠીક કરતો બોલ્યો. " અનન્યા કાલ સવારે જ આપણે નીકળી જવાનું છે..તો પેકિંગ કરવાનું બાકી હોય તો કરી લેજે..."

" એટલી જલ્દી! હજી થોડાક દિવસ રોકાય જઈએ તો ન ચાલે...?"

" કેમ તને મનાલી એટલું ગમી ગયું?"

" હાસ્તો.....તને ખબર છે ને મને સ્નો કેટલી પસંદ છે..."

" તો એક કામ કર તું અહીંયા એકલી હોટલમાં રોકાઇ જા, બાકી અમારે તો કાલે નીકળી જવાનું ફાઇનલ છે..."

" આદિત્ય..."

" હમમ.." આદિત્યનું સંપૂર્ણ ધ્યાન પોતાના ફોનમાં જ હતું.

" મારી વાત તો સાંભળ..."

" હા હું સાંભળું જ છું બોલ ને.." આદિત્યની નજર હજી ફોનમાં જ ટિકેલી હતી.

" તને યાદ છે આપણી શરત?"

શરતનું નામ પડતાં જ આદિત્યનું ધ્યાન ભંગ થયું અને નાટક કરતા બોલ્યો. " શરત? કેવી શરત? "

" આદિત્ય ખન્ના શરત હારી ગયા એટલે યાદદાસ્ત પણ ભૂલવા લાગ્યા...."

" ઓહ હેલો...હું કોઈ શરત નથી હાર્યો..."

" નાટક બંધ કરો અને સ્વીકારી લો કે તમે શરત હારી ગયા..અને હું શરત જીતી ગઈ...."

ફોનમાં મેસેજની ટોન વાગતા આદિત્યનું ફરી ધ્યાન ફોનમાં કેન્દ્રિત થઈ ગયું. આદિત્યને કોઈ સાથે મેસેજ ટાઈપ કરતા જોઈને અનન્યા એ ધીરેથી ફોન છીનવી લીધો.

આદિત્ય બેડ પરથી ઊભો થઈ ગયો. " અનન્યા પ્લીઝ મારો ફોન આપ..."

" પહેલા બોલો કે હું શરત હારી ગયો.."

" ઓકે બાબા...હું બોલું છું..તું શરત હારી ગઈ બસ..."

" આ કોમેડી શો ચાલે છે? કે મને તમે બુધ્ધુ સમજો છો..?"

" અનન્યા પ્લીઝ મારો ફોન આપ...જરૂરી કામ છે મારે..."

" એવું તે શું જરૂરી કામ છે?" એટલું કહેતાં જ અનન્યા એ ફોનમાં નજર કરી અને બોલી. " આ નેહા કોણ છે?"

" તું મારા મેસેજ રીડ કરે છે?"

" પેલા બોલો આ નેહા કોણ છે?"

" મારા નેક્સ્ટ એડની ક્લાયન્ટ છે..."

" ઓહો...ક્લાયન્ટ સાથે તમે રાતના અગિયાર વાગ્યે પણ વાત કરો છો...વેરી નાઈસ..."

" અનન્યા...ઠીક છે હું સ્વીકાર કરું છું કે હું શરત હારી ગયો અને તું આ શરત જીતી ગઈ...ઓકે?"

અનન્યા એ અચાનક જ ફોન આદિત્ય તરફ ઘા કર્યો અને કહ્યું. " લો કરી લ્યો તમારા ક્લાયન્ટ સાથે વાત..." આદિત્યથી માંડ માંડ ફોન કેચ થયો અને નેહા સાથે મેસેજમાં વાત કરવા લાગ્યો.

નેહા સાથે વાત પૂરી થતા તેમણે બાજુમાં સુતેલી અનન્યા તરફ નજર કરી. અનન્યા આખો દિવસ થાકી જવાને લીધે ઘસઘસાટ ઉંઘી રહી હતી. અનન્યાના ચહેરા પરના વાળને કાન પાછળ સરકાવતા આદિત્યે ગુડ નાઈટ કહ્યું.


સવાર પડતાં જ અનન્યા અને આદિત્યની ટીમ કાર મારફતે ચંડીગઢ માટે નીકળી ગઈ. ત્યાંથી તેઓ એ દિલ્હીની ફલાઇટ લીધી અને દિલ્હીથી તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટ પર રમણીકભાઈ પોતાની ગાડી લઈને ઉભા હતા. રમણીકભાઈને જોતા જ અનન્યા એમને ભેટી પડી.
" આવી ગઈ મારી દીકરી.." હસતા હસતા બંને ગાડીમાં બેસ્યા અને ઘરે જવા રવાના થયા. આદિત્ય ત્યાંથી બીજી કારમાં બેસીને જતો રહ્યો.

અનન્યા ઘરે પહોંચતા જ મમ્મીને શોધવા લાગી.
" મારી અનુ આવી ગઈ...!" કડવીબેન અનન્યાના રૂમમાંથી આવતા બોલ્યા. મમ્મીને જોતા જ અનન્યા એ બેગ ત્યાં જ જમીન પર મૂકી દીધું અને મમ્મીને મળવા દોડી ગઈ. મમ્મીને પણ હગ કરીને તેમણે આશીર્વાદ લીધા. રમણીકભાઈ એક પછી એક બેગ ગાડીમાંથી બહાર કાઢતા બોલ્યા. " બેગમાં આખુ મનાલી જ લઈ આવી કે શું હેં?"

અનન્યા એ સોફા પર બેસીને પાણી પીતા કહ્યું. " તો શું કરું? તમારે તો મનાલી આવવું નહોતું તો મેં વિચાર્યું ચાલો હું જ મનાલીને મારી ઘરે લેતી જાવ છું..."

આખુ પરિવાર ફરી ખડખડાટ હસી પડ્યું.
" અનુ તું ગઈ ત્યારથી આ ઘરમાં જાણે ખુશી જ જતી રહી હતી..." કડવીબેને કહ્યું.

" હવે હું આવી ગઈ છું ને!...અને જોવો તમારી ખુશીમાં વધારો કરવા હું શું લાવી છું?"

બેગમાંથી સ્વેટર કાઢીને તેમણે મમ્મીના હાથમાં સોંપ્યું. " મમ્મી આ તમારા માટે.." બીજું એક સ્વેટર પપ્પાના હાથમાં આપતા કહ્યું. " આ મારા લવલી ડેડ માટે...."

" વાહ સ્વેટર તો ખૂબ સરસ છે.... શું ભાવ ના આવ્યા?"

" મમ્મી તારે દરેક વસ્તુના ભાવ જાણવા જરૂરી હોય છે?"

" કડવી તું શું ભાવની વાત લઈને બેસી ગઈ? અનન્યા એટલી દૂરથી આવી છે, કઈક ખાવાની વાત કર.."

" સમજી ગઈ પપ્પા.. તમારા બંને માટે ફ્રેશ સફરજન અને ફેમસ ચોકલેટ...."

ચોકલેટ નામ પડતાં જ રમણીકભાઈની આંખો ચમકી ગઈ. તે તુરંત ઉભા થયા અને ચોકલેટનું બોક્સ લઈને ખાવા લાગ્યા. કડવી બેને સફરજન લીધા અને સૌ ભેગા મળીને મનાલીની વાતો કરતા કરતા ખાવા લાગ્યા.

ક્રમશઃ